કેટેગરી Uncategorized

  • બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં

    બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં

    રાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર)

    બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં

    6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની અને મહેસૂસ કરવાની આપણી રીત બદલી નાખી હતી. 87 વર્ષની વયે તેમનું જવું એ પેઢીનું પણ અવસાન હતું, જેણે મીડિયાને સીમિત બારીઓમાંથી કાઢીને એક નિરંતર વહેતી ધારા બનાવી દીધું હતું.

    આજે બ્રેકિંગ ન્યૂઝ અને 24ની ન્યૂઝ સાઈકલની નવાઈ નથી- અથવા એવું કહો કે તેના વગર આપણને ચાલતું નથી- તો તેના પાયામાં ટેડ ટર્નર નામના આ અમેરિકન બિઝનેસમેનનો હાથ છે. અમેરિકાનો મીડિયા ઉદ્યોગ- જ્યારે એવું માનતો હતો કે લોકોને અડધા કે એક કલાકે ન્યૂઝ અપડેટ સિવાય વધુ રસ નથી, ત્યારે ટર્નરે તેમના ક્ષેત્રના લોકોની ઠઠ્ઠામશ્કરી વચ્ચે સમાચારો પીરસવાની એક એવી કલ્પના કરી હતી, જે અમુક દાયકામાં જ પૂરી દુનિયામાં ટેલિવિઝન ન્યૂઝના ક્ષેત્રે ક્રાંતિ લાવી દેવાની હતી.

    1970ના દાયકામાં અમેરિકામાં સમાચારો અખબારોના પાનામાંથી નીકળીને ટેલિવિઝનના સ્ક્રીન પર આવી ગયા હતા. અખબારના સમાચારો 24 કલાક પછી ઘરમાં આવતા હતા, પણ ટેલિવિઝને તેને રોજ સાંજે પ્રસારિત કરવાનું શરુ કર્યું હતું. લોકો તેમના દિવસનો એક હિસ્સો ‘ન્યૂઝ-ટાઈમ’ માટે સુરક્ષિત રાખતા હતા. સમાચારો એક શો હતા, નિરંતર પ્રવાહ નહીં.

    તે વખતે, વિજ્ઞાપનની દુનિયાના માંધાતા રોબર્ટ એડવર્ડ ટર્નરના 41 વર્ષના દીકરા ટેડ ટર્નરને- જેણે પિતાના વ્યવસાયનું સંચાલન હાથમાં લઇ લીધું હતું- તેમાં એક ખોટ દેખાઈ હતી; દુનિયા તો હર સમય બદલાઈ રહી છે, તો તેના સમાચારો શા માટે એક નિશ્ચિત સમયે જ આવે છે? ટર્નર બિઝનેસમેન હતા, પત્રકાર નહીં, પણ તેમને ‘સંભાવના’ને પારખતાં આવડતું હતું. તેમની પાસે અમેરિકામાં કેબલ ટેલિવિઝનનું તેજીથી વધતું નેટવર્ક હતું, જેમાં સમયની કોઈ પાબંધી નહોતી. ટર્નરને એક વિચાર આવ્યો; જો 24 કલાકના ટેલિવિઝન કાર્યક્રમો હોય, તો સમાચારો કેમ નહીં?

    આ વિચાર પરથી તેમણે 1980માં તેમણે Cable News Network (CNN) નામની 24 કલાકની ન્યૂઝચેનલ શરુ કરી, ત્યારે મીડિયા જગતે તેને ગંભીરતાથી લીધી નહોતી. એ લોકો તેને મજાકમાં ‘ચિકન નૂડલ ન્યૂઝ’ કહેતા હતા. ટીકાકારોનો તર્ક એવો હતો કે ન તો એટલા સમાચારો હોય છે કે 24 કલાક ચેનલ ચાલી શકે અને ન તો લોકોમાં એટલી બધી ઉત્સુકતા હોય છે કે દર મિનીટે ન્યૂઝ ચેક કરી લે. જાહેરખબરો આપવા વાળાને પણ એમાં સંશય હતો, અને અનુભવી પત્રકારો પણ આને અસંભવ પ્રયોગ માનતા હતા.

    ટર્નરની પાસે અલગ જ વિશ્વાસ હતો. 1980માં તેમણે અમેરિકાની (અને દુનિયાની પણ) પહેલી 24 કલાક ન્યૂઝ આપતી ચેનલ Cable News Network લોન્ચ કરી, ત્યારે તેમણે કહ્યું હતું, ‘અમે ત્યાં સુધી પ્રસારણ બંધ નહીં કરીએ, જ્યાં સુધી દુનિયા ખતમ ન થઇ જાય…અને દુનિયાનો અંત આવશે તે સમાચાર પણ અમે આપતા હોઈશું.’ આ કથન જેટલું નાટકીય હતું, એટલું જ ટર્નરની દ્રષ્ટિનું પ્રતિક હતું. એ કહેવા માંગતા હતા કે સમાચારો હવે ‘સમાપ્ત’ નહીં થાય; તે નિરંતર ચાલતા રહેશે.

    શરૂઆત આસાન નહોતી. સંસાધન સીમિત હતાં, દર્શકો ઓછા હતા, અને વિશ્વાસ બનાવવો અઘરો હતો. પણ ધીરે-ધીરે લોકોની આદતો બદલાવા લાગી. તેઓ નિશ્ચિત સમયે ન્યૂઝ બુલેટિનનો ઈન્તેજાર કરવાને બદલે, જ્યારે ઈચ્છે ત્યારે જોવા લાગ્યા. આ એક સૂક્ષ્મ પણ ઊંડો બદલાવ હતો; સમાચારો હવે ‘ઇવેન્ટ’ રહ્યા નહોતા, હવે તે ‘બ્રેકિંગ ન્યૂઝ’ બની ગયા હતા.

    આમાં નિર્ણાયક ક્ષણ આવી 1991માં, જ્યારે ગલ્ફ યુદ્ધ શરુ થયું. તે વખતે દુનિયાને પહેલીવાર યુદ્ધને લગભગ રીયલ ટાઈમમાં જોયું. બગદાદથી લાઈવ રિપોર્ટીંગ, બોમ્બમારાના અવાજો અને ઉડતાં જેટ ફાઈટર વિમાનો- બધું જ સીએનએનના સ્ક્રીન પર હતું. આ જ એ ક્ષણ હતી, જ્યારે 24 કલાકની ન્યૂઝ ચેનલની ઉપયોગીતા પર કોઈ સવાલ રહ્યો નહોતો. દુનિયાના બાકી દેશોમાં પણ દર્શકોને માત્ર ઘટનાના સમાચાર જ જોઈતા નહોતા; તેમને ઘટના ઘટતી જોવી હતી.

    ટર્નરની સૌથી મોટી ઉપલબ્ધિ કદાચ એ જ હતી કે તેમણે સમાચારોના ‘સમય’ને બદલી નાખ્યો હતો.સાથે સાથે તેમણે સમાચારોનું ‘સ્વરૂપ’ પણ બદલી નાખ્યું હતું. 24 કલાકનું આ મશીન ચલાવવા માટે લગાતાર સામગ્રીની જરૂર હતી- અને એમાંથી જ ‘બ્રેકિંગ ન્યુઝ’ની સંસ્કૃતિ પેદા થઇ. દરેક ઘટનાને તરત બતાવવાની હોડ, દરેક અપડેટને ‘તાજા’ બનાવવાનો દબાવ, અને વચ્ચેના સમયને ભરવા માટે વિશ્લેષણ, ડિબેટ અને અટકળો- આ બધું એ જ મોડેલની દેન છે.

    ભારત જેવા દેશમાં આ ક્રાંતિનો પ્રભાવ સાફ દેખાયો હતો. 1990ના દાયકાના અંત અને 2000ના દાયકાના પ્રારંભમાં જ્યારે ખાનગી ન્યૂઝ ચેનલોનો વિસ્તાર થયો, તેમણે પણ એ જ 24 કલાકનું મોડેલ અપનાવ્યું હતું. આજે આપણે ત્યાં સેંકડો ચેનલો છે, જે દિવસ-રાત સમાચારો પીરસે છે- ક્યારેક ગંભીર, ક્યારેક સનસનાટીપૂર્ણ, કયારે માહિતીપ્રદ, તો ક્યારેક શોરબકોરથી ભરપુર. આ બધું ટેડ ટર્નરના કારણે શરુ થયું હતું.

    પરંતુ ટર્નરની કહાની કેવળ એક સફળ આઈડિયાની જ કહાની નથી; તે એક એવા સાહસની કહાની પણ છે, જે નિષ્ફળતાની સંભાવના છતાં તેમણે આગળ વધાર્યું હતું. તેમણે તેમની કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા હતા- આર્થિક સંઘર્ષ, વ્યક્તિગત પછડાટો અને વ્યવસાયની પ્રતિસ્પર્ધા. પણ એક ચીજ સ્થિર રહી; તેમનો વિશ્વાસ કે મીડિયા સીમાઓમાં કેદ રહેવું ન જોઈએ.

    આજે એ માનવું મુશ્કેલ નથી કે અગર ટેડ ટર્નર ના હોત, તો આપણી દુનિયા અલગ જ હોત. કદાચ આપણે હજુ પણ સમાચારો માટે સાંજનાં ન્યૂઝ બુલેટિનની રાહ જોતા હોત, અને દુનિયાની ઘટનાઓ ‘વાસી’ થઇ જઈને આપણી પાસે આવતી હોત. ટર્નરે સમયને સંકુચિત કરી દીધો હતો; ઘટનાઓ અને દર્શકો વચ્ચેનું અંતર લગભગ ખતમ કરી નાખ્યું હતું.

    ‘હું 75નો છું, હવે કેટલું જીવીશ? કદાચ 80?’ 2013માં તેમના જન્મદિવસ પર ટેડ ટર્નરે એક પત્રિકાને ઇન્ટરવ્યુમાં સહજ ભાવે આમ કહ્યું હતું. પત્રકાર પેટી સેલર્સે હસીને કહ્યું હતું,’90 કેમ નહીં?’ તો ટર્નરે જવાબ વાળ્યો હતો,’સંભવ તો છે…પણ હું વ્યવહારિક વાત કરી રહ્યો છું.’

    પછી તેમણે એવી વાત કરી હતી, જે તેમના વ્યક્તિત્વને સમજવાની ચાવી પણ છે; ’75ની ઉંમરે કશું નવું કરવા માટે મોડું થઇ ગયું છે, ખાસ કરીને એવાં કામો માટે જેને સફળ થતાં વર્ષો લાગે છે. હું એવું કશું શરુ કરવા નથી માંગતો, જેની સફળતા પહેલાં હું મરી જાઉં અથવા અપંગ થઇ જાઉં.’

    પણ વિડંબના જુવો, જે વ્યક્તિને 75ની ઉંમરે નવું શરુ કરવા માટે સમય ઓછો લાગતો હતો, તેણે 1980માં જે શરૂઆત કરી હતી, તે આજે તેમના મૃત્યુ પછી પણ દુનિયાની ધડકનોને નિયંત્રિત કરી રહી છે. ટેડ ટર્નર કદાચ તેમના જીવનની અવધિને લઈને વ્યવહારિક હતા, પણ તેમની કલ્પનાની ઉંમર એના કરતાં બહુ લાંબી નીકળી હતી.

    – રાજ ગોસ્વામી

  • લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

    લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

    વિરલ રાઠોડ ,( અમદાવાદ)

    લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

     

    આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે હાથ મિલાવીને કર લો દુનિયા મુઠ્ઠી મેં સ્વપ્ન સાકાર કર્યું. એક સર્વે એવું કહે છે કે, આ મોબાઈલ નંબર ભાગ્યે જ કોઈને યાદ હોય છે. ચાર મોબાઈલ નંબરમાંથી બે માંડ યાદ હોય છે બાકીના નંબરમાં રીચાર્જ કે બિલ ભરવાની પ્રક્રિયા ઓટો પેઈડ મોડ પર હોય છે. સતત અને સખત વ્યસ્ત રહેતા લોકો એક મોબાઈલમાં બે નંબરથી પણ કંટાળી ગયા હોય ત્યાં બીજો વસાવવો આર્થિક રીતે પણ ભારી લાગે અને સ્ક્રિન ટાઈમિંગ પણ વધી જાય. મોબાઈલ સગવડ કરતા સમસ્યા વધારે બન્યો છે એવું ઘણા લોકો માને છે. એમાં પણ જ્યારથી રીલ્સ અને નાના વિડિયોનો જે રાફડો ફાટ્યો છે એમાં કોને શું બતાવવું છે અને શું જોવું છે એની કોઈને ખબર જ નથી પડતી.

     

     

    બધાને ફેમસ થઈ જવું છે પણ હકીકત એ સ્વીકારવી પડે કે, ફોટો હોય કે દુનિયા ઈમેજ બનાવતા અને ક્રેડિટ મેળવતા ઘણીવાર લાગે છે. ખેર, મોબાઈલનો વિષય તો પીએચડી થાય એટલો વિશાળ છે. પણ મોબાઈલના જુદા જુદા મોડલ પાછળ ઊંડો અભ્યાસ અને શોખ ધરાવતો માણસ કેવો હોય ખ્યાલ છે? મહારાષ્ટ્ર રાજ્યના ઐતિહાસિક નગર થાણેમાં એક વ્યક્તિ છે જેની પાસે મોબાઈલનું જે મોડેલ માગો એ મળે. એ પણ ચાલું કંડિશનમાં. આ ભાઈના બેડરૂમનું કોઈ પણ ડ્રોઅર ખોલો એટલે મોબાઈલ સિવાય કંઈ ન જડે. છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનનું ક્લેક્શન કરવા માટે કમરતોડ પ્રયાસ કરતા આ વ્યક્તિ પાસે કોઈ કંપની એવી નહીં હોય જેનો ફોન માર્કેટમાં આવ્યો હોય અને એ મોડેલ આ વ્યક્તિ પાસે ન હોય. ખાસ અને મોટીવાત એ છે કે, માની લો કે નોકિયા કંપનીએ જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકેલા. આ વ્યક્તિ પાસે એ દરેક મોડેલનું સેમ્પલ નહીં ઓરિજિનલ ફોન મોડેલ છે. આખા દેશમાં ફરી ફરીને ક્લેક્શન ભેગું કર્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, ડબલ બેડના બેડ પર જો સેલફોન સેટ કરવામાં આવે તો પગ તો ઠીક હેથળી જેટલી જગ્યા પણ ન જોવા મળે એટલા ફોન છે.

    ભારત જ નહીં, યુરોપ, યુકે, યુએસએ, દુબઈ, સ્વિત્ઝરલેન્ડ એવા અનેક દેશમાંથી મોબાઈલ પેઈડ ઓર્ડર કરીને મંગાવેલા છે. એવી ખબર પડે કે, શનિવારી-રવિવારી માર્કેટમાં જૂના ફોન વેચાવવા આવ્યા છે તો આ બંદો ત્યાં પણ ઉપડી જાય. વેપારીને મો માગ્યા પૈસા આપે અને ખરીદે પણ ખરા. બેડમાં રહેલા તમામ ડ્રોઅર, તિજોરી, કબાટ, બોક્સ અને ત્રિપાઈના ખાના સહિત હવે બઘુ જ ફોનથી ભરાઈ ગયું છે. જમાનો એવો છે કે, લોકો ફોનમાં ભરાઈ ગયા છે આ નરવીરે ઘર ફોનથી ભરી દીધું છે. હવે આવે છે એની કારનો વારો, ડેશબોર્ડ, ગિયર પાસેની જગ્યા, કારમાં ગ્લાસ સ્ટેન્ડ, વિન્ડોની નીચેની જગ્યા, ડેકી, હવે આવો એના રસોડામાં, થાળી-વાસણ રાખવાનો ઘોડો, કિચન ડ્રોઅર, અભેરાઈ આ તમામ જગ્યાઓ પર જોવા મળશે મોબાઈલ ફોન. હજું તો શરૂઆત છે. આવો બ્રશ કરવાના વોશબેસિન ઉપરના ખાનામાં, ટોયલેટના ઉપરના બોક્સમાં જ્યાં ટોયલેટ ક્લિનર રાખવામાં આવે છે. આ બધી જ જગ્યા પર ફોન જોવા મળશે.વસ્તુ એવી છે કે, એની પાસે નંબર માત્ર એક જ છે. જે મોબાઈલ ફોનથી કંટાળો આવે એ મૂકી દેવાનો અને બીજો મોબાઈલ ચાલું કરી દેવાનો.

     

     

    પછી કોન્ટેક્ટ અને બીજો ડેટા? ગજબનો મોબાઈલ લવર કહે છે કે, મારો તમામ ડેટા એકથી ત્રણથી ચાર મેઈલ આઈડી પર સ્ટોર છે. એટલે જે મોબાઈલ બદલે એમાં એ આઈડી લોગઈન કરીને વાપરૂ છું. એટલે ડેટાનો કોઈ ઈસ્યુ નહીં થયો. બાકી મલ્ટિમીડિયા ગૂગલમાં સ્ટોર છે. મારો પહેલો ફોન નોકિયા 3310 હતો. હું કૉલેજમાં હતો એ સમયે બીજા ફ્લોર પરથી મારો ફોન પડ્યો, હું ટેનશનમાં કે ફોન ચાલું હશે કે નહીં, મેં નવી બેટરી નાંખીને જોયું તો આશ્ચર્ય થયું કે, મોબાઈલ ચાલું હતો. અહીંથી શરૂ થયો મોબાઈલ ડિવાઈસ પ્રત્યેનો અનોખો પ્રેમ. હું ક્લેક્શન કરતા શીખ્યો ત્યારથીએ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, મોબાઈલની કંડિશન સારી હોય અને મોબાઈલ ચાલું સ્થિતિમાં હોવો જોઈએ. અર્થાત હું સિમકાર્ડ નાખું અને ફોન થવો જોઈએ. ગેમ પણ રમી શકું એવું હોવું જોઈએ. મારી પાસે આજે 3500 થી વધુ ફોન છે. જે માટે અત્યાર સુધીમાં આશરે 20 લાખ જેટલા રૂપિયા ખર્ચી નાંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમામ ફોનના કેમેરાથી લઈને ગેમ સુધી બધુ જ ચાલું હાલતમાં છે. આ છે મારી મોબાઈલની દુનિયા, લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મે એને જ મારી દુનિયા બનાવી.

    આ ભાઈનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે. સેલફોન મેન ઓફ ઈન્ડિયા મિસ્ટર જયેશ કાલે.

  • કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

    કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

    નીરવ જોશી, અમદાવાદ (M-9106814540)

    ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું.

    ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા શ્રીમતી ડોક્ટર મયુરી ભાટીયા તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ રામ કિશોર ત્રિપાઠી જી, મુખ્ય અતિથિ શ્રીમાન ધનંજય રાવલ, મુખ્ય વક્તા શ્રી નવીન અત્રી, કર્ણાવતી મહાનગર સંગઠન મંત્રી તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવ્યો હતો.



     દિવાળીના વિદાય પછી દર વર્ષે યોજતા સંસ્કૃત સ્નેહ સંમેલન માં ગુજરાત પ્રાંતના સંસ્કૃત પ્રેમીઓની સંખ્યા વધુને વધુ વધે અને સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા બને તેવું શુભ સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

    કાર્યક્રમનું સંચાલન જયેશ પંડ્યા એ કર્યું હતું અને કાર્યક્રમની માહિતી સુકુમાર ત્રિવેદી (પ્રચાર પ્રમુખ, સંસ્કૃતભારતી, કર્ણાવતી મહાનગર)એ આપી હતી.

    સંપર્ક સૂત્ર: સંસ્કૃત ભારતી ના અગત્યના હોદ્દેદારો તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓના નંબર નીચે મુજબ છે.

    • સુકુમાર ત્રિવેદી : 9429613622
    • જયેશ પંડ્યા: 9879345229
    • નવીન અત્રી: 9015131514

    કાર્યક્રમમાં નાના બાળકોએ પણ સંસ્કૃત સંભાષણ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

  • ડૉ. મનસુખ માંડવિયાએ પેરા-બેડમિન્ટન ટુકડીનું સન્માન કર્યું; અસાધારણ પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી

    ડૉ. મનસુખ માંડવિયાએ પેરા-બેડમિન્ટન ટુકડીનું સન્માન કર્યું; અસાધારણ પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી

    ભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું

    ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

    કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કર્યું, કુલ જીતેલા મેડલની દ્રષ્ટિએ: પેરિસ 2024માં 5 મેડલ (1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ)

    રમતવીરોને સંબોધતાં ડૉ. માંડવિયાએ તેમની સિદ્ધિઓ પર ગર્વની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તમે તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. તમારા સમર્પણ અને જુસ્સાએ ભારતીય રમતગમત માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.”

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RIEG.jpg

    જે રમતવીરો ચંદ્રકોથી સહેજ પણ વંચિત રહી ગયા હતા તેમના માટે ડૉ. માંડવિયાએ પ્રોત્સાહનના શબ્દોની રજૂઆત કરતાં કહ્યું હતું કે, “આપણે ચંદ્રકો ગુમાવ્યા નથી, આપણે અમૂલ્ય અનુભવ મેળવ્યો છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પેરાલિમ્પિક્સમાં, આપણા ચંદ્રકોની સંખ્યા વધુ વધશે, અને તમારામાંની દરેક વિજેતા તરીકે ઉભરી આવશે.”

    આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડતા ડો. માંડવિયાએ છેલ્લા એક દાયકામાં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ બંનેમાં દેશના સુધારેલા પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં, આપણે આપણા પ્રદર્શનમાં સતત સુધારો કર્યો છે, વૈશ્વિક મંચ પર અમારી સૂક્ષ્મતા સાબિત કરી છે.”

    કેન્દ્રીય મંત્રીએ પેરા-એથ્લેટ્સને વધુ સારી સુવિધાઓ, તાલીમ અને તકો સાથે ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેથી તેમને ઉચ્ચ સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં મદદ મળી શકે. તેમણે ટુકડીને સતત સાથસહકારની ખાતરી આપી હતી અને ભવિષ્યની સ્પર્ધાઓમાં વધારે ઊંચું લક્ષ્ય રાખવા તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UERS.jpg

    આ પાંચ મેડલ વિજેતાઓમાં નિતેશ કુમાર (ગોલ્ડ), સુહાસ એલવાય (સિલ્વર), થુલાસિમતી મુરુગેસન (સિલ્વર), નિત્યા શ્રે (બ્રોન્ઝ) અને મનીષા રામદાસ (બ્રોન્ઝ)નો સમાવેશ થાય છે.

    ભારતે 03 સપ્ટેમ્બર, 2024ના રોજ ઇવેન્ટના અંત સુધીમાં કુલ 20 મેડલ્સ મેળવ્યા છે, જે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પ્રાપ્ત અગાઉના 19 મેડલની ગણતરીને પાછળ છોડી દે છે.

    પેરા-એથ્લેટ્સે તેમના અનુભવો શેર કર્યા હતા અને ખાસ કરીને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ) હેઠળ સરકારના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ તેમની સંબંધિત રમતોમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે તેમને જરૂરી સુવિધાઓ અને સંસાધનો પ્રદાન કરવા માટે આ યોજનાને શ્રેય આપ્યો.

    ભારત સરકાર દ્વારા આ રમતોમાં ભાગ લેનારા 13 પેરા શટલરો માટે પેરિસ પેરાલિમ્પિક્સ ચક્રમાં કુલ 19 વિદેશી એક્સપોઝર ટ્રિપ્સની સુવિધા આપવામાં આવી હતી.

  • ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ

    ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ

    नीरव जोशी  , गांधीनगर (M-7838880134  & 9106814540)

    મહાત્મા દયાનંદ સરસ્વતી સ્થાપેલા આર્ય સમાજે સમગ્ર ભારત અને વિશ્વમાં અધ્યાત્મ અને યોગ વિદ્યા તેમજ ચાર વેદો નો મહિમા કર્યો છે.આર્ય સમાજ ગુજરાતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં તલોદ તાલુકા પાસે રોજડ ગામે આવેલું આર્ય વન વેદો ના અધ્યયન માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આર્ય વનની બીજી શાખા ગાંધીનગર ના લાકરોડા મુકામે દર્શન યોગ ધામ તરીકે નવી શાખા આશ્રમ બની રહી છે. મહુડી થી ફક્ત આઠ કિલોમીટરના અંતરે આ દર્શન યોગ ધામ આવેલું છે. અહીંયા અવારનવાર રાષ્ટ્ર નિર્માણ માટે સાધકોની યોગ શિબિરો આયોજિત થાય છે. તારીખ 9 જુલાઈ થી છ દિવસની ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ છે. આ શિબિરમાં અલગ અલગ અધ્યાત્મના વિષયો તેમજ વેદો પર નિયમિત પ્રવચન થાય છે અને અલગ અલગ આચાર્યો આવી સમગ્ર ભારતમાંથી આવેલા સાધકોને વેદો અંગે માર્ગદર્શન આપે છે . વૈદિક મંત્રોચાર થી નિયમિત હવન પણ થાય છે .જેનો વિડીયો આપ જોઈ શકો છો.

    स्वामी शांतानंद सरस्वती, संयोजक धर्म विभाग दर्शन योग धाम आश्रम, Lakroda, गांधीनगर

    योग प्रशिक्षण शिविर का उद्देश्य क्या है

    स्वामी शांतानंद सरस्वती :  योग प्रशिक्षण शिविर का उद्देश्य है आज की युवा पीढ़ी को वैदिक संस्कृति, योग और यज्ञ की संस्कृति से से जोड़कर उनके अंदर अध्यात्म विद्या का संचार करना तथा जन मानस में सच्ची ईश्वर भक्ति , राष्ट्र भक्ति तथा गौ भक्ति का संचार करना | युवा पीढ़ी में सत्य सनातन वैदिक धर्म का प्रचार- प्रसार करना , युवाओं को ईश्वर भक्त बनने के साथ-साथ देशभक्त बनाना और उनके मन में भारतीय संस्कृति के प्रति श्रद्धा , विश्वास उत्पन्न करना| वर्तमान समय में समाज में जो दुराचरण बढ़ रहा है , समाज में भ्रष्टाचार बढ़ रहा है उसका उन्मूलन करना तथा चरित्रवान धार्मिक युवा पीढ़ी का निर्माण करना – इस प्रकार इस शिविर का उद्देश्य व्यक्तिगत उन्नति के साथ-साथ सामाजिक उन्नति आध्यात्मिक उन्नति और वैश्विक उन्नति करना है

    गांधीनगर के लोकरोड़ा दर्शन योग धाम में हो रही क्रियात्मक योग शिविर की विशेषताएं क्या है?

     स्वामी शांतानंद सरस्वती: दर्शन योग धाम लाखरोड़ा में चल रहे में क्रियात्मक योग शिविर की विशेषताएं इस प्रकार हैं – यहां प्रतिदिन प्रातः स्वयं योग ध्यान का अभ्यास कराया जाता है तथा प्रत्येक दिन सुबह आसन, व्यायाम, प्राणायाम तथा प्रति दिन सुबह शाम यज्ञ का अनुष्ठान होता है | वेद दर्शन आदि आध्यात्मिक ग्रंथ का अध्यापन होता है| अष्टांग योग का प्रशिक्षण दिया जाता है…. शिविर के साधक को के मन में उठ रहे अनेक समस्या का समाधान किया जाता है | रात्रि में आत्म निरीक्षण कक्षा के माध्यम से आंतरिक दुर्गुणों को दूर करने का प्रयत्न किया जाता है | इस शिविर में स्त्री , पुरुष, बालक वृद्ध – सभी वर्ग के लोग समान रूप से भाग ले रहे हैं और अपने आध्यात्मिक उन्नति के साथ सर्वांगीण विकास के लिए प्रशिक्षण प्राप्त कर रहे हैं | यहां का प्रसाद शुद्ध , सात्विक, पौष्टिक और ऑर्गेनिक है | अध्यापक गण पुरुषार्थ पूर्वक विद्या – अध्यात्म का मार्गदर्शन देते हैं तथा शिविर में आए हुए सज्जनगण लगन से विद्या अध्ययन करते हैं | क्रियात्मक योग की विशेषता है तथा दिन में अनेक घंटा मौन व्रत अभ्यास करते हैं

    Nirav Joshi: साबरकांठा और गांधीनगर के साधक गण क्रियात्मक योग शिविर की लाभ कैसे उठा सकते हैं

    स्वामी शांतानंद सरस्वती : साबरकांठा और गांधीनगर के साधक गण इस शिविर से इस प्रकार लाभ ले सकते हैं – जैसे की सुबह शाम यहां आकर कक्षाओं में भाग लेकर अपना आध्यात्मिक ज्ञान बढ़ा सकते हैं, सामाजिक सेवा के दौरान आकर के वृक्षारोपण आदि सेवा कार्य कर सकते हैं | हवन के समय यज्ञ करके पर्यावरण के शुद्धि हेतु योगदान दे सकते हैं तथा स्वाध्याय , सत्संग के माध्यम से अपने आध्यात्मिक दार्शनिक , आत्मिक , उन्नति कर सकते हैं तथा देश धर्म की उन्नति के लिए भी संकल्प लेकर देश की, राष्ट्र की प्रगति कर सकते हैं


    શિબિર ચાલુ થયાના ત્રણ-ચાર દિવસ પહેલા આ રીતે બધા સાધકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા.

    नमस्ते जी,

    समादरणीय श्री‎ साधक

    आपना‎ दर्शन‎ योग‎ धाम में *09 से‎ 14‎ जुलाई‎ तक* पूज्य स्वामी‎ विवेकानंद जी परिव्राजक‎ की अध्यक्षता‎ में *क्रियात्मक योग‎ प्रशिक्षण‎ शिविर*‎ आयोजित‎ होने‎ जा रहा है‎ जिसमें‎ 16 राज्य से‎ चयनित कुल‎ 112‎ पुरुष‎ एवं‎ 38 महिलायें‎ कुल 150 शिविरार्थी भाग ले रहे‎ हैं।‎ शिविरर्थियों‎ से अतिरिक्त आप सपरिवार‎ अनिवासीय‎ रूप में‎ (प्रातः‎ जागरण से‎ रात्रि‎ अंतिम‎ कक्षा तक) *इस‎ शिविर में सादर‎ आमंत्रित है*।

    दर्शन‎ योग‎ धाम‎ के लिए बड़े गौरव‎ की बात है कि इस क्रियात्मक‎ योग‎ प्रशिक्षण‎ शिविर मे‎ अधिकांश‎ शिविरार्थी नूतन‎ है अर्थात वैदिक‎ विचारधारा से‎ अपरिचित‎ है‎ ।‎ लगभग 90 से अधिक‎ महानुभाव‎ स्नातक-स्नातकोत्तर है‎ । इस‎ शिविर‎ में शिविरर्थियों‎ से‎ अनिवार्य स्वैच्छिक राशि‎ अनुदान‎ रखा गया‎ है‎ ।‎ संस्थान के‎ तरफ से‎ इस‎ शिविर में‎ शिविरार्थियों हेतु पाठ्यसामग्री, भोजन, आवास‎ तथा‎ अन्य‎ आवश्यक साधन आदिकी‎ सुप्रबंध किया जाएगा।‎ हमारा‎ अभिलाषा‎ है कि‎ इस‎ पुनीत कार्यों में‎ आप पधारे ओर‎ संस्थान‎ का अंग बनें।‎ स्वयं सदस्य‎ बनें तथा अन्यों‎ को‎ भी‎ सदस्य‎ हेतु‎ प्रेरित करें। शेष‎ कुशल।
    ~आचार्य प्रियेश (9306374959)

    दर्शन‎ योग धाम,‎ संस्कृति‎ वन।

    नमस्ते‎ जी,
    आपना‎ दर्शन‎ योग‎ धाम‎ में 09 से 14 जुलाई तक पूज्य स्वामी‎ विवेकानंद जी‎ परिव्राजक की‎ अध्यक्षता में‎ क्रियात्मक‎ योग प्रशिक्षण‎ शिविर आयोजित होने जा‎ रहा‎ है‎ जिसमें 16 राज्य‎ से‎ चयनित‎ कुल‎ 112 पुरुष‎ एवं‎ 38‎ महिलायें कुल‎ 150 शिविरार्थी‎ भाग ले रहे‎ हैं।‎ शिविरर्थियों‎ से अतिरिक्त‎ आप सपरिवार अनिवासीय‎ रूप में (प्रातः जागरण‎ से‎ रात्रि‎ अंतिम‎ कक्षा‎ तक) इस शिविर‎ में सादर‎ आमंत्रित‎ है।

    दर्शन‎ योग‎ धाम‎ के‎ लिए बड़े‎ गौरव की‎ बात‎ है‎ कि‎ इस क्रियात्मक योग‎ प्रशिक्षण‎ शिविर‎ मे‎ अधिकांश शिविरार्थी‎ नूतन‎ है‎ अर्थात‎ वैदिक‎ विचारधारा से अपरिचित है ।‎ लगभग 90 से‎ अधिक महानुभाव स्नातक-स्नातकोत्तर है‎ ।‎ इस शिविर में शिविरर्थियों से अनिवार्य‎ स्वैच्छिक राशि अनुदान रखा‎ गया‎ है ।‎ संस्थान के‎ तरफ से इस‎ शिविर‎ में‎ शिविरार्थियों हेतु‎ पाठ्यसामग्री,‎ भोजन, आवास‎ तथा अन्य आवश्यक साधन आदिकी सुप्रबंध किया जाएगा। हमारा‎ अभिलाषा है‎ कि‎ इस पुनीत कार्यों‎ में‎ आप पधारे ओर संस्थान का‎ अंग बनें।‎ स्वयं‎ सदस्य‎ बनें तथा अन्यों को भी सदस्य‎ हेतु‎ प्रेरित‎ करें।‎ शेष‎ कुशल।

    ~आचार्य‎ प्रियेश (9306374959)
    दर्शन योग धाम, संस्कृति‎ वन

  • હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

    હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

    નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

    દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે.

    ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં આવતો હતો તેમ જ તેમને દવાઓ પણ આપવામાં આવતી હતી.

    આ ઉપરાંત હિંમતનગરના મહેતાપુરા થી વક્તાપુર સુધી અનેક કેમ્પ માં જગદંબાના દર્શને જનારા ભક્તો માટે લાગ્યા હતા.

    જેમાં કેટલાક લોકો ભજીયા અને ચા નાસ્તો તેમજ ખમણ, કેટલાક લોકો બીજી ગરમ પાણી તેમજ અન્ય નાહવા ધોવાની સુવિધાઓ પણ પૂરી પાડતા હતા. આરામ માટે પણ ખુબ સરસ વ્યવસ્થા અમુક કેમ્પમાં રાખવામાં આવી હતી.

  • શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

    શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું.

    ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ દિવસ આયોજન કર્યું હતું. જેમાં તેમણે રામકથાનું રસપાન મહેતાપુરાના ભાવિક ભક્તોને કરાવ્યું હતું.

     

    એ અધિક માસના રામકથાના સમાપન સમયે જ મહેતા પુરાના શિવભક્ત જશકુવરબા શેતાન સિંહ ભાટીએ શ્રાવણ માસમાં તારીખ 8 થી 14 સપ્ટેમ્બર રોજ મહેતા પુરાના સુપ્રસિદ્ધ જરણેશ્વર મહાદેવ ખાતે શિવકથા ના આયોજનની જાહેરાત કરાવી હતી, જે મુજબ આજરોજ સાત દિવસીય શિવકથાની ભવ્ય રીતે સમાપ્તિ થઈ હતી અને અનેક ભક્તોએ શિવકથાનું રસપાન કર્યું હતું.

    મંદિરના મહંત લક્ષ્મણગીરીબાપુ તેમજ કેટલાક ટ્રસ્ટીઓ અને શિવ ભક્તોએ શિવ કથાનો શ્રાવણ માસમાં દિવ્ય સત્સંગ કર્યો હતો અને આજે સમાપનના દિવસે આવતા શ્રાવણ માસમાં ઓમીબેન શાખલા વડે શિવ કથા આયોજિત કરવામાં આવશે તેની જાહેરાત પણ કરાઈ હતી.

    હર હર મહાદેવ!😀💐🌹🙏🏻

  • કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

    કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

    સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Source – Internet

    સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે મોટો ફાયદો કરાવે તેવું નથી!

     

    તો પણ હિંમતનગર જેવા નાના ટાઉનની નગરપાલિકામાં પૈસા કમાવાની અને સરકારી ગ્રાન્ટનો બેફામ દુરુપયોગ  કરવા માટે જે તે નગરપાલિકાના ભ્રષ્ટ બગીચા કર્મચારીઓ અને અધિકારીઓએ આ વૃક્ષોને સુશોભન અને બિનનુકસાનકારક વૃક્ષ ના નામે public garden and roads જગ્યાએ વાવવામાં આવ્યા છે !

    પરિણામે અનેક પ્રકારનો વિરોધ હવે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો છે! એટલું જ નહીં આ વૃક્ષની કેટલી નુકસાનકારક સાઇડ્સ છે અથવા તો એની બાજુઓ છે – એના વિશે હવે ગંભીર ચર્ચાઓ થવા માંડી છે!!!

    હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તો જેને પણ conocarpus ઉખાડી અને આપણા પરંપરાગત વૃક્ષો વાવવા હોય… તેવા પર્યાવરણ પ્રેમી અને દૂરદેશી દષ્ટિ ધરાવનારા લોકોએ જરૂરથી સત્વરે નિર્ણય લેવો જોઈએ…જેથી કરીને આપણા પર્યાવરણ અને આપણા નગરોમાં કોનુંકાર્પસ વૃક્ષથી થતું ભારે નુકસાન અટકાવી શકાય.

    *** સત્ય હકીકત જાણવા માટેની પોસ્ટ ***

    #સાવધાન: કોનો‌કાર્પસ

    ( નવી આયાતી વૃક્ષની જાત તમારા ઘર, ખેતરમાં વાવતા પહેલા ચેતજો
    1. આરબ જેવા રણના સૂકા દેશોમાં પણ તે વાવવું પ્રતિબંધિત છે.

    2. હાલના સમયમાં આ વૃક્ષનું ઘણા બધા જગ્યાએ ફેલાવો થઈ રહ્યો છે, જેમાં આ ઝડપથી વધે છે એવી માન્યતા છે.

    3. પાણી તળ માંથી શોષી લે છે.
    4. ખુબજ વધવા ને લીધે આજુ બાજુના વૃક્ષોનો વિકાસ અવરોધે છે
    5. વર્ષમાં બે વખત તેના પરાગ નયન કે ફૂલ આવવા ને કારણે શ્વાસ, અસ્થમાની બીમારી થઇ શકે. બાળકોને એલર્જી થઈ શકે.
    6. ગાંડા બાવળની જેમ જમીન બિનઉપજાવ કરી નાખે છે.
    (FB માંથી પોસ્ટ કોપી_પેસ્ટ)

    Source :  FB Environment group. 

    મિસ્ટર કોનોકાર્પસ ઇરૅક્ટસ【ભાગ-૧】 ઉલ્લેખની થી ગલ્ફના દેશોમાં આ વૃક્ષ મોટાપાએ વાવવામાં આવ્યું છે પણ ત્યાં પણ હવે આ વૃક્ષના સાઈડ ઇફેક્ટ લોકોને જાણમાં આવ્યા છે .

    દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશનાં વતની એવા આ વૃક્ષની બોલબાલા વિશ્વભરમાં ઘણી ચાલી છે. ભારતમાં પણ આનું ચલણ ચાલ્યું છે. “દેશી વૃક્ષની માવજત બહુ”, “પાણી બહુ જોઈએ”, “ધ્યાન ખાસ્સું રાખવું પડે”, વગેરે કારણો આપતી આપણી “મહેનતુ” પ્રજાએ આજે આ વૃક્ષની લડી લગાવી દીધી છે! એટલે જ મિસ્ટરની પદવી આપી છે, વિદેશથી આવે એટલે વટ તો પડે ને પાછો! વિદેશી તો સારું અને દેશી તો ચાલ્યા કરે… આ “સ્વતંત્ર” માનસ ધરાવતો “સ્વતંત્ર” દેશ આજે વિનાશ પામતાં વનક્ષેત્રથી કેમ પીડાય છે?
    આમ તો ઘણા કારણ છે, પણ એક કારણ છે, પોતાનું હડસેલી, જે “ટ્રેન્ડિંગ” છે તે પકડ્યું. એક જમાનામાં ગાંડો બાવળ, લેંટીના અને નીલગીરી પકડી હતી. આજે પામ ઓઇલનાં નામે અને માત્ર દેખાવનાં નામે વિલાયતી પામ અને કોનોકાર્પસ પકડ્યાં છે. હજી અધધ વનસ્પતિઓ છે, પણ બધી ગણાવતો નથી.

    કિવિ, કમલમ્(ડ્રેગન-ફ્રૂટ), બ્લુબેરી, એવકાડો, બ્રોકલી,…અરે અરે! પણ ભારતમાં લુપ્ત થતી ભાજીઓ અને ફળ, ફૂલનું શું? એ બધું તો હાલ્યા કરે, ટ્રેન્ડિંગ નથીને એટલે કોઈ ભાવ ન આપે, વિદેશી પ્રમાણપત્ર આપો તો ખાઈશું પાછા!

    વાત કોઈ શાક-ભાજી, ફળ, ફૂલનાં વિરોધની નથી, પણ દેશી વનસ્પતિઓ નામશેષ થવા આવે ત્યાં સુધી તેને પડતી જ મૂકવી આ જરા લોચાસ્પદ નથી લાગતું?

    આજે મિસ્ટર કોનોકાર્પસની કથા કરવાનું વચન આપ્યું એટલે પહેલાં એ સાહેબની મહેમાનગતિ કરીએ, ભવિષ્યમાં જરૂર પડી તો અન્ય વનસ્પતિઓની ચર્ચા કરીશું.

    એક વર્ષ પહેલાં જ આ લેખ લખવાની મનશા હતી પરંતુ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી માંડી વાળ્યું હતું. હવે જો લોકોએ આ વૃક્ષને સ્વીકારી જ લીધું છે તો પછી ભવિષ્યમાં જે પરિણામો ભોગવવાનાં છે તેની ઉપર થોડી નજર નાખીએ. અગમચેતી રાખવી એ મનુષ્યસહજ સ્વભાવ છે.

    માણસનો એક મસ્ત ગુણ છે કે, એ બીજા લોકોનાં અનુભવ ઉપરથી પણ શીખી શકે છે, લોકોની ભૂલ જોઈ પોતે એ ભૂલ કરતા રોકાઈ જાય છે, પણ એક લોચો એ પણ છે કે, અહન્કારને કારણે એ આ વૃત્તિને ભૂલી જાય છે. બીજાની ભૂલો જોઈને પણ, “હું તો આમ જ રહીશ”, એમ કહીને વારંવાર ભૂલો કરે છે. એમાં પછી જોકે પટકાય જ છે.

    આજે જે કોઈ દેશનાં લોકો કોનોકાર્પસ લાવ્યાં અને પછી પસ્તાયા એનાં ઉદાહરણ જોઈશું. શું આપણે આનાં ઉપરથી કંઈ શીખીશું? હવે એ તમારી ઉપર છોડી દઉં છું.

    આ પોસ્ટમાં અમુક લોકોની ભ્રામક માન્યતાઓ અને દેશ-વિદેશનાં વનસ્પતિવિદનાં સૂચનો તથા મંતવ્યો સમાવેશીત છે. દરેક વનસ્પતિવિદનાં કથન સાથે તેના શોધપત્રોનાં સંદર્ભની લિંક પણ આપવામાં આવશે, જેથી વાચક તાળો મેળવી શકે અને પ્રમાણ પણ ઊભું થાય કે આ કોઈ ઉપજાવી કાઢેલી વાતો નહીં, પરન્તુ વિવિધ વિશેષજ્ઞોનાં પરીક્ષણથી મેળવેલો નિષ્કર્ષ જ છે.
    ◆ પહેલાં જરા કેટલાક દાવાઓ અને અફવાઓનાં ઉત્તર આપી દઈએ.
    🗣️ દાવો ૧ : અરે! કોઈ પક્ષી નથી બેસતું, કોઈ જીવ સુદ્ધાં આ વૃક્ષ પર ફરકતું જ નથી!
    ઉત્તર : અર્ધસત્ય; વન-વગડો ગ્રુપનાં સર્ચમાં જઈ ‘કોનોકાર્પસ’ શબ્દ લખશો, એટલે આ વૃક્ષ ઉપર બેસેલાં જૂજ માત્રામાં જીવો જ નહિ, પરંતુ પક્ષીઓનાં માળા બનેલા છે, તેવી ઘણી પોસ્ટ મળી આવશે.

    બીજો પક્ષ પણ જોઈએ, કરાંચીમાં સંશોધન હેતુ થોડા કોનોકાર્પસ ઉગાડ્યાં અને જાણવા મળ્યું કે, ગણી-ગાંઠી પ્રજાતિનાં પક્ષીઓ અને મધમાખીઓ સિવાય આ વૃક્ષની આસપાસ કોઈ જૈવ-વિવિધતા નથી જોવા મળતી. એની સામે જ આપણા દેશી વૃક્ષો અસંખ્ય જીવોને વિસામો આપે છે.
    સંદર્ભ:~ https://techooid.com/myths-facts-conocarpus-plantation-pakistan

    🗣️ દાવો ૨: અરે, ૨૪ કલાક કાર્બન કાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, અથવા, ઓક્સિજન કરતા વધુ કાર્બન ડાયોક્સાઇડનું વધુ ઉત્સર્જન કરે છે.
    ઉત્તર: કોઈ પણ વનસ્પતિનાં પાંદડાનો લીલો રંગ જ સૂચક છે કે આ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજનનું જ ઉત્સર્જન કરે છે.

    દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશોનાં મૂળનું આ વૃક્ષ ત્યાંની આબોહવા એકદમ શુદ્ધ કરે છે તેમ શોધપત્રો કહે છે.
    તો શું બીજા દેશોની આબોહવા શુદ્ધ નહીં કરતું હોય? કરતું જ હોય, પણ એક વિચારવા જેવી બાબત છે જે આપણે ભાગ-૨માં જોઇશું.

    🗣️ દાવો ૩: પક્ષીઓ આનાં ફળ ખાતાં નથી.
    ઉત્તર: આની ઉપર કોઈ શોધપત્ર મળતું નથી, પણ સામાન્ય અવલોકનથી એવું જાણવા મળ્યું છે. University of virgin island(યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડ) નાં એક દસ્તાવેજમાં આ વૃક્ષનાં ફળને અખાદ્ય કહ્યાં છે. ઉપર આપેલ કરાંચીનાં લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, આનાં ફળ પક્ષીઓ ખાતાં નથી.

    યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડનો સંદર્ભ:~ https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwic18rsjeqAAxUCb2wGHQRkCNMQFnoECC0QAQ&url=https%3A%2F%2Fuvi.edu%2Ffiles%2Fdocuments%2FResearch_and_Public_Service%2FCMES%2FVIMAS%2FThe%2520Buttonwood%2520mangrove.pdf&usg=AOvVaw3942WVYQD4urx8Z-6RXtL-&opi=89978449

    🗣️ દાવો ૪: આનાં મૂળ જમીનમાંથી બધું જ પાણી ચૂસી લે છે.
    કરાંચીનાં લેખમાં જ જણાવ્યા મુજબ, પર્યાવરણ વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. રઝા અહમદને પૂછતા જાણવા મળ્યું કે, “જે છોડ ઝડપથી વધે તેને વધુ પોષણ જોઈએ અને, છેવટે તેની આપૂર્તિ માટે તે વધુ માત્રામાં ભૂજળ શોષવાનું જ”. આથી એવું કહી શકાય કે જો વધુ પ્રમાણમાં આ વૃક્ષો વાવવામાં આવે તો ભૂજળ ઉપર સંકટ ખરું જ.

    🗣️દાવો ૫: આ વૃક્ષ આસપાસ કોઈ બીજાં વૃક્ષોનો વિકાસ થવાં દેતું નથી.
    ઉત્તર: આની ઉપર પણ કોઈ શોધ થઈ નથી પરંતુ,૨૦૨૨માં દિવ્યભાસ્કરનો એક લેખ આવ્યો હતો કે માનકુવામાં નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતે, નાળિયેરીનાં વૃક્ષોની વચ્ચે કોનોકાર્પસ રોપ્યાં હતાં. થોડા સમયમાં જ નાળિયેરનાં ફળ અલ્પવિકસિત આવવાં માંડ્યાં. ત્યારપછી તેણે કોનોકાર્પ્સનાં બધાં જ વૃક્ષો કઢાવ્યા હતાં. આ ઉપરથી છાપાનું કટિંગ નીચે ચિત્રોમાં મૂક્યું છે.

    🗣️ દાવો ૬: આનાં મૂળ જમીનમાં રહેલી પાઇપોને નુકસાન કરે છે.
    🗣️ દાવો ૭: આનાથી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ થાય છે.
    આ છેલ્લા બે દાવાઓમાં પણ સત્ય છુપાયેલું છે જેનાં વિશે જ અહીં વિશેષ ચર્ચા કરવાની છે.
    આ ચર્ચા કરવા આપણે વિવિધ દેશોમાં (લેખનાં માધ્યમથી) જઈને જોઈશું કે ત્યાંનાં અનુભવો શું છે.

    ★પહેલાં કુવૈતની સેર કરીએ.★
    કુવૈતનાં એક શોધપત્રની વાત કરીએ. આ શોધપત્રમાં કોનોકાર્પસનાં ફાયદા અને ગેરફાયદા બન્ને ગણાવ્યા છે, અને પછી છેલ્લે વિવેકબુદ્ધિ અને શોધનાં નિષ્કર્ષથી શું નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ જોઇશું.

    ◆ ફાયદા :~
    કૉસ્મેટિક ચીજ-વસ્તુઓ બનાવવા આ વૃક્ષોની ખેતી કરવાથી લાભ મળે.
    જીવંત વાડ અને પવન-અવરોધક તરીકે ઉપયોગી.
    કાપ-કૂપ કરી મનગમતો આકાર અપાય.
    કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નીચું લાવે છે, પુષ્કળ છાંયડો આપે છે અને ધ્વનિ શોષક પણ ખરું.
    પશુનાં ચારા તરીકે પાંદડા ઉપયોગી અને થડનો કોલસો બને.
    વધુ તાપમાનમાં પણ અડીખમ ઊભું રહે.
    તેમાંથી કાઢેલું કૅમિકલ દવાઓ બનાવવામાં કામ લાગે છે.
    પાણીની પાઇપોમાં જો છિદ્રો અને તિરાડો હોય તો જ આ વૃક્ષનાં મૂળ તેને નુકસાન કરે છે. જો સરખી રીતે ઉગાડવામાં આવે તો નુકસાન નથી કરતું.

    ◆ ગેરફાયદા :~
    સૅનૅટરી ઈજનેર વિભાગનાં પ્રમુખ મહંમદ કરમ, જાહેર માર્ગો ઉપર વાવવામાં આવેલ કોનોકાર્પસનાં વૃક્ષોને લઈને ચેતવી આપે છે કે,
    પાઇપોમાં છિદ્રો કે તિરાડો છે કે નહીં એ કળવું મુશ્કેલ છે. તેથી જો પોઇપોને નુકશાન થાય તો, પાણી/ગટરની વ્યવસ્થા ખોરવાઈ જાય અને સંપૂર્ણ આંતરમાળખા(ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને નુકસાન થાય.
    કોનોકાર્પસનાં અતિ વિસ્તૃત મૂળની રચના, જમીનમાં રહેલા ભેજ મારફતે, પાઇપોમાં રહેલ પાણીને શોધવામાં મહેર છે, પછી તે પાઇપો તોડી, પાણી માંથી પોષણ મેળવે છે.

    ★હવે ઇરાકની સ્થિતિ જોઈએ★
    ◆ ગેરફાયદા(ધ્યાન આપવા જેવા) :~
    ઇરાકનાં કૃષિ ઈજનેર અબ્દુલ-હમીદ મહેંદી એ અલ-બસરમાં કુવૈતનાં માધ્યમથી જ આ વૃક્ષને દાખલ કરાવ્યું. તેમણે જણાવ્યું કે,
    આ વૃક્ષનાં પાન ઉપર એક પ્રકારની ચુસીયા જીવાત થાય છે, તેના મારફતે વૃક્ષમાં એક ખાસ પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુ(બેક્ટેરિયા) પ્રવેશે છે.
    આ જીવાણુ અને ધૂળનું મિશ્રણ, મૂળનાં મારફતે પાણીની પાઇપોમાં પ્રવેશી લોકોનાં રહેઠાણ સુધી જાય છે. પરિણામે આનાંથી ચામડીનાં ઘણા રોગ થાય છે. જેમની ત્વચા કુમળી હોય તે લોકોને ખાસ કરીને વારંવાર આ રોગ(ઍલર્જી) થતા જોવા મળ્યા છે. તેથી ઇરાક માટે આ વૃક્ષ બરાબર નથી તેમ નિષ્કર્ષ કાઢ્યો.
    ઇરાકનાં મિસાન નામક ગામમાં કોનોકાર્પસનાં મૂળ પાઇપને કેટલું નુકસાન કરે છે તેની ઉપર સંશોધન પણ થયું છે. શોધપાત્રોમાં આપેલ ચિત્રો અહીં રજૂ કરુ છું.
    સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec
    ચિત્રોનો સંદર્ભ:~ https://www.researchgate.net/publication/343324115_EFFECT_OF_CONOCARPUS_ERECTUS_ON_THE_INFRASTRUCTURE_OF_MISAN_PROVINCE_IRAQ

    ★બહેરીન દેશ★
    બહેરીનનાં સુપ્રીમ કાઉન્સિલ ફોર એનવાયરમેન્ટ ૨૦૧૫નાં રિપોર્ટ અંતર્ગત, છેક ૧૯૯૦નાં દશકામાં કોનોકાર્પસનાં મૂળિયાં પાણી અને ગટરની પાઈઓને નુકસાન કરે છે તે નોંધવામાં આવ્યું. તેઓએ પણ આ પ્રજાતિને આક્રમક(invasive) કહી છે.
    સંદર્ભ:~https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwiI04epjuqAAxXeVmwGHRLKBIQQFnoECA0QAw&url=https%3A%2F%2Fwww.cbd.int%2Finvasive%2Fdoc%2Fmeetings%2Fisaem-2015-01%2FIAS%2520MANAGEMENT%2520AND%2520CONTROL%2520MEASURES%2Fiasem-bahrain-iasmanagement-01-en.pdf&usg=AOvVaw1g_bmuJoae3JNOEGcEPkqn&opi=89978449

    ◆ શું પગલાં લેવાયાં? :~
    કુવૈતનાં સૅનૅટરી મિનિસ્ટ્રી ઓફ પબ્લિક વર્ક્સનાં પ્રમુખ ઈજનેર દ્વારા આંતરમાળખાકીય(infrastructural) નુકસાન પ્રતિ ધ્યાન દોરવામાં આવ્યું.
    રહેઠાણ, સરકારી મકાનનો અને ઔદ્યોગિક સ્થાનોમાં આ વૃક્ષ વાવવું કે નહીં તે પ્રશ્નો ઊભા થયા. કોનોકાર્પસને આ સ્થાનો ઉપરથી હટાવી બીજાં વૃક્ષો લગાવવાની ભલામણ થઈ.
    કૃષિ અને મત્સ્યપાલન સમિતિ દ્વારા થતા પર્યાવરણ સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો કે, કુવૈતની જનતાની વારંવાર આવતી ફરિયાદો અને કોનોકાર્પસનાં વાવેતરનાં અણધાર્યા પરિણામોનાં ભયનાં કારણે, આ વૃક્ષનાં અભ્યાસ માટે એક સમિતિનું આયોજન કરવામાં આવશે.

    આ સાથે જ આંતરમાળખાકીય વ્યવસ્થાઓ, પાણી અને ગટરની વ્યવસ્થા, રહેઠાણો, ફળાઉ વૃક્ષો પાસે ઉગાડેલાં કોનોકાર્પસને હટાવી, બીજાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી સંપૂર્ણ આબોહવા ઉપર સારી અસર પડે.
    ( એક નોંધ અહીં લેશો કે, ફળાઉ વૃક્ષો પાસેથી પણ કોનોકાર્પસ હટાવવાની વાત કરી છે, જે ઉપર દાવા નંબર ૫માં જોઈ ગયાં. )
    શોધપત્રનાં અનુસાર એમ કહેવામાં આવ્યું કે, “અમારાં દ્રષ્ટિકોણથી અમે કોનોકાર્પસનાં વાવેતરની વિરુદ્ધમાં છીએ, કારણકે, તેની અવેજીમાં બીજા ઘણા વિકલ્પો છે જે કોનોકાર્પસ કરતાં વધુ ઉપયોગી અને ઓછાં નુકસાનકારક છે.”
    સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec

     

    ◆ ઉપસંહાર :~
    ભાગ-૧માં માત્ર ચામડીનાં રોગો અને આંતરમાળખાકીય નુકસાનો(દાવો-૬) ઉપર જ વાત કરી છે. ભાગ-૨માં આ વૃક્ષ અસ્થમા માટે કેટલું જવાબદાર છે તેની ઉપરનાં શોધપત્રો જોઇશું(દાવો-૭).
    કોઈ પણ પ્રદેશને પ્રકૃતિએ, એક ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ અને જીવ આપેલા છે. આ વાત માણસે સમજવી જ રહી. કોઈ પણ એટલે…કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ થતા એનું ફળ આપણે ચૂકવવું જ પડશે આ નક્કી છે.
    ભાગ-૧માં રજૂ થયેલ તથ્યોને ધ્યાનમાં રાખતાં આપણે પોતે જ કેટલાં સજગ રહીએ છીએ તેની ઉપર વિચાર કરવાનો છે.
    વન-વગડાનો જ આ એક વિસ્તૃત લેખ, દેશી વૃક્ષોનાં મહત્વ ઉપર અને ગાંડા બાવળ, કોનોકાર્પસ, લેન્ટીના જેવી વનસ્પતિની વિનાશકારક અસરો ઉપર વિચાર કરવા આપણને બાધ્ય કરે છે.

    https://www.facebook.com/groups/vanvagado/permalink/4684278884957840/

    અસ્તુ
    ૐ તત્ સત્

  • પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    Source : Truth Seekers , 6 Dec.

    ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે છે). ગઈકાલે જ ABP-CVoterનો સર્વે આવ્યો એમાં ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો પર જીતતી દેખાડવામાં આવી છે.

    હવે એક નજર નીચેના આંકડાઓ પર નાંખો

    2002માં ભાજપને 127 બેઠકો મળી હતી.
    2007માં ભાજપને 117 બેઠકો મળી હતી.
    2012માં ભાજપને 115 બેઠકો મળી હતી.
    2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.

    આમ, 2002થી લઈને આજ સુધી ભાજપની બેઠકમાં સતત ઘટાડો જ થયો છે. ભલે પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય. (નોંધ 2017ની ચૂંટણીમાં પણ ડબલ એન્જિન સરકાર હતી હો).

    અત્યારે ચેનલવાળા ભાજપની 140 બેઠક દેખાડે છે તો છેલ્લા 5 વર્ષમાં એવું તે શું કર્યું છે આ સરકારે જે નરેન્દ્ર મોદી, આનંદીબેન કે વિજયભાઈ કરતા પણ વધારે બેઠક આવી જશે.

    તો આવો તમને 5 વર્ષમાં ભાજપના કામો(કાંડો)ની ગણતરી કરાવી દઉ.. આ વાયબ્રંટ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી શું થાય છે..

     

    ↘️કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં ગોડાઉન સળગે છે

    ↘️મંત્રીનો દિકરો લેડી કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરે છે
    ↘️માથાભારે તત્વો મેહુલ બોઘરાનું માથુ ફોડે છે

    ↘️20થી વધુ ભૂલકાઓ તંત્રના પાપે તક્ષશીલામાં ભડથુ થઈ જાય છે.

    ↘️દિકરો 27 કાપલી સાથે ચોરી કરતા પકડાય અને બાપને શિક્ષણ ખાતુ અપાય છે.

    ↘️નેતાઓ સરકારી દવાખાને સારવાર લેતા ડરે છે
    રેમડિસિવિર ઇન્જેક્શનનો વેપાર થયો.

    ↘️કોરોના કાળમાં તંત્રના પાપે લાશોનો ઢગલો થયો.

    ↘️સરકારી પૂલ 7 દિવસમાં ધ્વસ્ત થઈ જાય છે.

    ↘️નહેરો ઉંદરડાઓ તોડી જાય છે.

    ↘️ગૌચર ઉદ્યોગતિઓ ખાય જાય છે.

    ↘️ગૌમાતા ને રાષ્ટ્રીય દરજ્જો આપવા 603 દિવસ દિલ્લી ધરણાં કરતા ગુજરાત ના યુવાન ને અને એના સાથીયો ને 31 દિવસ જેલમાં નખાઈ છે.

    ↘️કરોડોનું ડ્રગ્સ વેચાય છે

    ↘️ઝેરી શરાબનો વેપલો થાય છે

    ↘️પાકવીમાથી માત્ર કંપનીઓને ફાયદો થાય છે

    ↘️જમીન સર્વેના નામથી ભાઈ ભાઈને લડાવાય છે

    ↘️ટ્રાફિક નિયમના નામે રીતસર ઊઘરાણા થાય છે

    ↘️શિક્ષણનો બિઝનેસ થાય છે

    ↘️સારવાર માટે લાખો પડાવાય છે

    ↘️FIR માત્ર ખેંસ પહેરનારની જ લેવાય છે

    ↘️20 લાખમાં તૈયાર થતા બંધારા માટે 200 કરોડ ફળવાય છે

    ↘️વિરોધ કરનારને ધમકાવાય કે ખરીદાય છે

    ↘️દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓના નસીબરૂપી પેપર ફૂટી જાય છે (22 ફૂટ્યા પણ હજુ માસ્ટમાઇન્ડ ઝડપાયો નથી)

    ↘️સરકારી નોકરીઓના ભાવ બોલાય છે

    ↘️”ખેડૂતો પોતાના પાપે દુખી થાય છે” એવું કહેવાય છે

    ↘️અન્યાય સામે બોલનારા સામે IT સેલ ખુલ્લુ છોડી દેવાય છે

    ↘️રસ્તાઓ પર ચાલતા કમરના મણકા તૂટી જાય છે

    ↘️135 લાશો પડી હોય તો પણ રંગરોગાન અને ઉત્સવો થાય છે

    ↘️ચિતાને આગ આપ્યા પહેલા સભાઓ ગજવાય છે

    ↘️ગમે એવા કાંડ કરે તો પણ મળતિયા છૂટી જાય છે

    ↘️અપરાધીઓ ખેંસ પહેરે તો નિર્દોષ બની જાય છે

    ↘️ભાજપના પૂર્વ ધારાસભ્યોની સીડીઓ આવે છે અને ખૂની ખેલ ખેલાય છે

    ↘️શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ઘોળ ખોદાઈ ગઈ

    ↘️ચોમાસામાં રસ્તાઓ પર દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા
    સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
    વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
    રોડ પર સેંકડો ભૂવા પડ્યા
    લોકોએ આધાર, મા કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન અને ધક્કા ખાવા પડે.

    ↘️માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ ન મળે

    ↘️પેટ્રોલ, ડિઝલ અને ગેસનો ભાવ આસમાને
    મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી

    ↘️ભાજપના ગુંડાઓની દાદાગીરી

    ↘️ભાજપના બધા સ્થાનિક નેતાઓ કરોડપતિ બની ગયા અને કાર્યકરો ગાભા મારતા રહી ગયા.

    ↘️મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને મેવા ખાતા થઈ ગયા અને મૂળ ભાજપીઓ બધાની ચરણચંપી કરતા થઈ ગયા.

    ↘️ભાઉ 107ની દાદાગીરી વધી ગઈ ભાજપની અંદર આંતરિક અસંતોષ વધી ગયો.

     

    આટલુ થયું છતા ગઈ વખત કરતા વધારે સીટ આવતી દેખાડવામાં આવે છે. કારણ કે, માનસિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ છે. ખોટા ભરમાતા નહી આ વખતે ભાજપ જાય છે કારણ કે,

    પોલિસકર્મીઓ ભાજપથી નારાજ છે
    તમામ સરકારી કર્મચારીઓ નારાજ છે
    આંગણવાડી બહેનો નારાજ છે
    ખેડૂતોમાં ખુબ રોષ છે
    આશા વર્કર બહનો અને શિક્ષકો નારાજ છે
    VCE ઓપરેટર્સ નારાજ છે
    સરકારી નોકરીની તૈયારી કરતા 40 લાખ યુવાનો નારાજ છે
    નાના વેપારીઓ ખુબ નારાજ છે
    સાચા ગૌભકતો નારાજ છે
    આરોગ્યકર્મીઓ નારાજ છે
    પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવર્સ નારાજ છે
    મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નારાજ છે
    ખુશ માત્ર અમીર લોકો છે જેને કશો ફર્ક નથી પડતો

    એટલે મીડિયાના ભ્રમિત પ્રચારમાં ન આવતા. મીડિયાનું કામ જ ભાજપને જીતાડવાનું છે. એના જ એને પૈસા મળે છે. અને હા આ લખનાર પણ લાંબો સમય મીડિયામાં કામ કરી ચુક્યો છે એટલે અંદરની વાત જાણે છે.

  • નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

    નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

    નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

    મંગળવારના રોજ માન. શ્રી રમણભાઇ વોરા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ઇડર ખાતે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી સહ. ફેડરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે “નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય વર્ધન” અંગેનો એક દિવસીય પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શ્રી ડી.એમ.પટેલ નાયબ બાગાયત નિયામક સાબરકાઠાએ પાવર પોઇંટ પ્રેઝંટેશનથી આવેલ તમામ ખેડૂતો તથા વિવિધ સંસ્થાના સામાજીક આગેવાનોને “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પઘ્ઘતિ” તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ તેમજ સરકારશ્રી દ્વારા હાલમાં જાહેરાત કરવામા આવેલ.

    નવીન યોજનાઓ જેવી કે કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર કે જેમાં ખેડુત બે હેકટર કે તેથી કરતા વધુ વિસ્તારમાં ફળપાકોનું વાવેતર કરે તો વાવેતર સબસીડી ઉપરાંત બોરવેલ, પિયત વ્યવસ્થા, ફાર્મ મિકેનાઇઝેશન, સ્ટોરેજ, લેબર રૂમ, વર્મીકમ્પોસ્ટ વગેરેમાં આર્થિક સબસીડી આપવામાં આવશે, તેમજ મધમાખી ઉછેરમાં મંડળીના સભ્યોને વિશેષ લાભ તથા કમલમ / ડ્રેગનફ્રુટના વાવેતરમાં હેકટરે ત્રણ લાખ સુધીની સબસીડીની યોજના અંગે જીણવટભરી માહિતી આપવા આવી. તેમજ આ કાર્યક્ર્મમાં પ્રાક્રુતિક ખેતીના જાણકાર તથા નિકાસકાર શ્રી ભરતભાઇ પટેલ દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાના પાકોના નિકાસ અંગેની શક્યતાઓ બાબતે જાણકારી આપી અને નિકાસ કરવા માટેના જરૂરી બાબતો વિશે ખેડૂતોને સમજાવી અને પ્રાક્રુતિક ખેતી તરફ વળવા જણાવ્યુ. સાબરકાંઠા જિલ્લામાંથી બટાકાની નિકાસ કરવામાં આવે છે. આમ ખેડૂતો ભેગા મળીને એફ.પી.ઓ.ની રચના કરી અને તેમના માધ્યમથી વેપાર કરવાનુ સમજાવામાં આવ્યુ.

     

    સદર કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાના અંદાજે ૫૦૦થી વધુ ખેડૂત ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો તથા શ્રી માન. દિપસિહજી રાઠોડ, સાંસદશ્રી સાબરકાંઠા/અરવલ્લી, શ્રી હિતુભાઇ કનોડીયા, ધારાસભ્યશ્રી ઇડર, શ્રી જેઠાભાઇ પટેલ, સા.જી.ખ.વે. સંઘ સાબરકાંઠા, શ્રી જયસિંહ તવંર ઇડર નગરપાલીકા પ્રમુખ, શ્રી અશોકભાઇ પટેલ, ચેરમેન દિવેલા માર્કેટયાર્ડ તેમજ શ્રી સતીશભાઇ પટેલ, ચેરમેન, શાકભાજી તથા ફળ ફેડરેશન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્ર્મની શોભા વધારી હતી.