ટૅગ Himatnagar

  • સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો યોગ કરશે

    સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો યોગ કરશે

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    • સાબરકાંઠા જિલ્લો ૨૧ જૂને બનશે યોગમય: જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ૩૦૦૦ લોકો જોડાશે.
    • ‘માનવતા માટે યોગ’ ની થીમ પર  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે.

            “માનવતા માટે યોગા “ ના થીમ સાથે આગામી ૨૧ મી જુન ૨૦૨૨  ના રોજ સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી થનાર છે જે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં થનારી ઉજવણી અંગે માહિતગાર કરવા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પત્રકાર પરીષદ યોજાઇ હતી. 

            આંતરરાષ્ટ્રીય  યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં યોજાનાર યોગ દિન વિષે માહિતી આપતા  જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યુ હતું કે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અન્ન નાગરીક અને પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં ૩,૦૦૦થી  વધુ લોકો યોગમાં જોડાશે. જયારે તાલુકાકક્ષાના યોગ દિનમાં ૩૫૦૦, નગરપાલિકા વિસ્તારમાં ૨૫૦૦ અને ગ્રામ્યકક્ષાએ ૧૨,૭૨૫ લોકો ભાગીદાર બનશે.

    ઉલ્લેખનીય છે કે દેશના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સમગ્ર રાજયના આવા ૭૫ ઐતિહાસિક સ્થળોએ ઉજવણી થનાર છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક વિરાસત ધરાવતા ઇડરીયા ગઢ, વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર અને પોશીનાના દરબાર ગઢનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

              સમગ્ર જિલ્લામાં સવારે ૦૫-૪૫ કલાકેથી આરંભ થનાર કાર્યક્રમમાં શાળા-કોલેજ, પોલીટેકનિક, આઇટીઆઇ સહિત બ્રહમાકુમારી, બીએપીએસ, લાયન્સ કલ્બ, ગાયત્રી પરીવાર સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગીદાર બનશે

         પત્રકાર પરીષદમાં નિવાસી અધિક કલેકટર શ્રી એચ.આર.મોદી, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર સહિત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.                

  •  દેધરોટા ખાતે  મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

     દેધરોટા ખાતે  મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

    નીરવ જોષી , હિંમતનગર (7838880134)

    મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે ગામડાની મહિલાઓને સશક્ત કરવી અને તેમને તેમના હક્કો વિશે જાગૃત કરવું એ પણ એક મહત્વનું કાર્ય છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા દેધરોટા ગામ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે ગામની મહિલાઓને તેમના મહત્વપૂર્ણ હકો અંગે એક દિવસ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો.

    સાબરકાંઠાના દેધરોટા ખાતે  મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

    સાબરકાંઠા જિલ્લાની મહિલાઓને ધરેલુ હિંસા આધિનિયમ ૨૦૦૫ થી અવગત કરાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,હિંમતનગર દ્વારા ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫  અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર હિંમતનગરના ધારેશ્વર મંદિર હોલ,દેધરોટા ખાતે યોજવામાં આવ્યો હતો.  ભારત દેશનું બંધારણ સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હક્કોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે  ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005” ને લાગુ કર્યો છે.ઘરેલુ હિંસામાં ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા, માનસિક હિંસા,શાબ્દિક, ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસાનો સમાવેશ થાય છે.

    આ સેમીનારમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી.એસ.આર.કેવટભાઈ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ ૨૦૦૫ ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા જાતીય સતામણી ( ફરિયાદોનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા)અધિનિયમ-2013 સંક્ષપ્તમાં માહિતી આપવામાં આવી હતી.

    આ સેમીનારમાં ગંગા સ્વરૂપા વિધવા આર્થિક સહાય યોજના, વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, સ્વાવલંબન યોજના, પોલીસ બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર,સખી વન  સ્ટોપ સેન્ટર,૧૮૧અભયમ,નારીકેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી ફિલ્ડ ઓફિસરશ્રી તેમજ યોજનાકીય સ્ટાફ દ્વ્રારા આપવામાં આવી હતી.

    આ સેમીનારમાં ડેપ્યુટી સરપંચ દેધરોટા શ્રીમતિ નિલમકુંવરબા, પંચયાત સદસ્ય સરોજબેન પટેલ, સ્ક્રાય યુનિસેફ જિલ્લા કોર્ડિનેટર શ્રીદિપકભાઇ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતી.

     

     

  • અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

    અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

    AVS બ્યુરો, હિંમતનગર  

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમા વિદ્યાર્થી ભવન ખાતે  નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ.પટેલ દ્વારા શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેમાં આવતા રોગ જીવાત અને વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુંડા તેમજ ૧૦ પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં, રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મદદનીશ નિયામક શ્રી જીગર પટેલ, વિવિધ તાલુકાના બાગાયત અધિકારી,શ્રી રસિક પટેલ, માજી કોર્પોરેટર પ્રવીણભાઈ, કચ્છ સમાજ પ્રમુખ રસિકભાઈ, કચ્છી મહિલા મંડળ પ્રમુખ ચંદ્રીકાબેન ચોપડા તેમજ કચ્છી સમાજ મહિલા મંત્રી નીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  • સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

    સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

    નીરવ જોષી, હિંમતનગર

    (M-7838880134, joshinirav1607@gmail.com )

    સેવા હી પરમોધર્મ,”વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ…

    વીરપ્રતાપ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા સિવિલ ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઉન્ડેશન દ્વારા શહેરના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ મા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અભ્યાસ માટેની કીટ અપાઇ હતી.

    ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત(સંસ્થાપક વીરપ્રતાપ ફાઉન્ડેશન) ધ્વારા કહેવામા આવ્યું હતું કે જે બાળક ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે એનો સંપુર્ણ ખર્ચ ફાઉન્ડેશન ઉઠાવશે , ત્યારબાદ રોટરી ક્લબ હિંમતનગર ધ્વારા વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લાના એચઆઈવી ગ્રસ્ત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમ મા હાજરી આપી હતી.

    કાર્યક્રમ માં મહેમાન તરીકે જયેશભાઇ પટેલ (જિલ્લા ઉપપ્રમુખ સાબરકાંઠા ભા.જ.પા), યતીનાબેન મોદી (નગરપાલિકા પ્રમુખ), વિનોદભાઈ પટેલ (હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ), વાસુદેવભાઈ રાવલ (પ્રમુખ હિંમતનગર શહેર ભા.જ.પા), રાજેન્દ્રસિંહ પઢીયાર (મહામંત્રી હિંમતનગર તાલુકા ભા.જ.પા), જયેશભાઈ પટેલ (હિંમતનગર શહેર મહામંત્રી ), હંસાબેન પિત્રોડા (કોર્પોરેટર), ડોક્ટર એન.એમ.શાહ (આર.એમ.ઓ સિવિલ હોસ્પિટલ હિંમતનગર), ડોક્ટર મનિશાબેન પંચાલ (નોડલ ઓફિસર) , ડોક્ટર નાઝિયા મેડમ (સિનિયર મેડિકલ ઓફિસર), આશાબેન પટેલ (જી એસ એન પી પ્રેસિડેન્ટ), પ્રશાંત ભાઈ વ્યાસ (રોટરી કલબ પ્રમુખ), શક્તિસિંહ પરમાર (DLN પ્રેસિડેન્ટ) હાજર રહ્યા હતા

    કાર્યક્રમનું સફળ સંચાલન વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું…

  • પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

    પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

    નીરવ જોષી, હિંમતનગર(7838880134)

    હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે તે જીવંત સ્વરૂપમાં જોઈ શકાય છે . જેમકે પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો વપરાશ એક સમગ્ર પર્યાવરણ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે હિંમતનગરના વગડી ગામના સખી મંડળ ના અધ્યક્ષ જશીબેન એ એટલી સુંદર કાપડની થેલી બનાવી છે કે આપણ ને જોતા જ એને ખરીદવાનું મન થાય!

    પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકાય- જશીબેન

    જય જોગણી સખી મંડરની બહેનો કાપડમાંથી થેલી અને બેગ બનાવી આર્થિક ઉપાર્જન મેળવે છે.

             આજના આ આધુનિક યુગમાં સુખાકારી માટે વિવિધ સંશોધનો થઇ રહ્યા છે. આ સંશોધનના પરીણામ  સ્વરૂપ સમગ્ર માનવસૃષ્ટ્રીને વિવિધ સાધનો મળ્યા છે. વર્તમાન પરિસ્થિમાં નવીન સંશોધનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલની સ્થિતીએ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ૫ણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાન આપ્યુ છે અને સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરાઇ છે.

    આજના સમયમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધ્યો છે. જે માનવગણના અસ્તિત્વ  માટે ચિંતાનો વિષય છે. આવા સમયમાં પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું અતિઆવશ્યક છે. સાબરકાંઠા જિલ્લામાં જય જોગણી સખી મંડરની બહેનો દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઇ કાપડની થેલીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વગડી ગામ ખાતે જય જોગણી સખી મંડર કાર્યરત છે. આ સખી મંડરમાં ૧૦ બહેનો  જોડાયેલી છે. આ બહેનો દ્વારા કાપડમાંથી વિવિધ થેલીઓ અને બેગ બનાવવામાં આવે છે. આ સખી મંડરના પ્રમુખ જશીબેન જણાવે છે કે હું સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ છે. આપણા દેશની સંસ્કૃતિ અને પર્યાવરણને સાચવવાની જવાબદારી આપના સૌની છે. આથી જો  આવા સમયમાં પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે જો કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી રોજગારી મેળવી શકાય છે.

    તેઓ જણાવે છે કે, મને પહેલાથી જ કાપડમાંથી વિવિધ બેગ બનાવવાનો શોખ હતો. હું મારા કોલેઝ અભ્યાસની સાથે ઘરની પરીસ્થિતિ સારી ન હતી ત્યારે પરીવારને આર્થિક મદદ કરવા કાપડમાંથી થેલી બનાવતી હતી. જેથી મારા રસ પ્રમાણે કામ અને ઘરમાં થોડાં અંશે આર્થિક મદદ મળી જતી. લગ્ન પછી વગડી ગામે મારી સાસરીમાં અમે ૧૦ બહેનો ભેગા મળીને જય જોગણી સખી મંડર બનાવ્યુ. અમે પહેલા શાકની થેલી બનાવવાની શરૂઆત કરી હતી. હવે અમે કાપડમાંથી જુદા-જુદા આકાર અને ડિઝાઇનની થેલીઓ, પર્સ , ડોર સેફ્ટી પટ્ટી, પાણીની બોટલની થેલી, હેન્ડ પર્સ, કાપડના થેલા તેમજ હેન્ડ વર્ક બેગ જેવી વસ્તુઓ બનાવીને વેચાણ કરીએ છીએ. આ કામ અમે ૧૦ બહેનો તો કરીયે જ છીએ અને આ કામ અમે અમારા ફળીયાની બહેનોને પણ શીખવ્યું છે. અમે આ કાપડાની થેલીઓનું વેચાણ કરીને મહિને ૫ થી ૬ હજાર કમાઇ શકીએ છે. સાથે પરીવારને મદદ કરવાનો આત્મસંતોષ તેમજ પર્યાવરણનું જતન કરવાનો આનંદ મળે છે. આ સાથે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ અટકે અને પ્લાસ્ટિક પ્રદુષણ ઘટેએ માટે પ્રયત્નો કરીએ છીએ.

  • હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

    હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

    નીરવ જોષી, હિંમતનગર

    • હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા
    • રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી.
    • જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત.

    શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન મંદિરો મા ખૂબ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવાર ના રોજ રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની કમનસીબ ઘટના બની હતી. પરિણામે વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી તંગ હતું પરંતુ પોલીસની વધારાની ટુકડીઓ ની હાજરી ના પરિણામે હનુમાન મંદિરો ની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર શનિવારનો દિવસ હિંમતનગર શહેરના 15 થી પણ વધુ હનુમાનજી મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી અંતર્ગત પૂજાપાઠની, હનુમાન ચાલીસાના પાઠનું ,યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

    હિંમતનગરમાં આશરે ૧૫ થી પણ વધારે હનુમાન મંદિરો આવેલા છે.

    ધાણધા પાસે આવેલા હનુમાનજી મંદિર અને વકતાપુર સ્થિત હનુમાનજી મંદિરમાં સવારે હવનનું આયોજન કરાયું હતું .આ જ પ્રમાણે  ખાડિયા વિસ્તારના બાલા હનુમાન મંદિરે તેમજ મહેતાપુરા ના રામજી મંદિરના હનુમાન મંદિરે અને હાથમતી નદી કિનારે આવેલા હનુમાનજી મંદિર ખાતે પણ હવન અને હનુમાન ચાલીસાના પાઠનું ભાવ ભક્તિ પુર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    ભગવાન હનુમાનની મૂર્તિ ને ખુબ જ આકર્ષક રીતે સજાવવામાં આવી હતી. અનેક ફૂલ અને શૃંગાર થી હનુમાનજીને ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. ટાવર ખાતે ચોકમાં આવેલા હનુમાનજી મંદિરે પણ દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી.

    ખાડિયામાં બાલ હનુમાનના મંદિરે હવન તેમજ ભવ્ય પ્રસાદ ભંડારાનું આયોજન કરાયું.

    બાલા હનુમાન ટેમ્પલ, ખાડિયા ચાર રસ્તા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદી પણ રાખવામાં આવી હતી જેનું આયોજન બાલ હનુમાન સેવા ટ્રસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી અમિતભાઈ રાવલ ઉપપ્રમુખશ્રી બીપીન ભાઈ પટેલ મંત્રીશ્રી દિપક દરજી તથા સભ્યો શક્તિસિંહ બડગુજર, ગોસ્વામી હીરાભાઈ પરમાર તથા અન્ય ભક્તોએ યથાયોગ્ય સેવામાં ફાળો આપ્યો હતો. હવન અને હનુમાન ચાલીસાના પાઠ બાદ સાંજના રોજ ભોજન પ્રસાદનો લાભ આશરે હજારથી પણ વધારે ભક્તોએ લીધો હતો જેનું આયોજન નજીકની સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું . આગામી 30 મે ના રોજ બાલા હનુમાન ની બાજુમાં આવેલા શનિ મહારાજના મંદિરનો પાટોત્સવ ટ્રસ્ટીઓ વડે ધામધુમથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.

    Email: joshinirav1607@gmail.com

  • કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં આઝાદી ગૌરવ યાત્રા નું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આઝાદી ગૌરવ યાત્રા ની આગેવાની લઇ રહેલા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ નું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    સેવાદળના કાર્યકરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરો થી શરૂ થયેલી આઝાદી ગૌરવયાત્રા ને ખૂબ ઉત્સાહભેર ફૂલો વરસાવીને, રાષ્ટ્રીય ઝંડો ફરકાવીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દેજરોટા ગામ પાસે આવેલી હોટેલમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.

    આ યાત્રા આવતીકાલે એટલે કે સોમવારે હિંમતનગરમાં ફરીને વકતાપુર મુકામે જશે અને દોઢ મહિનામાં પેદલ યાત્રા કરીને કાર્યકરો આઝાદી ગૌરવયાત્રા ને રાજઘાટ દિલ્હી ખાતે પહોંચાડશે. આઝાદી ગૌરવ યાત્રા નો ઉદ્દેશ્ય લોકોમાં કોંગ્રેસ કાર્ય અંગે જાગૃતિ લાવવાનું છે. મહાત્મા ગાંધી અને આઝાદીના ચળવળ માટે બલિદાન આપનારા ઓને યાદ કરીને તેમના નૈતિક મૂલ્યોને ભારતીયોને યાદ કરાવવાનું છે.

  • સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર શું કહ્યું

    સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર શું કહ્યું

    નીરવ જોષી , હિંમતનગર

    સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ

    ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં  મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો

    વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના

    લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું                                                                                                                           ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી સ્વામીનારાયણ મંદિર કાંકણોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને બેબીકીટ અને  આંગંવાડી બહેનોને મતા યશોદા એવોર્ડ તથા આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારનું ટ્રોફિ આપી સન્માન કરાયુ હતું.

               આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, સ્ત્રી વિના આ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી ત્યારે સૃષ્ટિની સર્જનહાર સમી મહિલાઓને નતમસ્તકે વંદન કરી તેમને અભિનંદન પાઠવું છુ. સાંસદશ્રીએ કહ્યું કે, પુત્રની ઘેલછામાં આપણે દિકરા-દિકરી વચ્ચે કયાંક ભેદભાવ રાખીએ છીએ. પુત્ર વિના ન ચાલે તેવી આપણી હીન માનસિકતાના લીધે દિકરીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે તેને અટકાવવા માટે સરકારે કડક કાયદો બનાવી આ દૂષણને ડામી દેવા કમર કસી છે.દિકરો- દિકરી એક સમાન વ્યવહાર કરીએ મહિલાઓને સામાજિક સુરક્ષા પુરી પાડવા માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશનો, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે.

         રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે,   એક દિકરી બે કુળને ઉજાળે છે. આ દેશની મહિલાઓએ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રાપતિ જેવા સર્વોચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપી શકે એવા વિરલાઓ આપ્યા છે. તેમની શક્તિનો દેશ અને દુનિયાને પરિચય કરાવ્યો છે. આજે પણ કેટલીય મહિલાઓ દેશમાં સનદી અધિકારીઓ બનીને રાજ્ય અને દેશનો વહીવટ ચલાવે છે ત્યારે આપણે પણ દિકરી-દિકરા વચ્ચે જરાપણ ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરીએ, સારું શિક્ષણ અપાવીએ અને તેમની આવતીકાલ સુખી અને સમૃધ્ધ બનાવીએ. આ જગતમાં જનની જોડ સખી નહિં જડે રે લોલ પંક્તિ યથાર્થ છે. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓના નામે મિલ્કત ખરીદવામાં આવે તો રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવામાં આવે છે જેના લીધે આજે રાજ્યની લાખો બહેનો મિલ્કતની માલિક બની છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની જોગવાઇના લીધે આજે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ બહેનો સંભાળે છે.અને રાજ્યમાં કન્યાકેળવણી રથ,શાળા પ્રવેશોત્સવ,સખી વન સ્ટોપ, નારી સંરક્ષણ ગૃહ,નારી અદાલત જેવા અભિયાનો ચલાવ્યા છે.   

       આ કાર્યક્રમમાં  જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી,  આઇ.સી.ડી.સી અધિકારીશ્રી ચારણ, મહિલા અને બાળ વિકાસ ચેરમેન રેખાબેન ઝાલા, મહિલા બાળ વિકાસ અધિકારી શ્રીદિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામી તેમજ    મોટા પ્રમાણમાં આંગણવાડી બહેનો અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે

    હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે

    નીરવ જોષી, હિંમતનગર

    આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ જેવો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ રોડ ને ફરીથી બનાવવા માટે ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી એક વખત ૨.૨૦ કરોડ ના ખર્ચે ટેન્ડર જાહેર કર્યા સિવાય કંપનીને રૂપિયા ફાળવીને કામ પણ ચાલુ કરી દેવાયું છે!!!

    આ અંગે વિપક્ષની ભૂમિકામાં રહેલી કોંગ્રેસે પ્રજાજનોની પડતી હાલાકી અને વેદના ને તેમ જ ભ્રષ્ટાચાર સામે આક્રોશ ને વાચા આપતો આજે કાર્યક્રમ આપ્યો હતો

     

    તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને ભ્રષ્ટાચારી ભાજપના નગરપાલિકામાં અસહનીય તેમજ ભ્રષ્ટાચારી કરતૂતો સામે પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. આ બાબત અંગે સમગ્ર વિગતે હિંમતનગર પાલિકાના વિપક્ષી નેતા ઇમરાન બાદશાહ સાથે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે કોઈપણ ભોગે ટેન્ડર બહાર પાડ્યા સિવાય દોઢ વર્ષ પહેલાં બનેલા રોડ અને તેની બિસ્માર હાલત અંગે સઘન તપાસ થવી જોઇએ. રોડને ખરાબ ગુણવત્તાવાળા મટીરીયલ થી બનાવનારા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. જે કંપનીએ 2019 માં ખરાબ રસ્તો બનાવ્યો છે તેના 17 લાખ ડિપોઝિટ જપ્ત કરીને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે ? એના સિવાય બીજા જવાબદાર નગરપાલિકા મુખ્ય ઇજનેર તેમજ અન્યની ભૂમિકાની તપાસ ન થવી જોઈએ??? હિંમતનગર ની જનતા ટેક્સના રૂપિયાનો આવો ખરાબ દુર ઉપયોગ શા માટે થઈ રહ્યો છે ?ફરીથી અઢી કરોડનું આંધણ કરવાનું છે? જવાબદારો સામે પગલાં ન લઇને નગરપાલિકા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહી છે.

     

  • કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    નીરવ જોષી, હિંમતનગર

    દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

    આ મુજબ આજે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લાલ સિંહ પરમાર તેમજ પ્રાંતિજ ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મુકેશ પરમાર,મહેન્દ્રસિંહ વકીલ, મહેશ પરમાર, જીગ્નેશ પટેલ,યુસુફભાઈ બચ્ચા, ભરતસિંહ તેમજ કમળાબેન પરમાર અને દેવ પટેલ જેવા યુવા નેતાઓ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો તથા દીકરીઓ ભોજન પીરસ્યું હતું.

    સંસ્થા માં રહેતા આશરે ૧૦૦ જેટલા બાળકો અને ૧૪ દીકરીઓને ભાવતું ભોજન કરાવ્યું હતું તેમજ તેઓની સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની સંસ્થાને  ડોનેશન પણ આપ્યું હતું. સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ કોંગ્રેસ સ્થાપના દિવસ ના રોજ આ વખતે એક એવો મેસેજ આપવા માટે આયોજન કરાયું છે કોંગ્રેસ દરેક વર્ગના લોકોને તરફ સંવેદનશીલતા રાખે છે તેમજ તેઓની સુખાકારી માટે વિચારશીલ છે. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ જોડાયા હતા.