ટૅગ divine

  • સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ થયો

    સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ થયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું છે.

    તારીખ 27 28 29 ડિસેમ્બર ના રોજ 151 કુંડી નવચંડી હવન ખૂબ જ ભક્તિ, શ્રદ્ધા ના વાતાવરણમાં પરિપૂર્ણ થયા હતા.

     

    જેઓએ પણ કોઈ આર્થિક સહયોગ અમારી વેબસાઈટને કરવો હોય તેવો નીચે મુજબના નંબર પર ઓનલાઇન આર્થિક સહયોગ કરી શકે છે. કોઈપણ મહત્વના ,અગત્યના,  તેમજ અન્ય ધર્મો અને હિંદુ ધર્મના ધાર્મિક સમાચાર કરવા માટે અમારો સંપર્ક કરો 

    Gpay number- 9106814540

  • 5 Dec – નવા વિશ્વના દિવ્ય દ્રષ્ટા મહર્ષિ અરવિંદનો મહાસમાધિ દિવસ

    5 Dec – નવા વિશ્વના દિવ્ય દ્રષ્ટા મહર્ષિ અરવિંદનો મહાસમાધિ દિવસ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજે પાંચ ડિસેમ્બર છે અને આજનો દિવસ વિશ્વના અધ્યાત્મિક જગતમાં મહા સમાધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

    ખાસ કરીને જે પણ અધ્યાત્મિક જગતના આત્મખોજી એ સત્યના ખોજીઓ છે તેમણે મહર્ષિ અરવિંદના આ દિવસને એક મહાન ઘટના તરીકે અનુભવી છે એટલું જ નહીં શ્રી અરવિંદ નું શરીર નો ત્યાગ એ પૃથ્વી પર એક મહાન સત્ય  ઉદઘોષણા કે મહાન વિઘટનકારી ઘટના હતી …એવું અધ્યાત્મિક જગતના સાધકોને તે સમયે પોંડિચેરીમાં અરવિંદ આશ્રમમાં અનુભવવામાં આવ્યો હતો.

    કહેવાય છે કે અધ્યાત્મિક ગુરુ શરીર છોડે ત્યારે એમનું અધ્યાત્મિક સૂક્ષ્મ એ સાધકોને અને એમના શિષ્યોને માર્ગદર્શન આપે છે. આવું જ મહર્ષિના સાધકોને આજે એમના શરીર ત્યાગ કે મહા સમાધિના 73 વર્ષ સુધી પણ અનુભવમાં આવી રહ્યું છે! માતાજી સાધકોને જણાવતી કે અરવિંદ નો આધ્યાત્મિક શરીર એ અવિનાશ છે. પૃથ્વી પર અરવિંદ નો આવીરભાવ એ ભગવાનની સીધી સીધો આદેશ છે.

    આવા મહાન સામર્થ્યવાન ગુરુના પુણ્યતિથિ કે મહા સમાધિ દિવસ પર એમના દિવ્ય ઉદ્દેશોના આપણા જીવનમાં અમલ થાય તેવી એમના ચરણોમાં હૃદય પૂર્વકની સમર્પણ ભરી પ્રાર્થના! 

    ઓમ નમો ભગવતી શ્રી અરવિંદ!

  • મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

    મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

    Nirav Joshi, Ahmedabad 

    24 નવેમ્બર . #MaharshriAurobindo 

    આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં અવતરણ કર્યું હતું! તેમજ હજારો વર્ષો બાદ પૃથ્વી પર અવતરનારો કલકી અવતાર વર્તમાન યુગમાં કાલી અને ક્રિષ્ના સ્વરૂપે કલકી સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કે દિવ્ય દ્રષ્ટિ અરવિંદના દર્શનમાં પ્રગટ થતી હતી!

    દેવતાઓની સૃષ્ટિ રચના કરનારી દિવ્ય શક્તિ અરવિંદ ને આશીર્વાદ આપ્યો હતો તેમજ 24 નવેમ્બરે ઓવર માઈન્ડ એટલે કે અધિમનસ અવતરણ મહર્ષિ અરવિંદ આશ્રમ ખાતે થયું હતું જે સમગ્ર પૃથ્વીની ચેતના માં ભળી ગયું હતું!

    આ મહાન ઋષિ એ લખ્યું છે કે પૃથ્વીની ચેતનામાં જેવું થઈ રહી છે જે ક્રાંતિકાર પરિવર્તનની ચેતના થઈ રહી છે એની પાછળ પડદા પાછળ ભગવાન વિષ્ણુને આવનારા સમયમાં તૈયારી રૂપ જોવામાં આવે …જેને પરિણામે આખી મનુષ્ય જાતિને એક નવી મનુષ્ય જાતિ તરીકે તૈયાર કરવામાં આવશે… એટલું જ નહીં મનુષ્ય જાતિ રૂપાંતરણ તરફ આગે કુચ કરશે. એ ચોક્કસથી કેટલાક બળો કે અજ્ઞાન અને તમસના બળો આ નવી ચેતના નો વિરોધ કરશે પરંતુ કલકી અવતાર ની તલવાર જ સમગ્ર પૃથ્વીને અસુરી મનુષ્ય જાતિના બોજાથી મુક્ત કરશે.