કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • ગુજરાતના કેટલાક બહારવટીયા વિશેની રસપ્રદ વાતો

    ગુજરાતના કેટલાક બહારવટીયા વિશેની રસપ્રદ વાતો

    સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134)

    ગુજરાતમાં સાહિત્યજગતમાં બહારવટિયા વિશે અનેક પ્રકારની રચનાઓ લખાઈ છે , ત્યારે facebook પર એક જગ્યાએ વાંચેલી આ પોસ્ટ વાચકો સમક્ષ રજુ કરું છું.તેમના જ્ઞાન સંવર્ધન માટે આ પોસ્ટ જરૂર મદદ થશે તેવી મને આશા છે.

     

    બહારવટાંના પ્રકારો

    એ સંજોગોમાંથી ત્રણ ચાર પ્રકારના બહારવટીઆ જનમ્યા.

    પહેલો પ્રકાર : પોતાના ગરાસ ઉ૫ર થયલા અન્યાયી આક્રમણ સામે મરવા મારવાના નિરધાર કરીને ઉઠેલા :

    ૧ જેસોજી વેજોજી : જુનાગઢ-અમદાવાદની મુગલ સુબાગીરી સામે : ઈ. સ. ૧૪૭૨-૯૨નાં વીસ વર્ષ: બહારવટુ પાર પડ્યું. [સો. બ. ભા. ૨]

    ૨ ભીમો જત : ગોંડલની સામે : ઇ. સ. ૧૮૨૯થી ૧૮૫૦ સુધીમા : બાર વર્ષ : ધીંગાણે કતલ થઇ ગયો. [સો. બ. ભા. ૧]

    ૩ હીપો ખુમાણ : પાલીતાણા સામે : ૭પ વર્ષની અંદર : મરાયો : [સો. બ. ભા. ૨ ]

    ૪ જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : ૧૮૧૬ થી ૧૮૨૯ સુધી પાર પડ્યું. [સેા. બ. ભા. ૨]

    ૫ બાવાવાળો : જેતપુર દરબાર દેવાવાળા સામે : ઈ. સ. ૧૮૨૦ની આસપાસ : ધીંગાણે કતલ થયો. [સો. બ. ભા. ૧]

    ૬ વરજાંગ ધાધલ : જેતપૂર દરબાર દેવા વાળા સામે: ૧૮૦૦ પછી: ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. [સૌ. ર. ભા. ૪]

    ૭ જોધો ને મૂળુ : ગાયકવાડની સામે : ઈ. સ. ૧૮૫૯ થી ૧૮૬૭ (વોટસન પ્રમાણે ૧૮૬૯) : ધીંગાણે કામ આવી ગયા. [સો. બ. ૨] ​૮. કાદુ મકરાણી : જુનાગઢ રાજ સામે : ઈ. સ. ૧૮૮૪-૮૭: ફાંસી દેવાઈ. [સો. બ. ભા. ૩]

    ૯. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પડ્યું.

    ૧૦. રામવાળો : ગાયકવાડ સરકાર સામે : ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૧૭ : ધીંગાણે ઠાર થયો. [સો. બ. ભા. ૩]

    તે સિવાય નાના નાના, જેનો ઇતિહાસ જનસમૂદાયમાં નીતર્યો નથી, તેવા ઘણા હોવા જોઈએ.

    બીજો વિભાગ : પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફોડ કરીને પછી બહારવટે નીકળેલા.

    ૧. સંગજી કાવેઠીઓ : સાણંદ રાજ સામે : સફળ થયો. [રસધાર : ભા. ૪]

    ૨. અભો સોરઠીઓ : ભાવનગર રાજ સામે : ઈ. સ. ૧૮૦૦ લગભગ : ધીંગાણે કતલ થઈ ગયો. [ રસધાર ભા. ૩ ]

    ૩. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમજ એજન્સીની સામે : ઈ.સ. ૧૮૩પ : કેદની શિક્ષા પામ્યો ને પછી છુટ્યો. [ સો. બ. ભા. ૧ ]

    ૪. નાથો મોઢવાડીઓ મેર : જામનગર સામે : આશરે ઈ. સ. ૧૮૩૦ : કામ આવ્યો. [ સો. બ. ભા. ૧ ]

    ત્રીજો વિભાગ : અંગત વેરને કારણ બહાર નીકળી જઈ કાયદા વિરૂદ્ધ, પરંતુ બહારવટાંના નિયમ મુજબ જીવન ગાળનારા :

    ૧. ગીગો મહીયો : જુનાગઢ સામે : ઈ. સ. ૧૮૫૧-૬૦ : કતલ થયો.

    ૨. મીયાણો વાલો નામોરી : ૧૮૯૦ : કતલ થયો : [ સો. બ. ભા. ૧ ]

    ૩. સાલોલીનો ચારણ નાગરવ ગીયડ.

    ૪. રાયદે બુચડ ચારણ

    ચોથો વિભાગ : કેવળ ચોરીલુંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા.

    ૧. મોવર સંધવાણી : માળીયાનો મીયાણો : ઈ. સ. ૧૮૮૦-૮૬ : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. [સો. બ. ભા. ૩ ]

    ૨ એકલીયો ( પુનરવ ) : મોવર સંધવાણીનો સમકાલિન.

    પ્રથમ કોટિના બહારવટીઆ વિષે કીનકેઈડ યથાર્થ લખે છે કે “પહેલા વિભાગના બહારવટીઆ વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઈગ્લાંડના વ્હેલા કાળના બહારવટીઆને સારી પેઠે મળતા આવે ​છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટીંગ્ટનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવુડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબીનહૂડ’ નામથી એ ધરોધર સુપ્રસિદ્ધ છે, એનો મુખ્ય હેતુ ગુન્હા કરવાનો નહોતો, – જો કે સાચેસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મળવ્યાં.*[૧]

    “સૌરાષ્ટ્રના ગરાસીઆ બહારવટીઆ પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળીઆ પાડોશીઓએ ઝૂંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા. કેમકે હજુ ૧૯૦૨માં જ જ્યુડીશીઅલ આસીસ્ટંટે જુનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાની ટોળીને ગુન્હેગાર ઠરાવેલી).

    “આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરોને ને સંબંધીઓને એકઠા કરી લુંટફાટ તથા ખુનખરાબી ચલાવતા, કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જાતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે. અને જેથી તે બહારવટીઆને એની જાગીર પાછી સુપ્રત કરતા. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદા જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેંશા પોતાના તાબાના જાગીરદારને હોઈયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટીઆને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પાડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભુત થવા વધુ આતૂર રહેતા.

    “ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુન્હારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેએાની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વ્યાજબી દાદ મેળવવાની જ હતી, એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેએાના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”

    સંતાવાનાં સ્થાન

    આમાંનાં કોઈ બહારવટાં બાર બાર વરસ સુધી ટક્યા, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂલતા પૂરી પાડનાર

    ↑ * રોબીનહૂડના ધર્માચરણની લગાર પણ નોંધ કેઈનકેડ નથી લેતો

    ​એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે: ગિરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાલ તેમ જ વિકટ છે, કે “ગિર તો માનું પેટ છે એવી કહેણી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વાંકા છે. પાંચાળમાં ઠાગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઉંડી ઉંડી ભાદર એાઝત જેવી નદીઓના કોતરો પણ બહારવટીઆના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ ઉપર ધોળે દિવસે ડરાવે તેવા કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડાઝર, વેજલ કાંઠો, ભાણગાળો, રાવણો ડુંગર, નાદીવેલોલ ડુંગર, પોલો પાણો, બોરીઓ ગાળો, વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઉતરી ગયા છે જુએા:

    “રામવાળાનાં લગન આવ્યાં;
    લગનીયાંનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
    ક્યાં રોકાણો રામવાળો !”

    બીજો આશરો નાના મોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધદિલે દિલાસો ધરાવનારાઓ બહારવટીઆને સંધરતા હતા.

    ઈષ્ટ દેવતાની પ્રતિષ્ઠા

    બહારવટીઓ એટલે-બેશક એની વિલક્ષણ રીતે-વ્રતધારી ને વ્હેમી. કોઇક દેવસ્થાનને આરાધે: લગભગ તમામ બહારવટીઆ પોતાના ઇષ્ટદેવની પ્રાણપ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમૂક જાતની શારીરિક પવિત્રતાના લોપમાથી એ ઈષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર સાંજ જમીઅલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તરબી ફેરવી પોતાની તલવારને પણ ધૂપ દેતો. બાવાવાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવે, છતાં ૫ણ એ આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રગટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટીઓ પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષી રૂપે ઝીંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ ‘રેઢી જયોત’ પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પાતાની સાથે પીરનો કીનખાપી વાવટો ફેરવતો અને રામવાળો સૂરજદેવળનો પંજો રાખતો. વાધેરો દ્વારિકાનાથના સેવક હોઇ ‘જે રણછોડ !’ એ એની રણહાક હતી; ​જોધા વાઘેરનો ભત્રીજો મુળુ માણેક પણ એવો જ વ્હેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપૂર લૂંટવાની મધરાતે જ મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉધડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રૂદન કર્યું હતું ! અને મોવર સંધવાણી સરખા ચોરને પણ ‘કોઠાવાળો પીર’ સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટીઆ જેસાવેજા તો દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર ઘોડાને બદલે અસવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટીઆ એટલે શુકન અપશુકનના મોટા વ્હેમી : જુના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખેઃ ગધેડાનુ ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઉડવું, વગેરે ચિન્હોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલવા ગામ ભાંગતા પહેલાં કોઈ બહારવટીઓ સીમાડે સૂઈને અમૂક સ્ફૂરણા અનુભવતા તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામવાળા જેવો પેાતાની ટોળીની સંખ્યા–ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો ‘દસમો સૂરજ ભેરે છે ‘ એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો વળી જતો. ઈષ્ટદેવોની આરાધનામાં બેશક આત્મ-રક્ષાનો જ આશય ઉભો હતો.

    દેહદમન

    આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાના, દેહદમનનાં, એવાં બિરુદોનું પણ પાલન કરવું. ઘણી વાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યોનો સંહાર અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવન-રક્ષા ! જેસોવેજો તો પોતાના અંગ પરની જુ પણ ન નાખી દેતા ડગલામાં જ સાચવી જીવાડતા. કહેવાય છે કે એ ડગલાએામાં એટલી તો જુઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જુઓના ચટકાથી તોબાહ પોકરાવતા. છતાં એટલી બધી જુઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પાતાના શરીર પર ધારણ કરી રહેતા. એટલું જ બસ નથી. એના કાકા ગંગાદાસને તો પીઠ પર પાઠું પડેલુ: એ પાંઠામાં ગંગદાસજી લોટનો પીંડો ભરીને કીડાને એ ખવરાવી જીવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામા નાખતા.

    યતિધર્મ

    સારા બહારવટીઆ તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રીબાલકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યા ​હોવાથી એણે કૈં કૈં વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધા. જેસાજીવેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટા પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથી યે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની, પાલીતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં પોતાને ગામ માતાને રાતે ખરચી આપવા જાય છે: મા રાત રહેવા વિનવે છે પણ એને તો બહારવટું પાર પડ્યા પહેલાં ઘરનું પાણી પીવું ય હરામ છે : માતાએ માન્યું કે ઓરડામા ઉભેલી એની સ્ત્રી સાથે ચાર આંખ એક થશે તો દીકરો રોકાઈ જશે, એટલે બહાનુ બતાવીને અંદર મોકલ્યો: ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠીઆણીએ ઢોલીઓ ઢાળ્યો : જુવાન ચાંપાની અાંખ બદલી : બોલ્યો : “કાઠીઆાણી છો ? અટાણે ઢોલીઓ ! હું બહારવટે છું એટલી ય ખબર ન રહી !” એમ કહી ચાંપો ગયો : અને બીજી જ રાતે ગારીઆધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગેાળીથી વીંધાઈ મરણ પામ્યો.

    બાકી ઉતરતી ભૂમિકાના મેાવર સંધવાણી જેવા બહારવટીઆ છુપી- ચેારીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.

    દયાદાન

    વાલો ઠુંઠીઓ જે વેળા રણમાં ઉંટનું કુંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડે ઉભું રાખ્યું, અને વાલાએ, પાતે મુસલમાન હોવા છતાં પણ, ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો.

    જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસીઆ નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાશી જમાડી હતી. બ્રાહ્મણા, બાવા, સાધુઓ વગેરેને ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટીઆઓએ બતાવ્યો હતો. અલબત એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટીઆના મનમાં એની ભાવના તો હતી જ. (શીવાજીએ પણ પોતાના શરીર ભારોભારનું સૂવર્ણ બ્રાહ્મણોને જ વહેંચ્યું હતું.)

    સ્ત્રીજાતિનું સન્માન

    લોકસમૂહ તો આ સર્વથી ઉંચા–અતિ ઊંચા એવા એક યતિ- ધર્મ ઉપર ફીદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેના સન્માનનો ​બહારવટાં–ધર્મ : જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણીએ પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસ તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માન રૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મ્હોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મ્હોં પર પછેડીનો ઘુમટો તાણી જતો. એટલું જ બસ નથી એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને “મારી માબોન્યુ.” કહેલી.

    બહારવટીઆની એ સ્ત્રી-સન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ધ્ય એ શિયળને જ ચડાવ્યા છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ બાંકા છે :

    ઠણકો ના૨ થીયે, ચત ખૂમા ! ચળ્યું નહિ,
    ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા !

    [ ઓ ખુમાણ ! નારીના પગનો ઠમકારો થવાથી તારૂં ચિત્ત કદિ ન ચળ્યું; જ્યારે બીજી બાજુ તો ઓ જોગીદાસ ! મેાટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા ! ]

    પ૨નારી પેખી નહિ, મીટે માણારા !
    શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસીઆ !

    [ ઓ માણા (કાઠી) ના પુત્ર ! ઓ જુવાન જોગીદાસ ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા વૃદ્ધ શ્રૃંગી ઋષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા. ]

    કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત: ધરની ઓરતને તો એણે મકરાણમા મોકલી દીધેલી : બે ભાઈએાને લઈને ગામડાં ભાંગે છે : એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડીઆ રજપૂતનાં ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધ નગ્નાવસ્થામાં જ ઉઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઉભો રહ્યો : કહ્યું કે બેન ! તારાં કપડાં સંભાળી લે : પણ એ અબળા ધાકની મારી હલી ચલી ન શકી: બેન ! તારી ખડકી દઈ દે ! એટલું કહીને કાદુ બહાર નીકળી ગયો. એ ઘર ન લૂંટ્યું. ​લાલશાને ખાતર તો શું, ચોકખી લુટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટીઆઓાની નીતિમાં નામંજૂર હતું. વાધેરો લૂંટતી વેળા દુર ઉભા રહી સ્ત્રીઓને આટલું જ સંબેાધન કરતા કે : “ઘરેણાં ઉતારી દે બેન : તારી ભોજાઇઓને પહેરવા લુગડાં નથી. ખબર છે ને ?” મેાવર સંધવાણીએ પણ એજ વર્તાવ રાખેલો.

    એથી યે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંફ્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધા આપેલ છે. અંતરિયાળ એ જુનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત ને બાળકનો ટપ્પો મળે છે. જો એને ઝાલીને બાન તરીકે રાખે તો પણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મ્હોમાં એક જ વેણ હતું કે “તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે !”

    મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટીઆ રામવાળાએ ભરયૌવન છતા અને સાથીઓ સહજમા લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રાંતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામા નોંધાયા છે. બહારવટીઆ વાલાએ તો અમૂક બાઇની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાની વાર તૂર્ત જ કહેલુ કે “એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો. કેમકે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો, મારો મારો ભાઈ છે, તો પછી હુ દોષે ભરાઉ !” તદન conventional – રૂઢિગત સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.

    શ્રી ધૂમકેતુએ પેાતાની ‘તારણહાર’ નામની ‘ ટૂંકી ‘વાર્તામાં સામત ખાચર નામના એક સોરઠી બહારવટીઓ કલ્પેલો છે એક ચારણ કન્યાના શરીર પર લાલસાનો હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટીઆએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટીઆની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એના એક સાથીએ મોરબી તાબાના ઝીકીઆળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી. પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળ લગાર જ ઉંચી કરી નાખી: ગોળી ગુન્હેગારના શિર પર થઈને ચાલી ગઈ: વાલાએ ​બીજો ઘા ન કર્યો: ‘પણ ભાવિષ્ય ભાખ્યું કે “બેલીઓ ! આની નીચવા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું ! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે.”

    બરાબર આઠમે દિવસે બહારવટીઆની આખી મંડળીને એજન્સી પોલીસ ઉપરી ગોર્ડન સાહેબે પેથાપગી નામના, બહારવટીઆના કોળી આશ્રયદાતાની મારફત કેફી લાડવા મોકલી ખાનારને બેહોશ બનાવે તેવું ઝેર ખવરાવ્યું અને બેશુદ્ધ બહારવટીઆ મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્ય-વાણી સાચી પડી.

    બહારવટીઆનાં શરીરબળ

    અનોધા કૌવત આ સૈારાષ્ટ્રીય લડાયક જાતિઓમાં ભરેલાં હતાં. વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાને દોટાવી જતાં. એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદુકો તથા દારૂગેાળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેએા રાતોરાત ત્રીસ ત્રીસ ગાઉ નીકળી જતા. પેાતાના સાથીએાનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૃર વીંધવાં તો એને સહજ હતુ : અધરાતે, બી. બી. સી. આઈ. ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી. હાથમાં હથીઆર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પૂલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મીયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી. સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયા તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાતૂર પાણી ઉમટે છે, ત્યારે માળીઆના મીયાણાઓને હાથપગ બાંધીને તમે ફેંકી દો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલા અાંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઇ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલીતાણાના બહારવટીઆ હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાનાં બંને પડખાં વીંધીને ગોળી ચાળી ગયલી તો યે જરા યે સીસકારા ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર, ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાંનું નળીયુ લઈ, બે ટુકડા કરી કમરની બને બાજુએ ચાપી દઈ, ઉપર પાટો કસકસાવી લેાહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી અાગબોટ જ્યારે શંખોદ્વાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે ​પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટીઆએ ગોદડાંના ભીના ગાભા લઈને ગોળા સામે દોટ મૂકી એ ગોળાને ફાટતા પહેલાં તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે માકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને, ધુળ ચાટતા ન મરવું, પણ બેઠા બેઠા, ‘નથી મર્યા, જીવતા છીએ,’ એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું: એ તેઓનુ અભિમાન હતું. મોતની સજા પામેલા મેર બહારવટીઆ હરભમ રાતડીઆએ પારબદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઉડી જવું પસંદ કર્યું હતું.

    શત્રુતાનો પ્રકાર

    રાજસત્તાઓની પરિભાષામાં આ સર્વ લોકોને ‘હરામખોરો’ અથવા ‘બદમાશેા’ શબ્દથી ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ઘણી ખાનદાનીથી ભરેલો હતા. હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસિંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે શિહોરમાં લૌકિક જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિયે રાઘા ચાવડા નામના લુંટારાના હાથમાથી ઉગારી છેક ભાવનગરના સીમાડામાં મૂકી જાય, ઠાકોરની દીકરી – તે પણ રાણીની નહિ, રખાતની દીકરીના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે. એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટીઆ, હાથમાં ભરી બંદૂકો છે છતાં “લાખુંના પાળનારને ન મરાય” એ બિરદ રાખી રાજા બહાદૂર જાલમસંગને મારતા નથી, પણ “રાજા બહાદૂર ! તારી ભેંટનો જમૈયો સંભાલજે !” એટલું કહી ગોળી છોડે : જમૈયો ઉડાવી નાખે : એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા જ ત્યારે મકનપુર ગામના વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે “કોણ તું ?” પડેલા માણસે જવાબ દીધો: “હું તારો શત્રુઃ તારી સેવેલી સ્ત્રીને ઉપાડી જનાર.” : “કોણ વસઈવાળો વેરસી ?” “હા, અટાણે તારો વેર વાળવાનો સમો છે, મને ઝટ ટુંકો કર.” “વેર અટાણે ન વાળું , અટાણે તો તું ​મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.” એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટીઓ પોતાના એક મીયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે : ગોળી ચલાવે છે: એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ ન આંટી : બંદૂક મેલીને વાલો સામે ચાલી : “આવ બેલી આવ, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પીએ.” એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા: એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે “એ વાલા ! તારી ગા.” વાલે કહ્યું. “ ગા થાછ ? દે ભાંભરડા !” શત્રુએ ત્રણ વાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વાલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ “પે મ ભજો ! બાપ ન ભાગો ! માનું દૂધ ન લજાવો !” એવા શુરાતનના પડકારા કરતા, બનતા સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા.

    ખુન્નસભર્યો કાદુ, પોતાનાં કુળ પર કારમાં વીતકો વીતાવનાર પોલીટીકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં, ઘોડાગાડી ચુકે, બીજી ગાડીમા બેઠેલ અન્ય ગોરાને કે સ્કૉટની મડમને ન મારે, જેક્સન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જેકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુ-ધર્મ રહેલો છે.

    ભીમો જત બબીઅારાના ડુંગર પર એક જ સાથીના સાથમાં ગાફલ બનીને બેઠો છેઃ ઓચીંતો શત્રુની ફોજે ઘેરી લીધો: શત્રુના મીરે સામેથી પડકાર્યો કે “હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે !” ભીમો ઉભો રહ્યો: શત્રુઓને હાકલ દીધી કે “તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ !” તલવારની રમત મંડાય : ભીમાએ ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કર્યાઃ ને પછી દગાથી એનો દેહ પડે: એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યા તેણે પાતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવાવાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસુરવાળાને સાંતી હાંકતો કર્યોઃ મિત્રો કહે ‘બાવાવાળા ! એને બે ઝાળાં તો દે !’ બાવાની છાતીએથી ન છુટ્યું: સાથી રીસાઈને ચાલ્યો ગયો: શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવાવાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.

    (Thanks to Keyur jani)

  • જન્માષ્ટમી વિશેષ: રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટુ !

    જન્માષ્ટમી વિશેષ: રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટુ !

    વિરલ રાઠોડ , અમદાવાદ

    રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું

          ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા સાથે અવિસ્મરણીય રીતે ખીલી ઊઠેલી પ્રકૃતિનું સેલિબ્રેશન. ન તડકાનું ટેનશન ન ટાઢની ચિંતા. ખુશનુમા માહોલ વચ્ચે કુદરતી છતાં માણી શકાય એવી મસ્ત ટાઢક. લીલીછમ પ્રકૃતિનો રસ જ્યારે આંખ વાટે અંદર જાય ત્યારે ભલભલાના કલેજામાં ક્રિએટિવિટીના બીજ સ્ફૂરી ઊઠે. સીઝનલ કવિઓની આખી ફૌજ ઊભી થાય. હવે સમય થોડો અપડેટ થયો એટલે રીલ્સના રહુડિયાઓએ વીડિયોની હોડીમાં વિહાર કરવા નીકળી પડે. ડેમ ઓવરફ્લો થાય એ જોવા જાય ત્યાં પણ રીલ્સનું રેકોર્ડિંગ શરૂ થઈ જાય. ઘણી વખત જે તે જગ્યાએ એવા બોર્ડ વાંચીને આશ્ચર્ય થાય કે, જોખમી જગ્યા પર ખતરો કે ખિલાડીઓ(ખોટે)ને એટલી બુદ્ધિ તો નહીં જ હોય કે અહીંયા સેલ્ફી કે રીલ્સ ન બનાવાય. એટલા માટે જ બોર્ડ મૂકવા પડે. સીઝન હોય, શાંતિ હોય અને એ..યને મસ્ત માહોલ હોય એટલે એક રમત દર વર્ષે શરૂ થાય. આ ગેમ્સ હવે તો મોબાઈલમાં આવી ગઈ છે. એપ્લિકેશન સ્વરૂપે. દ્વાપરયુગથી રમાય છે પણ યુગે-યુગે એના સ્વરૂપ બદલાય છે. મહાભારતમાં પણ હતી. અત્યારે ભારતમાં પણ પોપ્યુલર છે.

     

     

    જન્માષ્ટમી આવે એટલે સૌરાષ્ટ્રના ગામડાં ખૂંદવાનો મોકો મળે. એક ચોક્કસ પ્રજાતિ તો આ તહેવારના મહિનાઓ પહેલા એક જગ્યાએ ગોઠવાય જાય. ‘વસ્તુ’ તો મંગાવી શકાય નહીં કારણ કે શ્રાવણ મહિનો ચાલતો હોય એટલા માટે રમતના સાધનોનો બંદોબસ્ત એડવાન્સમાં થઈ ગયો હોય. પછી તો બેંકમાં પૈસા ગણવાનું મશીન જે ગતિએ પૈસા ગણે એમ એ ગતિએ વિતરણ થાય. ખેલાડીઓ ચોક્કસ સ્ટાઈલથી એને ઉપાડે અને પછી એવો પંખો બનાવે કે જાણે એમાંથી કરોડો રૂપિયાનો ઑક્સિજન મળવાનો હોય. અંતે હાર-જીતની ચર્ચાઓ મહિના સુધી ચાલે. કોણ ઊતર્યું અને કોણ ફાયદામાં એ માટે તો આ સીઝનમાં આ રમતના ખેલાડી વગર ડિગ્રીના ફેસ રિડીંગમાં પીએચડી થયા હોય એવો હિમાલય જેવડો આત્મવિશ્વાસ દેખાડે. હકીકતમાં તો આ રમત કાયમી થઈ ગઈ છે. નાના શહેરોમાં છાના ખૂણે રમાય અને રમાડાય છે. પછી જો જીતા વો સિકંદર જો હારા વો બંદર (બાતમીદાર). શેરમાર્કેટની પરિસ્થિતિ સમયાંતરે રોકાણકારો સાથે ગેમ રમી નાંખે છે. બાકી રાજરમત તો ગામેગામ કાયમી ધોરણે ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક વીજવેગે ચાલું જ હોય છે. ચૂંટણી નજીક હોય એવા સમયમાં તો ભારે રમત રમાય છે. વાયદાઓનો પિટારો એવો ખોલવામાં આવે કે, થોડો સમય તો એવું લાગે કે, આ ખેલાડી છે કે ઘરનો માણસ? પણ હકીકતમાં ઘરનો માણસ પણ એક ખેલાડી જ હોય છે.

    ક્રિકેટ કે ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોનું જોરશોરથી એલાન થાય છે. એ પહેલા એના સિલેક્શનમાં પણ ઘણી રમત રમાઈ ચૂકી હોય છે. પ્લેયર્સ માત્ર મેદાનમાં જ હોય એવું જરૂરી નથી. સમાજમાં પણ હોય અને સિસ્ટમમાં પણ હોય. ઓફટર ઓલ આવા ખેલાડી અંતે આવે છે તો આપણી આસપાસની જ સોસાયટીમાંથી. એટલે વધારે પડતા કોઈ રમતમાં ઊંડા ઊતરવું એ વ્યક્તિનું માનસિક ઑપરેશન કરવા જેવું થશે.

     

    જૂન મહિનો આવતા જ શિક્ષણ ક્ષેત્રે રમતો શરૂ થાય છે. ચોમાસામાં સારા વરસાદ પછી જે રીતે લીલું ઘાસ ચોતરફ ઊગી નીકળે એમ મે અને જૂન મહિનામાં બિલાડીના ટોપની જેમ શાળાઓ ઉઘડે. મેદાનના ઠેકાણા ન હોય તો પણ ક્યા જૂના વર્ષના ફોટો ટિંગાળીને વાલીઓ સાથે ગેમ રમવામાં આવે છે મારો રામ જાણે. આ બે મહિનામાં સ્ટેશનરીવાળાઓ પણ જબરા ખેલ પાડી દે. ડિસ્કાઉન્ટના નામે જૂનો ડુચો બટકાવી દે. એમઆરપીના સ્ટિકર તો દુકાને દુકાને નવા બનતા હોય એવું આજનું ચિત્ર છે. એક રમત તો એવી છે કે, ભલભલાને બોટલમાં ઊતારી દે. મોબાઈલ પર ફોરવર્ડ થતી લીંક. જેના પર ક્લિક કરો એટલે એક નંબર પૂછે અને પછી તિજોરૂનું તળિયું ખાલી બાકી રાખે. સિક્યોરિટીમાં આવી લોલમલોલ. સવાલ એ પણ થાય કે, આવા ભેજાબાજો પાસે નંબર આવતા ક્યાંથી હશે?

     

    નાનકડા નિરિક્ષણ પરથી કહું તો જે તે સોસાયટીઓમાં ચોપડામાં એન્ટ્રી કરાવવામાં આવે છે ત્યાંથી. કોઈને કોઈ તો આવા નંબરના ડીલિંગમાં હોય છે.

     

    મીઠાઈની દુકાનથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો સુધી એક રમતનું સાતત્ય અખંડ છે. ખોટું બોલવાની રમતનું. શરૂઆત અધિકારીથી થાય પછી એય ને ક્યાંનું ક્યાં પહોંચે કે ન પૂછો વાત. જન્માષ્ટમી પર જેનો બર્થ ડે આપણે જોરશોરથી ઉજવીએ છીએ એને પણ જુઠ્ઠ બોલવું પડ્યું હતું પણ એ બીજાની આજીવન ભલાઈ માટે હતું. બસ ફેર એટલો છે કે, અત્યારે લોકો ‘મલાઈ’ માટે બોલે છે. માખણથી લઈને મોલના રાશન સુધી મિલાવટની જબરી રમત ચાલે છે. સમયાંતરે પકડાઈ જાય છે પણ વેલિડિટી ઝડપથી પૂરી થઈ જાય છે. ફૂડ વિભાગના દરોડા હોય એક આયકર વિભાગના, સિક્યોરિટીના તળે અંદર કંઈક તો રમત રમાતી જ હશે. એટલા માટે જ કેટલાક હરામખાયાઓના નામ પબ્લિક જાણતી હોવા છતાં સરકારી ચોપડે નથી આવતા.

     

    ખેર આવી રમતોની યાદી મૂકીશું અને નિરિક્ષણ કરતા રહીશું તો રામરાજ્યની કલ્પના માત્ર બંધ આંખો પૂરતી સિમિત થઈ જશે. હકીકતમાં તો દેશને એક સશક્ત રાષ્ટ્ર બનાવવા માટેની તાતી જરૂર છે. બસ એના પાયામાં ભ્રષ્ટાચારની ઊધી ન હોવી જોઈએ. ચાલો ત્યારે ખોટી રમત રમવાનો વિચાર આવે ત્યારે રણછોડનું નામ લઈ જજો.

     

    હેપ્પી જન્માષ્ટમી. બસ આને જુગારાષ્ટમી ન બનાવી એ જ સાચી ઉજવણી.

  • સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

    સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

    ભાજપનું ગઢ ગણાતા મહેતાપુરા વિસ્તારમાં હિન્દુ સિનિયર સિટીઝનો વડે ધ્વજ આરોહણ કાર્યક્રમનું આયોજન કરીને મહેતાપુરા એકતા મંચ વડે હર ઘર તિરંગાનું સંદેશ અપાયો.

    પાણપુર અને આરટીઓ તેમજ  જઈરાબાદ વિસ્તારના મુસ્લિમ પરિવારો-યુવાનોએ તિરંગા રેલી કાઢીને રાષ્ટ્રવાદની ભાવનાથી વાતાવરણ છલકાવી દીધું!

    સરકારી આયોજનના ભાગરૂપે હિંમતનગર ખાતે મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડૉરની અધ્યક્ષતામાં ૭૮મો સ્વાતંત્રતા પર્વ ધામધૂમ થી ઉજવાયો

    સાબરકાંઠાના વિવિધ તાલુકાઓમાં પણ રાષ્ટ્રીય સ્વાતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી.

    વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો  શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા

    *******

          સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે  હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.    

      મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે.

        મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી દ્વારા ‘એક પેડ મા કે નામ’, એમએસએમઈનો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકિય સુવિધાઓ, સોલાર સહાય, જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, રેનબસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનશ્રીના જ્ઞાન આધારીત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી.

    મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારીશક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

     આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો  શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. 

    આ સ્વાતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રીમતી રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો રતનકંવર  ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, પૂર્વ સાંસદશ્રી દિપસિંહ ચૌહાણ,  અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી વિજય પંડ્યા, મહિલા અગ્રણી કૌશલ્યાબા તેમજ  વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

     


    સ્વાતંત્ર દિવસ પૂર્વે હર ઘર તિરંગા કાર્યક્રમ: રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને નાગરિકોએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ધૂમ મચાવી!!!

    દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબ દ્વારા કરવામાં આવેલા “હર ઘર તિરંગા” અભિયાનના આહ્વાનને સાર્થક કરવા પ્રત્યેક નાગરિક કટિબદ્ધ અને ઉત્સાહિત છે.

    ત્યારે આ અભિયાનને આગળ ધપાવવાના પાવન ધ્યેય સાથે ગત મંગળવારે અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મોડાસા તાલુકા/ શહેર સંગઠન અને જિલ્લા મોડાસા તાલુકા/ શહેર યુવા મોરચા દ્ધારા આયોજિત “તિરંગા યાત્રા”માં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી ને રાજયકક્ષાના માન. મંત્રીશ્રી અને ભીખુસિંહજી પરમાર અને પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાથે ઉમળકાભેર સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો

    આ યાત્રામાં હોંશભેર જોડાયેલ સર્વે નગરજનોનો અપાર ઉત્સાહ અને ઊર્જા દર્શાવે છે કે “હર ઘર તિરંગા” અભિયાન સૌ કોઈ માટે પ્રેરણાત્મક બની રહ્યું છે.

    આ યાત્રામાં, અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી અમીષભાઈ, અરવલ્લી જિલ્લા પ્રભારીશ્રી અનિલભાઈ પટેલ, મોડાસા શહેર પ્રમુખશ્રી રણધીર ચૂરગર, મોડાસા તાલુકા પ્રમુખશ્રી ભીખુસિંહ પરમાર, મહામંત્રીશ્રી જગદીશભાઈ સહિત તાલુકા શહેર સંગઠના ના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ, જિલ્લા/ તાલુકા અને શહેર સંગઠનના અને તાલુકા/ શહેર યુવા મોરચા ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

    સાબરકાંઠા: હર ઘર તિરંગા*

    *સાબરકાંઠામાં વિવિધ આરોગ્ય કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો*

    સાબરકાંઠા જિલ્લામાં નાગરીકોમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે આગામી સ્વાતંત્ર પર્વ પૂર્વે ઠેર-ઠેર “હર ઘર તિરંગા” કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકા હેલ્થ કચેરીઓ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા આરોગ્ય કચરી વડાલી, તાલુકા આરોગ્ય કચેરી હિનમતનગર, તાલુકા આરોગ્ય કચેરી ઇડર, આયુષ્માન આરોગ્ય મંદિર દલાની મુવાડી, આયુષ્માન આરોગ્ય મંદિર ઊંચી ધનાલ વગેરે આરોગ્ય કચેરીઓ ખાતે માન સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો.

  • પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા મહેકાવી

    પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા મહેકાવી

    નીરવ જોશી (બનાસકાંઠા – પાલનપુર) M-7838880134 

    *જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૬૦ દિવસની લાંબી સારવારના અંતે રજા અપાઈ.*

    *ભરૂચ ખાતે રોડ અકસ્માતમાં વડગામ તાલુકાના મેતા ગામના યુવાનને જમણા પગે ફ્રેકચર થતા સફળ ઓપરેશન કરાયું*

    પાલનપુર ..

    કેટલી વખત સરકારી હોસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ જે તે વિભાગના ડોક્ટર વડાઓ કે એમની ભૂલોના પરિણામે કેટલાક દર્દીઓ દયાજનક હાલતમાં મુકાઈ જતા હોય છે !!! પરંતુ આવા દર્દીની સારવાર પણ બીજી કોઈ શહેરની જનરલ હોસ્પિટલમાં નિશુલ્ક કરી અને એમની ભૂલનો ભોગ ફરીથી ન થાય તેવું એક ઉદાહરણ બનાસકાંઠાની પ્રસિદ્ધ પાલનપુર ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના સર્જનો ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગએ સાબિત કર્યું છે, આ દાખલો એ સામાન્ય પ્રજાને કેવા પ્રકારની સારવાર સરકારી હોસ્પિટલમાં મળે છે – એ પણ જાણવા માટે વાંચવો જરૂરી છે.

    સરકારી સિવિલ હોસ્પિટલમાં માનવતાને મહેકાવે એવા ઘણા ડોક્ટરો રહેલા છે તે પણ આ વાર્તા કે સમાચાર જાણીને અનુભવી શકાય છે!

    બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેતા ગામના ૩૫ વર્ષીય વિપુલભાઈ અમરતભાઈ રાઠોડ જેઓ ભરૂચ ખાતે દરજીકામનો ધંધો કરતા હતા ત્યારે જેઓ સાંજના સમયે પોતાના ઘરે ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ગાડી વાહન ચાલકે ટક્કર મારતા પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બેભાન અવસ્થામાં રસ્તા વચ્ચે ઢળી પડ્યા હતા. અકસ્માતના પગલે ગાડી ચાલક પોતાની ગાડી લઈને નાસી છુટ્યો હતો. જોકે ઘટનાના પગલે સ્થાનિક લોકો આવી જતા ૧૦૮ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જે બાદ સવિલ સ્ટાફ દ્વારા પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર તાબડતોડ હોસ્પિટલ ખાતે પોહચી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી હતી.

    વધુ સારવાર માટે બીજા દિવસે ૧૦૮ મારફતે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ત્યાંના ઓર્થોપેડિક વિભાગના ડો. તપાસ કરતા જમણા પગે ફ્રેકચર હોવાનું માલુમ પડતા ચાર જેટલા એક્સરે રીપોર્ટ ટુ-ડી ઇક્કો તેમજ લોહીના રીપોર્ટના આધારે જરૂરી એન્ટીબાયોટીક દવોઓ આપી ૧૦ માં દિવસે જમણાં પગે ઓપરેશન કરી ચોથા દિવસે રજા આપવામાં આવી હતી.અકસ્માતમાં ઈજા પામનાર વિપુલભાઈ જણવ્યું હતું કે છેલ્લા આઠ મહિનાથી અમદાવાદની હોસ્પિટલ ખાતે પગના ભાગે ફ્રેકચર થતા દવાઓ તેમજ ટ્રીટમેન્ટ ચાલુ રાખવામાં આવી હતી અને પગના ભાગે રસી થઈ જતા ચાલી શકાતું પણ નોહતું…. ઓપરેશન દરમિયાન જમણાભાગે નાખેલો સળીયો લાંબો હોવાથી ઢીચણ તેમજ પગે સોજા આવી જતા હતા. વડગામના સ્નેહીજનો ના જણાવ્યા પ્રમાણે પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ ૧૯ એપ્રિલના રોજ ઓર્થોપેડિક વોર્ડ ખાતે લવાયા હતા. જેમાં ઈજાગ્રસ્તના અગાઉના તમામ રીપોર્ટ તેમજ કેસની ગંભીરતા ને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવીન સી.બી.સી, સી.આર.પી એક્ક્ષરેના રીપોર્ટના આધારે જમણા પગના થાપાનાં હાડકામાં રસી થતા પગે ચાલી શકતા ના હોવાથી અસહ્ય દુખાવાથી પીડાતા હતા જેના લીધે દાખલ કરી આગળની સારવાર હાથ ધરવામાં આવી હતી.

    સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનીલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો.અજય પટેલ, ડો રવિ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા થાપાના બહારના ભાગેથી પગમાં ચાર થી પાંચ જેટલા ભાગોમાંથી રસી આવતી હતી. જેના લીધે ૨૦ સેન્ટીમીટર નો ચીરો પાડી અગાઉ નાખેલ સળીયાને બહાર કાઢીને થાપાના હાડકાની સાફસફાઈ કરી જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી. રસી મટી જતા ૨૦ દિવસ બાદ બીજા તબક્કામાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે થાપાના હાડકામાં પુન નિર્માણ સળીયો નાખીને ની: શુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવતા ૬૦ દિવસની લાંબી સારવારના અંતે આજે રજા આપવામાં આવતા પરિવારે સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

    શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર બનાસડેરીના પાંચ લાખ પશુપાલકોની પોતાની માલિકીની પુરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

     

  • હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને પોલીસના જવાનોએ સાબરકાંઠા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એક કલાક યોગ કરીને દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શોભા વધારી હતી. સમગ્ર  વર્ષ દરમિયાન યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંકલ્પ કર્યો હતો.

    આ ઉપરાંત જિલ્લાની ધાણધા ગામ ખાતે નર્સરીએ આવેલા યોગ પ્રેમીઓને વિનામૂલ્યે ફળફળાદીના રોપાનું વિતરણ કરીને કાર્યક્રમ ખૂબ જ ઉત્તમ બનાવ્યું હતું.

    સ્વંય અને સમાજ માટે યોગ’’

    હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે  ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

    આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી.

    ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ સ્વંય અને સમાજ માટે યોગ’’ની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

                આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ  શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે.

    NCC -Idar cadet ના વિદ્યાર્થીઓ પણ હાજર રહીને કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર યોગ કર્યા હતા

    આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના જીવતં પ્રસારણને નિહાળ્યુ હતુ.  દર વર્ષે જેમ હિંમતનગરની અનેક શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહી યોગ દિવસ નું મહત્વ પોતાના જીવનમાં ઉતાર્યું હતું, દર વર્ષની જેમ હિંમત હાઈસ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં હાજર હતા

             આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે,જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,પ્રાંત અધિકારીશ્રી,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કક્ષાના કોર્ડીનેટર અમીબેન પટેલ બીજા યોગ પ્રશિક્ષકો આશિષભાઈ, ફાલ્ગુનીબેન, રાજેશભાઈ Modi તેમજ અન્ય યોગ ટ્રેનરોએ યોગ માર્ગદર્શન આપ્યું હતું.


    દર વર્ષે જેમ ગુજરાત યોગ બોર્ડની ભૂમિકા પોલીસ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજાણી સફળતાપૂર્વક કરાવવામાં ખૂબ મહત્વની રહી હતી

    આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ નિદર્શન યોજવામાં આવ્યું જેમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાબરકાંઠા જિલ્લા કોઓર્ડીનેટર પટેલ અમીબેન અને તેમના ટીમ દ્વારા સ્ટેજ પર યોગ કરવાનો અવસર મળ્યો, ઉલ્લેખનીએ છે કે સમગ્ર વર્ષ દરમિયાન યોગ બોર્ડ વડે તૈયાર થયેલા યોગ પ્રશિક્ષકો અલગ અલગ હિંમતનગરના નગરપાલિકાના બગીચાઓમાં યોગ પ્રશિક્ષણના વર્ગો પણ નિયમિતપણે ચલાવે છે જેથી હિંમતનગરમાં વધુમાં વધુ યોગ અંગે જાગૃતિ ફેલાઈ શકે.

    સાબરકાંઠા અરવલ્લી લોક સભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.

    ૨૧મી જૂનએ સૂર્યભ્રમણ પૃથ્વી ધરી પર ફરતો હોય છે ત્યારે ૨૧ મી જૂનએ લાંબા માં લાંબો દિવસ છે.

    વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટએટેક, કીડની જેવા રોગો વધ્યાં છે.ત્યારે યોગ દ્વારા લોકોની ઈમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે. યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે.


    સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.

    વિશ્વ યોગ દિવસ , બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.


    વિશ્વ યોગ દિવસ કાર્યક્રમની શુભ શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી મંગલપુરૂષ સ્વામી તેમજ શ્રીકૌશલમુની સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ માર્ગદર્શન તેમજ આશીર્વાદ આપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.

    આ આઇકોનિક સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં 200થી વધુ ભાઈઓ-બહેનો અને સાધકો જોડાયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઘ્વારા સોશિયલ મીડિયા કન્વીનર તેમજ યોગ ટ્રેનર ઘ્વારા યોગ પ્રોટોકોલ મુજબ યોગ શિબિર કરવામાં આવી.

  • અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

    અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 2024 ના રોજ ઉજવવામાં આવ્યો. ડેમઈ ગામમાં ત્રિવેદી મેવાડા સમાજ મોટી સંખ્યામાં રહે છે જેથી અહીંયા સાત વર્ષ પહેલા નવનિર્મિત એકલિંગજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

     

    પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ગોપાલદાસ સોમેશ્વર મહેતાના પરિવારએ શુભ પ્રસંગ શોભાવ્યો હતો.

    એકલિંગજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના ચોયલા ,બાયડ, ડેમાઈ તેમજ અમદાવાદ અને વડોદરા જેવા શહેરમાં બ્રાહ્મણ બંધુએ લાભ લઈ ધન્યતા અનુભવી અને મહાદેવની ઉપાસના કરીને જીવન સુખમય બને તેવી સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ માટે પ્રાર્થના કરી હતી.

     

     

     

    ઉલ્લેખનીય છે  કે સાબરકાંઠા અને અરવલ્લીના ત્રીવેદી મેવાડા બ્રાહ્મણ અગ્રણીઓ વડે આગામી ડિસેમ્બરમાં હોમાત્મક લઘુરુદ્ર નો ભાવ ભક્તિ ભર્યું આયોજન કૈલાશપુરી મંદિર, ઉદેપુર ખાતે થવાનું છે ત્યારે એમાં મોટાપાયે બ્રાહ્મણો પૂજા ઉપાસના માટે વધારે મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

  • ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું

    ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134  & 9106814540)

    *ગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ*
    —————–
    *વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ સાયન્સ -ટેક્નોલૉજી સાથે આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
    ——————–
    *આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે અધિકારી નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે.*
    ————————

    ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.

    ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની સુરક્ષા, આર્ષ જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર તથા સુસંસ્કાર નિર્માણ માટે સક્રિય આદર્શ સંસ્થા – દર્શનયોગ ધામમાં વ્યાકરણ શાસ્ત્ર, વેદ સાહિત્ય, આયુર્વેદ, જ્યોતિષ, દર્શન અને ઉપદેશક મહાવિદ્યાલય આકાર લેશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ અવસરે કહ્યું હતું કે, વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા, યોગ, સંધ્યા-હવન અને નૈતિક શિક્ષણની સાથે સાથે આધુનિક અભ્યાસનો સમન્વય કરવાની આવશ્યકતા છે. બદલાતા સમયમાં શાસ્ત્રોના વિદ્વાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહયોગ જરૂરી છે. જો આમ થશે તો શાસ્ત્રોના વિદ્વાનોને રોજગારીના પ્રશ્નો નહીં નડે. એટલું જ નહીં, તેમના જ્ઞાન અને વિદ્યાનો વ્યાપ વધુ વિસ્તરશે.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે સેનાનો અધિકારી નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે. આજે  રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને મહાન રાષ્ટ્રના નિર્માણ માટે આવા મનુષ્યોની આવશ્યકતા છે.

    તેમણે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના કાર્યોને આગળ ધપાવવા સંકલ્પબદ્ધ થઈએ. વેદ પ્રતિ અત્યંત નિષ્ઠા સાથે તેમણે સમાજના કુરિવાજો દૂર કર્યા. દેશમાં વ્યાપ્ત અજ્ઞાન, અન્યાય, અભાવ અને આળસને દૂર કરવા તથા દેશને કલ્યાણના માર્ગે લઈ જવા તેમણે હજારો વિદ્વાનો તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. દર્શનયોગ ધામ જેવા સંસ્થાનો આ દિશામાં મહત્વનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સમાજે પણ આવા કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ એવી અભિલાષા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. આર્ષ ગુરુકુળમાં અભ્યાસ સંપન્ન કરીને સમાજને સમર્પિત થતા વિદ્વાન વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ યોજાય અને સમાજ પણ આ વિદ્યાર્થીઓને સત્કારવા તત્પર રહે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

    આ અવસરે દર્શનયોગ ધર્માર્થ ટ્રસ્ટના પ્રબંધક ન્યાસી સ્વામી શ્રી વિવેકાનંદજી પરિવ્રાજક અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના પ્રધાન શ્રી સુરેશચંદ્ર આર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આર્યવન આર્ષ કન્યા ગુરુકુલ, રોજડના આચાર્યા શીતલજી, વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડના અધ્યક્ષ શ્રી સત્યજીત મુનીજી, ગુરુકુલ કાંગડી વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ ઉપ કુલપતિ શ્રી ડૉ. સુરેન્દ્ર કુમાર આર્ય, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી વિનય આર્ય, મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન શ્રી પ્રકાશ આર્ય અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    माहिती संकलन :  नीरव जोशी , हिम्मतनगर (M-7838880134  & 9106814540)

    ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

    બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

    બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી.

    ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે, તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વૉર્મિંગ છે, જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યુયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકશાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકશાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે. જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

    બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે, આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ. પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડીગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. બનાસ ડેરી ગાયના ગોબરમાંથી CNG તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે MOU પણ કર્યા છે, જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે.

    આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાજીભાઈ રબારી, એમડી શ્રી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો…


    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો*

    *પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલના હસ્તે ડિગ્રી – સર્ટિફિકેટ એનાયત કરાયા*

    *જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની અપીલ*

    *કાર્યક્ષેત્રમાં ટીમવર્કથી કામ કરી સમાજમાં ખુશીનું વાવેતર કરજો : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની  ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે.અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવી વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે માતા-પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓ શુભકામનાઓ પાઠવી હતી.

    વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતાં ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ આપણા સૌના માટે સદભાગ્યનો દિવસ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સાંન્નિધ્ય વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી તેમના આશીર્વાદ અને આશીર્વચનને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, જેમ મધમાખી ફુલોમાંથી રસ કાઢી મધ બનાવે છે એમ  પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે. આ લાખો પશુપાલકોના આશીર્વાદ સદાય તમારા પર રહેશે એમ જણાવી જ્યાં કામ કરો ત્યાં ટીમવર્કથી કામ કરવા અને ખુશીઓનું વાવેતર કરવા જણાવી અધ્યક્ષશ્રીએ લોકોના જીવનમાં સેવા રૂપી દીપ પ્રજ્વલિત કરવાના અનુરોધ સાથે શુભાશિષ પાઠવ્યા હતા.

    આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોર પોરિયા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના કુલપતિશ્રી આર.એમ ચૌહાણ સહિત ડીરેક્ટર્સ, ફેકલ્ટીઝ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડીકલ કોલેજની ૨૦૧૮ની પ્રથમ બૅચનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીની અક્બાની નગમા રફીકભાઈએ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.
    ————

  • આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

    આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

    નીરવ જોશી , હિંમતનગર

    (M-7838880134  & 9106814540)

    20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ જેમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને પાટણ નગર પાલીકા પ્રમુખ અને નીલેશભાઈ રાજગોર .પારસભાઈ. અન્ય મહાનુભાવો હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતને ચકલીની મહત્વતા અને ચકલીને જાળવવા માટે કે એની પ્રજાતિના સંવર્ધન માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરવા તેમજ કેવી પ્રવૃત્તિ કરવી તેની ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ અને માર્ગદર્શન આપ્યું હતું


    #સ્થળ : હર્ષ પ્લાઝા કોમ્પલેક્ષ , ટેલીફોન એક્સચેન્જ રોડ , પાટણ

    આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવો અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું-જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી. બાળક થોડું મોટું થાય એટલે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો-ચકીબેને રાંધી ખીચડી” ની વાર્તા સાંભળે. બાળક એથી મોટું થાય એટલે રમત રમતાં ગયા ચકી ચોખા ખંડે છે, પિતાંબર પગલા માંડે છે, ચકી ગઈ ધોવા, ચકો બેઠો રોવા, રોઈ-રોઈ થાક્યો, આવી આપણી ચકીબેન એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં-જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે.

     

    છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.

    ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે. હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.

    પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું કરીએ..
    ૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
    (વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
    ૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
    ૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
    ૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.

    આટલું કર્યા પછી આપણે આગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ સાતતાળી રમવા આવતી થશે.

    આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે-ગામડે એકાદ ભગત પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના સારા પરિણામે ફરી પાછી ચકીબેન આપણે આગણે આવતી થઇ છે. યાદ કરાવી આપ સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ યથાશક્તિ પર્યાવરણ નું જતન કરશો તેવી વિનંતી સહ….

    જય વૃક્ષનારાયણ દેવ

    Email : aryavratnirman@gmail.com
    Website : www.aryavratnirman.com
    www.greenglobalbrigade.org

    જીવીએ વર્ષ જેટલાં
    વાવીએ વ્રુક્ષ તેટલા… વ્રુક્ષ એક લાભ અનેક…..

     


    World Sparrow Day

    2024 ની થીમ શું છે? – હેમંત ઉપાધ્યાય


    વર્લ્ડ સ્પેરો ડે 2024 ની સત્તાવાર થીમ “આઈ લવ સ્પેરો” છે. આ થીમ મનુષ્યો અને સ્પેરો વચ્ચેના વિશેષ જોડાણને પ્રકાશિત કરે છે.

    World Sparrow Day 2024: Theme
    In 2024, the theme for World Sparrow Day is “Sparrows: Give them a tweet-chance!”, “I Love Sparrows” and “We Love Sparrows”.

    “તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું..” આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.
    આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    આપણને એમ થાય કે ભલા ચકલાના કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? ચકલા, ચકલી હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.
    ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે.

    આ અંતર્ગત સોપ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી.
    પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011 થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ‘ચકલી એવોર્ડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
    વિશ્વ ચકલી દિવસની વર્ષ 2021ની થીમ I LOVE SPARROW .
    એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે.અને કમનશીબે હારી રહ્યું છે ! વિશ્વભરના અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો તેમને બચાવવા માટે આપણે કઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઇ જશે ! ચકલી કદમાં ભલે નાનું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે.
    ચીં… ચીં… ચીં… ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલી પક્ષી વિનંતી કરે છે… અમને સંભાળજો હોં… વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે, ચોકલેટ ડે જેવા અનેક દિવસો ઊજવનારાઓને માલૂમ થાય કે આજે ‘વિશ્વ ચકલી દિવસ’ છે. શહેરીકરણને કારણે ચકલી પક્ષીની જાતિ લુપ્ત થઈ રહી છે. માનવવસ્તી સાથે હળીમળી ગયેલું આ નાનકડું પંખી એના જીવન માટે ઝઝૂમી રહ્યું છે. આ પક્ષીનું અસ્તિત્વ ટકી રહે એ માટે એની પ્રત્યે જીવદયા બતાવીએ. વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ, એમને માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં કોઈક રીતે મદદરૂપ થઈએ.”
    પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે. ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે તસવીર- હેમંત ઉપાધ્યાય વૈષ્ણો દેવી મંદિર પાસે -લીલાપુર અમદાવાદ

  • મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા.

    આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવાની જ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સરકાર કિસાનો માટે શું કરી શકાય તે માટેના સૂચનો સૂચન પેટી દ્વારા મેળવ્યા હતા. જેમાં કિસાનોએ તેમના સૂચનો પેટીમાં રજૂ કર્યા હતા. કિસાન સંમેલનમાં સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી .ઝાલા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા પરમાર, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ સહિત પાર્ટીના અગ્રણીઓ હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ અને કિસાન આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.