ટૅગ #Education

  • ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા

    ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા

    હેમંત ઉપાધ્યાય , અમદાવાદ, 

    સંકલન – નીરવ જોશી(M-9106814540)

    ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા
    University of California, Santa Cruzમાંથી Master of Science in Computer Science & Engineeringની પદવી, ગુજરાતમાંથી પ્રવેશ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી અને અભ્યાસ દરમિયાન જ H-1B વિઝા પ્રાપ્ત કરવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ.

    અમારા માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કે વેદાંત હેમંત ઉપાધ્યાયને અમેરિકાની વિશ્વવિખ્યાત અને પ્રતિષ્ઠિત University of California, Santa Cruz માંથી Master of Science in Computer Science & Engineering ની પદવી એનાયત કરવામાં આવી છે.

    University of California, Santa Cruz (UCSC) અમેરિકાની પ્રખ્યાત University of California System ની એક અગ્રણી સંસ્થા છે. 1965માં સ્થાપિત આ યુનિવર્સિટી વિશ્વસ્તરીય સંશોધન, નવીનતા અને ઉચ્ચ શિક્ષણ માટે જાણીતી છે. કમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં UCSCનું વિશિષ્ટ સ્થાન છે. વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવે છે, જે આ સંસ્થાની વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.

    આવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવી એ માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી, પરંતુ વર્ષોની મહેનત, નિષ્ઠા અને ઉત્તમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વેદાંતે પોતાની પ્રતિભા, સંકલ્પ અને અથાગ પરિશ્રમથી આ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    આ સિદ્ધિ માત્ર તેમના વ્યક્તિગત જીવનની સફળતા નથી, પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને વતન માટે ગર્વની વાત છે. માતા-પિતા, પરિવારજનો, શિક્ષકો અને શુભેચ્છકો માટે આ ક્ષણ અવિસ્મરણીય બની છે.

    આજના ટેક્નોલોજી યુગમાં, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને વેદાંતે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. તેમની આ સફળતા અનેક યુવાનોને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈશ્વિક કારકિર્દી માટે પ્રેરણા આપશે.

    “સફળતા એ સંજોગોનું પરિણામ નથી, પરંતુ સંકલ્પ, પરિશ્રમ અને ધીરજની કમાણી છે.”

    વેદાંત હેમંત ઉપાધ્યાયને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન. તેમના ઉજ્જવળ, સફળ અને યશસ્વી ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ.

    ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજ્યમાંથી University of California, Santa Cruz ખાતે પ્રવેશ માટે પસંદગી પામનાર વેદાંત હેમંત ઉપાધ્યાય એકમાત્ર વિદ્યાર્થી હતા. વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણો ધરાવતી આ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવું જ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે, અને તેમાં પણ ગુજરાતનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરવાનો સન્માન વેદાંતે પ્રાપ્ત કર્યો છે. આ ઉપલબ્ધિ તેમની બુદ્ધિમત્તા, મહેનત અને સમર્પણની સાક્ષી છે.

    વધુ ગૌરવની વાત એ છે કે અભ્યાસ દરમિયાન જ વેદાંતને અમેરિકામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો માટે આપવામાં આવતો H-1B Work Visa પ્રાપ્ત થયો છે. સામાન્ય રીતે વિશ્વભરના હજારો ઉમેદવારો વચ્ચે અત્યંત સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા આ વિઝા પ્રાપ્ત થાય છે. અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં જ આ સિદ્ધિ પ્રાપ્ત કરવી તેમની અસાધારણ પ્રતિભા, ટેક્નિકલ કુશળતા અને ઉજ્જવળ કારકિર્દીનું પ્રતિબિંબ છે.

  • ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    તાજેતરમાં એટલે કે મહિના પહેલા રિટાયર્ડ(સેવા નિવૃત થયેલા) પરંતુ નહીં જરા પણ ટાયર્ડ થયેલા ( થાકેલા નહીં) આદરણીય જ્યોતિ હાઇસ્કુલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ સાથે મંગળવાર ની સાંજે એક પાર્ટી પ્લોટ માં મળવાનું થયેલું… તેમના ચહેરા પરની તાજગી અને હેર સ્ટાઇલ ખૂબ આકર્ષક લાગતી હતી!

    એક જમાનો હતો(30-40 વર્ષ પહેલાનો) જ્યારે કેટી હાઈસ્કૂલ અને જ્યોતિ હાઈસ્કૂલ એ ઐતિહાસિક નગર ખેડબ્રહ્મા માં સ્થાપવામાં આવેલી ખૂબ જાણીતી શિક્ષણ સંસ્થાઓ …એકબીજાને પછાડવામાં (ટેલીફોનના ડબલા ઉપર બંને હાઈસ્કૂલના ગતિવિધિઓની જાસુસી થતી !)..ને છોકરાઓ તાણી જવામાં એટલે કે (નવા એડમિશન અને સંખ્યા વધારવામાં) ખૂબ જ આક્રમક હતી!!! શાળાના બાળકોને વધારે સારું રિઝલ્ટ આપો (grace marks)!તો આવી જશે …આપણી શાળામાં એવું પણ જોવામાં આવતું!

    જ્યોતિ હાઈસ્કૂલના મેનેજમેન્ટમાં ખાસ કરીને કચ્છી પટેલો જ સર્વે સર્વ હતા અને તેમાં આદરણીય તત્કાલીન પ્રમુખ જેઠાભાઈ પટેલ ની દુરદેશી અને તેમનું વહીવટી કાર્યક્ષમતા અને મજબૂત મનોબળ સુરેશભાઈ પટેલની પ્રિન્સિપાલ તરીકેની કાર્યશેલીને માર્ગદર્શન આપવામાં ખૂબ નિર્ણાયક બનતું રહ્યું છે. એમનો – આચાર્ય સુરેશભાઈ નો સમગ્ર કાર્યકાળ જેઠાભાઇના આજ્ઞાકારી સેનાપતિ તરીકે જોવામાં આવે તો પણ નવાઈ નહીં!!!

    એક વખત એવું થયેલું કે 11 – 12 સાયન્સ ની મંજૂરી જ્યોતિ હાઈસ્કૂલ નું મેનેજમેન્ટ એ વખતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને ખૂબ મનાવી અને પોતાનું કેસ મજબૂત રજૂ કરીને આદિવાસી વિસ્તારમાં 11 – 12 સાયન્સની મંજૂરી પહેલા લઈ આવી ! પરિણામે કેટી હાઈસ્કૂલના ટ્રસ્ટને ગુજરાત હાઇકોર્ટમાં કેસ લઈને ગુજરાત સરકાર સામે કેસ લડવાની ફરજ પડેલી ! પછી તો એવું થયું કે બંને હાઈ સ્કૂલ પાસે 11 12 સાયન્સના વિદ્યાર્થીઓની ફોજ લાગી ગઈ અને આ બાળકોને ઈડર કે વડાલી 11 12 સાયન્સ ભણવા જવાના ખર્ચા થતા હતા એમાં 25 વર્ષથી વિદ્યાર્થી આલમ અને માતા પિતા બચી ગયા!!!!

    એક કેટી હાઈસ્કૂલ જેમાં ગોમતીવળ બ્રાહ્મણોનું અને બીજી જ્યોતિ હાઇસ્કુલ જે કચ્છી પટેલ સમાજનું વર્ચસ્વ જોવામાં આવતું હતું! હજી પણ ત્રીસ વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિ જોવામાં આવે છે!

    અમે શાળાના તરુણો હતા ત્યારે સામેની પ્રતિસ્પર્ધી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં મળતા ત્યારે …એવી પણ એક મજાકમાં વાક્ય જ્યોતિ હાઈસ્કૂલના  વિદ્યાર્થીઓને ચીડવવા કહેતા હતા કે — જ્યોતિ હંમેશા રોતી અને સામે Jyoti હાઈસ્કૂલના બાળકો અમને ચીડવવા એટલે કેટી હાઈસ્કૂલના બાળકોને ચીડવવા કહેતા કે KT હાઈસ્કૂલ તો કચરાપેટી!😅🤣🤣

    પરંતુ હવે છેલ્લા ત્રણ દાયકામાં પરિસ્થિતિઓ બદલાય છે… માણસોનું આનંદ માનસ તંત્ર પણ બદલાય છે.. વિચારના દ્રષ્ટિકોણો પણ બદલાયા છે અને આખી પેઢી પણ બદલાય છે… અને ખેડબ્રહ્મા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં કે નગરમાં શિક્ષણની દિશા અને દશા પણ બદલાય છે!

    આના વિશે હું ભવિષ્યમાં કોઈ વાર બીજી વાર લખીશ…

    પરંતુ આજે ખેડબ્રહ્માના જ્યોતિ હાઈસ્કૂલના એક મહિના પહેલા સેવા નિવૃત થયેલા એટલે કે રિટાયર્ડ થયેલા જવાન પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલને ગતરોજ હિંમતનગરમાં એક લગ્ન પ્રસંગ ના રિસેપ્શનમાં મળીને ખૂબ આનંદ આવ્યો! I like his personality and dedication for the Jyoti highschool! 😀❤💐⚘🎂 તેમનો ઉત્સાહી વ્યક્તિત્વ, પ્રભાવ અને આજ્ઞાકારીતા તેમજ સ્કૂલ માટેનું સમર્પણ અને તેમના વિશેની વાતો ઘણી સાંભળેલી હતી. તેમનું એક હુલામણું નું નામ સુરેશભાઈ દાઢી પણ છે! મોટાભાગના લોકો એમને આ નામથી જ વધારે બોલાવે છે!😀 ખરું ને?

    હું જ્યારે ખેડબ્રહ્મા જાવ ત્યારે એમને કેટલીક વાર મળતો પણ હોવ…

    હજુ મને કચ્છી પટેલ સમાજ માટે ખૂબ પ્રેમ છે અને રહેશે… પરંતુ હું કેટી high સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું,  KT  સ્કૂલ મારી માતા સંસ્થા છે એટલે જ્યોતિ હાઈસ્કૂલ મારા માટે સગી માસી જેવી પ્રેમાળ સંસ્થા છે!😀❤💐💐⚘🎂

    બધું આવતી વખતે જણાવીશ…

    શુભેચ્છાઓ આપવા માટે જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલનો મોબાઇલ નં ( 9428186006)

    💐💐⚘
    #highschool
    #Khedbrahma
    #education

  • સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે

    સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે

    નીરવ જોશી  અમદાવાદ (M-9106814540)

     સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે.

    સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે.
    ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે પદવીદાન સમારોહનું ગૌરવ વધારશે અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

    તદુપરાંત ‘સુપર 30’કાર્યક્રમના સ્થાપક પદ્મશ્રી આનંદકુમાર અને વિદ્વાન વૈષ્ણવાચાર્ય ડૉ. દ્વારકેશલાલજી જેવા વિશિષ્ઠ મહાનુભાવો પદવીદાન સમારોહની શોભા વધારશે.

    ઉલ્લેખનીય છે કે ટૂંકા સમય ગાળામાં સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ સફળતાપૂર્વક પ્રગતિની ફાળ ભરી છે એટલું જ નહીં પરંતુ સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સૌ કોઈ વખાણવા લાયક પ્રવૃત્તિમાં તેમજ અધ્યાપન કાર્યમાં અમદાવાદમાં પ્રશંસા પાત્ર બન્યા છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે યુનિવર્સિટીના દરેક વિભાગ ખૂબ ઉત્સાહભેર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમ જ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે આગામી સમયમાં આ યુનિવર્સિટી સમગ્ર એસ જી હાઈવે ના સફળ શૈક્ષણિક સંકુલ માં – વિસ્તારમાં વધારે પ્રખ્યાત થાય તેવું જોવાઈ રહ્યું છે.

    સંપર્ક સૂત્ર:  દર્શન પટેલ – 9978663065

    તારીખ:* 07/01/2025
    *સમય:* સાંજે 6:00 કલાકથી
    *સ્થળ:* નિરવાણાં પાર્ટીપ્લોટ,
    એસ.જી. હાઇવે, અમદાવાદ.

  • બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

    બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540)

    આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકોના મન અને ઉત્સાહને દિશા આપે તેવા કાર્યક્રમોની પણ જરૂર છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે આયોજિત કરાયો હતો.

    જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર ભાઈ જોષી કહ્યું હતું કે આજનો જમાનો Artificial intelligence નો છે, જેથી આપણે તન અને મનની સાથે સાથે મગજ પર વધુ ભાર આપવો પડશે.

    પ્રમુખ મુકેશ ભાઈ જાનીએ બ્રહ્મ સમાજ માં વિવિધ કાર્યક્રમોની પ્રોજેક્ટર પર આછી ઝલક આપી પ્રેઝન્ટેશન આપ્યું હતું.

    આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર,પ્રફુલભાઇ વ્યાસ , સર્વાનંદભાઈ ભટ્ટ અને ડૉ.વિપુલભાઈ જાનીની ઉપસ્થિતિ રહેલ.


    સંજયભાઈ વેદિયાએ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ.
    ભરતભાઇ ભટ્ટ પંકજભાઈ મહેતા અને રીટાબેન જોષી એ સ્પર્ધક વિજેતાઓ ની જાહેરાત કરી હતી મહામંત્રી જયંતભાઈ જોષીએ દાતાઓ તથા સમગ્ર બ્રહ્મ બંધુઓનો આભાર માન્યો હતો.

  • ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાનું અમદાવાદ ચેપ્ટરનું ચેપ્ટર “કેટેગરી એ” જાહેર થયું

    ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાનું અમદાવાદ ચેપ્ટરનું ચેપ્ટર “કેટેગરી એ” જાહેર થયું

    નીરવ જોશી ગાંધીનગર (M- 9106814540)

    બેસ્ટ ચેપ્ટર એવોર્ડ વિજેતા – ૨૦૨૨ – ૨૦૨૩

    ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના નું અમદાવાદ ચેપ્ટર નું ચેપ્ટર “કેટેગરી એ” હેઠળ શ્રેષ્ઠ ચેપ્ટર પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે.

    આ પુરસ્કાર આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટરની અદ્વિતીય સમર્પણ, અવિષ્કાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે.

    2022-23 ની અવધિમાં ચેરમેન તરીકે, સીએમએ મલ્હાર દલવાડીએ માહિતી આપી છે કે મારા તમામ મેનેજિંગ કમીટી સભ્યો, વરિષ્ઠ સભ્યોને, પૂર્વ ચેરમેનો, અને અમદાવાદ ચેપ્ટરના સભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યની સક્રિય ભાગીદારી અને અટલ સહાયને હૃદયપૂર્વક આભાર આપું છું. આ પ્રાપ્તિ તેમના નિષ્ઠા અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે.

    હું આ પુરસ્કારને આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટરના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માટે સમર્પિત કરું છું.

    વધુ માહિતી અથવા પૂછતાછ માટે, કૃપા કરીને સંપર્ક કરો:

    સીએમએ મલ્હાર દલવાડી
    તાત્કાલિક ભૂતપૂર્વ ચેરમેન
    મ: +91 91572 48585
    આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટર

    સીએમએ ઉત્તમ ભંડારી
    ચેરમેન
    મ: +91 98243 66511
    આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટર

  • ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ – મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ યાદગાર કાર્યક્રમ યોજાયો

    ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ – મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ યાદગાર કાર્યક્રમ યોજાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ ગોઠવા ખાતે Lamp Lighting &Oath taking Ceremony કાર્યક્રમ યોજાયો હતો.

    આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ ગેસ્ટ… ડોક્ટર પારુબેન પટેલ મેડિકલ સુપ્રી.જનરલ હોસ્પિટલ -વિસનગર અને ડોક્ટર રાજુભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર વિસનગર , અશ્વિન મો. પટેલ સિ. લે ,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડોક્ટર ડાયાલાલ પાટીદાર ચેરમેન નર્સિંગ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી -પાટણ શ્રી અરવિંદભાઈ પટેલ ANS GMERS- વિસનગર અને મધર ટેરેસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓ જયંતીભાઈ રાવલ, શ્રી જે .પી પટેલ મોરવાડના વતની અને સામાજિક અગ્રણી… ચંદ્રકાંતભાઈ પટેલ આદરણીય પી.કે પટેલ ડાયરેક્ટર શ્રી ,અભિષેક ભાઈ જૈન પ્રિન્સિપાલ શ્રી કોલેજ સર્વેએ મહેમાનોનું મોમેન્ટો અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે સાથે નર્સિંગ કોલેજમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે દિપ પ્રાગટ્ય અને શપથ સમારોહ યોજાયો હતો નર્સિંગ કોલેજમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે ચેક આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

    સૌ સાથે મળી કાર્યક્રમની સુંદર મજાના પ્રવચન અને પ્રેરણાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા..અને દરેક વિદ્યાર્થીઓના મુખ ઉપર સ્મિત જોવા મળતું હતું સાથે સાથે કોલેજમાં અધ્યતન સુવિધાઓ સાથે સાથે હોસ્ટેલમાં રહેવા માટેની સુવિધાઓ દસ વિઘા નું કેમ્પસનું ભાવવરણ ખૂબ જ સરસ મજાનું સ્વચ્છ જોવા મળ્યું હતું.

     

    વિદ્યાર્થીઓના વાલીઓએ પણ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે સુવિધાઓ અને શિક્ષણ ઉમદા અને શ્રેષ્ઠ હોઈ ટ્રસ્ટીઓનો કોલેજમાં જે વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે એ ખૂબ સરસ મજાની છે એવો ભાવ વ્યક્ત કર્યોઅને આભાર માન્યો હતો. સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા.

  • WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

    WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

    નીરવ જોશી, હિંમતનગર

    (M-7838880134  & 9106814540)

     ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન -WBOની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક બ્રાહ્મણ સંગઠનો મોજુદ છે, પરંતુ અમુક ક્ષેત્રોમાં હજુ કામ નોંધનીય રીતે થયું નથી જેમ કે શિક્ષણ, આરોગ્ય, નેતાગીરી તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રના લગતા રોજગારના વિષયો…. આ બાબતમાં હજુ બ્રાહ્મણો પરેશાન અને દુઃખી થયા છે…આ ઉપરાંત અમુક બ્રાહ્મણ સંગઠનો નિષ્ક્રિય કે પછી ગુટબાજુનો નો શિકાર બન્યા છે. આ બધી બાબતોને વધારે ઉત્તમ રીતે કરવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન હવે મેદાનમાં આવ્યું છે!

    જેમાં ગુજરાત હાઈકોર્ટે ના રીટા. ચીફ જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી, પરશુરામ ફાઉન્ડેશનના શ્રી જગતભાઈ શુક્લ, GTPL ના ચેનલહેડ શ્રી દેવાંગભાઈ ભટ્ટ, પારૂલ યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી પાવન દ્વિવેદી, ડો. રાજેન્દ્રભાઇ વ્યાસ, જીતુભાઈ ઉપાધ્યાય વગેરે બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

    વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન ની આ મિટિંગમાં મુખ્ય એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશ તથા વિદેશમાં વસતા તમામ બ્રાહ્મણને એક કરવા, બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ માટે સારામાં સારી એજ્યુકેશન વ્યવસ્થા ઉભી કરવી, ધંધા રોજગારી માટેની વ્યવસ્થા તૈયાર કરવી, આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા બ્રહ્મ પરિવારને બનતી મદદ કરવી, કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર માટે સહાય યોજનાઓ લાગુ કરાવવી, યોગ્ય જીવનસાથી મળી રહે તેની વ્યવસ્થા કરવી આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

    WBO ના ચેરમેનશ્રી હેમાંગભાઈ રાવલ દ્વારા આ મિટિંગમાં ફ્રી એજ્યુકેશન એપ જેમાં ધોરણ 1 થી 12 સુધીના મફત શિક્ષણ ફકત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને મળે માટે લોન્ચ કરવામાં આવી હતી.

     

    આ પ્રસંગે રાષ્ટ્રીય તથા પ્રદેશ લેવલે હોદેદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી, જેથી આગામી સમયમાં WBO દ્વારા જે ઉદ્દેશ્ય સાથે ચાલી રહ્યું છે તેમાં ઝડપથી બ્રહ્મ સમાજને લાભ પોહચાડી શકાય.

    બ્રહ્મ અગ્રણીઓ દ્વારા WBO ના ઉદ્દેશ્યને ખૂબ જ મહત્વના ગણાવ્યા હતા અને આવનારી પેઢી એક નવી દિશા તરફ આગળ વધે તે પ્રમાણે ના ગણાવ્યા હતા. WBO શરૂ થયાની સાથે જ અમેરિકા, આફ્રિકા, દુબઈ, કેનેડામાં વસતા બ્રહ્મ સમાજને જોઈન કર્યા હતા અને વિદેશમાં પણ સમાજના લોકો એક બીજાના મદદે રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

     વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિમણુંક કરેલ પદાધિકારીઓ ની યાદી.

    નિલેશભાઈ જોશી – રાષ્ટ્રીય અધ્યક્ષ.

    ઉમેશભાઈ જોશી – રાષ્ટ્રીય મહામંત્રી.

    નિરવભાઈ વ્યાસ- P. R.O.

    ડોલીબેન દવે – ગુજરાત રાજ્ય મહિલા અધ્યક્ષ.

    વિહાંગભાઈ ત્રિવેદી – ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ.

    ગૌરાંગભાઈ રાવલ – ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ

    ડો. કોમલભાઈ યાજ્ઞિક – ગુજરાત રાજ્ય પ્રવક્તા.

    સ્વાતિબેન જોશી – ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી.

    કલ્પેશભાઈ જોશી – ગુજરાત રાજ્યમંત્રી.

    અતુલભાઈ ઉપાધ્યાય – ગુજરાત રાજ્ય લીગલ સેલ પ્રમુખ.

    સ્મિતાબેન રાવલ – સૌરાષ્ટ્ર ઝોન મહિલા ઉપાધ્યક્ષ

    માલતીબેન સાતા – સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી.

    બળવંતભાઈ ઉપાધ્યાય – વડોદરા જિલ્લા પ્રમુખ

    ભાવિનભાઈ ભટ્ટ – મધ્યઝોન ઉપાધ્યક્ષ.

    જાગૃતિબેન જોશી – રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ.

    પ્રેમલભાઈ ત્રિવેદી – અમદાવાદ જિલ્લા પ્રમુખ.

    ડો. રિધ્ધિબેન ત્રિવેદી – વડોદરા શહેર મહિલા પ્રમુખ.

    સ્મિતાબેન જોશી – રાજકોટ શહેર મહિલા પ્રમુખ. સેજલબેન ઉપાધ્યાય – વડોદરા શહેર મહામંત્રી ચિરાગભાઈ પાંડે – વડોદરા શહેર યુવા પ્રમુખ. એશાબેન ભટ્ટ – ભાવનગર શહેર મહિલા ઉપાધ્યક્ષ. અંકિતભાઈ પંડ્યા – વડોદરા શહેર યુવા મહામંત્રી વિજયભાઈ જોશી – લખતર તાલુકા પ્રમુખ સત્યજીત રાવલ – ધંધુકા તાલુકા પ્રમુખ તેજસભાઈ મહેતા – ગાંધીનગર જવાબદારી. દક્ષેશભાઈ પંડ્યા – ગુજરાત રાજ્ય કારોબારી

  • સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

    સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સાબરાકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

    અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮  જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં  જોડાયા

    રાષ્ટ્રીય સ્તરે પરખ PARAKH ( Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) & NCERT દ્વારા બીજી અને ત્રીજી નવેમ્બરના રોજ State Education Achievement Survey (SEAS)-2023 અંતર્ગત ધોરણ ત્રણ,છ અને નવ ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનનું આયોજન  કરવામાં આવ્યુ હતુ. આ સર્વેક્ષણ ગોખણપટ્ટીને બદલે ક્ષમતા આધારિત શીખવાની પદ્ધતિની પસંદગી અને બેન્ચમાર્ક મૂલ્યાંકનનું પ્રતિનિધિત્વ કરે છે. ક્ષમતા-આધારિત શિક્ષણને અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે એ માટે શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ કેન્દ્ર અને રાજ્ય સરકારી  શાળાઓ, સરકારી સહાયિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં યોજાયુ હતુ. .

    સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં  ૪૭૩  શાળાઓમાં ધોરણ ત્રણ ,છ અને નવમાં શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮  જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં  જોડાયા હતા. આ સર્વેની કામગરી માટે  બી.એડ કોલેજના ૫૨૧ જેટલા પ્રશિક્ષણાર્થીઓને ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકેની તાલીમથી સજ્જ કરવામાં આવ્યા હતા.

    આ સર્વેક્ષણની કામગીરીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીમતિ  મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારીશ્રી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી કે ટી પોરાણીયા, નાયબ ડીપીઇઓ અલકાબેન નીનામા, ડૉ. એમ.જી ચૌહાણ,ડો. નિશાદ ઓઝા, તા.પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી કો-ઓર્ડીનેટરશ્રીઓ,સીઆરસી કોઓર્ડીનેટશ્રીઓ  જોડાયા હતા. સમગ્ર સર્વેક્ષણનું અમલીકરણ અને આયોજન ડાયટ ના સિનિયર લેક્ચરર અશ્વિન મો.પટેલે કરી હતી.

  • સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

    સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

    સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)

    Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી! 

    આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો.

    આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા આયોજન કરી રહ્યું છે… તો દાન માટે પણ સૌને અપીલ કરીએ છીએ….

    સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો જે સાબરકાંઠાને હિંમતનગરના રહ્યા છે તે પણ સંકલન કરીને આપણે પ્રસ્તુત કરીએ છીએ.

    ************************

    હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં  જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે.

    આગામી તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના સોમવારે સવારે  ૦૯:૦૦ કલાકે ડૉ. નલીનકાંત ગાંધી ટાઉનહોલ, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ કરશનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ  યોજાશે.એમ રોજગાર અધિકારી(જનરલ) હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

    0000000000000000000000000000000000000000

     

    સરકારી આઇ.ટી.આઇ પ્રાંતિજ પ્રવેશ બાબત

    ********************

               સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજમાં વર્ષ-૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં એડમીશન હેઠળ NCVT કોર્સમાં એડમિશન આપવાની કામગીરી ૩૦/૯/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જે ઉમેદવાર પ્રવેશ મેળવવા માંગતા હોય તે ઉમેદવાર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આઇ.ટી.આઇ પ્રાંતિજ ખાતે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવું.એમ ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જાણાવાયુ છે. 

    ***************************

    હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન

           હિંમતનગરમાં સૌ પ્રથમવાર સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક. મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.

       આ મહિલાઓ દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વ ને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન પંચાલ સમાજવાડી,પંચદેવ મંદિર ની સામે, ખેડ તસીયા રોડ,મહાવીર નગર, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

    ***************************

    મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી.

          સાબરકાંઠા જિલ્લાની ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના કુ. ભાર્ગવીબેન દવે આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં ઇ. આર. ઓ, એ.ઇ.આર.ઓ સાથે તથા રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની આંકડાકીય વિગતો મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.

         આ બેઠકમાં કુ. ભાર્ગવીબેન દવે નવા 18 વર્ષથી ઉપરના મતદારોની નોંધણી અને આધારકાર્ડ સાથે લીંક તથા નામ, સરનામામાં ફેરફાર તથા સ્વીપ પ્લાન અંગે કરવાની કામગીરી તથા કોલેજ કક્ષાએ નવા મતદારોમાં જાગૃતિ અને સરકારી કોલેજો, ખાનગી કોલેજો, આઈ. ટી. આઈ તથા ગ્રામ્ય શહેરી કક્ષાએ નવા મતદારો વધુને વધુ જોડાય અને કોઈ  મતદાર રહી ન જાય અને તેઓ મતદાન થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

        સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા 29 એસ સી તથા 28 ઇડર એસ.સી તથા 27 હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભામાં કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી અને બી.એલ.ઓ દ્વારા કરવાની કામગીરીને વેગ આપવા જણાવવામાં આવ્યું હતું સાથે મતદારોમાં જાગૃતિ અંગે સ્વીપ પ્લાન દ્વારા જન જાગૃતિને વેગ આપવા ઉપર ભાર મૂક્યો હતો.

     

       આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા રોલ ઓબ્ઝર્વરનુ સ્વાગત કરીને જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે વાકેફ કર્યા હતા જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પારૂલબેન દ્વારા નક્કર કામગીરી અંગેની આકડાકીય વિગતો પ્રસ્તુત કરાઇ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    આ બેઠક બાદ કુ. ભાર્ગવીબેન દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વસહાય જૂથો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તૈયાર થયેલા મકાનોના લોકાર્પણ અંગેની પણ સમીક્ષા કરાઇ હતી. જેમાં વકતાપુર ગામે તૈયાર થયેલા આવાસો તથા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 657 આવાસોની  પણ સમીક્ષા કરી હતી સાથે સ્વ સહાય બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તથા પ્રાકૃતિક ખેતી, મહિલા પખવાડિયાની ઉજવણી,  વોટરશેડ કામગીરી અને સખીમંડળોને આપવામાં આવતી સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણ વખતે  એક ઉત્સવનું માહોલ તૈયાર થાય જેમાં ઘરોને રંગ રંગાન, રંગોળી, ફૂલ છોડ, કુંડા તથા ગૃહ પ્રવેશ વખતે કરવાની થતી કામગીરી તથા કનેકટીવિટી અને મહિલાઓ દ્વારા ઇનોવેટિવ આઇડિયા દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પકવેલા તથા ઉત્પાદિત ચીજવસ્તુઓના માર્કેટ બનાવવા ઉપરાંત ગ્રાહકોને એક આગવું બજાર મળી રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

       આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર તથા બાગાયત વિભાગના અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

    ******************

    હિંમતનગર સાબર ડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

    જિલ્લાના ૧૧૯૩ સ્વસહાય જૂથોને ૧૨૭૯.૬૯ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.  

    સરકાર દ્વારા નાનામાં નાના માણસના વિકાસની યોજનાઓ અમલી બનાવાઇ છે.

                                                                

        સાબરકાંઠા જિલ્લામાં  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત સાબર ડેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્ર્મ યોજાયો હતો.  

     

        ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

     

             આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,  વિશ્વાસથી વિકાસયાત્રા દ્વારા ૨૦ વર્ષના વિકાસ કામોનો તમામ લાભાર્થીઓ લાભ લઈ શકે અને સરકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીને  જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા હોવાનું જણાવ્યું હતું. ૨૦ વર્ષમાં ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આરંભેલી વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે વધુ વેગવાન બનાવી છે.

     

        આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ૨૪૬ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭૩.૮૦ લાખની રકમ, કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ પેટે ૨૭૯ સ્વ સહાય જૂથોને રૂ. ૨૩૬.૭૪/- લાખની રકમ તેમજ કેશ ક્રેડિટ પેટે ૬૬૮ સ્વસહાય જૂથોને ૯૬૯.૧૫ લાખની રકમ ફાળવવામાં આવી હતી. આમ કુલ ૧૧૯૩ સ્વસહાય જૂથોને રૂ. ૧૨૭૯.૬૯ લાખની રકમ ચૂકવવામાં આવી હતી.

    આ પ્રસંગે  નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

     આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી બ્રીજેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ  અને મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ, સ્વસહાય જૂથની બહેનો,ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા. 

    ***********************

    જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ

    સાબરકાંઠા જિલ્લા સંકલનના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

    સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક આજે તારીખ ૧૭/૯/૨૦૨૨ના રોજ અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પોળો હોલ સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડા અને અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    આ બેઠકમાં તાબાની કચેરીનું નિરીક્ષણ, પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆત તથા પત્રોનો નિકાલ સમયસર કરવા અને સરકારી બાકી લેણાંની વસૂલાત તથા માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી જાહેર નિવિદાના જુદા-જુદા વિભાગોના બિલોની ચુકવણી તથા અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની સાથે સંતોષકારક જવાબ આપવા જણાવ્યું હતું.

     

    આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જન જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો અંગે એકબીજાના વિભાગો સંકલનમાં રહી ટીમ સાબરકાંઠા વહીવટીતંત્રનો સારો દેખાવ અને પરિણામલક્ષી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વર્ષ ચૂંટણીનું હોય ચૂંટણીલક્ષી કાર્યને ટોચ અગ્રતા આપી સૌનો સાથ સહકાર મળી રહે તે અનિવાર્ય અને આવશ્યક છે. સાથે સાથે જે તે વિભાગને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ પ્રમાણેની સિદ્ધિઓ હાંસલ કરી વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કરી લોકલ્યાણ જનસુખાકારીના કાર્યો હાથ ધરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવા સૌને અપીલ કરવામાં આવી હતી.

     

    *************************

    પુંસરીમાં યોજાયેલ મેઘા મેડિકલ કેમ્પમાં ૨૪૮ દર્દીઓને તપાસી મફત દવાઓ અપાઈ.

    કેમ્પમાં ૧૪ દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન કરાશે,  ૪૦ સગર્ભા બહેનોને સુખડી અપાઈ

        સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે સંવેદના ચેરિટેબલ રામ-રોટી અન્નક્ષેત્રને  ૧ મહિનો પૂર્ણ થતા મફત મેઘા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૨૪૮ દર્દીઓની તપાસણી કરીને દવાઓ આપવામાં આવી હતી. જયારે ૧૪ દર્દીઓના મોતિયાના મફત ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

         પુંસરી ગામે જરૂરીયાતમંદોને મફત ભોજન આપવામાં આવે છે. અન્યક્ષેત્રને મહિનો પૂર્ણ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ સર્જરી, દાંત, આંખ, ગાયનેક વિભાગની તપાસ કરવામાં આવી હતી.

         આ નિદાન કેમ્પનુ ઉદ્ઘાટન ગામના વયોવૃદ્ધ વડીલો અમૃતભાઈ પ્રહલાદભાઈ બારોટ અને ભીખાભાઇ રણછોડભાઈ પટેલના હસ્તે કરાયું હતું જયારે નટુભાઈ ચૌધરી પરિવાર તરફથી ગામની ૪૦ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કર્યું હતું.

        આ મેડિકલ કેમ્પમાં પ્રાંતિજ-તલોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિહ બારૈયાએ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી. જયારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ  હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    ************************

    ડી.ડી.ઓ શ્રીની ઉપસ્થિતિમાં ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો  

        જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃત્તિ અંગે ૧૮૬ શાળાઓમાં વિવિધ રમત-ગમતો યોજાઇ    

         સાબરકાંઠા જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃતિ અન્વયે ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો હતો. આ આ કાર્યક્ર્મમાં ખેલ મહાકુંભ ૧૧માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી સ્કૂલોને પ્રોત્સાહનરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ડી.ડી.ઓ શ્રી  દ્રારા મેદાનમાં વિધાર્થીઓની રમતને નિહાળી પ્રેરણા પુરી પાડી હતી.

         તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યના યજમાનપદે યોજાનારી, ‘૩૬મી નેશનલ ગેમ્સ’ માં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને ૩૬ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમા ભાગ લેશે. જેની જનજાગૃતિ ગુજરાતમાં આવે તે હેતુથી “Celebrating Unity Through  Sports” થીમ પર સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં રમતો યોજાઇ હતી.

         દેશનુ યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને દેશનુ નામ વિશ્વકક્ષાએ રોશન થાય તે હેતુથી  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ખુબ જ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાશે. આ સ્પર્ધાઓમાં ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેંદ્રસાશિત પ્રદેશો એમ ૩૬ અને ૩૬ રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાતનુ પ્રદર્શન શ્રેષ્ઠ થાય અને રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા  અને રમત ગમત અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્ર્મો કરવામાં આવી રહ્યા છે.

         સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં આ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકામાં ૪૯ શાળાઓમાં, ઇડરની ૫૧ શાળાઓ, વડાલીની ૧૦ શાળાઓ, ખેડબ્રહ્માની ૬ શાળાઓમાં, પોશીનાની ૬ શાળામાં, વિજયનગરની ૨૦ શાળાઓ, તલોદની ૧૭ અને પ્રાંતિજ તાલુકાની ૨૩ શાળામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો.

    *****************************

    વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

    ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા સાથે અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યે ખેલદીલી દાખવી રમતો રમીએ

    –     નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછર

     

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ  સંચાલિત વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે એક્ટીવેશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત શાળા,કોલેજ અને યુનિર્વસિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

    આ પ્રસંગે વિધ્યાર્થીઓને સંબોધતા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારે જણાવ્યુ હતુ કે આપણા રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી  અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને રમત-ગમતની મહાસત્તા બનાવવાનું તેમનું વિઝન હતું. તેમની શુભેચ્છાઓ અને પ્રયત્નોથી આ સ્વપ્ન પરિપૂર્ણ થવા જઇ રહ્યુ છે અને આપણા વિવિધ રમતવીરોને ઘણી સફળતા મળી રહી છે.આજે ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સ રમત ગમતનું આયોજન કરવા સજ્જ છે. ગુજરાત ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે તે કોઈ સામાન્ય વાત નથી. આ વર્ષોથી બનાવવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે. ગુજરાતમાં હાલમાં તમામ ૩૩ જિલ્લાઓમાં ૨૩૯ ઇનસ્કુલ શાળાઓ કાર્યરત છે. જે ગુજરાતના તમામ દૂર વિસ્તારોમાં પડેલી પ્રતિભાઓને ઓળખવાનું અને તાલીમ આપી પાયાના સ્તરેથી  ઝળકાવવાનું અથાગ કામ કરે છે. હજી ૧૨૦ વધુ નવી શાળાઓ શરૂ કરવાનું પણ આયોજન છે. સમગ્ર ગુજરાતમાં ૨૩૯ શાળાઓમાં કુલ ૧,૨૪,૩૨૦ ખેલાડીઓ નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.તેમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાવંત ખેલાડીઓ બહાર આવવાની અપાર શક્તિ સમાયેલી છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજ્યના લોકોના વિકાસ માટે છેવાડાના માનવીની ચિંતા કરીને લોકોનું જીવનધોરણ સુધરે તે માટે આવાસ, રોજગારી, શિક્ષણ, આરોગ્ય તથા લોકોના જીવનની વિવિધ જરૂરિયાતો માટે કેન્દ્ર રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અમલમાં છે અને તેનો લાભ લોકો સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ વિધ્યાર્થીઓને ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા થકી અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યેખેલદીલી-રુચી દાખવી રમતો રમવી જોઇએ એમ જણાવી. ગુજરાતમાં પ્રાપ્ય વિવિધ સ્પોર્ટ સુવિધા સાથે માહિતી ખાતા દ્વારા કેન્દ્ર સરકાર- રાજ્ય સરકારની પ્રસાર- પ્રચારની કામગીરી અને ગુજરાત પાક્ષીક અને પ્રકાશનો તથા સોશિયલ મીડીયા અંગે માહિતી આપી હતી.

    આ કાર્યક્રમમાં ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ,  માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ ફીટ ઇન્ડીયા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.ત્યાર બાદ કોલેજના વિધ્યાર્થીઓએ ચેસ,ક્રિકેટ જેવી રમતો રમી ખેલ પ્રત્યેની રૂચી પ્રગટ કરી હતી.

    આ કાર્યક્રમમાં કોલેજ પ્રીન્સિપાલશ્રી મોહિતભાઇ જોષી,શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી લલિતભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ સહિત  વિવિધ વિષયોના પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિધ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    આ ઉપરાંત બેરણા ખાતેની ગ્રોમોર કોલેજ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં કૌશલ્ય કુંવરબાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા કબ્બડ્ડીની મેદાની રમત  રમાડવામાં આવી હતી. જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ૩૩ કોલેજોમાં વર્ગ-૧,૨ ના અધિકારીઓની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. 

     

    ********************

     

    વિજયનગરની આટર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

    રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા છે.                              

                     – સાસંદ શ્રીમતી રમીલાબેન બારા

    સમગ્ર રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિના ત્રિ-દિવસીય કાર્યક્રમ હાથ ધરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દ્વિતીય દિવસે વિજયનગરની આટર્સ કોલેજ ખાતે રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

           પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેના પરીણામે ગામડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા રમતવીરોમાં કૌવત બહાર આવ્યું જેને લઇ રાજયથી લઇ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું નામ ઉજાગર થયું છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ દરમિયાન વિવિધ ઉત્સવોની શરૂઆત કરવામાં આવી અને આ જનઉત્સવો થકી લોકોને જોડવાનું ઉમદા કાર્ય થયું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે શરૂ થયેલા રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા હોવાનું સાસંદશ્રીએ જણાવ્યું હતું.

           કાર્યક્રમમાં ઉ૫સ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટલે જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરીયાત છે જયારે શિક્ષણની સાથે જોડાયેલ રમત વિકાસનું મહત્વનું પરીબળ છે. રમતો થકી રચનાત્મક પ્રવૃતિને વેગ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

     

    કલેકટર શ્રી હિતેષ કોયાએ વિધાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રમતને વધુ વેગ મળે તે માટે અધ્યતન સુવિધથી સજ્જ જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તેની સાથે રમતવીરોના કૌશલ્ય સજ્જતા આવે તે માટે તજજ્ઞ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વધુમાં તેમણે ૩૬મી નેશનલ ગેમ્સમાં સમાવિષ્ટ ૩૬ રમતો પૈકી કોઇપણ એક રમતમાં ભાગ લેવા પણ આહ્વાન કર્યું હતું. જેનાથી એકાગ્રતા, અનુશાસન અને ખેલદિલીનો ભાવ પેદા થાય છે.   

    વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઇ નિનામા, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા,સંસ્થા અગ્રણી શ્રી મણિભાઇ પટેલ, તાલુકા અગ્રણી શ્રી મયુર શાહ, રણધીરભાઇ, પંકજભાઇ સહિત કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.         

     

    (સમગ્ર સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના જાહેરાત માટે સંપર્ક : નીરવ જોશી — 9106814540)

     

  • ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ*

    *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે આ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું નિર્માણ થયું છે*

    *કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ*:
    *
    *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે*

    – *અનુપમ શાળાઓ રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી*

    *લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું*

    *સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ*

    *રાજ્યમાં સુદૃઢ કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિના પરિણામે હવેના યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી*

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
    -ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
    -અનુપમ શાળાઓ વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધે છે
    – આવનારા દિવસોમાં કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક
    -રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો આજે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે.

    તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે એમ શ્રી અમિત ભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે.
    રાજ્યમાં બીજેપીના શાસન પેહલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો જે બીજેપીના શાસન બાદ ઘટીને ૩ ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા દર ૧૦૦ માંથી ૬૭ બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે ૪૦ ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે ૯૫ ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.
    તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના આપણા દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના અથાગ પ્રયત્નો અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી, ટીચર્સ ટ્રેનિંગ જેવા નવતર અભિગમોના ભાગરૂપે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ રૂપ છે. સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ બન્યું છે. બાળક ના શિક્ષણ નું સ્તર કેવી રીતે ઉપર લાવવું એ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે જાણે છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્ય ની દીકરીઓ ખુલ્લે આમ ક્યાંય પણ કોઈપણ સમયે હરીફરી શકે છે જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, સુરક્ષા, ઊર્જા સહિતના તમામ ક્ષેત્રે રાજ્ય એ વિકાસની અવિરત યાત્રા આરંભી છે. આજે ગામડાઓમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજળી મળે છે. ગુજરાતની ૨૦ વર્ષ થી ચાલતી વણથંભી વિકાસયાત્રા હજુ પણ આમ જ ચાલતી રહેશે જે અંગે સરકાર પ્રતિબદ્ધ છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળઆજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
    આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૨૦ અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધું ૬૩ શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અંદાજે ૧.૫ લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
    કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.

    મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા માં ઉતરોઉતર વધારો કરી શકાય છે.
    આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.

    રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.
    આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં અનુપમ શાળાઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય આરોગ્ય સેવાઓ, પાકા રસ્તાઓ અને ફ્લાય ઓવર તેમજ મિશન મિલિયન ટ્રી જેવા કેમ્પેન થકી હરિયાળી વધારવા સાથે આ મત ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત અને હરિયાળું સંસદીય મત ક્ષેત્ર બનાવવા શ્રી અમિત ભાઈ શાહ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

    આ પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે,
    પ્રધાનમંત્રીશ્રીનાં નવા ભારત ની સંકલ્પને સાકાર કરવા અને ગુણવત્તા યુક્ત પ્રાથમિક અને પાયાનાં શિક્ષણ દ્વારા નવી પેઢીને તૈયાર કરવાની નેમ સાથે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્કૂલ બોર્ડ દ્વારા આ અનુપમ(સ્માર્ટ) શાળાઓ બનવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞા અને જ્ઞાન કુંજ, બાલા, અટલ ટિંકરિંગ જેવા નવતર અભિગમો આધારિત સ્માર્ટ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અનુપમ(સ્માર્ટ) સ્કૂલો વિવિધ આધુનિકતા સભર શૈક્ષણિક ઉપકરણો, ગણિત – વિજ્ઞાનનાં વર્કિંગ મોડલ, થ્રી ડી ઇનોવેશન વૉલ સહિતની તમામ આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. જેનાથી બાળક ડિજિટલ યુગને અનુરૂપ ખરું સ્માર્ટ એજયુકેશન મેળવીને પોતાનાં સપનાઓ સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધે છે અને સર્વગ્રાહી વિકાસ સાધી શકે છે.
    આ ઈ- લોકાર્પણ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર,રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અરવિંદ ભાઈ પટેલ , કિશોર ચૌહાણ, રાકેશ શાહ અને કૌશિક પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, કમિશનરશ્રી લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ અને દંડક શ્રી અરુણ રાજપુત, શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહ, મ્યુનિ. કોર્પોરેશનનાં સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, શહેર ભાજપ અગ્રણીઓ, સ્થાનિકો તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.