* KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક
ગાંધીનગર, તા. 21/07/2026
મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC) અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2026 છે.
આ બે સેમિસ્ટરના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા, સમાચાર લેખન, રિપોર્ટિંગ, સંપાદન, એન્કરિંગ, જનસંપર્ક, ફોટો જર્નાલિઝમ અને મીડિયા મેનેજમેન્ટ જેવા વિષયોમાં થિયરી સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. મીડિયા ક્ષેત્રના અનુભવી અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક મીડિયા ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવાની તક મળશે.
કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર છે. ખાસ વાત એ છે કે વર્ગો સાંજના સમયે યોજાતા હોવાથી નોકરી કરતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસક્રમ અનુકૂળ રહેશે.
મીડિયા ક્ષેત્રમાં રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ રાઇટર, ડિજિટલ મીડિયા એક્ઝિક્યુટિવ, સોશિયલ મીડિયા મેનેજર, પીઆર પ્રોફેશનલ અને ફોટો જર્નાલિસ્ટ જેવી વિવિધ કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રવેશ અને અભ્યાસક્રમ અંગે વધુ માહિતી માટે મો. 8401863229 પર સંપર્ક કરી શકાય છે અથવા પત્રકારત્વ વિભાગ,
એલ.ડી.આર.પી. કેમ્પસ, સેક્ટર-15, ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીશ્રીને અવગત કર્યા હતા.
નોંધનીય છે કે ગુજરાતના ગવર્નર ભવનમાં છેલ્લા છ દિવસથી આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ ના વ્યાસપીઠે રામકથા નું શુભારંભ થયો છે.. અને આજે છઠ્ઠો દિવસ… સમાપન પહેલાનો દિવસ હતો…
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો પાંચમો દિવસ
આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ
*શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્વ સાસુનું છે*
જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કૈકેયી દ્વારા પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને શ્રીરામના વનવાસની માંગણી, શ્રીરામનો પરિવારના સભ્યો સાથેનો સંવાદ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ઉપસ્થિત ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા.
કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના કુસંગને કારણે કૈકેયી દ્વારા માંગવામાં આવેલા બે વરદાનથી મહારાજા દશરથની મનોવ્યથાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જ્યારે કૈકેયીએ ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની વાત કરી ત્યારે શ્રીરામની મનોસ્થિતિ એવીજ રહી જ્યારે રામરાજ્યભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આચાર્યશ્રીએ સમાજને સંદેશ આપતા કહ્યું કે, પરિવારમાં ભંગાણ ત્યારે જ આવે છે જ્યારે સાસુ-વહુ એકબીજા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામકથા તો મૈત્રી અને સંસ્કારોનું મિલન શીખવે છે.
સીતાજી જ્યારે શ્રીરામ સાથે વનવાસમાં જવા માટે જીદ કરે છે, ત્યારે તેમણે આપેલું નિવેદન અત્યંત હૃદયસ્પર્શી હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી. સીતાજીના વનગમન માટે માતા કૌશલ્યાની આજ્ઞા લેવાનો પ્રસ્તાવ એ ભગવાન રામની મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ છે.
માતા કૌશલ્યા અને સીતાજીના સંવાદ દ્વારા આચાર્યશ્રીએ આજના યુગ માટે શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્ત્વ સાસુનું છે. કૌશલ્યા માતાએ સીતાજીને આશીર્વાદ આપતા કહ્યું કે, વનને પણ તું તારું સાસરૂં સમજીને રહેજે. આ સંવાદમાં જ તે મંત્ર છુપાયેલો છે જેનાથી પરિવારમાં ઊંચા આદર્શો સ્થાપિત કરી શકાય છે. રામકથાના આ પાંચમા દિવસે ભજન અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.
મહાડના સત્યાગ્રહને સો વર્ષ થયા છતાં ગુજરાતમાંથી અશ્પૃશ્યતાનું કલંક દૂર થતું નથી
લોકોનું માનસ બદલવા ફૂલે, પેરિયાર, આંબેડકર ભણવો
જીપીએસસી માં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે
માનનીય અધ્યક્ષશ્રી, અનુસુચિત જાતિના બજેટમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં હું મારા વિચારો રજૂ કરું છું.
સૌ પ્રથમ તો ગુજરાતના ૧૩ લાખ જેટલા દિવ્યાંગોને રાજસ્થાન દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજયો છે એ પ્રમાણે ગુજરાતમાં પણ એમનું પેન્શન શરૂ થાય એવી એમની લાગણી છે. બે દિવસ પહેલાં ગાંધીનગરના એક ધરણામાં ગયા હતા તેમની લાગણી અહીં મૂકું છું કે સરકાર એને કન્સીડર કરે અને મહિને પાંચેક હજાર સુધીનું એમને પેન્શન શરૂ કરવામાં આવે. ઉનાના દસ વર્ષ આ વર્ષે થશે અને અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક મહારના સત્યાગ્રહને સો વર્ષ થશે.
મહારના ઐતિહાસિક સત્યાગ્રહને સો વર્ષ થવા આવ્યા પણ આજે પણ ગુજરાતના હજારો ગામમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર નથી થયું. આ સન્માનનીય વખત રજૂઆત કરી છે કે મારું ચીંધેલું નહીં, રાજય સરકાર પોતાની ચોઇ પોતાની પસંદગીનું કોઇપણ એક ગામ અસ્પૃશ્યતામુકત કરી બતાવે અને પછી આગળ જતા ગુજરાતના તમામ ગામ આપણે આભડછેટ મુકત કરીશું એવી કમિટમેન્ટ બતાવે પણ રાજય સરકાર તરફથી આટલા વર્ષોમાં કદી કમિટમેન્ટ જોવા મળી નથી અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાતના કોઇપણ જિલ્લાના કોઇપણ તાલુકામાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઇ જ કેમ્પેઇન કે ડ્રાઇવ ચાલતી નથી. ઉનાકાંડને દસ વર્ષ થશે. માનનીય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેને મુખ્યમંત્રીની કેપેસીટીમાં ઉનાઈ અને ઉનાના પીડિતોને વચન આપ્યા હતા એ વચનો ગુજરાત સરકારના પાક્ષિકમાં પ્રકાશિત થયા કેસ ચાલશે પણ આજે દસ કૈ તમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. ફાસ્ટ્રેક કોર્ટમાં યો ઉના કાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી, ટ્રાયલ પૂરી નથી થઇ.
જમીનોમાં ના માપણી થાય છે, ના કબજા સોંપાય છે, ના એ અસામાજિક તત્વોની સામે ગુના દાખલ કરવામાં આવે છે. કોઇપણ વ્યકિતની પ્રોપર્ટીમાં અન્ય ઇસમ ઘુસી જાય તો બી.એન.એસ. મુજબ પણ ઓફેન્સ બને છે, આદિવાસી કે દલિતની જમીનમાં ધુસે તો એટ્રોસીટી એકટ મુજબ પણ ઓફેન્સ બને છે અને હવે તો લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવ્યો પણ બી.એન.એસ. એટ્રોસીટી એકટ અને લેન્ડ ગ્રેબીંગ જયારે ભોગ બનનાર એ પીડિત દલિત હોય ત્યારે જમીનના પ્રકરણમાં મદદરૂપ બનતા નથી. સતત આ ગૃહમાં મેં રજૂઆત કરી છે કે આજે પણ ૫૦૦-૭૦૦ જેવી નજીવી રકમ ખાતર વાલ્મિકી સમાજના સફાઇ કામદારનું ગટરમાં ઉતરીને મોત થાય છે. વિજ્ઞાન એટલું બધું એડવાન્સ થયું છે, એટલી બધી ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, આપણા દેશમાં રોબોટસ મશીનો, આધુનિક સામગ્રી ઉપલબ્ધ થઇ ચૂકી છે કે કોઇપણ સફાઇ કામદારે ગટરમાં ઊતરવું ના પડે એ છતાં વારંવારની દરેક સત્રની રજૂઆત છતાં રાજયની સરકાર સફાઇ કામદારે ગટરમાં ઉત રવા રોબોટસ કે મશીનો વસાવતી નથી. જે સફાઇ કામદારોના ગટરમાં મૃત્યુ થયા કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની પડે એના માટેના કરણને બાદ કરતા સુપ્રિમ ઐકાદ કિસ્સાને બાદ કરતા ગુના દાખલ કરવામાં આવતા નથી અને એમની સામે ટ્રાયલ ચાલી હોય, કન્વીકશન થયું હોય એવો ગુજરાતમાં કોઇ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં દાખલો નથી. માથે મેલુંનો પ્રશ્ન પણ અસ્પૃશ્યતાની જેવો ગુજરાતના મોટાભાગના શહેરોમાં કે જે નાના ટાઉન છે ત્યાં પણ જયાં ટોયલેટસ નથી, જે લોકો ખુલ્લામાં શૌચ કરે છે એ કોણ ઉપાડે છે? એ ગુજરાતન લેત સમાજનો વ્યકિત ઉપાડે છે તો માથે મેલાની નાબૂદી માટે એસ.સી., એસ.ટી. સબપ્લાનના કરોડો અન્ય કામોમાં ખર્ચાઇ ગયા.
આ જ ગૃહમાં અમારા સાથી શ્રી નૌશાદભાઇ હતા ત્યારે તેઓ એક પ્રાઇવેટ મેમ્બર બીલ લાવ્યા હતા. એને સરકારે સપોર્ટ ન કર્યો. એસ.સી./એસ.ટી. સબપ્લાન ન બન્યો પણ એસ.સી./એસ.ટી.ના નાણા બીજા કામોમાં નહિ ખર્ચાય એ સુનિશ્ચિત કરવાના વર્ષ ૨૦૧૫ના પરિપત્રનું પણ પાલન નથી થઇ રહ્યું. આ ગૃહમાં ખાસ એક માગણી કરવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ નવી યોજના લાવે એ આવકાર્ય છે પણ એનું મૂળ કામ સમાજમાં પ્રવર્તતા ભેદભાવ ખતમ કરવાનું સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આજે પણ ગુજરાતનો દલિત ફક્ત એટલા કારણોસર માર ખાય છે કે એને ઘોડી ચડવાનું મન થયું. લગ્નનો પ્રસંગ એનો, ઘોડો એનો, એને ચડવું છે અને છતાં અન્ય સમાજના કોઇ માણસને વાંકું પડે છે અને એ ’ વાંકું પડે છે’ એની પાછળનું જે માનસ છે એ બદલીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય. એના માટે માનનીય પ્રધુમનભાઇ પાસે એક અદભૂત તક છે. એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પણ છે અને શિક્ષણ વિભાગના પણ મંત્રી છે તે કે ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, નાનક અને કબીરના પાઠ ભણાવવા હું એમને વિનંતી કરું છું આવે, એવી ટેક્સ્ટબુક આપણા ગુજરાતમાં આવે તો ગુજરાતની જનતાનું જનમાનસ બદલાય. લાંબા સયમથી બુદ્ધિષ્ઠોની પણ માગણી છે કે ગુજરાતમાં બુદ્ધપૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. એ પણ માઇનોરિટી છે. એના માટે પણ બજેટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જી.પી.એસ.સી.માં કેટલાક દ્રોણાચાર્ય એવા બેઠાં છે કે જે આજે પણ ઓ.બી.સી., આદિવાસી અને દલિત સમાજના એકલવ્યોને નિત્થાનો બનાવે છે. આ આપણા ગુજરાતમાં ન થાય એટલું સરકાર સુનિશ્ચિત કરે એવી માગણી કરું છું.
ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) નું ગૌરવ પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય
ખોબા જેવડા ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ને શિક્ષિત અને દીક્ષિત કરવાનો યજ્ઞ આપની જ્ઞાતિના શિરોમણીઓએ આરંભ્યો હતો, જેની ફળશ્રુતિ સ્વરૂપે આઝાદી પછીના દસકાઓમાં આપણાં સમાજ માંથી કેટલાય શિક્ષિતો બહાર આવ્યા જેમને સરકારી-ખાનગી ક્ષેત્રે ખુબજ ઉચ્ચ હોદ્દાઓ શોભવ્યાં જે આપણા માટે ગૌરવની વાત છે તેમ છતાં પણ એક સ્વપ્ન આજદિન સુધી અધૂરું હતું કે ભારતીય સનદી સેવામાં આપણા સમાજનું રત્ન હોય આ સ્વપન સાકર કરીને જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજને ગૌરવ અપાવ્યું છે.
જયેશ બાબુભાઇ ઉપાધ્યાયના માતા-પિતા રાધિવાડના વતની બાબુભાઇ શાન્તિલાલ ઉપાધ્યાય અને ઊર્મિલાબેન બાબુભાઇ ઉપાધ્યાય બન્ને શિક્ષણ ક્ષેત્રે જોળાયેલા આમ લોહીના ગુણમાં ઉચ્ચ સંસ્કારો શિક્ષણમાં ધગસ અને લાંબી મંઝિલ કાપવાની ખેવના જેમને વારસામાં મળેલી છે, એવા જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજના પ્રથમ ભારતીય સનદી અધિકારી તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું છે!!!
હાલમાં તેઓ સંયુક્ત ખેતી નિયામક ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે તેઓનું સિલેક્શનથી GAD ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપી IAS તરીકે પસંદ થયા છે
ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ઉપાધ્યાય પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે
કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા.
નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન કી બાત મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કઈ જગ્યાએ નિહાળશે???
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા ના ગ્રામ જનો સાથે બેસીને નિહાળતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ની આગવી સહજતા મૃદુતા થી કાંકણોલ ના ગ્રામજનો ભાવ વિભોર થયા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિર ખાતે થી મન કી બાત ના જીવંત પ્રસારણ નિહાળવામાં સાસંદ શ્રી દીપસિહ રાઠોડ, રમીલા બહેન બારા, પૂર્વ મંત્રી અને ઇડર ના ધારા સભ્ય રમણલાલ વોરા તેમજ અગ્રણીઓ સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત નિહાળતા જોઈ ને ગ્રામજનો મુખ્યમંત્રીશ્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.
મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં મા શારદાના નવનિર્મિત મંદીર અંગે વિસ્તૃત વાત કરી હતી.
કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આગામી દિવસોમાં ગુજરાત રાજયની ઉત્તરોતર પ્રગતિ અને ગુજરાતની જનતાને સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે કામના કરી.
આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા જેવા રાજકીય આગેવાનો સહિત જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી તથા કેન્દ્ર-રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્રના સહિયારા પ્રયાસોથી વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ નિકાસકાર દેશ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
મુખ્યમંત્રીશ્રીએ નાના ખેડૂતો અને પશુપાલકોને ડેરી ઉદ્યોગની સાચી તાકાત ગણાવતાં કહ્યું કે, દેશમાં સર્વગ્રાહી વિકાસના રોલમોડેલ તરીકે ઓળખાતું ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ સતત અગ્રેસર રહ્યું છે. ‘માસ પ્રોડક્શન’ ને બદલે ‘પ્રોડક્શન બાય માસિસ’ આપણા ડેરી ઉદ્યોગ ક્ષેત્રની આગવી ઓળખ બનેલ છે.
આ પ્રસંગે, ડેરી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ માનનીય મહાનુભાવોએ ભારતીય ડેરી સમિટ સાથે આયોજિત એક્સ્પોમાં ડેરી ઉદ્યોગમાં દેશની આત્મનિર્ભરતાને પ્રદર્શિત કરતા વિવિધ પેવેલિયનની મુલાકાત પણ લીધી.
ગાંધીનગરમાં યોજાઇ ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ
*******
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે આપ્યું પ્રેરક માર્ગદર્શન
-: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતી :-
-:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ:-
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ડેરી સેક્ટરના વિકાસની એકપણ સંભાવનાને ગુમાવ્યા વિના દૂધ અને દૂધ પ્રોડક્ટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે
દુનિયા માટે ડેરી ઉદ્યોગ વેપારનું એક સાઘન પરંતુ ભારત માટે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો
ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે
ડેરી ઉદ્યોગ દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે-અંદાજે ૯ કરોડ ગ્રામીણ પરિવારોને આર્થિક આધાર આપે છે
ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર પ્રતિબદ્ધ છે -: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-
ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે
‘માસ પ્રોડકશનને બદલે પ્રોડકશન બાય માસ’ ની આગવી ઓળખ ડેરી ઉદ્યોગે સહકારી ધોરણે વિકાસથી મેળવી છે
દેશના કુલ દૂધ સંપાદનમાં ૩૦ ટકા હિસ્સો ગુજરાતનો છે
ડેરી ઉદ્યોગ અને પશુપાલન ગ્રામીણ ક્ષેત્રોમાં ગ્રીન ગ્રોથ-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ
સહકાર સે સમૃદ્ધિના ધ્યેય મંત્ર સાથે ગુજરાતમાં યોજાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સ માટે ટ્રેન્ડ સેટર બનશે
********
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજીત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી.
આ ડેરી કોન્ફરન્સનું આયોજન ઇન્ડીયન ડેરી એસોસિયેશનના ઉપક્રમે કરવામાં આવ્યું છે અને દેશભરના રાજ્યોના ર૭૦૦થી વધુ ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહે આ અવસરે ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને ૧૦ જેટલા એવોર્ડ્સ થી સન્માનિત કર્યા હતા.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દુનિયા માટે ડેરી વેપારનું એક સાઘન છે પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે.
ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તેઓએ સહકારીતા મંત્રી તરીકે કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સહકારી ડેરીઓએ આપેલા યોગદાન માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે સહકારી ડેરીઓએ દેશની ગરીબ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક સક્ષમ બનાવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી પ્રથમ વખત ” સહકાર સે સમૃદ્ધિ” ધ્યેય મંત્રને સિદ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા અને આ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવા બદલ શ્રી અમિતભાઇએ ગૌરવ સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમા આઇડીએનો ઘણો મહત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિટિમાં થયો છે. ડેરી અને પશુ પાલન ક્ષેત્રનુ દેશના જીડિપીમાં ૪.૫ ટકા યોગદાન છે તો કૃષિ જીડિપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૨૪ ટકા છે. સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે.
ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે ૯ કરોડ ગ્રામિણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાછલા એક દશકમાં ૬.૬ ટકાના વાર્ષિક વૃદ્ધી દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. દુનિયામાં ભારત દેશ સૌથી વધુ દૂધ પ્રોસેસ કરે છે. ભારતમાં દૂધ ઉત્પાદનના ૨૨ ટકા પ્રોસેસ કરવામાં આવે છે. જેટલુ દૂધ પ્રોસેસ થઇને વિશ્વના બજારમાં જાય છે એટલીજ ખેડૂતની આવક વધે છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.
શ્રી શાહે ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આજે ૬ કરોડ લિટર પ્રતિ દિનથી વધીને ૫૮ કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ડેરી સેક્ટરના વિકાસ માટે કોઇ કસર નહિ છોડે તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકાર પ્રતિબદ્ધ છે. તેઓએ ડેરી ઉદ્યોગની થયેલી પ્રગતિ માટે ઓપરેશન ફ્લડ અને શ્વેતક્રાંતિને યાદ કરતા કહ્યું કે જો આ બન્ને સંસ્કરણ શરૂ ન થયા હોત તો દૂધના મામલે ભારત ક્યારેય આત્મનિર્ભર ન બન્યું હોત.
અમૂલની સફળતા વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, અમુલનું ૨૦-૨૧નું ટર્ન ઓવર ૫૩ હજાર કરોડ છે. ૩૬ લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા થયો છે તેમાં અમૂલ, મધરડેરી, વિજય, પરાગ, નંદિની સહિતની ઘણી બ્રાન્ડનું યોગદાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આજે ડેરી સેકટર મિલ્ક પ્રોસેસિંગના દરેક સાઘનોમાં પણ આત્મનિર્ભર થઇ રહ્યુ છે. ભારત વિશ્વનું સૌથી મોટુ દૂધ ઉત્પાદકની સાથે સાથે દૂધ પ્રોસેસિંગના સાઘનોના ઉત્પાદનમાં પણ અગ્રેસર બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યુ હતું.
-: મુખ્યમંત્રીશ્રી :-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટમત વ્યક્ત કરતાં કહ્યું કે, ગ્રામીણ નજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે.
ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજી-રોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સહકારીતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યમાં ૪પ૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે.
દેશના કુલ દૂધ સંપાદનના ૩૦ ટકા ગુજરાત કરે છે તેમજ અંદાજે ૧પ૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલ મુકત પ્રાકૃતિક ખેતી, ક્લીન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબરલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે તેમ પણ જણાવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો કે, માનવજીવનના પોષણ અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન એવા દૂધ સાથે સંકળાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીની ગુજરાતમાં આયોજીત આ કોન્ફરન્સ અમૃતકાળમાં ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સની ટ્રેન્ડ સેટર બનશે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો.આર.એસ સોઢીજી, એનડીડીબીના ચેરમેનશ્રી મીનેશભાઇ શાહ સહિત સહકારી તેમજ કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ અને દેશભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*****
My take on this news.
જો કે છેલ્લા કેટલાય વર્ષોથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ પણ વધી છે…જેમ કે રખડતા ઢોરોની સંખ્યા વધી છે અને ગોચરની સંખ્યા પણ ઘટી છે. આ અંગે ચિંતન કરવા સરકાર કોઈ એક્શન પ્લાન કરતી નથી એટલું જ નહીં રખડતા ઢોરો દરેક નાના મોટા શહેરોમાં અનેક સમસ્યાઓ સર્જી છે તે અંગે ગુજરાત સરકાર કોઈ ગંભીર ચિંતન કરતી નથી કે કોઈ એવા કાર્યક્રમો ઘડતી નથી!!!
એ પણ સામાન્ય જનતાના ધ્યાનમાં આવી રહ્યું છે. આશા રાખીએ કે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ અને સંસ્થાઓ આવનારા સમયમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે સરકાર સાથે ગંભીર બને અને એ અંગે પણ પ્લાન લઈને આવે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.
16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ આજે પદ અને ગોપનીયતાના શપથવિધિ લીધા હતા. શપથ વિધિ કાર્યક્રમના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અનેેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારત સરકારનું કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાનો – સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ તેમજ અન્ય કેબિનેટ પ્રધાનો ભાજપ શાસિત રાજ્યોના- હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,આસામના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા
શું છે નવા મંત્રીમંડળની લાક્ષણિકતા?-2024 ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ
અલગ અલગ જાતિઓનું સમીકરણ તેમજ એમનું સમતોલન નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની યુવા બ્રિગેડ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજા ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
યુવા અને અનુભવી એમ બંને પ્રકારના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવી ગયા હતા અને ગુજરાત રાજ્યની ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને આ નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 2024 માં લોકસભા ચૂંટણીની સફળતા માટે તૈયારીના ભાગરૂપે નવો મંત્રીમંડળ બધું સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે.
8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા
ઋષિકેશ ગણેશભાઈ પટેલ-Patidar
રાઘવજી પટેલ-Patidar,
બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા-Koli
ડો. કુબેરભાઈ ડીંડોર,
શ્રીમતી ભાનુબેન બાબરીયા,
મુળુભાઈ બહેરા
કનુભાઈ દેસાઈ
રાજ્યકક્ષાના મંત્રીઓ- બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્યમંત્રી
હર્ષ રમેશકુમાર સંઘવી-Jain Samaj
જગદીશ વિશ્વકર્મા- OBC
પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી-Koli
બચુભાઈ મગનભાઈ ખાબડ
મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
પ્રફુલ પાનસેરીયા
ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
કુવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ
આમ નવા મંત્રીમંડળમાં ગુજરાત સરકારમાં 16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેમને ખાતાની ફાળવણી હવે પછી જાહેર થશે. કુલ મળીને 25 જેટલી સંખ્યાના આસપાસ મંત્રીઓની મંત્રીમંડળ રચવામાં આવશે એવી સંભાવના રહેલી છે.
• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે શ્રીમતી પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ શ્રી સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.
*• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે આ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
*• ગાંધીનગર-* • ૮૨ વર્ષના વડીલોનો લોકશાહીના મહાપર્વ માટેનો અનેરો ઉત્સાહઃ સૌ પ્રથમ મતદાન કરવા સેક્ટર-૨૦ ખાતે જૈફ દંપતિ નિયત સમય કરતાં પહેલાં જ મતદાન મથકે પહોચી સમયસર સૌથી પહેલા મતદાન કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.
• દિવ્યાંગ દંપતિ મુકેશ ભારતી જોશી અને આશાબેન મત મથક પર આવી પોતાનો પવિત્ર મત આપી ગર્વ અનુભવ્યો. આ સાથે જણાવ્યું હતું કે શારીરિક રીતે ભલે અશકત છીએ પણ , અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહયા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ. • ૮૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ઓઝાએ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં કહ્યું કે, દેશ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા હું જીવું છું ત્યાં સુધી મારી આ મતદાનની ફરજ નહીં ચૂકું.
• ગાંધીનગરના કલ્હાર પટેલે પોતાના જીવનનો પ્રથમ મત આપતાં આનંદની લાગણી અનુભવતાં કહ્યું કે, નાનપણથી મતદાન કરવા માટેની મારી આતુરતાનો આજે અંત આવ્યો.
*• મહીસાગર-* o પ્રથમ પાંચ મતદાતાઓનું પોલીંગ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું. o જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડાણા ડેમ જળાશયમાં આવેલા રાઠડાબેટમાં મતદાન મથક સ્થાપિત કરાયું. આ મતદાન મથક પર પહોચવા માટે પોલીંગ સ્ટાફ જરૂરી સાધનો સાથે બોટ લઈને પહોચી ગયા.
*• પાટણ-* o ૮૦ વર્ષના મહિલા મતદાર સીતાબેન પટેલે સવારે મતદાન કરીને અન્ય મતદારોને મતદાન માટે અપીલ કરી.
*• અરવલ્લીઃ* o પ્રથમવખત મતદાન કરનાર યુવા મતદારોને વિવિધ છોડ આપી અભિવાદન કરાયું.
*• વડોદરા-* o નવતર પહેલઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકના પહેલા મતદાતા પાસે યાદગારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી*
…………
*રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે*
*ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો*
*પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં આવરો થયો*
………….
*જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું માર્ગદર્શન*
……………
*રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં ૬૮ જળાશયોમાં ઓગસ્ટ-ર૦ર૩ સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે*
*રાજ્યમાં ૬૯ જળાશયો ૧૦૦ ટકા ભરાઇ ગયા છે-૧ર જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા છે*
*કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો ૭૦ ટકા ભરાઇ ગયા છે*
……………..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી*.
*પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. ૧૦ ઓગસ્ટ-ર૦રર સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું*.
*રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમ્યાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય*
*તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે*
*આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે*.
*સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે*.
*મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે*.
*બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે*
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા આ બેઠક દરમ્યાન હાથ ધરી હતી. વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં જણાવાયું કે રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે*.
*એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે*.
*આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સરદાર સરોવર નિગમના એમ.ડી શ્રી જે.પી. ગુપ્તા તેમજ જળસંપત્તિ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિક સચિવો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા*.
….
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે
વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.
જન્મ દિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મ ગુરૂના કર્યા વંદન!
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે.તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.