ટૅગ AOL

  • હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    નિરવ જોષી, અમદાવાદ (7838880134)

    ધી આર્ટ ઓફ લિવિંગે, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ કરી

    √ ૨ લાખ ભારતીયોએ આ ઝુંબેશમાં ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી

    બેંગલોર,૨6 જુલાઈ ૨૦૨૩: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ લિવિંગે ૨૪ થી ૩૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન ‘ભારતમાં ધ્યાન’ ની ઝુંબેશ ઉપાડી છે.આ ઝુંબેશનો ઉદ્દેશ તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકોને ધ્યાનની રીતો અને સ્વજાગૃતિ વિશે સશકત કરવાનો છે.આ ઝુંબેશ ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સંપૂર્ણ સહયોગથી ચાલી રહી છે.’હર ઘર ધ્યાન’ની પહેલનો અંત સ્વતંત્રતા દિવસ,૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના દિવસે થશે.આ પહેલ આધ્યાત્મિક માર્ગોથી તંદુરસ્તી મેળવવામાં દેશના વિકાસમાં એક સૂચક સીમાચિહ્નરૂપ ગણાશે.

    ‘ભારતમાં ધ્યાન’ થકી આખા દિવસ દરમ્યાન નિઃશુલ્ક ઓનલાઇન ધ્યાન માટે ૮ સમયની શ્રેણી ફાળવવામાં આવી છે:સવારે ૬,૭,૮ વાગે,બપોરે ૨,૩ વાગે અને સાંજે ૬,૭ અને ૮ વાગે.

    આ જીવંત ઓનલાઇન સત્રો ધી આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવે છે.
    ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ભાગ લેવા શું કરવું

    indiameditates.org વેબસાઈટ પર નોંધણી કરાવવાથી વોટ્સઅપ ગૃપમાં સમાવેશ કરવામાં આવશે અને તેમાં સત્ર માટેની જીવંત લીંક મળશે.ભાગ લેનારને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રમાણિત ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    અત્યાર સુધીમાં ૨ લાખ કરતાં વધારે ભારતીયોએ નોંધણી કરાવી છે.

    સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી, આઝાદીકા અમૃત મહોત્સવ, માટે સાંસ્કૃતિક મંત્રાલયે ભારતીયોને ધ્યાનના પરિવર્તનકારી માધ્યમ વિશે શીખવવા અને સશકત કરવા ધી આર્ટ ઓફ લિવિંગ સાથે ભાગીદારી કરી છે.આ યોજનાનો આરંભ ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બેંગલોરમાં ધી આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય વડામથકે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઈની ઉપસ્થિતિમાં ૨૦,૦૦૦ ની મેદનીમાં કરવામાં આવ્યો હતો.

    ત્યારથી ‘હર ઘર ધ્યાન’ ની પહેલને દેશભરમાંથી ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો છે.તાજેતરના મહિનાઓમાં ૧૦ લાખ કરતાં વધારે લોકોએ આ ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લીધો છે.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે, “ધ્યાન તમને તમારો દ્રષ્ટિકોણ બદલવામાં સહાય કરે છે.તમે જે રીતે વ્યક્તિ/વસ્તુ/પરિસ્થિતિને જોતા હોવ છો તેમાં બદલાવ લાવે છે.તમારી તમારા આસપાસના લોકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં બદલાવ લાવે છે– તમે શું બોલો છો,તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો અને વિવિધ પરિસ્થિતિમાં વર્તો છો એ વિશે તમે વધારે જાગૃત બનો છો.”

    સાબિત થયેલું છે કે ધ્યાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,સમગ્ર તબિયતમાં સુધારો થાય છે,તનાવ,ચિંતા અને હતાશામાં ઘટાડો થાય છે તથા માણસોને તેમના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા મળે છે અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

  • સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

    સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન…

    એશિયામાંથી ગુરુદેવ પ્રથમ છે કે જેમને ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે.

    *૧૫ જુલાઈ,૨૦૨૨,બેંગલોર:* વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને ધી આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીને તેમના માનવતાવાદી કાર્યો માટે સૂરીનામના માનનીય પ્રમુખ શ્રી ચંદ્રિકાપેર્સાદ સંતોખી દ્વારા ધી *ગ્રાન્ડ કોર્ડન- ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર(Ere-Order van de Gele Ster)* થી નવાજવામાં આવ્યા છે.
    પોતાના વક્તવ્યમાં માનનીય પ્રમુખ શ્રી સંતોખીએ કહ્યું,” આપ પ્રવર્તમાન તથા ભવિષ્યની પેઢીએ પણ જોવો અને અનુભવવો જોઈએ એવો પ્રકાશ ફેલાવી રહ્યા છો તેનું અમને ગૌરવ છે.આપ અમને સૌને શાંતિ તથા સંવાદિતા તરફ દોરી જશો…સૂરીનામની પ્રજા આપનું ઉમળકાભેર સ્વાગત કરે છે.”

    સમારોહનું આયોજન પ્રમુખશ્રીના મહેલમાં કરવામાં આવ્યું હતું. ગુરુદેવ એશિયામાંથી પ્રથમ છે કે જેને આ ખિતાબ થી નવાજવામાં આવ્યા છે.ઐતિહાસિક રીતે આ ખિતાબ દેશોના વડાઓને આપવામાં આવતો હોય છે.સૌ પ્રથમ વખત એ કોઈ આધ્યાત્મિક નેતાને આપવામાં આવ્યો છે.સમારોહમાં સૂરીનામમાં ભારતના રાજદૂત શ્રી શંકર ભાલચંદ્રન પણ ઉપસ્થિત હતા.

    ગુરુદેવે ટ્વીટ કરી કે,” હું આ દેશમાં પ્રશંસનીય કાર્ય કરી રહેલા શિક્ષકો અને સ્વયંસેવકોને આ ખિતાબનું શ્રેય અર્પણ કરું છું.હું પ્રમુખ શ્રી સંતોખી તથા આ બહુમાનના જજોનો આભાર માનું છું.”

    ગુરુદેવે દક્ષિણ અમેરિકાના આ દેશની ૨૧ વર્ષ પછી મુલાકાત લીધી છે, જ્યાં તેમનું સ્વાગત સૂરીનામના માનનીય રક્ષાબંધન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે ગુરુદેવ દેશના અગ્રણી વેપારીઓને મળ્યા હતા. ત્યાં તેમણે કર્મચારી ગણના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે આધ્યાત્મિકતાની અગત્યતા વિશે વાત કરી.સાંજે તેમણે પેરામારીબોમાં નેશનલ ઈન્ડોર સ્ટેડીયમ(એન્થની નેસ્ટી સ્પોર્થલ )માં ખીચોખીચ ભરેલી મેદનીને સંબોધન કર્યું. તેમણે એક ધ્યાન પણ કરાવ્યું તથા ત્યાં ઉપસ્થિત હજારો લોકો સાથે આદાનપ્રદાન કર્યું.મેદનીએ આર્ટ ઓફ લિવિંગના ‘જીવન એક ઉત્સવ’ના સંદેશાને અમલમાં મુકતા હોય તેમ પૌરાણિક મંત્રો અને સંગીતનો રસાસ્વાદ ભરપૂર માણ્યો.
    માનનીય પ્રમુખે પણ ‘I stand for peace'(‘હું શાંતિની હિમાયત કરું છું’) ના શપથ લીધા.’I stand for peace’ એ ગુરુદેવ દ્વારા શાંતિમય વિકાસ,એકતા અને સંવાદિતા તરફ દુનિયાને પાછી વાળવા માટે શરુ કરેલું અભિયાન છે.

  • શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

    શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

    ઉદયભાઇ ક્રિશ્નન, યોગ સાધક(AOL)

    જીવન માં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નો નું સરળ સમાધાન: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર”

    જયારે સહકાર્યકરો – કર્મચારીઓનું વલણ સહકારભર્યું નથી, તો આ સ્થિતિમાં પૂરી ક્ષમતા સાથે કઈ રીતે કામ કરવું? અવ્યવસ્થા અને અંધાધૂંધી ના સંજોગોમાં મન શાંત અને કેન્દ્રિત રાખીને કઈ રીતે સાચા નિર્ણય લેવા? ઈશ્વર એટલે શું? કર્મ નો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે? પ્રિયજન નાં મૃત્યુ ના દુઃખ માં થી કઈ રીતે બહાર નીકળી શકાય? પ્રેમ શું છે?

    જીવનમાં આપણે અનેક વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આ પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઉભા રહે છે. પરંતુ આ પ્રશ્નોના સાચા ઉત્તર ક્યાંથી મેળવવા તે આપણે જાણતાં નથી. આ પ્રશ્નોના ઉત્તર માટે કોના ઉપર વિશ્વાસ રાખી શકાય તે પણ આપણે જાણતાં નથી.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ, જીવનનાં અસંખ્ય પાસાંઓ ને આવરી લેતા,આવા અનેક સાચા પ્રશ્નોના ઉત્તર તથા જીવન યાત્રામાં આવતા અવરોધોને પાર કરવા સહાયરૂપ જ્ઞાન, સાત વર્ષ સુધી, પ્રતિ સપ્તાહ એક-એક જ્ઞાન પત્ર દ્વારા વિશ્વભરમાં લાખો સાધકોને પાઠવેલ છે. આ બધાં જ જ્ઞાન-પત્રો નું સંકલન , “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર” નામક પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

    પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા રચિત આ પુસ્તકનું, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જીવનનાં લગભગ બધાં જ પરિમાણોને આવરી લેવાયાં છે. સંબંધો, લોકો સાથે વ્યવહાર, શું છોડવું અને શું પકડી રાખવું, મન અને તેની વૃત્તિઓ, મનોવલણો, પ્રેમ, સૃજનાત્મક્તા, પ્રગતિ, સફળતા, કર્મ ના સિદ્ધાંતો, અહંકાર, પ્રારબ્ધ અને પુરુષાર્થ, સત્ય, ઈશ્વર જેવા અનેક પ્રશ્નોના ઉત્તર આ પુસ્તકમાં છે. જેમ કે આ પુસ્તકમાં ગુરુદેવ કહે છે કે જૂઠું બોલનાર નિર્દોષ હોય છે! તેઓ કહે છે કે જગત એક સુંદર ગિફ્ટ પેપરથી સજાવેલ ગિફ્ટ બોક્સ છે, જેની અંદર ખૂબ અમૂલ્ય ઉપહાર છે. બ્રહ્માંડનાં સૌથી સુંદર સ્થાન વિષે તેઓ વાત કરે છે અને ઈશ્વર શા માટે એક બિઝનેસમેન છે તેવું પણ તેઓ કહે છે.

    અસ્તિત્વની જટિલતાને તેઓએ ખૂબ સરળ છતાં ગહન અર્થ સાથે, હળવી શૈલીમાં સમજાવી છે. ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત કલાકાર અભિજ્ઞા મહેતા કહે છે , “મારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે દ્વિધામાં હોઉ અને આ પુસ્તકનું કોઈપણ એક પાનું ખોલીને જોઉં તો તેમાં મને મારા પ્રશ્નનો જવાબ મળી જ જાય છે.” સુપ્રસિદ્ધ સુગમ સંગીત કલાકાર સોનલ રાવલ જણાવે છે કે “ગુરુદેવ ના સરળ શબ્દો મનને તરત જ હળવું કરે છે અને હૃદયને શીતળતા પ્રદાન કરે છે.”

    જેને જીવન અને તેનાં સત્યને સમજવા ની જિજ્ઞાસા છે, તેને માટે આ પુસ્તક હૃદયની સદાય નિકટ રહેતું, અંતરંગ બની રહેશે.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે સન્માનીય આધ્યાત્મિક અને માનવતાવાદી ગુરુ છે. એક એક વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય, મન તણાવમુક્ત હોય અને સમાજ હિંસામુક્ત હોય, તે ધ્યેયથી ગુરુદેવની પ્રેરણાથી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન 155 દેશોમાં સેવારત છે. ગુરુદેવ શ્રી શ્રી એ વ્યક્તિ વિકાસ, આધ્યાત્મિક પ્રગતિ તથા દિવ્ય સમાજ નિર્માણ માટે વિભિન્ન કોર્સ ની રચના કરી છે. જેના દ્વારા લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.