કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ કર્યો છે.
22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …
ત્યારે આ સંસ્થા અને તેના ઘનશ્યામ મહિલા મંડળ વડે તોરણ બનાવવાની સેવા તેમજ રાતને સમય યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી.
આશરે 20 જેટલી મહિલાઓએ ત્રણ કલાક 21મી જાન્યુઆરીના રોજ તોરણ બનાવવાની સેવા આપી હતી.
કાળુપુર સંપ્રદાનના નરનારાયણ દેવ મંદિર હિંમતનગર સંસ્થાના કોઠારી સ્વામી – પીપી સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી.
આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના રોજ તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, આજના દિવસે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર મહારાજ અમદાવાદથી પધાર્યા હતા. તેમની દિવ્યતા અને માર્ગદર્શક નિશ્રામાં આજે સવારના રોજ નુતન મંદિરમાં તેમના શુભ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
ભગવાન ઘનશ્યામ મહારાજ પર જલ અભિષેક તેમજ અન્ય ક્રિયાઓ અને પ્રાણ પ્રતિષ્ઠા આચારશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. ભગવાનને અન્નકૂટ જેવો ભોગ ધરાવ્યો હતો. ઘનશ્યામ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સવારે 9:00 વાગે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા કૌશલેન્દ્ર મહારાજે જમુના નગરમાં બનાવેલા ગોપાળાનંદ સત્સંગ હોલ ખાતે જઈ સત્સંગ કરાવ્યો હતો તેમ જ વિષ્ણુયાગ હવનમાં ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની આરતી પણ ઉતારી હતી. તેમણે આશરે 1:00 વાગ્યાની આસપાસ સત્સંગ સભાને સંબોધિત કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગ બોધનો- તેમના દિવ્ય જ્ઞાનનો સત્સંગ સ્વામિનારાયણના હરિભક્તોને કરાવ્યો હતો.
સાથે સાથે ઉપસ્થિત હજારો શ્રોતાઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્યશ્રી કૌશલિન્દ્ર મહારાજને રૂબરૂ જોવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદ ખાતે કૌશલેન્દ્ર મહારાજના આચાર્ય પદે 50 વર્ષ પૂર્ણ થયાના મોટો મહોત્સવ સમાપન થયો હતો. ગત રાત્રી નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ ઉપર આયોજ થયો હતો જેમાં હજાર હરિભક્તો મંદિરના પ્રાગણમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના રોજ કાર્યક્રમના પૂર્ણાહુતિ ના દિવસે બધા હરિભક્તો મહોત્સવના દિવ્ય સંસ્મરણો તેમજ સેવાના અન્ય ભાવ સાથે છૂટા પડ્યા હતા. આજથી ભગવાન સ્વામિનારાયણ કાલુપુર ગાદીનું હિંમતનગર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સરકારી જીન રોડ પાસે આવેલા પ્રથમ સ્ક્વેરની પાછળ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.
ગુજરાત ભરના સ્વામિનારાયણ મંદિર અનેક મંદિરોના સ્વામિનારાયણ સંતો તેમજ હરિભક્તો અને રાજસ્થાનથી આવેલા હરિભક્તોએ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો હતો. હિંમતનગર માંથી પણ અનેક હરિભક્તોએ અને ખાસ કરીને યુવા વર્ગના હરિભક્ત તેમજ ઘનશ્યામ મહિલા સત્સંગ મંડળ ની આશરે 50 જેટલી બહેનોએ પાંચ દિવસ રાત દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સેવા આપી હતી મંદિરના મહંત શ્રી પ્રેમપ્રકાશ દાસ સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ હરિભક્તોના સહયોગથી ખૂબ જ આનંદ , ઉત્સાહ પ્રેમભાવના વાળા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બધા હરિભક્તોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી! જય સ્વામિનારાયણ!
હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજે ભગવાન વિષ્ણુનું યજ્ઞ શરૂઆત થયો હતો. આ સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંપ્રદાયનું છે અને તે તદ્દન નવું સ્વરૂપ રૂપે આકાર પામીને હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસે બનાવવામાં આવ્યું છે.
વર્ષોથી કાલુપુર સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર ખાડિયા વિસ્તાર – બજાર વિસ્તારમાં આવેલું હતું. છેલ્લા દસેક વર્ષ પહેલાં આ મંદિર સ્વામિનારાયણ સોસાયટી, મહાવીર નગર ખાતે શિફ્ટ કરવામાં આવ્યું કારણ કે નવા મંદિર માટે જગ્યાની પસંદગી કરવામાં આવી હતી. આ નવીન જગ્યાએ એટલે સહકારી જીન રોડ પર પ્રથમ સ્ક્વેર બિલ્ડિંગ ની પાછળ આવેલા વિશાળ પ્લોટ માં નવીન શિખરબદ્ધ મંદિર સ્વામિનારાયણ મંદિર નું નિર્માણ કાર્ય છેલ્લા દસ વર્ષમાં ચાલી રહ્યું હતું જેની થોડા સમય પહેલા પૂર્ણાહુતિ થઈ છે અને આ શિખર બંધ મંદિર માં તારીખ 9 નવેમ્બર ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુભારંભ થયો છે.
મહોત્સવના પહેલા દિવસે પોથીયાત્રા કાઢવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કથાનું શુભારંભ પણ પ્રથમ દિવસે કરવામાં આવ્યો હતો. આજે ભગવાન વિષ્ણુ યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો મહોત્સવના ત્રીજા દિવસે કથા તેમજ સાંજે ડાયરા નું ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહોત્સવના પ્રારંભે સમગ્ર હિંમતનગરમાં અલગ અલગ સ્થળે સ્વામિનારાયણ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા ના હોર્ડિંગ્સ મૂકીને હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સહકારી જીન રોડ, અંકિતા ડેરી સામે એક વિશાળ સામિયાણા માં દરેક પ્રકારના ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 10 નવેમ્બર- ગુરૂવારના રોજ શ્રીકૃષ્ણ જન્મ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
પાંચે પાંચ દિવસ સમગ્ર હિંમતનગર તેમજ સાબરકાંઠા અરવલ્લીના સ્વામિનારાયણ ભક્તો અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે અને કાર્યક્રમનો લાભ હિંમતનગર જનોને આપી રહ્યા છે.
તારીખ 13 નવેમ્બર ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ થશે અને શિખરબદ્ધ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ,રાધા-કૃષ્ણદેવ, શ્રી ગણેશ, હનુમાનજી ની મૂર્તિઓ શાસ્ત્રોક્ત મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.