ટૅગ Himatnagar

  • હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

    હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

    નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540)

    હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ 

    બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

    ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે

    વિવિધ કાર્યક્રમોની રૂપરેખા:

    ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ હજારથી વધુ લોકો ભાગ લેશે.

    બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ
    ૨૪મી ઓકટોમ્બર ૨૦૨૫ યુનો દિવસથી ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ વર્લ્ડ મેડીટેશન ડે સુધી ઓમ શાંતિના મંત્ર દ્વારા બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ યોજાશે.

    બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર કેન્દ્ર ખાતે સબઝોન ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદી દ્વારા પરમાત્માના રક્ષાકવચ રાખીબંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખીબંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા.

    આ પ્રસંગે આર્શીવચન નિમિત્તે રાજયોગીની બી.કે. જયોતિદીદીએ જણાવ્યુ હતુ કે પરમ પિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬નારોજ બ્રહ્માકુમારીઝ ઈન્ટરનેશનલ વક્તા બીકે શિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થ સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોઈ સર્વને સહભાગી થવા વિનંતી કરી હતી.


    સમગ્ર દેશમાં દાદી પ્રકાશમણીજીના ૧૭મા સ્મૃતિદિવસ નિમિત્ત તા. રરથી ૨૫ ઓગસ્ટ દરમ્યાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતુ. ગુજરાતમાં બ્રહ્માકુમારીઝને ૬૦ વર્ષ થતા ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આક્ટોબર-નવેમ્બરમાં બીલીયન મીનીટસ ઓફ પીસ દ્વારા શાંતિની મીનીટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સવારના ૭ થી૮ કલાક દરમ્યાન યોજાનાર શાંતિ યાત્રા તથા તા.૨૧ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ૬૦ હજાર બ્રહમાકુમારીઝ ભાઈ-બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાઈબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન બીકે નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભાર સહ પૂર્ણ જાહેર કર્યો હતો.

  • હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

    હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

    નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540)

    પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી  જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

    આ ઉપરાંત સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંગ સાંદૂ તેમજ  જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યતીન બેન મોદી, ભાજપના પદાધિકારીઓ તેમજ સરકારી કચેરીઓના યોગ પ્રેમી કર્મચારીઓ ,ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    જોકે આ કાર્યક્રમમાં હિંમતનગરના યુવાનો અને નાગરિકોની સંખ્યા ઓછી દેખાતી હતી.

    નોંધનીય છે કે સરકારી શાળાઓ જેવી કે હિંમત હાઇસ્કુલ ,માય own સ્કૂલ, ત્રિવેણી હાઇસ્કુલ તેમજ અન્ય શાળાઓના બાળકો અને સ્કાઉટના વિદ્યાર્થીઓ તેમજ Himatnagar ડિફેન્સ એકેડેમીના યુવાનોએ પણ ઉત્સાહભેર યોગ દિવસમાં ભાગ લીધો હતો

     હિંમતનગરમાં અન્ય જગ્યાએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી અલગ અલગ રીતે ઉજવવામાં આવી હતી… જેમકે સાબર સ્ટેડિયમમાં પાણીમાં યોગ કરવામાં આવ્યો હતો. તેમ જ જિલ્લાની જેલમાં કાનૂની સેવા મંડળ વડે સાબરકાંઠા જેલના કેદીઓને યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યો હતો. તેમજ ગુજરાતી યોગ બોર્ડ વડે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોએ અલગ અલગ જગ્યાએ પણ હિંમતનગરના આઇકોનિક જગ્યાએ યોગ કરાવ્યો હતો.

    આમ હિંમતનગરના યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં વિશ્વ યોગ દિવસ ને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ઉજવણી કરીને ખુબ ઉત્સાહ દેખાડ્યો હતો.

  • હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

    હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસ અંતર્ગત પાણી ની પરબ *ભારત‎ વિકાસ પરિષદ* અને વિનોદભાઈ‎ પટેલ‎(‎ઓરેકલ) ના સહયોગ‎ થી‎ પાણી ની‎ પરબ ની શુભ શરૂઆત આજ રોજ  તા 18/04/2025, શુક્રવારના રોજ‎ સવારે‎ ૭:૪૫ કલાકે આકાશગંગા‎ કોમ્પલેક્ષ જોડે કરી.‎

    જલ સેવા એ પ્રભુ સેવા એવા ઉદ્દેશો સાથે શરૂ કરાયેલી સેવામાં ડો મુકેશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી જે કે સોની, મંત્રી પરીન શાહ , સહ મંત્રી અતુલભાઈ સોની, સહ સંયોજિક અરુણાબેન કડિયા, પરીક્ષિત વખારિયા , પિયુષભાઈ ચૌહાણ, ધવલ પ્રજાપતિ, હિરેનભાઈ શાહ હાજર રહ્યા.

    ભરત વિકાસ પરિષદ હિંમતનગર લેવલે કયા કાર્યો કરે છે?

    ભરત વિકાસ પરિષદ ખાસ કરીને હિંમતનગર ના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે કાર્ય કરે છે તેમજ અલગ અલગ શાળાઓના બાળકોના માર્ગદર્શન માટે પણ કાર્યરત છે. હિંમતનગરમાં મુખ્યત્વે તે ત્રણ કાર્યક્રમો વાર્ષિક રૂપે કરે છે , જેમાં એક જાણો ભારત છે …જેમાં બાળકોને સમગ્ર ભારતના અંગે વિશ્વ જ્ઞાન આપવામાં આવે છે અને તેને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્ર લેવલે પરીક્ષા આપવા માટે પણ પ્રેરણા અપાય છે. આ ઉપરાંત બીજા બે કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેમાં હિંમતનગરની સરકારી અને ખાનગી સ્કૂલો ભાગ લે છે. વધારે પડતી ખાનગી સ્કૂલોને જ આ કાર્યક્રમને જાણ હોય છે.

  • સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા

    સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન

    ખેલ મહાકુંભ ત્રી દિવસીય કબ્બડી તારીખ 31/1/2025 થી 2/2/2025 દરમિયાન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઇ. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંડર 14,17 અને ઓપન વિભાગ ભાઈઓ બહેનો જોડાયા હતા.

    તારીખ 2/2/2025 ઓપન વિભાગ ભાઈઓ બહેનો કબડીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ઓપન વિભાગ બહેનોમાં ઈડર વિજેતા બની. જ્યારે ભાઈઓમાં ઓપન વિભાગમાં તલોદ વિનર પ્રથમ નંબર પર રહી.

    ઉપસ્થિત મહેમાનો અને ખેલાડીઓએ ખૂબ જ વિવેકપૂર્વક અને ઉત્સાહથી પોતાના કૌશલ્યનો સુજબુજ થી ઉપયોગ કરી વિજેતા બનવા પ્રયત્ન કરેલ.

    આમ એકદરે સાબરકાંઠા જિલ્લા ખેલ મહાકુંભ કબ્બડીની સ્પર્ધા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. સમગ્ર આયોજન કબડ્ડી જિલ્લા કન્વીનર એફ.કે.મનસુરી અને તેમની ટીમે કર્યું

  • હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

    હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! હિન્દુત્વ માટે તેમજ મહેતાપુરામાં અલગ અલગ કાર્યક્રમો આપવા માટે જાણીતા થયેલા મહેતા પુરા યુવા સંગઠન વડે મહેતાપુરાના એનજી સર્કલે અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વાર્ષિક પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે મહેતાપુરા યુવા સંગઠનના દ્વારા રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિર મહોત્સવ પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં બાઇકરેલી ભવ્ય રીતે કરીને રામ લક્ષ્મણ સીતા હનુમાન ની ઝાંખી અને ભવ્ય રામ આરતી કરીને ઉત્સવ યાદગાર રીતે ઉજવ્યો હતો! ખાસ જે આપણા મહેતાપુરા યુવા સંગઠનના સભ્યો વિકેશભાઇ મુથા, જીગરભાઈ – મુન્નાભાઈ, રાજેશભાઈ પ્રજાપતિ, નીતિન લોઢા, દેવાંગ, લક્ષજીત સિંહ રાઠોડ, બોબી શર્મા જેમના મહેનત અને ભક્તિભાવ પ્રયાસોથી આ ઉત્સવ સફળ બનાવ્યો હતો.

    અયોધ્યામાં બનેલા ભવ્ય રામલલાના- રામ મંદિરના ભક્ત ભાવ અને શ્રદ્ધાપૂર્વકના કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગરૂપે મહાદેવ યુવક મંડળના સભ્યો જેમ કે નયનભાઈ રાવલ, જીગ્નેશ રાવલ, લક્ષજીત સિંહ રાઠોડ એ સભ્યોએ પણ ઘણી વખત મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો! મહેતા પુરાના ના માર્ગ પર રામજી મંદિર થી શરૂ કરીને અલગ અલગ જગ્યાએ ભવ્ય શોભાયાત્રા નીકાળીને હજારો યુવાનોની હાજરીમાં તેમજ નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય અને મહેતાપુરાના કોર્પોરેટર કલ્પેશભાઈ સાખલા અને રાજેશભાઈ શર્મા તેમજ ઘનશ્યામભાઈ ભાટી ની ગૌરવ ભરી ઉપસ્થિતિ માં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

    શ્રી રામ કા રોલ કિયા હૈ – જસ્મિત કોર જગદેવસિંગ સિદ્ધુ, હનુમાન નો રોલ – માનવેન્દ્ર લક્ષજીતસિંહ તેમજ જાનકી માતાનો રોલ – જાનવી લક્ષજીતસિંહ, લક્ષ્મણનો રોલ – શ્લોક રાવલે કર્યો હતો. જય શ્રી રામ!

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન

    *સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે* -: *કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ
     
    – *શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે*
    – *વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે*
    – *પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનશે*
    – *દુનિયાની સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે*

    મંગળવારના રોજ હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી, શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. ૧૯૭૬ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ ૨૦૦૦ મેટ્રીક ટન સાબર દાણનું ઉત્પાદન શકય બન્યું છે.

    આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ કહ્યું કે, શ્વેત કાંતિની શરૂઆત શ્રી ત્રિભુવન કાકાએ કરી હતી. શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

    દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા શ્રી અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૭૦માં માથાદીઠ ૪૦ ગ્રામ પ્રતિ વ્યક્તિ દુધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે આજે ૨૦૨૩- ૨૦૨૪માં સમગ્ર દેશમાં માથાદીઠ ૧૬૭ ગ્રામ દૈનિક દુધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આમ, વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    શ્રી અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકી સમાજનું સ્વાસ્થ અને આવક વધારવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે. આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે.એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે, મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે.

    શ્રી ત્રિભોવન કાકાએ શરૂઆત કરી ત્યારે કલ્પના ન હતી કે અમૂલનું ટર્ન ઓવર ૬૦ હજાર કરોડ પહોંચશે એમ પ્રાકૃતિક ખેતીનું બજાર ૧૦ લાખ કરોડના વૈશ્વિક બજારને આંબશે. એટલું જ નહીં દુનિયાથી સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ અવસરે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે ૧૨૫૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થતું હતું. હવે રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૩૫,૦૮૭ સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં હવે રોજનું વધુ ૮૦૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થશે.

    આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સાબર ડેરીમાં દુધ ભરાવનાર વિવિધ મંડળીઓ અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

    આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચોધરી, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારી અને શ્રમ, રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુ સિંહ પરમાર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ, વાઇસ ચેરમેન શ્રી ઋતુરાજ પટેલ અને સાબર ડેરીના બોર્ડ ઓફ મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

  • વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો

    વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામના સરહદે મીની પાવાગઢ મહાકાળી મંદિર આવેલું છે, જેનો 31મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં 34 કુંડી હવન વડે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

    વક્તાપુર ગામના તેમજ હિંમતનગર થી અનેક ભક્તો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મીની પાવાગઢ મંદિરના નવા નિમાયેલા પ્રમુખ વીડી પટેલ તેમજ પ્રવીણભાઈ ઝાલા અને અન્ય ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર દિવસ દરમિયાન મહાકાળી માને સમર્પણ ભાવથી ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક નવચંડી હવન કરી અને મહાપ્રસાદ નું આયોજન કર્યું હતું.

    આ કાર્યક્રમના અંતમાં સ્થાનિક ધારાસભ્ય એટલે કે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ પધાર્યા હતા અને મહાકાળી માના આશીર્વાદ લઇ અને સૌ કોઈને ધન્યવાદ આપ્યા હતા. નવચંડીના અંતમાં આશરે 1500 જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

    જય મહાકાળી

  • શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

    શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

    नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540)

    • ૨૧મી સદીમાં જો માનવી શસ્ત્રને સમજપૂર્વક નહી સમજે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે
    • વિદેશની વિવિધ કંપનીઓ તેમના વૈજ્ઞાનિકો પાસે શોધ કરાવીને પ્રજાને તેના યદી બનાવી રહી છે.
    • રોબોટ કરતા પણ વધુ ખતરનાક સાબિત થતી શોધ માનવી અને પૃથ્વીનો વિનાશ કરી શકે છે.
    • શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે.
    • હિંમતનગરમાં વિવેચક અને પીઢ પત્રકારનું મનનીય પ્રવચન યોજાયું

    હિંમતનગર : નીરવ જોશી , સાબરકાંઠા 

    ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સીમા સ્તંભ ગ્રુપ કહી શકાય તેવા ભાસ્કર ગ્રુપ થી વધારે જાણીતા થયેલ ને છેલ્લા દસ વર્ષથી નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના એડિટર ,પત્રકારત્વ જગતના પ્રેરણામૂર્તિ – અજય ઉમટ ગત શનિવારે શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન અને તેની વિશદ સમજૂતી આપવા માટે સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે નલિકા ગાંધી ટાઉનહોલ ખાતે પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે એ ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ ચાવડાના માર્ગદર્શન અને સ્પોન્સર્સથી હેઠળ યોજાયેલા કાર્યક્રમમાંથી વાતાવરણ ઘણું ઊર્જા સભર અને સક્રિય લાગી રહ્યું હતું ! Himatnagar Former MLA- રાજુ ચાવડા હિંમતનગરમાં ક્ષત્રિય સમાજનો ઘણું મોટું નામ ધરાવતા હોવાથી શ્રોતાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી! 

    ત્યારે પ્રસ્તુત છે પ્રકાંડ પત્રકારત્વ ક્ષેત્રના પંડિત એવા અજય ઉમટની વાણીનો જ્ઞાન સારાંશ.

    ૨૧મી સદીમાં વિશ્વના અનેક લોકોને સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી ગુગલ, ઇન્સ્ટાગ્રામ, યુટયુબ વગર ચાલતુ નથી ત્યારે અમેરીકાના ભેજાબાજ વૈજ્ઞાનિકોએ માનવીનું મગજ તેની બુધ્ધિથી નહી પણ તેમણે તૈયાર કરેલ ચિપ્સની મરજીથી ચલાવવું પડશે. વિશ્વમાં અત્યારે અનેક દેશો શાસ્ત્રને મુકીને શસ્ત્ર પાછળ દોટ મુકી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માનવ સંહાર કરી રહ્યા છે. ત્યારે તે વિષય પર શનિવારે હિંમતનગરના ટાઉન હોલમાં નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગૃપ એડિટર, વિવેચક તથા જાણીતા પત્રકાર અજય ઉમટનું મનનીય પ્રવચન યોજાયુ હતુ. જેમાં તેમણે સતત શસ્ત્ર અને શાસ્ત્ર વિષય પર ઉપસ્થિત લોકોને વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય તથા વકતાપુર વસોરાના સંત ઉપસ્થિત રહ્યા હતા.

    ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પીઢ પત્રકાર અજય ઉમટે પોતાના અભ્યાસ અને વાંચનને આધારે જે વિગતો રજૂ કરી હતી તે સાંભળીને પ્રબુધ નાગરિકો પણ વિચારતા થઇ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ અમેરીકા વૈજ્ઞાનિકોએ કરેલી શોધો મુજબ જો માનવી સત્વરે જાગશે નહી તો તેઓ પોતાના મગજથી નહી પણ કમ્પ્યુટર, મોબાઇલ સહિતના અન્ય માધ્યમો થકી ઉપયોગ કરી રહેલા કમ્પ્યુટરની ચિપ્સની મરજી મુજબ ચાલવું પડશે. તે પાછળ તેમણે કહ્યુ હતુ કે જયારે કોઇપણ મોબાઇલ ધારક, ઇન્સ્ટાગ્રામ, યુટુબ અથવા તો અન્ય સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી જયારે ઉપયોગ કરશે ત્યારે તે માનવીના મગજને બદલી નાખશે.

    એટલુ જ નહી પણ મોબાઇલ ધારક સહિત અન્ય ડેટાના ઉપયોગકર્તાની માહિતી મેળવી લીધા બાદ જાણે અજાણે આ માહિતી વિશ્વના અન્ય લોકો સુધી પહોંચી જશે. ખાસ કરીને અમેરીકા પોતાની મહાસત્તાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે વૈજ્ઞાનિકોને મબલખ નાણા આપીને નવી શોધ કરીને તેનો ઉપયોગ માનવીના ઉત્કર્ષ માટે નહી પણ વિનાશ માટે આગામી સમયમાં કરી શકે છે. જોકે ઉપયોગકર્તાઓ આ બધાથી બચવા માટે શસ્ત્રને બદલે શાસ્ત્ર અંગે જાણકારી મેળવશે તો તેમાંથી બચી જવાશે. પરંતુ અત્યારે ૨૧મી સદીમાં જીવતા વિશ્વના મોટા ભાગના લોકોને મોબાઇલ, કમ્પ્યુટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ, ટ્વીટર વગર ચાલતુ નથી. ત્યારે જો પૃથ્વીને તથા માનવ જીવનનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તો શાસ્ત્રની જાણકારી વગર શકય નથી.

    કાર્યક્રમની શરૂઆતમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજુભાઇ ચાવડા તથા ઉપસ્થિત લોકોની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું હતુ. ત્યારબાદ વર્ષોથી તેઓ બીજાને મદદરૂપ થવાની ભાવનાવાળા હોવાને કારણે ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રતિકરૂપે ગંગાસ્વરૂપ મહિલાઓનું સન્માન કરીને વિજયાદશમીની ઉજવણીની પ્રતિકરૂપે મોમેન્ટો અપાઇ હતી. આ ઉપરાંત આર્શીવચન પાઠવવા આવેલા સંત લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યુ હતુ કે તમારૂ ઘર પંચાયતમાં, પંચાયત તાલુકામાં, તાલુકો જિલ્લામાં, જિલ્લો રાજયમાં, રાજય દેશમાં જયારે દેશ વિશ્વના નકશામાં અનેક દેશો અંકિત થયેલા છે અને પૃથ્વીનો ગોળો પણ પાણીમાં છે. ત્યારે બધુ જોતા એમ લાગે છે કે પાણીનો આ ઘડો તમારા ઘરના રસોડામાં છે. જેથી સમજવુ જોઇએ કે દરેક પરિવારે શસ્ત્રને બદલે શાસ્ત્રનું મહત્વ સમજવું જોઇએ.

    આ પ્રસંગે સાબરડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, જાણીતા એડવોકેટ રશ્મિભાઇ પંડયા, પૂર્વ કોષાધ્યાક્ષ સી.સી. શેઠ, સાબરકાંઠા બાર એસોસીએશના પ્રમુખ રાજુભાઇ શર્મા, મહામંત્રી વિજયભાઇ પંડયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, જયેશભાઇ પટેલ, કોંગ્રેસના અગ્રણી કમલેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, જિલ્લા સરકારી વકીલ હિરેનભાઇ ત્રિવેદી, ગોપાલસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી ફરિયાદ નોંધાવી

    સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી ફરિયાદ નોંધાવી

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540)

    રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ

    હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, શ્રી રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના પરિવારજનોના ભૂતકાળને લઈને તથાકથિત અભદ્ર ભાષા ઉપયોગ કરવાનું તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણીઓ ઠેસ પહોંચાડવા કે તેવી ધમકીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી.

    હિમતનગર B ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરે ખાતરી આપી કે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે.

    આ કાર્યક્રમમાં સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અશોકભાઈ પટેલ ની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા

  • બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

    બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540)

    આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકોના મન અને ઉત્સાહને દિશા આપે તેવા કાર્યક્રમોની પણ જરૂર છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે આયોજિત કરાયો હતો.

    જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર ભાઈ જોષી કહ્યું હતું કે આજનો જમાનો Artificial intelligence નો છે, જેથી આપણે તન અને મનની સાથે સાથે મગજ પર વધુ ભાર આપવો પડશે.

    પ્રમુખ મુકેશ ભાઈ જાનીએ બ્રહ્મ સમાજ માં વિવિધ કાર્યક્રમોની પ્રોજેક્ટર પર આછી ઝલક આપી પ્રેઝન્ટેશન આપ્યું હતું.

    આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર,પ્રફુલભાઇ વ્યાસ , સર્વાનંદભાઈ ભટ્ટ અને ડૉ.વિપુલભાઈ જાનીની ઉપસ્થિતિ રહેલ.


    સંજયભાઈ વેદિયાએ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ.
    ભરતભાઇ ભટ્ટ પંકજભાઈ મહેતા અને રીટાબેન જોષી એ સ્પર્ધક વિજેતાઓ ની જાહેરાત કરી હતી મહામંત્રી જયંતભાઈ જોષીએ દાતાઓ તથા સમગ્ર બ્રહ્મ બંધુઓનો આભાર માન્યો હતો.