ટૅગ children

  • સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248) 

    કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું
    “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

    સંતાનો ! જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો,
    તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા.- સાધુ પ્રેમવત્સલદાસજી

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

    આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…

    આ પુસ્તક પ્રકાશન પ્રસંગે *કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.

    સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.

    સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.

    અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.

    સંકલન : નિરવ જોશી (M-9106814540)

  • સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com)

    સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો..


    જેમાં નીલકંઠધામ પોઇચા થી શાસ્ત્રી સ્વામી અચલ જીવનદાસજી સ્વામીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં – એ સૂત્ર તો યાદ રાખીએ જ… પણ સાથે ભૂલો ભલે બીજું બધું બાળકોને ભૂલશો નહીં ! – એ વિષય ઉપર સમજુ માતા પિતા વડે બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકાય એ વિશે ખૂબ સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.. બાળકોને સમય, સમજણ, અને સંસ્કારની સંપત્તિ આપીએ એ જ સાથે સંપત્તિ.

    આવા અનેક વિચારોના માધ્યમથી મનનીય પ્રવચન આપ્યું હતું.. આ ઉપરાંત પુરાણી સર્વજ્ઞદાસ સ્વામીએ સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કરીને ટેકનોલોજીનો નાશ નહિ પણ પણ વશ કરીએ જેવા સુંદર વિચારો રજુ કર્યા હતા…

    અંતે નીલકંઠધામ પોઇચા થી પધારેલા પૂજ્ય પ્રભુ ચરણ સ્વામી એ પરિવાર સાથે હળી મળીને રહેવું અને પરિવારના સભ્યો સાથે મળીને ગીતા ભાગવત આદિક શાસ્ત્રોનું શ્રવણ કરે એ જ સૌથી મોટી સફળતા છે. એ વિશે વાત કરી હતી..

  • રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

    રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

    નીરવ જોશી ,ઈડર

    રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન એક વખત સમગ્ર રાજ્યનો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલા કોઈ એક ડાયટમાં આયોજિત થાય છે છે. સાબરકાંઠા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 2022 નો રાજ્ય કક્ષાનો સાતમો ઇનોવેશન એજ્યુકેશન પણ ઇડર ખાતે યોજાયો હતો અને આ વખતે આઠમો ડાયટ ઇનોવેશન એજ્યુકેશન ફેર પણ ઈડર ખાતે સમાપન થવા જઈ રહ્યો છે… .. તો જાણીએ કે આના ઉદઘાટન સમયે મંત્રીઓ એ અને અન્ય મહાનુભાવો એ શું કહ્યું?

     

    ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતુ ગુજરાતી ના ભોગે નહીં                                    – શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર  

     

    સાબરકાંઠા જિલ્લાના ઇડર ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નવીનીકરણ સાંપ્રત વિષય ને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓ ને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.

    આ ત્રિ દિવસીય કાર્યક્રમ પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ સારું પડેલું છે તેને બહાર લાવવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણનો કોઈ અંત નથી જેટલું શીખો તેટલું ઓછું છે આ ઇનોવેટીવ ફેસ્ટિવલ ફેરની 2000 જેટલા શિક્ષકો મુલાકાત લેશે અહીં ૧૬૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં 103 કૃતિઓ પ્રાથમિક શિક્ષણ ને લગતી અને અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ને લગતી કૃતિ છે શિક્ષણના સ્તરને સુધારવા માટે અને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે જ્ઞાન સંગમ નામનો નવો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓનો સમન્વય કરી શિક્ષણને વધુ સરળ અને વધુ ઉપયોગી બનાવવા માટે બાળકો શિક્ષણ ની આપ લે કરી શકે તે માટે 1500 પ્રાથમિક અને 500 માધ્યમિક શાળાનો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામી છે

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે એચ ટાટ આચાર્ય ના પ્રશ્નો ના જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે. આ વર્ષથી બાલવાટિકા એક, બે, ત્રણ નું અમલ થશે સાથે 1/6/2023 થી સી.બી.એસ.સી. પેર્ટ્ન  પ્રમાણે છ વર્ષે  થતા પહેલા ધોરણમાં પ્રવેશ મળવા જઈ રહ્યો છે.

    શિક્ષકોમાં વિવેક અને સભ્યતા ખુબ જરૂરી છે. વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ છે. જન કલ્યાણ, પરિવાર, રાષ્ટ્ર નિર્માણનું કામ એ શિક્ષકનું છે આપણી સંસ્કૃતિ રામાયણની સંસ્કૃતિ છે બીજા માટે ઘસાવું બીજા માટે પરોપકાર કરવો તે આપણા આદર્શ છે આ સંસ્કારોનું સિંચન બાળકોમાં કરવાનું છે,. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માં માતૃભાષા અને માતૃભૂમિ આપણા ગૌરવ છે મારી ભાષા મારું ગૌરવ સ્વીકારીને આપણે ગુજરાતી ભાષાની ગૌરવાન્વિત કરવાની છે. ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ અંગ્રેજી ભાષા શીખવી પણ જરૂરી છે પરંતુ ગુજરાતીના ભોગે નહીં અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે વ્યવહારૂ ભાષા છે તે ચોક્કસ શીખવી જોઈએ પરંતુ બાળકને પ્રથમ માતૃભાષા શીખવી ફરજીયાત હોવી જોઈએ તેથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ દ્વિતીય ભાષા ગુજરાતીનો અભ્યાસક્રમ શરૂ કરાવી આપણી ભાષાને ગૌરવ આપવાનું છે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ જળવાઈ તે માટે તમામ શિક્ષકો અને આપણે સહુ સહિયારો પ્રયાસ કરીએ

    આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ શિક્ષક એ નોકરી નહીં પરંતુ ધર્મ છે આગામી પેઢી માટે શું કરી શકાય તે વિચારનાર વ્યક્તિ એટલે શિક્ષક ઇનોવેશન કર્યું તે કાયમી નથી સમયઅંતરે નવું અને નવું કંઈકનું કંઈક આવતું રહેશે. બાળકોને શિક્ષણ આપવું તેમનામાં નવું સિંચન કરવું તે શિક્ષકનું કર્તવ્ય છે. બાળકને શિક્ષણ આપતા પહેલા પોતે શીખવું પડશે અને તૈયાર થવું પડશે. અહીં ઉપસ્થિત શિક્ષકોએ વિણેલા મોતી સમાન છે જેમણે બાળકો માટે કંઈક નવીન કરવાની ધગશ છે.

     

    આ પ્રસંગે જી.સી.ઈ.આર.ટી ના નિયામક શ્રી ડી એસ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે આઠમો ઇનોવેશનલ ફેસ્ટિવલ આપણા આંગણે છે ત્યારે આ નવીનતા માત્ર એક વર્ગખંડ પૂરતી કે શાળા પૂર્તિ ન રહેતા સમગ્ર રાજ્યને આ ઇનોવેશનનો લાભ મળવો જોઈએ.

     

    આ પ્રસંગે ઈડર ડાયટના પ્રાચાર્ય કે.ટી. પુરણીયાએ સૌની આવકારી આઠમા ઇનોવેશનલ ફેસ્ટિવલ નો હેતુ અને મહત્વ વિગતવાર સમજાવ્યું હતું.

     

         આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મીતા ગઢવી, પ્રાથમિક શિક્ષણ સંઘના ગીરીશભાઈ પટેલ, શિક્ષણ સંઘના ગિરીશભાઈ બારોટ, સંજય ત્રિવેદી, ઈકબાલ વોરા, અશ્વિનભાઈ પટેલ, ડાયટના સ્ટાફ તેમજ સમગ્ર રાજ્યના ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

  • ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

    ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

    પિન્ટુ પટેલ,  ચાણોદ 

    • કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ
    • સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
    • વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

    કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા મૈયા, રાધા વગેરે પાત્રો રજૂ કરી મહેમાનો ને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત રહેલા મહેમાનો ને જન્માષ્ટમી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.  ધાર્મિક વિચારો રજૂ કર્યા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ડભોઇ ના જ્યોતિ દીદી દ્વારા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પ્રસંગે ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે જ ઈશ્વરીય સંદેશ અને શુભકામના પાઠવ્યા હતા.

    કાર્યક્રમ પ્રસંગે બાળાઓ દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી, હાથી ઘોડા પાલકી, જેવા નાદ થી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતુ. આ પ્રસંગે બ્રહ્મકુમારી જ્યોતિ દીદી ,ડભોઇના પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યા માં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

    ડભોઇની જાણીતી કેળવણી સંસ્થા વિશ્વભારતી વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીના ઉપલક્ષમાં નંદ મહોત્સવની ઉજવણીનો એક રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપણા દેશમાં ઉજવાતા તહેવારો – ઉત્સવની ઉજવણી દ્વારા દેશની સંસ્કૃતિનો તાદશ્ય પરિચય થાય. આપણો ભારત દેશ જે અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતો સમગ્ર વિશ્વમાં એક માત્ર દેશ છે. એવા આપણા મહાન દેશની સંસ્કૃતિના વિદ્યાર્થીઓને દર્શન થાય એવા એકમાત્ર ઉદ્દેશ્યથી વિશ્વભારતી વિદ્યાલય દ્વારા વિવિધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

    આજ ઉજવણીની શૃંખલાના ભાગરૂપે આજે નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

     

    સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવી સૌ વિદ્યાર્થીઓએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના જયઘોષથી વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા તેઓની બાળલીલાઓની જેમ કે પૂતના વધ, મુખમાં બ્રહ્માંડ, નાગદમન, ગોવર્ધન લીલા, મિત્ર સુદામા તેમજ માખણ ચોર જેવી ભગવાનની લીલાઓની વિવિધ નૃત્ય,નાટિકા અને ગાન દ્વારા હું બહુ રજુ કરી હાજર રહેલ પ્રેક્ષકગણને ભગવાન શ્રીકૃષ્ણના સમયની યાદ અપાવી ભાવવિભોર બનાવ્યા હતા. આમ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં આ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષિકા જિજ્ઞાસાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

    સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

    નીરવ જોષી, હિંમતનગર

    (M-7838880134, joshinirav1607@gmail.com )

    સેવા હી પરમોધર્મ,”વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ…

    વીરપ્રતાપ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા સિવિલ ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઉન્ડેશન દ્વારા શહેરના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ મા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અભ્યાસ માટેની કીટ અપાઇ હતી.

    ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત(સંસ્થાપક વીરપ્રતાપ ફાઉન્ડેશન) ધ્વારા કહેવામા આવ્યું હતું કે જે બાળક ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે એનો સંપુર્ણ ખર્ચ ફાઉન્ડેશન ઉઠાવશે , ત્યારબાદ રોટરી ક્લબ હિંમતનગર ધ્વારા વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લાના એચઆઈવી ગ્રસ્ત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમ મા હાજરી આપી હતી.

    કાર્યક્રમ માં મહેમાન તરીકે જયેશભાઇ પટેલ (જિલ્લા ઉપપ્રમુખ સાબરકાંઠા ભા.જ.પા), યતીનાબેન મોદી (નગરપાલિકા પ્રમુખ), વિનોદભાઈ પટેલ (હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ), વાસુદેવભાઈ રાવલ (પ્રમુખ હિંમતનગર શહેર ભા.જ.પા), રાજેન્દ્રસિંહ પઢીયાર (મહામંત્રી હિંમતનગર તાલુકા ભા.જ.પા), જયેશભાઈ પટેલ (હિંમતનગર શહેર મહામંત્રી ), હંસાબેન પિત્રોડા (કોર્પોરેટર), ડોક્ટર એન.એમ.શાહ (આર.એમ.ઓ સિવિલ હોસ્પિટલ હિંમતનગર), ડોક્ટર મનિશાબેન પંચાલ (નોડલ ઓફિસર) , ડોક્ટર નાઝિયા મેડમ (સિનિયર મેડિકલ ઓફિસર), આશાબેન પટેલ (જી એસ એન પી પ્રેસિડેન્ટ), પ્રશાંત ભાઈ વ્યાસ (રોટરી કલબ પ્રમુખ), શક્તિસિંહ પરમાર (DLN પ્રેસિડેન્ટ) હાજર રહ્યા હતા

    કાર્યક્રમનું સફળ સંચાલન વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું…

  • કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    નીરવ જોષી, હિંમતનગર

    દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

    આ મુજબ આજે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લાલ સિંહ પરમાર તેમજ પ્રાંતિજ ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મુકેશ પરમાર,મહેન્દ્રસિંહ વકીલ, મહેશ પરમાર, જીગ્નેશ પટેલ,યુસુફભાઈ બચ્ચા, ભરતસિંહ તેમજ કમળાબેન પરમાર અને દેવ પટેલ જેવા યુવા નેતાઓ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો તથા દીકરીઓ ભોજન પીરસ્યું હતું.

    સંસ્થા માં રહેતા આશરે ૧૦૦ જેટલા બાળકો અને ૧૪ દીકરીઓને ભાવતું ભોજન કરાવ્યું હતું તેમજ તેઓની સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની સંસ્થાને  ડોનેશન પણ આપ્યું હતું. સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ કોંગ્રેસ સ્થાપના દિવસ ના રોજ આ વખતે એક એવો મેસેજ આપવા માટે આયોજન કરાયું છે કોંગ્રેસ દરેક વર્ગના લોકોને તરફ સંવેદનશીલતા રાખે છે તેમજ તેઓની સુખાકારી માટે વિચારશીલ છે. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ જોડાયા હતા.