ટૅગ district

  • જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    *સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો*

    જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

    જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.

    તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટિવ બેંકના ડાયરેક્ટરશ્રી ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

     

  • જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર રાખશે

    જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર રાખશે

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    • જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા.
    • પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી
    • પોશીના તાલુકાના ગામડાના શિક્ષકો મૂળ હિંમતનગર તાલુકાના વતની છે આવનાર દોઢ મહિના કુલ ત્રણ સીટમાં કામગીરી કરશે
    • કોઈપણ પ્રકારના ફેક ન્યુઝ કે પેડ ન્યુઝ ન ચાલે તે માટે મોનિટરિંગ સેલ મીડિયા સેન્ટર ખાતે ઉભો કરાયો છે.

    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

    સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર  ખાતે તૈયાર કરાયેલા મીડીયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.

    લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

             ચૂંટણી દરમિયાન ક્યાંક ફેક ન્યુઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે. જેનો રીપોર્ટ  એમ.સી.એમ.સી સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે.

                  પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ  વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ લોકસભા ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, નોડલ ઓફિસરશ્રીની વિગતો સહિત લોકસભા ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.

                આ પ્રસંગે  નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભુમિબેન કેશવાલા, નાયબ માહિતી નિયામકશ્રી નીધિબેન જયસ્વાલ,ચૂંટણી મામલતદારશ્રી હેમાંગીબેન,માહિતી વિભાગના  સ્ટાફ સહિત પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

  • સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે કરી સગવડ

    સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે કરી સગવડ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી.

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ની રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી.

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ ૯/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ હોવાથી વિદ્યાર્થીઓનો નંબર હિંમતનગર ખાતે આવેલ હોય તો એવા વિધાર્થીઓ માટે ABVP હિંમતનગર શાખા દ્વારા તા. ૦૮-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રે રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.

    ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેમકે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, મેહસાણા માંથી પરીક્ષા આપવા હેતુ આવેલા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદની આ સેવાનો લાભ મેળવ્યો હતો.

     


    સાબરકાંઠા  જિલ્લા વહીવટી તંત્ર મુક્ત અને પારદર્શી વાતાવરણમાં  જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજવા સજ્જ

    સાબરકાંઠા જિલ્લામાં ૧૧૭ કેંદ્રો પરથી ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે

    ઉમેદવારનાં પરીક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત-૦૨૭૭૨ ૨૪૦૯૧૮  

        આગામી ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી એન.એન. દવેની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી.

        જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે,  ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના સાત તાલુકાના ૧૧૭ પરીક્ષા કેન્દ્રોના ૧૩૩૭ વર્ગખંડોમાં ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે.   સાબરકાંઠા જિલ્લામાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ છે. પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ તેમજ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન(પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ ૨૦૨૩ની અગત્યની જોગવાઈઓ અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી અને દંડના પ્રાવધાન અંગેની વિશેષ જાણકારી આપી હતી.

          સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૯ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ૧૬ ફ્લાઇંગ સ્કોડ, દરેક સેન્ટર ઉપર બે મહિલા, બે પુરૂષ કોન્સ્ટેબલ અને એક એ.એસ.આઇ અથવા પી.એસ.આઇ ફરજ બજાવશે. અંદાજે ૫૦૦૦થી વધુ અધિકારી કર્મચારી આ પરીક્ષામાં ફરજ બજાવશે.

        સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેંદ્ર સુધી પેપર સલામત રીતે પહોંચે તે માટે જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો ઉપયોગમાં લેવાશે. દરેક વર્ગખંડ સી.સી.ટી.વીથી સજજ હશે. જેનું માઇક્રો ઓબ્ઝર્વર દ્રારા સમગ્ર પરીક્ષા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ૬૦૦ થી વધુ સંખ્યા ધરાવતા ત્રણ કેંદ્રો અને ૪૫૦ થી વધુ સંખ્યા ધરાવતા ૨૭ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

         ઉમેદવારોને પરીક્ષા કેંદ્રો પર પહોચવા માટે એસ.ટી. વિભાગ દ્રારા વિશેષ સુવિધા માટે ૧૯ જેટલી બસો ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બસો ઉપરાંત વધુ બસોની જરૂર જણાશે તો તે ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવવામાં આવી હતી.

         ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરે ત્યારે તેમને બેંક ડિટેલ આપતાં તેમને રૂ. ૨૫૪ તેમના ખાતામાં જમા થશે. એમ વધુમાં જિલ્લા સમાહર્તાએ ઉમેર્યું હતું.

        આ પરીષદમાં જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાધેલા,અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઠક્કર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

    ૦૦૦૦૦૦૦૦

    કયા તાલુકામાં કેટલા  પરીક્ષા કેંદ્રો 

    હિંમતનગર :૪૪ , ઇડર ૩૧, વડાલી ૦૬, તલોદ ૧૩, ખેડબ્રહ્મા ૧૧, પ્રાંતિજ ૧૦ વિજયનગર ૦૨