કેટેગરી મારું ગુજરાત

  • કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

    કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

    નિરવ જોષી, અમદાવાદ

    સોમવાર રોજ કોગ્રેસના રાહુલ ગાધી અમદાવાદમાં ચૂંટણી લક્ષ્ય ને લઈને અમુક જાહેરાત કરી ગયા જે અપેક્ષા મુજબની હતી. આ વખતે કોગ્રેસ ની હાલત એક સાધે ને તેર તૂટે તેવી દેખાઈ રહી છે …આમાં સિનિયર નેતાઓની જૂથબંધી જ કોગ્રેસનુ પતન કરી રહ્યું છે, એવું લોકોને લાગે છે. જો કે જનતાનો અમુક વર્ગ હજુ કોગ્રેસ ની તરફ આશાવાન છે…આવનાર સમય જ કહેશે.. લોકોને ખરેખર કોગ્રેસ ગમે છે કે આ ખાલી દેખાડો છે. જો કે સમગ્ર ગુજરાતમાં થી લોકોને લાવવામાં આવ્યા હતા.

    *રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર*

    સરદાર સાહેબની મૂર્તિ બનાવનારા ભાજપે તેમના જ વિચારોને કચડ્યા

    અમે ગુજરાતમાં દરેક ખેડૂતના 3 લાખના દેવા માફ કરીશું…

    ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે,કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી

    ત્રણ કાયદા લાવીને ખેડૂતોનું હિત છીનવ્યું

    અમે આવશું તો ખેડૂતોનું દેવું માફ કરીશું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીની 7 મોટી જાહેરાત

    1. 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરીશું
    2. 300 યુનીટ વીજ બીલમાં રાહત અપાશે
    3. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું
    4. કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂ.અપાશે
    5. 3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા ખોલાશે
    6. છોકરીઓ માટે ફ્રી સ્કૂલ કોંગ્રેસ આપશે
    7. 10 લાખ યુવાનોને નોકરી અપાશે

    ***સોશિયલ મિડિયા માં આવા મેસેજ ફરતા થયા…

    પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ઉમટી પડેલી જનમેદની કહી રહી છે, ગુજરાતે કરી લીધો છે પરિવર્તનો સંકલ્પ હવે તો કોંગ્રેસ જ છે વિકલ્પ
    #ParivartanSankalpSammelan
    #RahulNa8Vachan

    (2)

    રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની ઐતિહાસિક રેલી માટે કોઈ કલેકટરો, તલાટી, TDO ને મફતિયા સરકારી બસો ભરવાનો ટાર્ગેટ નહોતો અપાયો.

    આ સ્વયંભૂ ઉમટેલો લોકજુવાળ હતો.

  • ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ*

    *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે આ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું નિર્માણ થયું છે*

    *કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ*:
    *
    *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે*

    – *અનુપમ શાળાઓ રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી*

    *લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું*

    *સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ*

    *રાજ્યમાં સુદૃઢ કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિના પરિણામે હવેના યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી*

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
    -ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
    -અનુપમ શાળાઓ વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધે છે
    – આવનારા દિવસોમાં કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક
    -રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો આજે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે.

    તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે એમ શ્રી અમિત ભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે.
    રાજ્યમાં બીજેપીના શાસન પેહલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો જે બીજેપીના શાસન બાદ ઘટીને ૩ ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા દર ૧૦૦ માંથી ૬૭ બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે ૪૦ ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે ૯૫ ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.
    તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના આપણા દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના અથાગ પ્રયત્નો અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી, ટીચર્સ ટ્રેનિંગ જેવા નવતર અભિગમોના ભાગરૂપે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ રૂપ છે. સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ બન્યું છે. બાળક ના શિક્ષણ નું સ્તર કેવી રીતે ઉપર લાવવું એ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે જાણે છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્ય ની દીકરીઓ ખુલ્લે આમ ક્યાંય પણ કોઈપણ સમયે હરીફરી શકે છે જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, સુરક્ષા, ઊર્જા સહિતના તમામ ક્ષેત્રે રાજ્ય એ વિકાસની અવિરત યાત્રા આરંભી છે. આજે ગામડાઓમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજળી મળે છે. ગુજરાતની ૨૦ વર્ષ થી ચાલતી વણથંભી વિકાસયાત્રા હજુ પણ આમ જ ચાલતી રહેશે જે અંગે સરકાર પ્રતિબદ્ધ છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળઆજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
    આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૨૦ અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધું ૬૩ શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અંદાજે ૧.૫ લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
    કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.

    મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા માં ઉતરોઉતર વધારો કરી શકાય છે.
    આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.

    રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.
    આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં અનુપમ શાળાઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય આરોગ્ય સેવાઓ, પાકા રસ્તાઓ અને ફ્લાય ઓવર તેમજ મિશન મિલિયન ટ્રી જેવા કેમ્પેન થકી હરિયાળી વધારવા સાથે આ મત ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત અને હરિયાળું સંસદીય મત ક્ષેત્ર બનાવવા શ્રી અમિત ભાઈ શાહ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

    આ પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે,
    પ્રધાનમંત્રીશ્રીનાં નવા ભારત ની સંકલ્પને સાકાર કરવા અને ગુણવત્તા યુક્ત પ્રાથમિક અને પાયાનાં શિક્ષણ દ્વારા નવી પેઢીને તૈયાર કરવાની નેમ સાથે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્કૂલ બોર્ડ દ્વારા આ અનુપમ(સ્માર્ટ) શાળાઓ બનવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞા અને જ્ઞાન કુંજ, બાલા, અટલ ટિંકરિંગ જેવા નવતર અભિગમો આધારિત સ્માર્ટ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અનુપમ(સ્માર્ટ) સ્કૂલો વિવિધ આધુનિકતા સભર શૈક્ષણિક ઉપકરણો, ગણિત – વિજ્ઞાનનાં વર્કિંગ મોડલ, થ્રી ડી ઇનોવેશન વૉલ સહિતની તમામ આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. જેનાથી બાળક ડિજિટલ યુગને અનુરૂપ ખરું સ્માર્ટ એજયુકેશન મેળવીને પોતાનાં સપનાઓ સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધે છે અને સર્વગ્રાહી વિકાસ સાધી શકે છે.
    આ ઈ- લોકાર્પણ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર,રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અરવિંદ ભાઈ પટેલ , કિશોર ચૌહાણ, રાકેશ શાહ અને કૌશિક પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, કમિશનરશ્રી લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ અને દંડક શ્રી અરુણ રાજપુત, શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહ, મ્યુનિ. કોર્પોરેશનનાં સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, શહેર ભાજપ અગ્રણીઓ, સ્થાનિકો તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

  • જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો છે?

    જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો છે?

    Avspost.com,  Ahmedabad 

    જ્યારે વરસાદની સીઝન આવે ત્યારે આપણે નદીઓને પાણીથી વહેતી જોઈએ છે માતા તરીકે પૂજાતી આલોકમાતા નદી આપણા જીવનમાં અને આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે એટલું જ નહીં નદીથી સમગ્ર જીવન પ્રભાવિત થાય છે તો જાણીએ કે ગુજરાતની નદીઓની શું ખાસિયતો છે. ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ તો એવી કે માત્ર નામ સાંભળીએ તો પણ મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામખંભાલિયા પાસેથી ‘ઘી’ નામની નદી વહે છે અને ખંભાલિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી તેલી નદી વહે છે. અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે છે. એમનાં નામ તો કેવાં? ઉતા‌વળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય પણ આવા નામ હશે એવી ખબર ન હતી
    સોમનાથના ઓવારાભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ‘ઑર’ નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે.

    મઢીથી થોડેક દૂર વહેતી નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર સુખી નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટામિયાંમાગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. આ નદીનાં ઘૂંટણભર પાણીમાં સ્નાન કરવાનો લહાવો લેવા જેવો છે . કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે એ ખરું, પણ બીજી કાવેરી બીલીમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ મિઢોળા વહે છે. દક્ષિણાપથના પુરાણ પુરાતન વાલોડ ગામ પાસે વાલ્મીકિ (ઝાખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે. વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા અને હડબ નદીઓ આવેલી છે. આપણે પરિચિત ન હોય એવાં નદીવોઘા ના થોડાંક નામ આ રહ્યાં: ડોશી, વાંકી, બેસણું, સુગુણ…


    ગુજરાતની બીજી કેટલીક નદીઓ -બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાઢર, હાથમતી, રુકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતી, નાગમતી, માલણ, હિરણમચ્છુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓજત, ઉબેણ, શુકભાદર, સિપુ, સિંહણ, વરતુ અને મચ્છુ…

    વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. એ નદી પરનો પુલ પૂરમાં એવો તો તણાયો કે જોનારને થાય કે: અહીં પુલ હતો ખરો? દમણગંગા દમણ ગામને બે ભાગમાં વહેંચે છે: નાની દમણ અને મોટી દમણ. ઉમરગામ તાલુકામાં થઇને વરોળી વહે છે, જેને કિનારે પારસીઓએ પ્રથમવાર પગ મૂકેલો એ સંજાણ બંદર આવેલું છે. ઉનાઇ પાસે અંબિકા, ચીખલી પાસે ખરેરા, ધરમપુર પાસે આસુરા વહે છે. ખેડા આગળ વાત્રક, સિહોર પાસે ગૌતમી, ધંધૂકા તાલુકાના ભીમનાથ પાસે નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આસપાસનો વિસ્તાર ‘હિડમ્બાવન’ તરીકે ઓળખાતો હતો. એ તાલુકાના ફેદરા ગામ પાસે ઓમકાર નદી વહે છે જેનો આકાર ઓમ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી. ભોગાવો નદી બે રીતે ઓળખાય છે: વઢવાણનો ભોગાવો અને લીંબડીનો ભોગાવો વલસાડ આગળ વાંકી નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવીને વાંકીચૂકી વહે છે. કોઇ પણ નદી સમુદ્રને મળતી નથી. એ તો સમુદ્રમાં વિલીન થાય છે.

    • ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ ની સંખ્યા છે.
    • કુવારીકા નદી ની વ્યાખ્યા : આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
    • કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
    1) ઉત્તર વાહિની
    (કચ્છના મોટા રણ ને મળનારી)
    ભૂખી, કાળી, સુવી, માલણ, નારા, ખારી, ધુરુંડ, કાયલો, સારણ,
    2) દક્ષિણી વાહિની
    (કચ્છના અખાતને મળતી)
    કનકાવતી, રુક્માવતી, નાગમતી, લાકડીયા, ભુખી, રાખડી, ખારોડ, સાઈ, સાંગ
    સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી (ગુજરાતનું નદીતંત્ર)
    પશ્ચિમ તરફ વહેતી
    કચ્છના અખાતને મળનારી નદીઓ- આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી
    પૂર્વ તરફ વહેતી
    ખંભાતના અખાતને મળતી નદીઓ- શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો
    દક્ષિણ તરફ વહેતી
    અરબ સાગર ને મળતી નદીઓ સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો
    ઉત્તર ગુજરાતની નદીઓ :બનાસ, સરસ્વતી,રૂપેણ, પુષ્પાવતી, બાલારામ ,સીપુ
    હાથમતી, ગોહાઇ
    મધ્ય ગુજરાતની નદીઓ: મહી, સાબરમતી ,મેશ્વો, માઝમ ,વાત્રક ,શેઢી ,પાનમ વિશ્વામિત્રી, ઢાઢણ
    દક્ષિણ ગુજરાતની નદીઓ: નર્મદા, કીમ ,તાપી, કોલક ,અંબિકા, પુણા ,ઔરંગા,દમણગંગા, સર્પગંગા

    આપના પ્રતિભાવો ઈમેલ વડે પણ આપી શકો છો…

    Email : joshinirav1607 @gmail.com

     

    (સૌજન્ય :  હેમંત ઉપાધ્યાય -અમદાવાદ)

    સોશિયલ મીડિયા

  • શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર

    (M-7838880134)

    • શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે
    • સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે
    • ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે.
    • કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં ઘણું આગળ છે .
    • જેમ કે શાકભાજીના વાવેતરમાં આ જિલ્લો અનેક રીતે કીર્તિમાન સ્થાપિત કરી શકે એમ છે.
    • માંડવા પધ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના ૫૫ વર્ષિય હસમુખભાઇએ કાઠુ કાઢયું
    • ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ – હસમુખભાઇ પટેલ 

         સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ઈડર , વિજયનગર, વડાલી તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. ગુજરાતમાં જો શાકભાજીની વાત આવે તો લોકોને સાબરકાંઠાની અચૂક યાદ આવે કારણ કે સાબરકાંઠા ના ખેડૂતો પોતાના ત્યાંની જમીનને અનુરૂપ પાકો વર્ષોથી વાવતા આવ્યા છે અને ખાસ કરીને શાકભાજીનું વાવેતર એ પ્રાંતિજ વડાલી તેમજ સાબરકાંઠાના અંતરિયાળ ગામડામાં જેમકે કંકોડાનું વાવેતર નથી થતું પરંતુ આદિવાસી વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે જે વરસાદની સિઝનમાં શહેરોમાં પણ સપ્લાય થાય છે. ગામડા લોકોને તો ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા નથી મળતા જ્યારે સાબરકાંઠામાં ઘણા ખેડૂતોએ ઓર્ગેનિક શાકભાજીનું પણ વાવેતર કરતા થઈ ગયા છે.

    પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈ કેમેસ્ટ્રીના વિષય માં સ્નાતકની પદવી મેળવી છે.  તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.

          હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને  બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજી ના માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફુલાવરની ખેતી કરે છે.

         વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધો વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.

           હાલમાં તેઓ પ્રાયોગીક ધોરણે અડધો વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાં  ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે.

         ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટા નું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવા નો ખર્ચ નહીં થાય.

    હસમુખભાઇ જણાવે છે કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે.

    વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા  જળસંચય અને જળ સંરક્ષણ ની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતોને જ થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાનો સંભવ રહે છે.

            ડ્રીપ ઈરીગેશન, મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, ૧૦ વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં ૧૫ થી ૨0 માણસોની રોજી પૂરી પાડી શકે છે. જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે. આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ પણ સાથે બીજા પણ ભલુ થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે એમ કહી તેઓ પોતાના આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે.

  • સાબરકાંઠા કોગ્રેસનુ મોઘવારી સામે હલ્લાબોલ

    સાબરકાંઠા કોગ્રેસનુ મોઘવારી સામે હલ્લાબોલ

    નિરવ જોષી, હિંમતનગર

    વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાળાઓ પરેશાન બની ચૂક્યા છે ત્યારે હિંમતનગરના સ્થાનિકોની વેદના ને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશ મોલ લેવા આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, બે મહામંત્રીઓ, ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સહિતના જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને બી ડિવિઝન પોલીસ છે અટકાયત કરી હતી.

  • સાબરકાંઠામાં આપ રોજગાર ગેરંટી યાત્રા પોલીસે અટકાવી, અટકાયત કરેલા કાર્યકરોમાં ભારે ગુસ્સો

    સાબરકાંઠામાં આપ રોજગાર ગેરંટી યાત્રા પોલીસે અટકાવી, અટકાયત કરેલા કાર્યકરોમાં ભારે ગુસ્સો

    Avspost.com,  Ahmedabad

    updated : 1.10 PM

    આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી!

    પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો છે

    ભાજપ સરકાર દ્વારા યુવાનો નો અવાજ દબાવવાં નો પ્રયાસ થઈ રહીયો છે.

    લોકશાહી નું હનન થઈ રહીયું છે. તાનાશાહી અને સરમુખત્યારશાહી ભર્યું વાતાવરણ જોવા મળે છે.

    બેરોજગાર ગેરંટી યાત્રા ની શરુઆત હિંમતનગર ખાતે થી શરૂ કરવા જઈ રહિયા હતા ત્યારે મોતીપુરા ચોક થી ૧૮ કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી.

    કાર્યક્રમ પ્રાઇવેટ સ્થળે રાખ્યો હતો તો પણ પરમિશન ન હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું.

    જો યુવાનો નો અવાજ વધારે દબાવવામાં આવશે તો ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા થી યુવાનો દ્વારા જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે.

    ✍️યુવરાજસિંહ જાડેજા.

    —————-

    આ રોજ હિંમતનગર અને તેની આજુબાજુના ગામડાઓમાં આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રાની સફળ શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ મુકામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ મનિશ સિસોદિયા આવ્યા હતા ત્યારે હિંમતનગર નો જાણીતો નલિન ગાંધી ટાઉન હોલ યુવાનોથી અને પાર્ટી સમર્થકો ભરાઈ ગયો હતો .

    આપના સમર્થકો – સાબરકાંઠાના બેરોજગાર અને આજુબાજુના ગામના યુવાનોએ ખૂબ  જુસ્સાથી પાર્ટીના સમર્થનમાં હાજરી આપીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયાને પ્રોત્સાહિત કર્યા હતા. અંદરખાને એવી વાત છેલ્લા ત્રણ દિવસથી બહાર આવી છે કે ઘણા બીજી પાર્ટીઓના નારાજ નેતાઓ અને સમર્થકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા , જેથી ભાજપ- કોંગ્રેસના જામી પડેલા મોટા માથાઓ અને તેમનું સ્વાર્થી ચરિત્ર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વહેલી તકે તેમનું સાચું ચારિત્ર પાર્ટી હાઈ કમાન્ડ સામે ખૂલું પડી જાય! આનાથી બધાને જ ફાયદો થવાનો છે કારણ કે ભાજપ- કોંગ્રેસ  સરખા હોય એવું સામાન્ય જનતાને લાગી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકાર વારંવાર પાછી ઠેલી રહી છે ત્યારે સાબરકાંઠાના યુવાનો જે મોટેભાગે સરકારી નોકરીની ઝંખના રાખતા હોય છે તેઓમાં પણ આ પાર્ટીના સરકારી નોકરીઓને લગતી ભરતી કેલેન્ડર ની  જાહેરાતથી ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે.

    ગુજરાત સરકાર છેલ્લા ચાર વર્ષથી ભરતી મેળામાં જે પ્રકારે અન્યાય કરી રહી છે તેનાથી આજે ન કેવલ સાબરકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં આક્રોશ ભાજપ સરકાર સામે છે, ત્યારે પાર્ટીના અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલા અન્યાયની સામે પડેલા યુવરાજસિંહ જાડેજા જેવા પાર્ટી સાથે જોડાય છે તેમના કાર્યક્રમથી આજે સાબરકાંઠામાં કુલ પાંચ જગ્યાએ રોજગાર ગેરંટી યાત્રા ની સફળ શરૂઆત થવા જઈ રહી છે ..ત્યારે યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.

  • જાણો, મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે કેટલા મતદારો ઉમેરાયા

    જાણો, મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે કેટલા મતદારો ઉમેરાયા

    Avspost.com,  Himatnagar 

    • સાબરકાંઠામાં મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા
    • મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો
    • તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો

             

     ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૧ ઓગસ્ટના રવિવારના રોજ નવા ૩૭૦૧ મતદારોનો ઉમેરો થયો હતો.

            તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨થી આરંભાયેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા. ૦૪ સપ્ટેમ્બર  ૨૦૨૨(શનિવાર) તથા તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨(રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં  આવેલ છે.

            મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે  નમુનો—૬માં અત્યાર સુધી ૩૮૯૩ અરજીઓ, ૬(ખ) ૭૧૫૬,નમુનો-૭ ૫૫૦, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ ૧૨૧૫ અને એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂનો- ૮કમાં રજુ કરવાનુ રહેશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૧૨,૮૧૪ અરજી મળી છે.

    ઉપર્યુકત નમુનો કલેકટર કચેરી, મતદાર નોંધણી  અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/ મામલતદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફિસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.

    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

    ગુરુવારે પ્રાંતિજ ખાતે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાશે

        અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંવાદ યોજાશે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાશે.

         પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાના અભિગમને ચરિતાર્થ કરવા સાથે જ પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળ સંરક્ષણ માટે સંવેદનશીલ ભારતના નિર્માણ અનિવાર્ય છે. આ દિશામાં પર્યાવરણ સંવાદિતા સાધી શકાય તે માટે પ્રખ્યાત વક્તાઓ અને આ ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપનારા મહાનુભાવો સાથે વિચારો નું આદાન-પ્રદાન કરવામાં માટે ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

    જે તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના ગુરૂવારના રોજ  સવારે ૧0:00 કલાકે ઉમિયા સમાજ વાડી ગુજરાત વિદ્યુત બોર્ડ ની પાસે પ્રાંતિજ-તલોદ રોડ પ્રાંતિજ ખાતે વિશેષ પર્યાવરણ સંવાદ યોજાશે.

      આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,  પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, આઇ.એફ.એસ. શ્રી મહેશ સિંઘ ઉપસ્થિત રહેશે.

  • બાપુનગર અને નિકોલમાં ઉજવાયા તિરંગા અને જન્માષ્ટમીના પર્વ

    બાપુનગર અને નિકોલમાં ઉજવાયા તિરંગા અને જન્માષ્ટમીના પર્વ

    સંકલન: નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)

    તાજેતરમાં જ દેશમાં ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે તેમજ જન્માષ્ટમીના શુભ પ્રસંગે અને કાર્યક્રમો અમદાવાદમાં થઈ ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે રોજગારીની તકો ઉભી કરતો ડાયમંડ ઉદ્યોગ અને તેના કાર્યકર્તાઓએ માલિક અને મેનેજર તેમજ અન્ય જવાબદાર માણસો તેમજ રત્ન  કલાકારો ખૂબ જ શાનદાર રીતે તિરંગા ને ડાયમંડ ફેક્ટરી ના બિલ્ડીંગ પર લહેરાવીને દેશભક્તિના ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યા હતા.

    રજુ છે બે કાર્યક્રમની એક આછેરી ઝલક.

    ચાલો ધરે ધરે ને પોતાની ફેક્ટરી ના ધાબા ઉપર નિકોલ ખાતે આવેલ કિરણ ડાયમંડ ફેકટરી ના છઠ્ઠો માળે ના ધાબા ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ને પૂવૅ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાથે ભાજપ ના આગેવાન શ્રી નરસિંહ પટેલ તેમેજ કિરણ ના સંચાલક શ્રી રાકેશભાઈ, સંદીપ સભાયા ને કારખાનામાં કામ કરતાં હજારો રત્નકલાકારો હાજરીમાં શ્રી ગોરધનભાઈ ઝડફીયા, નરસિંહ પટેલ ત્રિરંગો લહેરાવી ને તેની ઉજવણી કરી…

    તા.13 – 15 ઓગસ્ટ 2022 દરમિયાન આઝાદીના 75 વર્ષ અને વિશ્વને બતાવીએ કે હુ ભારતીય છુ, ભારત મારો દેશ અને મને ભારતીય હોવાનું ગૌરવ છે જય હિન્દં. જય ભારત…..– સંદીપ સભાયા મેનેજર. કિરણ, ડાયમંડ હાઉસ, નિકોલ ખોડિયાર મંદિર સામે નિકોલ ,અમદાવાદ.

    **********₹₹₹₹******

    બાપુનગરમાં આવેલ ઇન્ડિયા કોલોની માં બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે બ્રહ્માકુમારી બહેનો વડે કૃષ્ણ ભક્તિનો દિવ્ય માહોલ સર્જાયો.

     

    શહેર ના પૂવૅ વિસ્તારમાં આવેલ.ઈન્ડિયા કોલોની વોડૅ માં બ્ર્હભાકુમારી સેન્ટરમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી…  નાનકડા બાળક કૃષ્ણ ના વરદ હસ્તે મંટકી ફોડી ને અંદર થી પ્રસાદ -માખણ દરેક વ્યક્તિને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત સાધક ભાઈઓએ કૃષ્ણના દિવ્ય ગુણગાન અને તેમના કર્તવ્યને યાદ કર્યું હતું…

    સેન્ટરના સંયોજક બ્રહ્મા કુમારી ભાનુ બહેન, બ્રહ્મા કુમાર બાબુભાઈ એ સફળતાપૂર્વક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

  • ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

    ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

    પિન્ટુ પટેલ,  ચાણોદ 

    • કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ
    • સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
    • વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

    કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા મૈયા, રાધા વગેરે પાત્રો રજૂ કરી મહેમાનો ને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત રહેલા મહેમાનો ને જન્માષ્ટમી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.  ધાર્મિક વિચારો રજૂ કર્યા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ડભોઇ ના જ્યોતિ દીદી દ્વારા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પ્રસંગે ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે જ ઈશ્વરીય સંદેશ અને શુભકામના પાઠવ્યા હતા.

    કાર્યક્રમ પ્રસંગે બાળાઓ દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી, હાથી ઘોડા પાલકી, જેવા નાદ થી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતુ. આ પ્રસંગે બ્રહ્મકુમારી જ્યોતિ દીદી ,ડભોઇના પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યા માં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી

    ડભોઇની જાણીતી કેળવણી સંસ્થા વિશ્વભારતી વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીના ઉપલક્ષમાં નંદ મહોત્સવની ઉજવણીનો એક રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપણા દેશમાં ઉજવાતા તહેવારો – ઉત્સવની ઉજવણી દ્વારા દેશની સંસ્કૃતિનો તાદશ્ય પરિચય થાય. આપણો ભારત દેશ જે અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતો સમગ્ર વિશ્વમાં એક માત્ર દેશ છે. એવા આપણા મહાન દેશની સંસ્કૃતિના વિદ્યાર્થીઓને દર્શન થાય એવા એકમાત્ર ઉદ્દેશ્યથી વિશ્વભારતી વિદ્યાલય દ્વારા વિવિધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

    આજ ઉજવણીની શૃંખલાના ભાગરૂપે આજે નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

     

    સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવી સૌ વિદ્યાર્થીઓએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના જયઘોષથી વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા તેઓની બાળલીલાઓની જેમ કે પૂતના વધ, મુખમાં બ્રહ્માંડ, નાગદમન, ગોવર્ધન લીલા, મિત્ર સુદામા તેમજ માખણ ચોર જેવી ભગવાનની લીલાઓની વિવિધ નૃત્ય,નાટિકા અને ગાન દ્વારા હું બહુ રજુ કરી હાજર રહેલ પ્રેક્ષકગણને ભગવાન શ્રીકૃષ્ણના સમયની યાદ અપાવી ભાવવિભોર બનાવ્યા હતા. આમ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં આ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષિકા જિજ્ઞાસાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના કારણે થોડા સમય પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલી નાંખવાની ફરજ પડી હતી, ત્યારબાદ પણ નવા મંત્રીઓએ ભાજપના ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ જ રાખ્યો હોય તેમ રાતોરાત મહેસુલ અને માર્ગ-મકાનનો હવાલો સંભાળતા બે સીનીયર મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ભાજપ જે મંત્રીઓના વખાણ કરતું હતું અને જેને નાયક તરીકેનું ઉપનામ આપેલ, જેઓ રેડ કરતા હતા, ભ્રષ્ટાચારીઓને પકડતા હતા તો પછી કેમ આવા મંત્રીશ્રીને પડતા મુકવામાં આવ્યા ? તેના કારણો સહિત જનતાને જણાવવું જોઈએ.

    અગાઉ મુખ્યમંત્રીશ્રી તરીકે વિજયભાઈ રૂપાણી સ્વીકારી ચુકયા હતા કે ”મહેસુલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી છે” અને હાલની મંત્રીઓની હકાલપટ્ટી મુજબ પણ મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. કેમ કે મહેસુલ મંત્રીનાં કયા કાચા ચિઠ્ઠાં હાથે લાગ્યા કે એમને હટાવવા પડ્યા તેવો આક્ષેપ શ્રી મનીષ દોશીએ કર્યો હતો અને કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કેવા અને કોના ખાડા પૂર્યા તો કેમ હટાવવા પડ્યા કે રોડ એન્ડ બિલ્ડિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં પૂર્ણેશભાઈએ પોતાના માનીતાને ગોઠવ્યા અને સુરતમાં ચાલતી હરીફાઈનો ભોગ પૂર્ણેશભાઈ બન્યા શું ?

    શ્રી મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે 30 હજાર ચોરસ મીટર જમીન બારોબાર કોના ખાતે ચઢાવી દેવાઈ ? દલિત સમાજની જમીન કોના નામે ચઢાવી ? કયાં ખેડૂતની જમીન કોના નામે થઈ ગઈ ?

    મહેસુલ મંત્રીશ્રીને હટાવવા માટેના કારણોમાં જે-જે સર્વે નંબરો હોઈ તેની યાદી જાહેર કરીને જનતાને વાકેફ કરવી જોઈએ. અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં અનેક સર્વે નંબર ખુલ્લા પડ્યા હતા અને
    શ્રી રાજેન્દ્રભાઈના કામ સાથે સરકાર અને દિલ્હીમાં બેઠેલા કયા નેતાઓને ચિંતા થઈ કે શ્રી રાજેન્દ્રભાઈને હટાવી દેવાયા.

    ભાજપ સરકારનું સમગ્ર મંત્રીમંડળ બદલાયું પરંતુ ભ્રષ્ટાચારી લુંટનું ચરિત્ર નથી બદલાયું. હાલમાં પણ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, સમગ્ર મંત્રીમંડળ બદલવાથી ભ્રષ્ટાચાર અટકી ના શકયો તે બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાથી કેવી રીતે અટકી શકશે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો અને રાજ્ય સરકારની છબી સાફ હોય તો બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાયા તે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શ્રી પુર્ણેશભાઈ મોદી કઈ બાબતમાં ફેલ ગયા તે જાહેર કરવું જોઈએ.