ટૅગ Journalist

  • શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

    શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA)

    પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ થી ઉભરાતા શાંતિવન પરિસરમાં આયોજિત થઈ ગઈ હતી અને ખૂબ સફળ થઈ હતી… પ્રસ્તુત છે કેટલાક યાદગાર અંશ….

    બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા અને વિશ્ર્વાસનું દિવ્ય વાતાવરણ પેદા કરવા પત્રકારોની પ્રેરણાદાયી કોન્ફરન્સ..

    નેગેટિવ વાતાવરણ કોઈ પણ પરિવાર, સમાજ કે દેશને નબળો બનાવે છે.રાષ્ટ્ર અને સમાજની મજબૂતાઈ માટે પોઝીટીવ વાતાવરણ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે.દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોની ભૂમિકા કોઈ પણ સમાજ કે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તારીખ 26-9-2025 શુક્રવારથી તારીખ 30-9-2025 મંગળવાર સુધી શાંતિવન, બ્રહ્માકુમારીઝ, આબુરોડ ખાતે સમગ્ર દેશવિદેશના પત્રકારોની ખૂબ જ પ્રેરણાદાયી કોન્ફરન્સ-2025નું સૂક્ષ્મતાસૂક્ષ્મ,દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા રીંગ વડે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન પણ આયોજિત કરાયું હતું.

    રાજસ્થાનના મહામહિમ રાજયપાલ હરિભાઉ બાગડેજી દ્રારા આ કોન્ફરન્સનું દીપપ્રાગટ્ય દ્રારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

    ભારત દેશના તમામ રાજ્યો તેમજ નેપાળ દેશ સહિત તમામ જગ્યાએથી 1100 ઉપરાંત પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    મીડિયા વીગના બ્રહ્માકુમાર શાન્તનુજી સહિત સમગ્ર ટીમનું પ્લાનીગ કાબિલેદાદ હતું.ઉતર ગુજરાત મીડિયા વીગના બ્રહ્માકુમાર શશીકાંતભાઈ ત્રિવેદીની વિશેષ લાગણીને લીધે તેમજ અમારા હિંમતનગરના બ્રહ્માકુમારી સેન્ટરના આદરણીય દીદી જ્યોતિબેન તેમજ તેમના સહાયક બ્રહ્માકુમાર નરેશભાઈ પટેલ અને ઈડરના બ્રહ્માકુમાર રાકેશભાઈ ડાભી ના આત્મીયતા સભર સહયોગથી આ કોન્ફરન્સમાં ખૂબ ઝડપથી જવાનું થયું.

    આ કાર્યક્રમ મોટાભાગે હિન્દી મીડિયા કે હિન્દી ભાષાના પત્રકારો માટે હતું પરંતુ તેમાં ગુજરાતના એક ડઝન જેટલા પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ડીસા ,ભુજ અને વિરમગામથી તેમજ હિંમતનગર થી પણ પત્રકાર/ સંપાદક ઉપસ્થિત રહ્યા હતા

    ડીસાથી જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,કોલમિસ્ટ ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ફોટોગ્રાફર ચંદુભાઈ એટીડી, મનોજભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન આચાર્ય,ચારૂબેન ઠક્કર સહિત સૌએ આ કોન્ફરન્સમાં હાજરી આપી સમગ્ર આયોજનનું સંપૂર્ણ અવલોકન કર્યું તેમજ કોન્ફરન્સની સંપૂર્ણ માહિતી મેળવી.

    પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા,ડીજીટલ મીડિયા અને ખાસ કરીને એ.આઈ.ઉપર અલગ અલગ વક્તાઓએ વિસ્તૃત માહિતી આપી.

    ખૂબ જ અનુભવી, સંઘર્ષશીલ, પ્રગતિશીલ અને માહિતીસભર વકતાઓએ મીડિયા જગતના આપણા ભવ્ય ભૂતકાળથી લઈને વર્તમાન સમયની સમસ્યાઓ,સગવડો અને પત્રકારોના પોઝીટીવ સંગઠન વિષે રસપ્રદ વાતો કરી.

    ભારત અને વિશ્ર્વમાં અનેક જગ્યાએ વિવિધ કારણોસર કોઈને કોઈ સંસ્થા કે પક્ષ દ્રારા પત્રકારોનાં સંમેલનો કે કોન્ફરન્સ થાય છે.આ બધામાં ક્યાંક કોઈકનો નીજી સ્વાર્થ હોય છે.બ્રહ્માકુમારીઝ દ્રારા થતી મીડિયા કોન્ફરન્સમાં સમાજ કે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે એક નવી પોઝીટીવ દિશા આપવામાં આવે છે.

    ચારપાંચ દિવસની કોન્ફરન્સમાં અપાતી માહિતી અને મનોમંથનના અંતે પત્રકારો રિલેક્સ, રીફ્રેશ, રીચાર્જ થઈ ભવિષ્યમાં સારી રીતે રીસેટ થવા ઘણું બધું ભાથું લઈને જાય છે.નેગેટીવ વિચારોને જીવનમાંથી રીમુવ કરી એક નવા રીમોટ સાથે પોતાના જીવનને તો સુધારે જ છે પણ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો અનેરો-અનોખો સંકલ્પ કરે છે.

    ભારત દેશની આજુબાજુ શ્રીલંકા, બાંગ્લાદેશ,નેપાળ જેવા દેશોમાં તાજેતરમાં થયેલ અરાજકતા, અશાંતિ અને સતા પરિવર્તનમાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની અને મોટાભાગે નેગેટિવ રહી છે.

    વર્તમાન સમયમાં તલવાર કરતાંય કલમ વધારે મજબૂત ગણાય છે.

    આઝાદીની ચળવળ વખતે પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.સુશાસન માટે પત્રકારોની જાગૃતિ ખૂબ જ અસરકારક અને અગત્યની છે.તંત્રી,ખબરપત્રી, ફોટોગ્રાફર,પ્રેસ સ્ટાફ એમ બધાનું સંકલન હોય ત્યારે એક સારૂં અખબાર બહાર પડે છે.સારૂ નેટવર્ક અને સારા ફેરિયા હોય ત્યારે અખબાર લોકોના ઘર સુધી પહોંચે છે.આ બધા જ પોઝીટીવ હોય ત્યારે જ પોઝીટીવ સમાચારો થકી સમાજ અને રાષ્ટ્ર મજબૂત બને છે.આવી જ વ્યવસ્થા ઈલેક્ટ્રોનિક મીડિયામાં હોય છે.

    સમયાંતરે સોશીયલ મીડિયા કે ડીજીટલ મીડિયાનું જોર વધી રહ્યું છે પણ તેમાં નકારાત્મક ઘણું પીરસાઈ રહ્યું છે.માણસ સાવચેતી ના રાખે તો અનર્થ થવાનો ઘણો સંભવ છે. કુલ ચાર દિવસની કોન્ફરન્સમાં અનેક વિષયો પર વિચાર મંથન થયું એટલું જ નહીં પરંતુ નવા આવેલા પત્રકારોને ,સંપાદકોને બ્રહ્માકુમારી શાંતિવન તેમજ આબુરોડ પર અન્ય બ્રહ્માકુમારી વડે વિકાસ કરેલા પરિસર તેમજ માઉન્ટ આબુ પહાડ હીલ સ્ટેશન પર આવેલા પાંડવ વન ,શાંતિ સરોવર, પીસ પાર્ક જેવા સ્થળોની મુલાકાત લેવાનો પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું!!! સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં ભારતભરમાંથી આવેલા અને મીડિયા wing સાથે સંકળાયેલા બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ખૂબ પરિશ્રમ કરીને બધાને અનેરી પ્રેરણા પૂરી પાડી હતી.

    ઓમ શાંતિ


    कार्ययोजना – राष्ट्रीय मीडिया सम्मेलन – 2025 (26 से 30 सितम्बर 2025, शान्तिवन, आबूरोड )


    प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय के मीडिया विंग की ओर से मुख्यालय शान्तिवन परिसर, आबूरोड में 5 – दिवसीय (26 से 30 सितम्बर 2025) राष्ट्रीय मीडिया सम्मेलन का आयोजन हुआ । इस आयोजन का विषय – “समाज में शान्ति, एकता और विश्वास को बढ़ावा देने में मीडिया की भूमिका” था। इस मीडिया सम्मेलन के विभिन्न विषय इस प्रकार हैं- दैनिक जीवन में आध्यात्मिकता और ध्यान, आतंरिक ‘स्व’ की खोज, सर्वोच्च सत्ता की पहचान, राजयोग ध्यान के चमत्कार, सफल जीवन के लिए कर्म दर्शन, जनसंचार में पारदर्शिता और विश्वास, आध्यात्मिक शक्ति से चुनौतियों पर विजय, समाज पर सोशल मीडिया का प्रभाव – नियमन के लिए कदम, नैतिक और जिम्मेदार पत्रकारिता को प्रोत्साहित करना, एकता और विश्वास के सेतु निर्माण में जनसंपर्क की भूमिका, समग्र कल्याण के लिए डिजिटल डिटॉक्स, भविष्य की आदर्श पत्रकारिता के लिए कृत्रिम बुद्धिमत्ता एवं सोशल मीडिया अंतरात्मा की आवाज़ एक बेहतर दुनिया के लिए मीडिया |


    सम्मेलन में विचार-विमर्श के बाद अनुकरण के लिए कार्ययोजना इस प्रकार है-
    1. “विश्व की वर्तमान स्थिति के लिए हम स्वयं ज़िम्मेदार हैं, न कि सर्वोच्च सर्वशक्तिमान सत्ता और इसलिए इसे बदलने के लिए भी हम ही उत्तरदायी हैं। यह परिवर्तन स्वयं को बदलने से शुरू होता है ।
    मीडियाकर्मियों को सलाह दी जाती है या यूँ कहें कि अनुरोध किया जाता है कि वे अपनी रिपोर्टिंग में सटीकता सुनिश्चित करने, फर्जी खबरों से बचने और अन्य मनुष्यों, संस्थाओं और विभिन्न संस्कृतियों की गरिमा का सम्मान करने के लिए सर्वोत्तम संभव प्रयास करें और सटीकता, पारदर्शिता, निष्पक्षता और जवाबदेही के लिए आचार संहिता लागू करें।
    2. शांतिपूर्ण और सुखी जीवन लिए सौहार्दपूर्ण और आदर्श संबंध बनाए रखने का लाभ प्राप्त करने हेतु आध्यात्मिक शक्ति के माध्यम से क्रोध, लोभ, वासना आदि जैसी व्यक्तिगत कमजोरियों को दूर करने का प्रयास करें।
    3. यह शांति के लिए एकता और विश्वास बनाए रखने का समय है और मीडिया को अपनी सामग्री में सामाजिक, आध्यात्मिक, पर्यावरणीय और मानवीय मुद्दों को स्थान देना चाहिए ।
    4. मानव मन की शक्ति को पहचानते हुए, जैसा कि कहावत है, “युद्ध लोगों के मन में शुरू होते हैं”, वैसे ही शांति भी लोगों के मन में शुरू होती है। इसलिए मीडियाकर्मियों को ध्यान के अभ्यास पर स्वयं को केंद्रित करना चाहिए जो आंतरिक आत्मा को समृद्ध और सशक्त बनाता है। जो पेशे में उत्कृष्टता और विशेषज्ञता लाता है।
    5. तथ्यों की जाँच, गलत सूचनाओं का पता लगाने और विशेष रूप डिजिटल प्लेटफॉर्म पर गोपनीयता की सुरक्षा के लिए एआई जैसी उन्नत तकनीक का उपयोग करना ।
    6. ऐसी सामग्री के सह-प्रबंधन में लोगों को शामिल करना, जो वास्तविक आवाज़ और समाधानों को प्रतिबिंबित करती हो। पहुँच, भावनात्मक सम्बन्ध और सकारात्मक व्यवहार परिवर्तन पर मीडिया नज़र रखें। जमीनी स्तर पर सशक्तिकरण के लिए स्थानीय रेडियो पॉडकास्ट और नागरिक पत्रकारिता को मज़बूत बनाएँ।


    *एक स्वर में बोले सारे पत्रकार, ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया*
    *राष्ट्रीय मीडिया कॉन्फ्रेंस में पत्रकारों ने बांटे अनुभव*
    *अनुभवों के आदान-प्रदान का अनूठा सत्र आयोजित*

    आबू रोड़/29 सितम्बर 2025। ब्रह्माकुमारीज़ के मीडिया विंग द्वारा आयोजित राष्ट्रीय मीडिया कॉन्फ्रेंस में पत्रकारों ने अपने अनुभव बांटें। कॉन्फ्रेंस में अनुभवों के आदान-प्रदान का सत्र आयोजित किया गया। इस अनूठे सत्र में बहुत ही आत्मीय माहौल नज़र आया।
    देश भर से आये करीब डेढ़ हजार पत्रकारों ने मीडिया कॉन्फ्रेंस में शांति, एकता और विश्वास को समाज का स्थायी भाव बनाने को लेकर चर्चा की। सभी ने एक स्वर में यह माना कि ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया।
    *स्वर्ग देखना है तो ब्रह्माकुमारीज़ आकर देखो-कनुभाई आचार्य*
    डिसा से आये राष्ट्रपति पुरस्कार प्राप्त वरिष्ठ स्तम्भकार कनुभाई आचार्य ने कहा कि मुझे कॉन्फ्रेंस के पहले ही दिन पत्रकारों के लिए ‘पत्रकार मनीषी’ शब्द सुनकर बहुत आनंद हुआ। ब्रह्माकुमारीज़ हमें मनीषी होने का संकेत दे रही हैं। ज्ञान से पवित्र कुछ नहीं है। ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया। जब मैं पहली बार यहां आया तो मेरे मन में आया स्वर्ग यहीं है। सतयुग का स्वर्ग देखना है तो ब्रह्माकुमारीज़ आकर देखो।

    *नेपाल में ब्रह्माकुमारीज़ के सेंटर पर लोगों ने शरण ली-सुरेंद्र सिंह डोंगरा, नेपाल*
    हिमालिनी पत्रिका के दिल्ली ब्यूरो चीफ नेपाल निवासी सुरेंद्र सिंह डोंगरा ने अनुभव सुनाते हुए कहा कि दो दशकों से अधिक समय से आता रहा हूँ। मैंने बहुत ही आनंद लिया। सब एक से एक वक्ताओं को सुना। ब्रह्माकुमारीज़ में पत्रकारों को आना ही चाहिए। कुछ बेहतर करने के लिए आपको ऑलराउंडर होना ही चाहिए। जब पूरी दुनिया की नज़र नेपाल में थी, तब पोखरा में ब्रह्माकुमारीज़ के सेंटर में कई लोगों ने शरण ली। यह संकेत देता है कि ब्रह्माकुमारीज़ ने शांति का संदेश दिया है कि वहां कोई आगजनी नहीं हुई। मैं भाग्यशाली हूँ कि मेरा भी यहां आना होता है। 8 ज़ोन में नेपाल बंटा हुआ है। नेपाल में 78 ब्रह्माकुमारीज़ सेंटर हैं।

    *जीवन में बैलेंस सीखना हो तो ब्रह्माकुमारीज़ आइये-विशाल यादव*
    रायपुर से आए जनमंत्र न्यूज़ के संपादक विशाल यादव ने कहा कि मैंने हमेशा फील्ड की पत्रकारिता की है। पिछले 12 सालों से मैं इस संस्था से जुड़ा तो कई सारे परिवर्तनों को महसूस करेंगे। पत्रकारों पर बहुत प्रेशर होता है तो वह बहुत जल्द रिएक्ट करते हैं, लेकिन जब हम ब्रह्माकुमारी बहनों की त्याग तपस्या देखते हैं तो हम सकरात्मक परिवर्तन महसूस करते हैं। जीवन में बैलेंस सीखना हो तो यहां आइये। ऐसे आयोजन केवल ब्रह्माकुमारीज़ संस्थान ही कर सकता है। ये संस्था जीवन जीने की कला सिखाती है।

    *43 वर्ष से ब्रह्माकुमारीज़ का मीडिया विंग मीडिया कॉन्फ्रेंस आयोजित कर रहा है-शशिकांत भाई*
    डिसा से आये वरिष्ठ पत्रकार बीके शशिकांत भाई ने कहा मैं 1978 में पहली बार ब्रह्माकुमारीज़ आया। दादी प्रकाशमणि जी मुख्य प्रशासिका थीं। करुणा भाई ने हमें 3 महीने मीडिया की ट्रेनिंग दी थी। दादी जी ने कहा बहुत अच्छा कार्य कर रहे हो। समाज मे सकारात्मकता लाने पर समाज अच्छा होगा। ऐसा करके 1983 से 43 वर्ष से यहां मीडिया कॉन्फ्रेंस चल रही है। मेरे अभी तक 16 हजार आर्टिकल छप चुके हैं। इतने पत्रकार आये, मेडिटेशन किया और शांति को जीवन मे उतारा।

    *पत्रकार सत्य को सामने रखते हैं- गणेशदत्त जोशी*
    मीडिया विंग के एडिशनल जोनल कोऑर्डिनेटर गणेशदत्त जोशी ने कहा कि दुनिया डॉक्टर्स को नेक्स्ट टू गॉड कहते हैं लेकिन मैं “मीडिया प्रोफेशनल्स आर नेक्स्ट टू गॉड” कहता हूं क्योंकि वो सत्य को सामने रखते हैं। पत्रकार लेखनी द्वारा समाज को प्रभावित और प्रकाशित करता है।पूर्व राष्ट्रपति एपीजे अब्दुल कलाम जब डीआरडीओ में रहते ज्ञान सरोवर आये थे तो उन्होंने कहा था कि आज मुझे यह बात समझ में आई कि भारत ने किसी पर आक्रमण क्यों नहीं किया क्योंकि भारत में आध्यात्मिक शक्ति है, जो मुझे ब्रह्माकुमारीज़ में आकर समझ में आई।

    *अब आकर पछता रहा हूँ कि मैं ब्रह्मकुमारीज इतना लेट क्यों आया- प्रेम कुमार*
    बिहार श्रमजीवी पत्रकार संघ के महासचिव प्रेम कुमार ने कहा कि हम हर बार ब्रह्मकुमारीज का निमंत्रण मिलने पर सोचते थे कि ऐसे सम्मेलन होते रहते हैं, लोग जाते होंगे, लेकिन हमने आने का प्रयत्न नहीं किया। इस बार भी हम अनमने मन से आए थे। लेकिन अब आकर पछता रहा हूँ कि मैं इतना लेट क्यों आया। मुझे तो पहले आना चाहिए था। व्यक्ति जब सारे सिस्टम से हार जाता है तो उसे आखिरी में पत्रकार याद आते हैं। हम साधारण नहीं हैं। हमने जरूर कुछ अच्छे कर्म किए हैं, तब ही पत्रकार बने हैं। आप सब सत्य का साथ दीजिए। आज पांडव भवन जाकर ब्रह्मा बाबा की जीवन यात्रा देखी। उन्होंने जो सपना देखा, उसे हमें साकार करना है। यहां सब धर्मों के लोगों को देखा। सब एकमत हैं।

    *आप सबके लिए रोल मॉडल बने, यही हमारी शुभ इच्छा है – बीके सरला दीदी*
    सत्र की अध्यक्षता कर रहीं मीडिया विंग की उपाध्यक्ष बीके सरला दीदी ने कहा कि हमारा लक्ष्य व उद्देश्य यही है कि पत्रकार खुशी से रहे। मीडिया में कार्य बहुत तनावपूर्ण होता है। आपको भगवान की एक्स्ट्रा मदद चाहिए। आपके शब्द दुनिया में बदलाव लाने वाले हैं। भगवान की मदद से दुनिया में बदलाव लाया जा सकता है। हमने अपने एक्शन प्लान में जोर दिया कि अपनी कमजोरियों को राजयोग मेडिटेशन के आधार पर दूर करें। हमारी यही इच्छा है कि आप शांति के प्रतिरूप होकर यहां से निकले। यह ज्ञान गंगा का स्थान है।आप यहां कई जन्मों के लिए आप अपना भाग्य बनाते हो। आप सबके लिए रोल मॉडल बने, यही हमारी शुभ इच्छा है।

    सत्र में प्रतिभागियों ने भी बहुत उत्साह के साथ अपने अनुभव शेयर किए। कई पत्रकारों ने खुले सत्र में प्रश्न पूछकर मेडिटेशन संबंधी जिज्ञासा को भी शांत किया। अजमेर से आईं मीडिया विंग की सब जोनल कोऑर्डिनेटर बीके योगिनी दीदी ने सत्र का संचालन किया।

  • ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

    ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

    AVSpost bureau, Ahmedabad 

    • અમદાવાદ તેમજ ગુજરાતના તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન 
    • કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ
    • એક્ઝિબિશનને અચૂક માણવું 
    • સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન
      ૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર

    કહેવાય છે કે ‘એક તસવીર હજાર શબ્દ બરાબર’ છે. પહેલા ફોટોગ્રાફરના માનસમાં અને ત્યાંથી કેમેરામાં કેદ થયેલી સુંદર, વાસ્તવિકતાનું પ્રતિબિંબ,લાગણીથી છલોછલ તસવીરોનું એક્ઝિબિશન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે આજે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

    નોંધનીય વાત એ છે કે સમાચારપત્રો અને મીડિયાના અન્ય માધ્યમોમાં કામ કરનારા અને રાત દિવસ જોયા વિના ખૂબ જ ઉત્તમ ક્ષણોને કેમેરામાં કંડારનારા ખૂબ જ જાણીતા ફોટો જનાલીસ્ટ એટલે કે સચિત્ર પત્રકારોને અને તેમના કામને બિરદાવાનું તેમની ખેંચાયેલી યાદગાર તસવીરોને જોવાનો માણવાનું લહાવો અમદાવાદીઓને 28 ઓગસ્ટ સુધી મળ્યો છે તો આ એક્ઝિબિશન જોવા અચૂક જવું.

    ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા અને કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અડીખમ રહીને શહેરની દરેક ક્ષણ અને પરિસ્થિતિને કેમેરામાં કેદ કરનાર ૩૧ તસવીરકારોની સુંદર તસવીરોને એક જ સ્થળે માણવાનો અવસર અમદાવાદના લોકોને આજે મળ્યો છે.
    તસવીરોમાં અમદાવાદનો બદલાતો મિજાજ છે. અમદાવાદનું દરેક પરિસ્થિતિમાં લડવાનું ખમીર છે. શહેરનું પ્રકૃતિ સૌંદર્ય છે. ઉત્સવ અને કોમી એકતાની ઝાંખી છે. દરેક તસવીર કંઈક મેસેજ આપે છે. તેની અંદર ઊંડી માનવીય સંવેદનાઓ છે. શહેરની ઓળખ છે. તીખો અને ધારદાર કટાક્ષ છે. શહેરનો વિકાસ તો બીજી તરફ વરવી વાસ્તવિકતા પણ છે. જે માનવીય સંવેદનાનું સ્તર વર્તમાન જગતમાં કેવું છે તેની પ્રતીતિ જોનારને કે ફોટો જણાવે છે.

    કદાચ એ તસવીરોની ક્લિક મારતા સામાન્ય માણસના હાથ ધ્રૂજવા લાગે અને આંખોમાંથી ટપોટપ આંસુઓ વહેવા લાગે એવી તસવીરોને અમદાવાદમાં નિહાળવાનો અને ફોટોગ્રાફરને દાદ રૂપી સન્માન આપવાનો અમદાવાદના આંગણે સુવર્ણ અવસર..

    આ તસવીરો તમને વાહ ક્યા બાત હૈ ની સાથે આંખોમાંથી ટપોટપ આંસુઓ વહેડાવી દે તેવી છે.

    આ સાથે એક્ઝિબિશનમાં રજૂ કરાયેલી તસવીરો તેમની મહેનત સાથે તેમની હિમ્મત, તેમની ફરજ પર અડગ રહેવાની નિષ્ઠા સાથે તેમની અંદરની લાગણીઓ છે ….જેને ઘર ઘર સુધી પહોચાડવા માટે તેમને ક્યારેય પાછી પાની ના રાખી નથી તેની સાક્ષી પુરે છે.

    તસવીરો ક્લિક કરતા તેમની પણ આંખો ભીંજાઈ હશે, ક્યારેય માનવીય સંવેદના તાર જણજણી ઉઠ્યા હશે! ક્યારેય ફોટો ક્લિક કર્યા બાદ તેમનું ભરેલું ટિફિન લઈને ઘરે આંસુઓ સાથે આવ્યા હશે!

    આ તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન સાથે કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ

    એક્ઝિબિશનને અચૂક માણવું .

    સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન

    ૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર

  • જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134)

    આજની પોઝિટિવ સ્ટોરી

    નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી

    આલેખનઃ રમેશ તન્ના

    30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થવાનો છે.

    શ્રી ભાર્ગવ પરીખ ગુજરાતી પત્રકારત્વનું એક એવું નામ છે જેણે સાતત્ય સાથે લોકનિષ્ઠ પત્રકારત્વનું ખેડાણ કર્યું છે. તેમના અનુભવોનું બયાન કરવા જઈએ, સમાજ પર પડેલી તેની અસર વિશે અલપ-ઝલપ લખવા જઈએ તો પણ એક પુસ્ક પ્રકાશિત કરવું પડે. એમાં વિવિધતા પણ છે અને ગુણવત્તા પણ છે. એમાં સાંપ્રત કથાઓ પણ છે અને જેની ચિરંજીવ અસર હોય તેવા વિષયો પણ છે. એ પરિશ્રમી અને ઝુઝારું પત્રકાર છે. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    તેમના પિતાજી નિરંજન પરીખ પણ પત્રકાર હતા. તેમણે મોટાભાગે સંદેશમાં કામ કર્યું. નિરંજન પરીખનું નામ પત્રકારોને સંગઠિત કરવા માટે જાણીતું છે.

    ઈઝરાયલના એક ઈતિહાસકારે મનુભાઈ પંચોળીને કહ્યું હતું કે, સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્ય જેવું સત્ય પણ સંગઠિત થાય ત્યારે તેની જીત થતી હોય છે. સંગઠનની મોટી તાકાત છે. પત્રકારોને તેમના અધિકારો નહોતા મળતા ત્યારે નિરંજનભાઈએ ઝંડો ઊઠાવ્યો હતો. એમ કહો કે, મશાલ ઊઠાવી હતી. એ પ્રજ્જવલિત મશાલથી તેઓ દાઝ્યા પણ ખરા. અલબત્ત, અણનમ રહ્યા અને પત્રકારોને તેમના હક્કો અપાવીને જ રહ્યા.

    નિરંજનભાઈ પરીખ ખૂબ વહેલા ગયા. માત્ર 47 વર્ષની વયે તેમણે વિદાય લીધી. મૂડીવાદના અનેક હુમલાઓનો સામી છાતીએ, રમતાં રમતાં સામનો કરનાર, આ બહાદુર હૃદયરોગના હુમલા સામે ન ટકી શક્યો.

    એ વર્ષ હતું, 1983નું.

    એ વખતે ભાર્ગવભાઈની ઉંમર સાડા સત્તર વર્ષની હતી.

    ઘરમાં માતા, એક બહેન. ભાર્ગવભાઈના યુવા ખભા પર અચાનક મોટો ભાર આવી ગયો.

    અલબત્ત, ભાર્ગ‌‌વભાઈ નાનપણથી જ પરિશ્રમી હતા. કઠણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર હતા.

    તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો. જોકે, આર્થિક ઉપાર્જન માટે ઘણી ખાનગી કંપનીઓમાં તેમણે સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.

    એ વખતે નવું નવું સમભાવ દૈનિક શરુ થયું હતું. તેના સ્થાપક અને તંત્રી ભૂપતભાઈ વડોદરિયાએ ભાર્ગવભાઈને બોલાવ્યા. પૂછ્યું, શું કરે છે ?

    “સુધરેલો ફેરિયો છું.” ભાર્ગવભાઈએ જવાબ આપ્યો.

    ભૂપતભાઈએ કહ્યું કે, “કાલથી આવી જા.”

    ભાર્ગવભાઈ શાળામાં હતા ત્યારથી તેમને વાંચવાનું અને લખવાનું ખૂબ ગમતું. સારું અને સર્જનાત્મક લખી પણ શકતા. કિશોરકાળમાં લખેલી એક વાર્તા લઈને તેઓ પોતાની રીતે જ સંદેશમાં ગયા. પૂર્તિ સંપાદકને એ વાર્તા ગમી. જોકે, ત્યાં જ કામ કરતા તેમના પિતા નિરંજનભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ધરાર વાર્તા ન છાપવા દીધી. કહ્યું કે, લોકોને એવું લાગશે કે, મારા કારણે તારી વાર્તા છપાઈ છે.

    નામાંકિત વ્યક્તિઓના સંતાનોને ક્યારેક આવા ગેરફાયદા પણ થતા હોય છે.

    ભાર્ગવભાઈ “સમભાવ”માં ખૂબ ઘડાયા. બરાબર ટીપાયા. અહીં રિપોર્ટિંગ, પ્રૂફ રીડિંગ, અનુવાદ, પેજમેકિંગ એમ બધા જ વિભાગોમાં તેમણે કામ કર્યું. આળસ કે કંટાળો તેમના સ્વભાવમાં નહીં. નવું નવું શીખવાની ટેવ. આ બધું શીખેલું આગળ જતાં તેમને ખૂબ કામ આવવાનું હતું.

    પિતા મૃત્યુ પામ્યા ત્યારે બેંકમાં 86 રુપિયા મૂકીને ગયા હતા. યુવાન ભાર્ગવભાઈને ઘર ચલાવવા વધારે મહેનત કરવી પડે તેમ હતી. કરી. શરીર પાસેથી તેમણે બરાબરનું કામ લીધું. પત્રકાર તરીકેની નોકરી ઉપરાંત તેમણે જુદાં જુદાં સામયિકો માટે અનુવાદો કરી આપ્યા, લેખો લખી આપ્યા. તેમને નામ ન મળે પણ દામ મળે એ રીતે પુસ્તકોના અનુવાદો પણ કર્યા.

    મૂળ વાત એ હતી કે, બે છેડા ભેગા કરવાના હતા.

    વાંચન, લેખન અને ભાષા સજ્જતાના સહારે તેઓ આગળ વધતા ગયા અને વિકસતા પણ રહ્યા.

    ક્યારેક ભૂલો પણ કરી. ક્યારેક ચૂક પણ કરી. જોકે, જે કામ કરે તેને ભૂલ અને ચૂક કરવાનો અધિકાર હોય છે. છેવટે તો બધામાંથી શીખતા જ રહ્યા.

    1986થી 1988 સમભાવમાં ભાવપૂર્વક કામ કર્યું. અહીં તેમનો મજબૂત પાયો નખાયો. એ પછી તેઓ ગુજરાત મિત્રમાં જોડાયા. ગુજરાત મિત્ર સુરતનું છાપું. તેના અમદાવાદ-ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તેમણે ઉત્તમ કામ કર્યું.

    એ પછી 1990માં તેઓ જન્મભૂમિમાં જોડાયા. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિની અમદાવાદ આવૃત્તિ શરુ થઈ હતી. અહીં તેમના ખભા પર ઘણી વધારે જવાબદારી આવી અને તેમણે એ જવાબદારી સૂપેરે નિભાવી. બે-બે દવે તંત્રીઓના હાથ નીચે અને હૃદય સાથે કામ કર્યું. મુંબઈમાં હરીન્દ્ર દવે મુખ્ય તંત્રી અને અહીં અમદાવાદમાં જયંતીભાઈ દવે તંત્રી. ઉત્તમ કામ થયું. સમાજ સાથે રહીને કામ કરવાની ટેવ વાળા ભાર્ગ‌‌વભાઈ સતત લખતા રહ્યા. કોઈ એક વિષયને બદલે તેમણે ઘણા વિષય પર કલમ ચલાવી. રાજકારણ કે જાહેરજીવનની બીક હોય એટલે તેના વિશે તો લખવું જ પડે, પરંતુ સમાજલક્ષી પણ લખતા રહ્યા.

    તેમને પડકારો ગમે. નવી નવી સ્ટોરી કરવાનું સૂઝે. એના માટે મહેનત કરે. સ્વભાવ મિલનસાર એટલે જોતજોતામાં સંપર્કો ઊભા કરી દે. કોઈ પણ સફળ પત્રકારો માટે તે બહોળા સંપર્કો અનિવાર્ય હોય છે. ભાર્ગવભાઈનો સંપર્ક વિશ્વ અત્યંત વિશાળ છે. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો, ગુજરાતનું કોઈ પણ નગર હોય, ભાર્ગવભાઈના સંપર્કો ચોક્કસ હોય જ. પોતાને જોઈતી વિગત તેઓ મિનિટોમાં મેળવી શકે.

    ગુજરાત મિત્રમાં તેમને બાયલાઈન જોઈતી હતી. તંત્રી ભગવતીકુમાર શર્માએ પડકાર ભરેલું પ્રોત્સાહન આપ્યું. કહ્યું કે, મને એવી સ્ટોરી આપ કે મારે પહેલાં પાને તારા નામ સાથે છાપવી પડે. યુવા ભાર્ગવે આ પડકાર ઝીલી લીધો. થોડા દિવસોમાં જ, ગુજરાત મિત્રના પહેલાં પાને સ્ટોરી છપાઈઃ સુરતમાં આખા ગુજરાતના સૌથી વધુ એઈડ્સના દર્દીઓ.

    એ પછી તેમને મેગેઝિન પત્રકારત્વમાં પગરણ માંડ્યા. 1992થી તેઓ અભિયાનમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી ચિત્રલેખામાં જોડાયા. હરકિશન મહેતાની સ્કૂલમાં બરાબર ખીલ્યા. એકથી એક ચડિયાતી અનેક સ્ટોરી કરી. હરકિશનભાઈને ખુશ કરવા અઘરા, પરંતુ ભાર્ગવભાઈની કામગીરી એ કરી શકે. પાછા અભિયાને બોલાવ્યા તો 1997થી 2001 સુધી પુનઃ ત્યાં કામ કર્યું.

    છ વર્ષ દૈનિક વર્તમાનપત્રોમાં અને 10 વર્ષ મેગેઝિન જર્નાલિઝમમાં આપ્યા પછી ભાર્ગવભાઈ ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ વળ્યા.

    2001માં તેઓ ઝી ગ્રુપ સાથે જોડાયા. આલ્ફા ગુજરાતી ચેનલ અને મુખ્ય ઝી ચેનલમાં તેમણે કામ કર્યું. તેઓ નેશનલ કક્ષાના આસિસ્ટન્ટ એડિટર પણ હતા.

    17 વર્ષ તેમણે બરાબર, જાતને ઓગાળી દઈને કામ કર્યું.

    2017માં તેમણે ઝી ગ્રુપ છોડ્યું.

    2016માં તેમણે મોઢાનું કેન્સર થયું. તેમના માટે એ ખૂબ જ કપરા દિવસો હતા. અલબત્ત, અંદરની પ્રબળ શક્તિ એટલે કેન્સર સામે લડત આપીને જીત્યા પણ ખરા. દોઢ મહિનામાં તેમણે કેન્સરને હરાવ્યું.

    એ પછી તેઓ હવે બીબીસી ગુજરાતી અને જન્મભૂમિ ગ્રુપ માટે કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. હવે તેઓ કોઈ ગ્રુપ સાથે ફૂલ સમય કામ કરતા નથી.

    ભાર્ગવભાઈએ પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. એમાં દૈનિક વર્તમાનપત્ર અને મેગેઝિન બંનેમાં ફરજ બજાવી. એ પછી ઈલેક્ટ્રોનિક મીડિયામાં દીર્ઘ સમય સુધી કામ કર્યું અને 2016થી તેઓ હવે ડિજિટલ પત્રકારત્વ કરી રહ્યા છે. આમ પત્રકારત્વનાં ત્રણે સ્વરુપોમાં સાતત્ય સાથે, લાંબો સમય અને અસરકારક રીતે તેમણે કામ કર્યું છે.

    રાજકારણ, ક્રાઈમ, હ્યુમન ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી, એજ્યુકેશન અને લોકઉત્કર્ષ જેવા વિષયો તેમને વધારે ગમે છે. તેમણે કરેલી શ્રેષ્ઠ સ્ટોરીનું લિસ્ટ બનાવીએ તો એકસોથી પણ વધી જાય. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    સંશોધનાત્મક પત્રકારત્વમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમની સ્ટોરીઓના પડઘા ગુજરાત વિધાનસભામાં અને સંસદમાં પડ્યા હોય તેવું પણ બન્યું છે.

    સતત સંઘર્ષ કરતા રહ્યા છે. સતત મથતા રહ્યા છે. જોકે, ક્યારેય હાર્યા કે થાક્યા નથી. તેમનો અંદરનો પાવર ખૂબ મજબૂત છે.

    અને એનાથીયે મજબૂત છે જીવનસાથી ઈલાબહેનનો સાથ. તેમને એક શક્તિશાળી, બહાદુર અને પ્રેમાળ જીવનસાથી મળ્યાં છે. તેમણે જીવનની દરેક ક્ષણે ભાર્ગ‌‌વભાઈને સતત સાથ આપ્યો છે. સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયડો, ચડાવ હોય કે ઉતાર, આનંદ હોય કે વિષાદ… ઈલાબહેન ભાર્ગવભાઈની શક્તિ બનીને સતત તેમની સાથે હાજરાહાજૂર રહ્યાં છે.

    બીજી શક્તિ મળી, દીકરીની. તેનું નામ કવની. કવન પરથી નામ પાડ્યું કવની. કવનીનો અર્થ થાય છે, આત્માથી લખાયેલી કવિતા. કવનીએ પણ પિતાને ખૂબ સાચવ્યા. ખાસ કરીને નબળા સમયમાં. કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં નાજુક અને નબળો સમય આવતો જ હોય છે. ભાર્ગ‌‌વભાઈ આવા એક નાજુક સમયમાંથી પસાર થતા હતા ત્યારે દીકરી કવનીએ, તેમને પૂછ્યા વિના, તેમના માટે યોગ્ય તેઓ નિર્ણય કર્યો હતો. ભાર્ગવભાઈને નવાઈ પણ લાગી હતી અને સારું પણ લાગ્યું હતું.

    પિતાનું ઘર છોડતી વખતે ધોધમાર આંસુ વહેવડાવતી મોટાભાગની દીકરીઓ પિતાનાં આંસુ લૂછનારી હોય છે એ ભૂલવા જેવું નથી. હવે તો આઈટી એન્જિનિયર કવની પરણીને પતિ સાથે પૂણેમાં સ્થાયી થઈ છે.

    ભાર્ગવભાઈની આંખોમાં તમે જુઓ છો અને તમને વંચાય છે કે, મેં મારાથી થઈ શકે તેવું શ્રેષ્ઠ પત્રકારત્વ કર્યું તેનો મને સંતોષ છે. ભાર્ગવભાઈ, જે બાબત માટે તેમને સંતોષ છે તે બાબત માટે ગુજરાતને આનંદ અને ગૌરવ છે.

    વેલડન ભાર્ગવભાઈ.

    તમારા પિતાએ ગુજરાતી પત્રકારો માટે, ઘણો વ્યક્તિગત ભોગ આપીને કામ કર્યું હતું. પત્રકારોને સારાં પગારધોરણ તેમના પ્રયત્નોથી મળતાં થયાં હતાં. તમારાં માતા સતત આગ્રહ રાખતી હતી કે, ઘરમાં એક પણ અણહક્કનો પૈસો ન આવવો જોઈએ. તમે માતા અને પિતા બંનેને પરમ સંતોષ થાય તે રીતે પત્રકારત્વ કરી દેખાડ્યું છે. આ જ એક મોટો એવોર્ડ છે.

    અને હા, તમને નચિકેત એવોર્ડ મળી રહ્યો છે તેનો અમને બધાને પણ ઘણો આનંદ છે.

    સાચો પત્રકાર એ કહેવાય છે જે સતત લોકોની વચ્ચે રહે છે. તેના પગમાં જે ફોલ્લા પડે તેના વડે જગતનો ઈતિહાસ લખાય છે. તમે એવા જ પત્રકાર છો, જેના પગમાં પડેલા ફોલ્લા અને હાથમાં ઉઠેલા છાલ્લા વડે ગુજરાતના ઈતિહાસનાં ઘણાં પ્રકરણો લખાયાં છે.

    ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા સપનાં પ્રમાણે, જીવનના ઉત્તરાર્ધમાં, સાબરકાંઠાના કોઈ ગામમાં બેસીને, ગામનું ઉત્થાન કરતાં કરતાં નિરાંતવી જીવન સંધ્યા માણો.

    શ્રી ભાર્ગવ પરીખનો સંપર્ક નંબરઃ 96876 10860 છે.

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)