કેટેગરી મારું ગુજરાત

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540)

    છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે.

    શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો આવી ગયા કે હવે આગામી લોકસભાની ચૂંટણી જોતા ગુજરાત કોંગ્રેસ કોઈ ચાન્સ લેવા માગતું નથી અને વર્તમાન રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ જ હવે ગુજરાત કોંગ્રેસની દૈનિક હાલત સુધારવા માટે મેદાનમાં આવશે અને એમને જ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી!  જેનાથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો દરિયો ફરી વળ્યો છે!

    ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને શહેરોમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તેમજ જુના કોંગ્રેસી કાર્યકર્તા ઓ તેમજ કોંગ્રેસી નેતાઓ આશાવાન બન્યા છે અનેક જગ્યાએથી શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ શક્તિસિંહ પર થઈ રહ્યો છે!

    એક કોંગ્રેસના શુભ ચિંતકે સોશિયલ મીડિયામાં લખ્યું કે…

    ખૂબ ખૂબ અભિનંદન. હાર્દિક અભિનંદન🙂⚘🌷🌷🌷🌷🌷⚘⚘⚘ બહુ વર્ષો પછી ગુજરાત કોંગ્રેસનું સુકાન એક પ્રમાણિક, વિઝનરી, ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા, અનુભવી, મુસદ્દીગિર, હોશિયાર, લાગણીશીલ,ઉત્તમ વક્તા, રાજ્યસભામાં ગુજરાતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોથી લઈને અનેક સળગતા પ્રશ્નોને ઉઠાવનારા માનનીય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરીને ગુજરાત કોંગ્રેસે પક્ષની અને કાર્યકર્તાઓની લાગણી અને પ્રતિષ્ઠા ને આગામી લોકસભાની ચૂંટણી માટે એક સાચો કેપ્ટન આપ્યો છે! મહાદેવની / મા આશાપુરાના તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ નવા પ્રદેશ પ્રમુખને પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છાઓ😀🌷🌹💐💐💐🌹💐

    આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં તેમજ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર , રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના whatsapp ગ્રુપમાં શક્તિસિંહ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની વરણી થવા બદલ ખુબ જ શુભેચ્છાઓ નો ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે!

    ભૂતપૂર્વ જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ની સંબોધિ અને જાહેર સોશિયલ મીડિયામાં લખ્યો પત્ર…

    ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શક્તિસિંહ ગોહિલને અભિનંદન આપતા જગદીશ ઠાકોરે facebook પર લખ્યું હતું કે…

    રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ…

    સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવીને ગુજરાતની જનતાના હક્ક અને અધિકાર માટેની લડતને બુલંદ કરીશું.

     

    આજે જગદીશ ઠાકોર facebook પર તેમનો વિડીયો પણ મૂક્યો હતો જેમાં તેમણે અનેક વાતો કોંગ્રેસના કાર્યકર્તાઓને જણાવ્યું હતું…

    સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને જગદીશ ઠાકોરના જય હિંદ…

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદના મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલ સાથ સહકાર બદલ આભાર.

    અનુભવી, અભ્યાસુ, ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાવવા જઈ રહ્યાં છે ત્યારે આપણે સૌ સાથે મળીને ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારી કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ.

    બે દિવસથી મીડિયામાં આર્થિક વ્યવહારો વિષે વાતો ચાલી રહી છે. મારી અહીં ચોખવટ છે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો કોઈ રિપોર્ટ લીક થયો નથી તે આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજીને જ સોંપવામાં આવ્યો છે. મીડિયામાં જે આવી રહ્યું છે તે સત્યથી તદ્દન અલગ છે, ખોટું છે.

    સમય કપરો છે, ભવિષ્ય કપરું નથી. સમય મહેનત માંગી રહ્યો છે ત્યારે નવા વરાયેલા પ્રમુખશ્રીના નેતૃત્વમાં પક્ષને ખૂબ મજબૂત બનાવવો છે. મારા ૫૦ વર્ષના સામાજિક અને જાહેર જીવનમાં, આચરણમાં કોંગ્રેસ છલકાય છે. હું જન્મજાત કોંગ્રેસી છું અને મારા બાપુજી પણ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતાં અને તેમણે જ પડકાર ઝીલતા શીખવ્યું છે. ગરીબ પરિવારમાં મારો જન્મ થયેલો અને જે પદ પ્રતિષ્ઠા મને મળી છે તે માટે હું કોંગ્રેસ પક્ષનો આભારી છું. ભ્રષ્ટાચાર, બેઇમાની વિરૂદ્ધ નીડરતાથી લડતાં મને કોંગ્રેસ પક્ષની વિચારધારાએ શીખવાડ્યું છે.

    જેનામાં ઈમાનદારી હોય, ક્યાંય આર્થિક વ્યવહારોમાં પડ્યો ન હોય, માનવતાવાદી વિચારધારાને લઈને ચાલતો હોય તેવા વ્યક્તિને બદનામ કરવાના જે કાવતરાં થઈ રહ્યાં છે તે ખૂબ જ દુઃખદ છે.

    જે પત્રકાર મિત્રોએ મને સાથ – સહકાર આપ્યો છે, મદદ કરી છે તે સર્વેનો હું આભાર માનું છું.

    હું ગુજરાતની જનતા, કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને આગેવાનોને કહેવા માંગુ છું કે, કોઈ ઉમેદવારે એક રૂપિયાની પણ કોઈ લેવડ દેવડ કરેલ હોય તો તેની વિગતો મારી જોડે લાવો અને જો હું પ્રમુખપદ પર નહિ હોવ તો પણ આદરણીય રાહુલજી, આદરણીય કે. સી. વેણુગોપાલજી, આદરણીય શક્તિસિંહજી અને આદરણીય અમિતજી પાસે બેસીને તેનો ન્યાય કરાવીશું, નિર્ણય કરાવીશું.

    મારી આપ સૌને વિનંતી છે કે, અમુક પ્રચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતૃત્વને ખતમ કરવાની વાતો કરતા હોય તેમાં બિલકુલ સાવધાન રહેજો. આવનાર દિવસોમાં પણ ભલે હું પ્રમુખ નથી છતાં એક ફોન કરજો અડધી રાત્રે પણ હાજર રહીશ, આપની વચ્ચે રહીશ.

    જય હિંદ
    જય કોંગ્રેસ

    -જગદીશ ઠાકોર

    https://fb.watch/l3-X4eZH4N/?mibextid=Nif5oz

     

     

     

     

     

  • જાણીતા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ભાટી એનની વિડીયોગ્રાફી જુઓ

    જાણીતા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ભાટી એનની વિડીયોગ્રાફી જુઓ

    સંકલન:  નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    વીડિયો સૌજન્ય: ભાટી એન , ડોક્યુમેન્ટરી મેકર

    ગુજરાતમાં જેમ ગિરનાર જંગલો અને તેમાં વસતા એશિયાટીક લાયન કે સિંહ એ પુરા વિશ્વમાં બેનમૂન છે ! એવી જ રીતે ઘુડખર પ્રાણી પણ ગુજરાતની એક અણમોલ ભેટ સમગ્ર વિશ્વની છે..મારા facebook ફ્રેન્ડ ભાટી એન ખૂબ મહેનતુ અને જાણીતા ફોટોગ્રાફર છે. . તેમની આગવી ઓળખ તેમની યાદગાર ફોટોગ્રાફી છે!

     

    ભાટી એન એ  ઘુડખર પર કરેલા રિસર્ચ અને તેની ફોટોગ્રાફીનો બે યાદગાર વિડિયો.

     

    ગુજરાતમાં એક એવુ પ્રાણી છે તે અન્ય કિયાંય નિહાળવા મળતું નથી…!?. જી હા તે છે કચ્છનું નાના રણ little rann of kachchh… India wild ass જે ગુજરાતનું નહીં ભારતનું ગૌરવવંતુ પોતીકું પ્રાણી ઘુડખર છે, જેને જંગલી ગધેડા પણ કહે છે તે નથી ગધેડું, તે નથી ઘોડ઼ો, તે નથી જીબ્રા તદ્દન ભિન્ન છે છતાંય તેની તુલના બધા સાથે થાય છે ઘુડખર રંગમાં આછો ચોકલેટી, સફેદ રંગ હોય છે કદાવર પ્રાણી છે કચ્છ નાના રણનો વિસ્તાર 4953 કિ. મી. 12 જાન્યુઆરી 1973 માં સેન્ચુરી અભ્યારણ્ય જાહેર કરી દુર્લભ પ્રાણી હોવાથી વન્ય પશુ સુરક્ષા અધિનિયમ 1972 નાં અંતર્ગત પહેલી સૂચિમાં રાખવામાં આવેલ છે.

     

    ઘુડખર અગાવ પશ્ચિમ ભારત, દક્ષિણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પૂર્વ ઈરાન વચ્ચે વિચરતા હતા સમય જતા આજે ઘુડખર ઓન્લી કચ્છનું નાના રણ પૂરતા જ સીમિત રહી ગયા છે તો 1958 થી 1960 નાં વચ્ચે ભયાનક રોગચાળો ફાટી નીકળતા ઘુડખર 870 જ બચ્યા હતા પણ ગુજરાત સરકારનાં વન વિભાગની અથાગ મહેનતનાં હિસાબે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર 6082 ઘુડખર છે જે ખાસ કરીને પાટડી, દસાડા, ખારાઘોડા, ધ્રાંગધ્રા, હળવદનું ટીકર, માળીયા અને સુરજબારી સુધીના એરિયામાં મુખ્યત્વે નિહાળવા મળે છે, કચ્છનું નાના રણમાં મીઠુ પુસ્કળ પાકે છે, આ વિસ્તારના અગરીયાઓ તનતોડ મહેનત કરી મીઠુ પકવે છે, ઘુડખર પ્રતિ 70…80… કિ. મી. ની ઝડપે દોડે છે!તેનું વજન અઢીસો કિલો જેવું હોય છે, શિયાળામાં આ નાના રણમાં વિદેશી પક્ષીઓ મોટી તાદાતમાં આવે છે,

     

    ખરેખર આ દુર્લભ પ્રાણી ઘુડખરની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે તનતોડ જહેમત કાળઝાળ ઉનાળામાં રણમાં રજળપાટ કરી આપના માટે એક વિશેષ ટેક્નિક વાળો વિડીઓથી ઘુડખરની વિડિઓ

    ડોક્યુમેન્ટરી નિહાળો… વિડીયોગ્રાફી ભાટી એન.

     


    ઉપરોક્ત દર્શાવ્યું છે એ એમનું facebook રૂપ છે જેમાં અનેક પ્રકારના વિચારો ગ્રુપના મેમ્બર મૂકે છે.

     

     

     

  • ઈડરના વીરપુર ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

    ઈડરના વીરપુર ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણી કરાઇ

    કોરોના એ આપણને વૃક્ષ અને ઓક્સિજનની કિંમત સમજાવી છે

                -શ્રી ધીરજભાઈ પટેલ

    ઈડરના વીરપુર ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

          સાબરકાંઠા જિલ્લાના ઈડર ના વીરપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલની  અધ્યક્ષતામાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

          આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે.  ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આ વર્ષે “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જોઈએ. 

            વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા અપીલ કરી હતી

            આ પ્રસંગે કલેકટરશ્રી નૈમેશ દવે એ ઉદબોધન કરતા કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે બરફના પહાડો ઓગળી રહ્યા છે દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા ભવિષ્યમાં દરિયા કિનારે વસતા મોટા શહેરો અને દેશો પાણીમાં ઘરકાવ થઈ જવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે. જેનો  એકમાત્ર ઉપાય ઘનિષ્ઠ વનીકરણ જ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વમાં 31% વિસ્તાર વન છે. જ્યારે આપણા દેશમાં 24.5 ટકા વિસ્તાર માં જંગલો છે જ્યારે ગુજરાતમાં 11.46% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ છે માટે મહત્તમ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. 

          સાંસદશ્રી દિપસિંહ રાઠોડએ આ પ્રસંગે વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા તેમજ વડાપ્રધાન શ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના આહવાન સ્વીકારી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી તેના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

         આ પ્રસંગે શાળાના વિધાર્થીઓના પર્યાવરણ બચાવ પર દોરવામાં આવેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરી ગામના જળસંચય અભિયાન અંતર્ગત ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.      

          આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શંકરભાઈ બેગડીયા, ઈડર તાલુકા પંચાયતના શ્રીમતી હર્ષાબેન વણકર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કર, રિલાયન્સ ફાઉન્ડેશન ના શ્રી જયરામભાઈ દેસાઈ ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન અન્ય અધિકારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

  • હિંમતનગર GIDC એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન કરાયું

    પ્રશાસક શ્રી પ્રકૂલભાઇ પટેલ અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જી આઇ ડી સી એસોસીએશન દ્વારા નવનીર્મિત કોન્ફરન્સ હોલનું ઉદ્દઘાટન દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલ અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયું હતું. 

    જિલ્લાના ઉધોગોથી ધમધમતા વિસ્તારમાં મોતીપુરામાં ઉધોગકારોને વિકાસની નવી પાંખ અને સહૂલિયત મળી રહે તે માટે જીઆઇડીસી વિસ્તારમાં કોન્ફરન્સ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને ખુલ્લો મુકતા દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલે જણાવ્યું હતું કે, કે ઉધોગો એ દેશના કરોડરજ્જુ સમાન છે, દેશમાં ઉધોગો માટે સારુ વાતાવરણ હશે તો વિદેશી રોકાણની તેટલી જ નવી તકોનું નિર્માણ થઇ શકે વર્ષો અગાઉ દેશમાં નાનામાં નાની ચીજવસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ઉધોગોને નવી દિશા આપવાનું કામ કર્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે એક નીલકટર ચીનમાંથી આયાત કરવું પડતું હોય તો આપણે કેમ ના બનાવી શકીએ. આવા નાના નાના કેટલાય ઉદ્યોગોની વ્યાપકતા વધારીએ તો  નાનો માણસ પણ મોટા ઉદ્યોગ તરફ પગરવ માંડી શકે. તેમણે ઉધોગકારોને સમાજપયોગી પ્રવૃતિનું આહ્વાન કરતા કહ્યુ હતું કે કુપોષિત બાળકોને દત્તક લઇ તેમજ શિક્ષણની જરૂરીયાતવાળા બાળકોને શિક્ષણ સહાય મળે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

    શ્રમ અને રોજગાર તથા ઉધોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત એ જણાવતા કહ્યું કે ગુજરાત ઉદ્યોગ વિકાસમાં સૌથી આગળ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનના નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ સમયગાળામાં નાના મોટા ઉદ્યોગોને લોન આપી વેગવંતો કર્યા છે. ગુજરાતીઓને સાહસિક તરીકે ગણાવતા કહ્યુ હતું કે,  ગુજરાતીઓ નાની મૂડીથી પણ સારો ધંધો ચાલુ કરી શકે તેટલી આવડત છે, આ ઉપરાંત ઉધોગકારો ઉધોગ માટે અવકાશ મળે તે માટે રાજ્યની દરેક જી આઇ ડી સીઓને ટેકસમાં રાહત આપવાની પણ જાહેરાત પણ કરી હતી.

          હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા કહ્યું કે, રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતો સાબરકાંઠા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પછાત હતો પરંતુ નરેન્દ્રમોદીના શાસનકાળમાં ઉધોગોને અધતન સુવિધાઓ અપાતા જિલ્લામાં નાના મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા છે. જેના થકી સાબરકાંઠા જિલ્લો પણ વિકાસની ગતિમાં હરણફાળ ભરી રહ્યો છે.

             કોન્ફરન્સ હોલના ઉદ્દધાટન પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવે સહિત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ગુજરાતના પ્રમુખ શ્રી કાન્તિભાઇ પટેલ, હિંમતનગરના શ્યામ સુંદર સલુજા, પરશોત્તમભાઇ પટેલ સહિત નાના-મોટા ઉધોગકારો અને વેપારીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.   

     


     

    હિંમતનગર ખાતે ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અમલીકરણ સમીક્ષા બેઠક યોજાઈ

    ****

    મંત્રીશ્રી દ્વારા પ્રગતિ હેઠળના ૭૪૮ કામોની સમીક્ષા કરાઈ

    *******

    સાબરકાંઠા જિલ્લામાં લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદીઅને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી

    આ બેઠકમાં જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સ્મશાન ગૃહની સઘડીઓ, પાણીની પરબની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગટરકામ, બ્લોક પેવર,શાળાના ઓરડા જેવા કામોના લક્ષ્યાંક સામે વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી હતી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩દરમિયાન વિવેકાધીન હેઠળના ૨૭૮, જિલ્લા વહીવટી તંત્રના ૧૯, જિલ્લાકક્ષાએ વિવેકાધીન હેઠળના ૧૫, નગરપાલિકાના ૧૨, પ્રોત્સાહક હેઠળના ત્રણ, ધારાસભ્ય ફંડના ૫૮, જયારે એ. ટી. વી. ટીના ૩૬૩મળી કુલ ૭૪૮ પ્રગતિ હેઠળના કામો કયાં તબક્કે કામગીરી ચાલી રહી છે તે અંગેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ ના ૬૪ અને ૨૦૨૧-૨૨ના ૪૫૮ પ્રગતિ હેઠળના કામોની પણ સમીક્ષા કરાઈ હતી.

    વધુમાં તેમને જણાવ્યું હતું કે જિલ્લામાં અમુક ગામોમાં ગામતળ ન હોવાથી લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતો નથી. આથી દરેક તાલુકાકક્ષાના અધિકારીશ્રીઓએ કયા કયા ગામોમાં ગામતળ  નથી તેની વિગતો ટૂંક સમયમાં મેળવી લેવી. આથી તે અંગે કામગીરી હાથ ધરી શકાય તેમજ જિલ્લામાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ ટૂંક સમય પહેલા જ ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ  કઈ રીતે વધારી શકાય તે માટે જરૂરી આયોજન હાથ ધરવા અંગે જણાવ્યું હતું.

    આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


    પોસ્ટ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” ના દિવસે પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે

    **************************

    સાબરકાંઠા અને અરવલ્લી વિભાગ હિમતનગર દ્વારા અધિક્ષક ડાકઘર, સાબરકાંઠા વિભાગ તથા અરવલ્લી જીલ્લાની કુલ ૫૩ સબ પોસ્ટ ઓફીસમાં તારીખ ૦૫ જૂન ૨૦૨૩ ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” ના ભાગરૂપે ” “મિશન લાઈફ સ્ટાઇલ પર્યાવરણ અંતર્ગત હાલના પર્યાવરણ પર આપણી રહેણીકરણીની અસર, પર્યાવરણ વિષય પર નિબંધ લેખન, પ્રશ્ન સ્પર્ધા , સોલાર પાવર પેકની સફાઈ, વરસાદના પાણીની જાળવણી, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ખોરાકનો બગાડ અટકાવવો અને રંગોલી સ્પર્ધા સહિતના પર્યાવરણ જાગૃતિના સંદેશો આપતી પ્રવૃત્તિ સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લાની ૫૩ પોસ્ટ ઓફિસોમાં હાથ ધરવામાં આવશે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના તમામ પોસ્ટલ સ્ટાફ અને દરેક નાગરિકને ઓનલાઈન https://e-hrms/.gov.in  પોર્ટલ પર પર્યાવરણને બચાવવા માટેની પ્રતિજ્ઞા લેવા માટે અપીલ કરાઇ છે.

     

     

  • આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં

    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં

    (સૌજન્ય : દિલીપ ગજ્જર , ગુજરાત માહિતી ખાતુ)

    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં”

    ¤ “પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા

    તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ,તેમ છતાં તેનો ઉપયોગકર્તા લોકોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. ભારતમાં રોજના હજારો લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ-અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં 30 ટકા કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12થી 17 વર્ષની વયના સગીર વધુ થાય છે. વેસ્ટર્ન કલ્ચર અને ફિલ્મોનું આંધળું અનુકરણ જેવા કારણોસર સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર બને છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મે ના દિવસને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પર થતી હાનિકારક અસરોથી અવગત કરાવી નાગરીકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૨૩ની થીમ તરીકે “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” – “WE NEED FOOD, NOT TOBACCO” રાખવામાં આવી છે.

    તમાકુ નિષેધ દિવસ સંદર્ભે ગુજરાત કેન્સર રીસર્ચ ઈનસ્ટીટ્યુટના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા સાથે થયેલી વાતચીત મુજબ, તમાકુનુ સેવન માનવ શરીર માટે હાનિકારકની સાથે જીવલેણ પણ છે. તમાકુનું સેવન, ખાસ કરીને ધ્રુમ્રપાન કરવાથી મુખ્યત્વે લંગ કેન્સર, હાર્ટ ડિસીઝ, મગજનો સ્ટ્રોક, અસ્થમા અને ટાઈપ-૨ ડાયાબિટીઝ જેવા રોગ થવાનો ખતરો રહેલો છે. ડો. શશાંકે મહાત્મા ગાંધીને ટાંકતા જણાવ્યું હતું કે, “YOU MUST BE THE CHANGE YOU WISH TO SEE IN THE WORLD” તમાકુનું સેવન અટકાવવા શરુઆત જાતથી જ કરવી પડશે જેના માટે પ્રત્યેક નાગરીકે એક મંત્ર અપનાવવો પડશે. ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને તમાકુનુ સેવન કરવા દઈશ આ મંત્રથી નાગરીકોમાં જાગૃતતા આવશે અને તમાકુનુ સેવન અટકશે.

    તમાકુથી થતા નુકસાનથી બચવા શું કરવુ જોઈએ તેના સંદર્ભમાં વાત કરતા જણાવ્યું હતું કે, તમાકુના ઉપયોગના જોખમો વિશે મિત્રો અને પરિવાર સાથે વાત કરવી જોઈએ. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરી તેમને છોડવામાં મદદ કરવી જોઈએ. ધૂમ્રપાન-મુક્ત કાર્યસ્થળો અને સ્વાદવાળી તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ વગેરે જેવા તમાકુ નિયંત્રણ કાયદાઓ કે જે તમાકુનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરી શકે છે તેનું સમર્થન કરવું જોઈએ. આ ઉપરાંત તમાકુનું સેવન છોડાવવા માટે નજીકના મેડિકલ સેન્ટર્સ પર મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. આપણે સૌએ સાથે મળીને કામ કરીને, તમાકુનો ઉપયોગ ઘટાડી દેશ અને વિશ્વને તમાકુના ચુંગાલમાંથી બચાવી નાગરીકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ.

    તમાકુ સેવનકર્તા વ્યક્તિ તેનું પોતાનું જ નહિ, પરંતુ તેના આખા પરિવારનું જીવન બરબાદ કરે છે. જે બાબત કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ હાલ અનુભવી રહ્યા છે. જો કે તેમના માટે હવે ‘મોડું થઈ ગયું’ છે. ‘જાગ્યા ત્યારથી સવાર સમજી’ને આજથી જ બને તેટલું વહેલા તમાકુનું સેવન બંધ કરશો તો કદાચ ‘મોડું થઈ ગયું’ શબ્દ સાંભળવામાંથી તમને મુક્તિ મળી જશે.
    ******

  • વાવાઝોડા પછી હિંમતનગર કલેકટર કચેરીની સોલર પેનલ્સ તૂટી પડી

    વાવાઝોડા પછી હિંમતનગર કલેકટર કચેરીની સોલર પેનલ્સ તૂટી પડી

    નીરવ જોશી, હિંમતનગર (M- 9106814540)

    ગત રવિવારે રાત્રી અને મંગળવારે વહેલી સવારે હિંમતનગર માં આવેલા વાવાઝોડાની પરિણામે કલેક્ટર બિલ્ડીંગના સી અને બી બ્લોક પરની સોલર પેનલો ચોથા માળેથી નીચે પછડાઈ હતી! આ પેનલોનો ઇન્સ્ટોલેશન કરનારી ગડરો પણ સાથે જ ખેંચાઈની નીચે પછડાઈ હતી!

    આમ હિંમતનગરની કલેકટર કચેરી ના બી અને સી બ્લોકના વિધુત પ્રવાહ ને સોલર એનર્જી થી આવતો હતો તેને નુકસાન થયું હતું. હજુ સુધી નુકસાન નો આંકડો પૂરેપૂરો મળ્યો નથી. હાલ કલેકટર કચેરીના એબીસી બ્લોકનો વિધુત પુરવઠો વીજ કંપનીનો ચાલુ કરી દેવાયો છે એટલે કે આ વખતે બિલ વધારે આવશે. પહેલા સોલર પેનલો ના વીજ ઉત્પાદનથી પરિણામે કલેક્ટર કચેરી નું બિલ ઓછું આવતું હતું.*

  • સાર્થક જલસો મેગેઝીન વાચકોને આપશે 10 વર્ષનું નવું નજરાણું

    સાર્થક જલસો મેગેઝીન વાચકોને આપશે 10 વર્ષનું નવું નજરાણું

    રાજ ગોસ્વામી ,અમદાવાદ (સંકલન: નિરવ જોશી)-7838880134

    ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ અને ઓનલાઇન ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસારના કારણે નવી નવી પ્રકારના પડકારો લેખકો , પત્રકારો અને સાહિત્યકારો સામે ઊભા થયા છે !આવા સમયે ગુજરાતી વાચકો માટે સાર્થક પ્રકાશક એ શરૂ કરેલા એક મેગેઝીન સફળતાપૂર્વ દસ વર્ષ પૂરા કર્યા છે!-  એ જાણીને મને ખૂબ આનંદ થયો. 

    આ કૌતુહલ પ્રેરક મેગેઝિનનું નામ છે – *જલસો*  અને આ ગુજરાતી ભાષાના વાચકો માટે ઉત્તમ જલસો કરાવે તેવું મેગેઝીન 10 વર્ષથી ચાલી રહ્યું છે !

    આ 10 વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે સિદ્ધહસ્ત અને જાણીતા તેમજ ખૂબ જ તટસ્થ એવા પત્રકારોએ / લેખકો અને સાહિત્યકારો ની ટીમે 10 વર્ષના સમાપનના અંતે મેગેઝીન જલસા ની યાદગાર કોપી બહાર પાડી છે.

    ( આલેખન: રાજ ગોસ્વામી, અમદાવાદ)

    મિત્ર અને એક સમયે સહકર્મી ઉર્વીશ કોઠારી તેમજ દીપક સોલિયા, બીરેન કોઠારી, કાર્તિક શાહ, બિનીત મોદી અને અપૂર્વ આશરની બનેલી ટીમના નાનકડા પરંતુ નક્કર સાહસ “સાર્થક જલસો”નાં દસ વર્ષ પૂરાં થયાં છે. ગુજરાતી પ્રકાશનોની (ગુણવત્તા અને આર્થિક દ્રષ્ટિએ) સ્થિતિ બહુ ઉત્સાહજનક નથી ત્યારે, ‘સાર્થક’ની ટીમે સ્થાપિત ધોરણો અને પરંપરાગત લખાણોથી દૂર રહીને જેને સાચા અર્થમાં સાર્થક અને નક્કર કહી શકાય તેવાં લેખોનું એક સામયિક શરૂ કર્યું એટલું જ નહીં, તેની દસ વર્ષની સફર પુરી કરી તે પોંખવા જેવી વાત છે.

    ગંભીર, સંવેદનશીલ, સાહિત્ય-કળા અને સંસ્કૃતિની વાતો કરતાં હોય તેવાં અનેક ગુજરાતી સામયિકો ખતમ થઈ ગયાં છે અથવા કોક મરવાના વાંકે જીવી રહ્યાં છે તેનો વિલાપ આપણે કરતા રહીએ છીએ. તેવા સંજોગોમાં, સાર્થક પ્રકાશનની આ ટીમે એક સ્વતંત્ર સામાયિક શરૂ કર્યું તે નોંધપાત્ર છે. નોંધપાત્ર એટલા માટે કે પરંપરાગત (એટલે કે સ્થાપિત) પ્રકાશનોની નફા-નુકસાન અને લોકરંજન કરવાની પોતાની મર્યાદાઓ છે. એમાં એ જ છપાય છે, જે બજારમાં “ચાલે” એવું હોય. સ્વાભાવિક રીતે જ, તેમાં ગુણવત્તા કે નૈતિકતાનું મૂલ્ય નથી હોતું. તેમાં એવા લેખકોને જ સ્થાન મળે છે, જે “લોકપ્રિય” હોય. સ્વાભાવિક રીતે જ, એવા લેખકો પર વાચકોને ખુશ કરવાની મજબૂરી હોય છે.

    “લોકોને જોઈતું હોય તે આપો”વાળા પ્રકાશનોની મુશ્કેલી મનમોહન દેસાઈ જેવી છે. દેસાઈએ એકવાર કહ્યું હતું કે, “મારી ફિલ્મો જોવા આવનારા લોકો મગજ ઘેર મૂકીને આવે છે.” એ તેમની સફળતાનું ગૌરવ છે કે દર્શકોનું અપમાન એ ખબર નથી, પરંતુ કઇંક અંશે, મુખ્ય ધારાનાં પ્રકાશનોનું પણ મનમોહન દેસાઈકરણ થયું છે (ફિલ્મોના દર્શકોની જેમ, સામયિકોના વાચકો પણ બુદ્ધિ ‘ઘેર’ મૂકીને વાંચે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે), પરંતુ રુબરુ વાત કરીએ ત્યારે ખબર પડે કે બહુ બધા વાચકો એવી ફરિયાદ કરતા હોય છે કે ગુજરાતીમાં વાંચનની ગુણવત્તાનું પતન થયું છે. લોકો જે મળ્યું તે વાંચતા રહે છે.

    એવી સ્થિતિમાં, કોઈ તગડા આર્થિક પીઠબળ કે મસાલા-ફિલ્મો જેવાં લખાણોની ફોર્મ્યુલા વગર, ‘સાર્થક’ની ટીમે, ગુલઝાર, શ્યામ બેનેગલ કે ગોવિંદ નિહલાણીની જેવા પેરેલલ સિનેમાકર્મીઓની માફક ગંભીર અને ગુણવત્તાસભર લેખોનો ‘જલસો’ કરાવાનું ચાલુ રાખ્યું છે તે અભિનંદનને પાત્ર છે.

    અને હા, આ વખતનો, દસમા વર્ષનો અંક ખાસ વાંચવા/વસાવવા જેવો છે. એમાં, મૂંગી ફિલ્મોના એન્સાઇક્લોપીડિયા મનાતા વીરચંદ ધરમશી, ક્રાંતિકારી કેપ્ટન લક્ષ્મી સહેગલ, ગુજરાતી પત્રકારત્વના એકમેવ હસમુખ ગાંધી (ત્રણ લેખો છે, અને લખવાવાળા ત્રણે અધિકૃત પત્રકારો છે) અને ગુમનામ ગાંધીવાદી સમાજસેવક નવલભાઈ શાહ પર અભ્યાસપૂર્ણ લેખો ઉપરાંત અન્ય રસિક સામગ્રી પણ છે.

     

  • આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજકાલ ખેતી અંગે અનેક પ્રકારના તર્ક ચાલી રહ્યા છે. રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો પાક મેળવી રહ્યા છે પરંતુ આના કેવા ખરાબ પરિણામો આવશે તે અંગે હવે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે.

    ખાસ કરીને ઓર્ગેનિક અને કુદરતી ખેતી કરવાના ફાયદા છે – તેવું લોકો વાંચે છે… ખેડૂતો પણ જાણે છે… પરંતુ ઉત્પાદન નહીં હોવાના કારણે આ બધામાં તેઓ પડતા નથી !

     

    સોશિયલ મીડિયામાં વાયરલ આપને બે પોસ્ટ વાચકોને રજૂ કરી રહ્યો છું. જે વાંચવાથી તમારા વિચારોને પણ નવીન દિશા અને દશા મળશે.

    आज से 40-50 साल पहले सब कुछ ऑर्गेनिक ही था … हर किसान के पास गोबर की ख़ाद थी.. यूरिया के लिये शहर जाकर लाईन में नहीं लगणा पड़ता था … खुद के खेत का बीज था… अगली फसल के लिये अपणे खेत का अच्छी क्वालिटी का बीज बचाकर रखता था … खेती बाड़ी पूरी तरह आत्मनिर्भर थी l

    बाजार में बैठा बणियाँ बोला : आपके पास उन्नत किस्म के बीज नही है… यह बेकार है .. आपको अच्छी पैदावार नही देते.. ये बीज की थैली ले जाओ एक बार ।

    किसान भोला था .. महंगी बीज की थैली ले गया… खेत में बुवाई करदी… उन बीजो के साथ किसान के खेत में जहरीली विदेशी खतपतवार उग गयी ।

    खेत में अजनबी घास खेत मे देखकर किसान फिर बणिये के पास गया … बणिया बोला : ये दवाई ले जाओ खेत में छिड़काव करो… मजबूरी में किसान को उस खतपतवार को खत्म करने की जहरीली दवाई चुपचाप खरीदणी पड़ी l

    कमजोर बीज से कमजोर पौधे खड़े हुऐ.. तो कीट उनसे चिपक गये .. तो बनियाँ बोला : ये कीटनाशक छिड़को तथा रासायनिक खाद डालो… तभी अच्छी पैदावार मिलेगी ।

    मरता क्या न करता.. किसान को रसायनिक खाद और कीटनाशक खरीदणा पड़ा … अच्छी पैदावार के चक्कर में हर बार दोगुना रसायनिक खाद और कीटनाशक छिड़कने लगा … क्योकि वह बीज ही इस तरह के थे बिना रसायनिक खाद और कीटनाशक के पैदावार दे ही नही सकते थे l हर बार पहले से ज्यादा जहर चाहिये जैसे नशेड़ी को हर आने वाले दिन हाई-डोज़ चाहिये ।

    अब किसान बनियें यानि कॉरपोरेट के चंगुल में पूरी तरह फँस चूका था.. जीनोम सीड खरीद कर l

    …. गुलामी हमेशा बीज से शुरू होती है l

    धीरे धीरे किसान की जमीन एक शराबी की तरह हो गयी… आदी बन गयी जहर की .. किसान भी कर्ज के बोझ तले दबता चला गया l किसान को कुछ समझ नहीं आ रहा था .. उसने भी दारू में अपणा एस्केप रूट तलाशा.. अब धरती को भी नशा चाहिये और किसान को भी … दोनों आदी हो चूके नशे के और बणिये की पौ बारह पच्चीस l

    किसान के खुड बिकणे लगे.. तो किसान स्प्रे /पेस्टिसाइड खुद पीणे लगा l

    अब धरती बंजर हो गयी… मिट्टी दूषित/जहरीली हो गयी … पेस्टीसाइड से हवा पानी सब कुछ जहरीला हो गया.. पशुओं के भी टीके लगणे शुरू हो गये l

    कॉरपोरेट ने बीज /खाद और कीटनाशक का बड़ा बाजार खड़ा कर लिया… केंसर जैसी भयानक बीमारियों का जन्म हुआ… ड्रग इंडस्ट्री ने मानव औषद्यी का भी बड़ा बाजार खड़ा कर लिया क्योंकि रसायनिक खाद से पैदा हुऐ अन्न ने मानव शरीर को बीमार बना दिया … रोग प्रतिरोधक क्षमता क्षीण हो गयी … आज हर मानव शरीर अन्न कम खाता है दवाई ज्यादा… सच कहें तो सिर्फ दवाईयो पर जिंदा है ।

    आज किसान की खेती पूरी तरह से बणिये के कब्जे में है … वह जब चाहे देश मे अन्न संकट पैदा कर सकता है … किसान पूरी तरह से कॉरपोरेट/कंपनियों का गुलाम है उसके पास न देसी खाद है न देसी बीज l

    अब बणिया वह कह रहा है .. आपने अपनी जमीन को बंजर कर दिया है.. जहरीला कर दिया है… आप जैविक खाद खरीदो .. वो जैविक खाद जो पहले सिर्फ किसान के पास थी ।

    उधर बणियें के घर में भी केंसर होने लगा .. सुगर पर तो उनका आनुवंशिक अधिकार था ही … औरतें बाँझ होणे लगी और मर्द नपूँसक l

    अब बाजार को हर चीज ऑर्गेनिक चाहिये … बिना रासायनिक खाद और पेस्टीसाइड का गेहूँ … बिना इंजेक्शन की सब्जी … देशी गाय का दूध .. दूध ना मिले तो देशी गाय का मूत ही ला दो ..सेठ/सेठाणी को दिल का दौरा पड़ा है.. बाजार के 15-16 साल के बच्चे एक एक क्विंटल के हो रहे हैं .. मात्र अपणा शरीर ढो सकें वह भी एक अचीवमेंट है ll

    अब सरकार/ एग्री साइंटिस्ट कह रहे हैं .. पारम्परिक खेती मत करो..बागवानी करो/ हर्बल खेती करो/औषधिय पौधे ऊगाओ/ कमर्शियल खेती करो .. ऊगा तो लेगा किसान पर यहाँ भी वही बणिये का रोल.. किसान को मार्केटिंग नहीं आती.. अपणा प्रोडक्ट सीधे इंडस्ट्री को बेचना नहीं आता .. मतलब मुनाफा वसूली कोई और करेगा .. कटणा हर हाल में खरबुजे को ही है ll

    सरकार के पास कृषि क्षेत्र के ना तो कोई लोंग टर्म प्लानिंग है ना विजन.. क्योंकि जो एग्री विशेषग्य बणे बैठे हैं उन्होने कभी खेत का मुँह ही नहीं देखा ll

     

    આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    ✍️શું આપણું કાઈ શોધેલું તમને દેખાય છે.?
    ✍️માણહ ની વસ્તી ઓછી કેમ થાય ? માણહ દુઃખી થઈ થઈ ને કેમ મરે?
    ✍️બધુ જ સંશોધન જે ન કરવાના કામ આ યુનિવર્સીટી ના કામ છે : !
    ✍️હાલમાં ટોટલ ખેતી જુઓ બીયારણ વિદેશના !
    જુઓ જંતુનાશક વિદેશના !
    જુઓ ફર્ટીલાઈઝર વિદેશના !
    જુઓ ફળફળાદી વિદેશના !
    જુઓ રોપા વિદેશના !
    જુઓ આખી કૃષિ વિદેશની
    તો તમે શું હલ્લે માર્યું ?
    બધા જ દેશી બીજનો નાશ
    બધા જ દેશી ફળો નો નાશ
    શેઢે થતા હુડીયાનો નાશ
    શેઢે થતા ગણ ગેટા નો નાશ
    શેઢે થતા સાંધરા નો નાશ
    શેઢે થતા ખરખોડી નો નાશ
    શેઢે થતી ફાંગ નો નાશ
    શેઢે થતાં અગુંરીયા નો નાશ
    શેઢે થતાં કમ્બોઇ નો નાશ
    જ્યાં વીટામીન A થી શરૂ કરી B2 સુધીની આખી શ્રુંખલા નો નાશ થઈ રહ્યો હતો ત્યારે આ જમાત સરકારી પૈસા જમી જલસો કરતી હતી !
    બધા જ દેશી વનસ્પતી – ઝાડ – વેલા જ્યાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત હતું એનો અભ્યાસ કેમ ન કર્યો ?
    ✍️આજે યુવાનો નપુસંક બની IVF નો સહારો લેવા માંડ્યા છે તે શેના કારણે ?
    ✍️વિદેશી બીજો – સીડલેસ બીજો – ઓછા સમયમાં પાકતી જાતો અને ઠીંગણી જાતો ના બીયારણે માણસને ઠીંગણો બનાવ્યો ! વહેલા પાકતી જાતો વહેલા સ્વર્ગ બતાવે ! સીડલેસ જાતો ખાય તેને નપુસંક બનાવે ! શું આ સામાન્ય વાત ગળે ઉતરે છે ?
    ✍️ આ એ જ કૃષિયુનિવર્સિટી ઑ છે જેણે ભારતની પંચવર્ષિય યોજનાઓ ના પૈસા બરબાદ કરી માનવજાતને પાંગળી બનાવી ત્યારે આ બુદ્ધી જીવીઓ ક્યાં ગયા હતા ?
    ✍️ આ બધાના પગાર પાછળ ખર્ચેલ નાણાં ખેડૂતોના હિત માટે કૃષિ માં વિજળી – પાણી – બજાર – અને રક્ષણ માટે વાપર્યા હોત તો ખેડૂત લાચાર ન હોત ! ભારત સોનાની ચકલી ખેતી થી કૃષિ થી હતો !નહીં કે તમારા વિનાશકારી ઉદ્યોગનિતિ થી !
    ✍️હજુ સમજો તો સારૂ છે.
    પ્રાકૃતિક કૃષિના નામે કરોડો ના કૌભાંડો કરનારા આપણાં પાળેલાં કુતરાઓ ને ક્યાં સુધી આપણાં ખેતર માં લાવી તમારું મોઢું ચાટવા દેવું છે ?
    હવે તો માણહ થાવ !
    હવે તો પાછા વળો !
    અસ્તું ! આપ સૌનો હિતેચ્છું
    અંતે ભોજો ભગત કહે તેમ
    કડવા કારેલાંના ગુણ ન હોય કડવા ! કડવા વેણ ન હોય કડવાં જી રે !
    પંકજ મુખી – સુરત

  • યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

    યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર
    ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી.

    કૃષિ મંત્રીશ્રી
    • *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ*
    • *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી*
    • *ગુજરાતના ખેડૂતો અને આયાત કરતા દેશો વચ્ચે રાજ્ય સરકારની સેતુરૂપ ભૂમિકા*

    *I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા ઈચ્છા વ્યક્ત કરી: આગામી સમયમાં MoU કરશે*

    ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ અરબ એમિરેટ્સ-UAEના ડેલીગેશને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.

    પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સહકાર આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયા, ઇઝરાયલ, યુએઈ અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ ચાર દેશોનું I2U2 ગ્રુપ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટે I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપની ગુજરાતમાં ઉત્પાદિત થતા વિવિધ પાકો આયાત કરવા તત્પર છે. જે સંદર્ભે આ ચાર કંપનીના પ્રતિનિધિઓ હાલ ગુજરાતની મુલાકાતે છે.

    યુ.એ.ઈ.ના પ્રતિનિધીઓને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. એમાં પણ જ્યારે ખાદ્ય સુરક્ષાની વાત આવે તો ગુજરાતમાં ઉત્પાદિત થતી ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. ગુજરાતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થાય તો ખેડૂતોને પાકના સારા ભાવ મળે અને સાથે જ ખેતીમાં નવી ટેકનોલોજીને પણ પ્રોત્સાહન મળે છે. એટલા માટે જ ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો અને આયાત કરતા દેશ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. મંત્રીશ્રીએ યુ.એ.ઈ.ને પણ ખેત ઉત્પાદનોની આયાત માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય પૂરી પાડવા સહમતી આપી હતી. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધ્યો છે. જેથી ગુજરાતમાં ઉત્પાદિત થતી પ્રાકૃતિક ખેત પેદાશોની વૈશ્વિક સ્તરે માંગ વધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

     

    યુ.એ.ઈ.ના ડેલીગેટ્સમાં ADQ કંપનીના શ્રી ધાફર અલ-કાસીમી, SILAL કંપનીના શ્રી અબ્દુલ્લા અતીક બખિત અને શ્રી સુમિત ગુપ્તા, LDC કંપનીના શ્રી ગરિમા જૈન અને શ્રી સુમિત મિત્તલ તેમજ Unifrutti કંપનીના શ્રી એમ.સી. ધનંજય આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. યુ.એ.ઈ.ના ડેલીગેટ્સે ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતના FPO, નિકાસકારો અને નાના એગ્રો ફૂડ પાર્ક સાથે પણ મીટીંગ કરી નિકાસની તકો ઉપર સાર્થક ચર્ચા કરી હતી. તેમણે ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે આગામી સમયમાં ગુજરાતમાં એમ.ઓ.યુ કરવા પણ સહમતી દર્શાવી હતી.

    આ બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલે, અધિક ઉદ્યોગ કમિશનર શ્રી કુલદીપ આર્ય, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી, મત્સ્યોદ્યોગ નિયામકશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

    કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

    નિરવ જોશી,  Ahmedabad (M-7838880134)

    તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે તેમણે ગૌચરની ઘણી બધી જમીન દબાણ મુક્ત કરી હતી અને તેમનું આ કાર્ય ખૂબ વખણાયું હતું અને સમાચાર માધ્યમોમાં સ્થાન પામ્યું હતું. દલિત સમાજના અંબાલાલભાઈએ કાસીન્દ્રા ગામના વિકાસમાં મહત્વના કાર્યો કર્યા હતા. તેમના સમય દરમિયાન તેમણે ગામના વિકાસ માટે તેમજ અમદાવાદ થી અત્યંત પ્રદૂષિત થઈને અમદાવાદના જિલ્લાઓમાં ગામડાઓના કિનારે પહોંચતી સાબરમતી નદીના પ્રદુષણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં રહીને તેમને સમાજના સમરસ વિકાસ માટે ખૂબ ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા. જેની ગામના લોકો આજે પણ યાદ કરે છે!

    અંબાલાલ રાઠોડ કોંગ્રેસ પક્ષ સાથે પણ જોડાયેલા છે. તેઓ દસકોઈ તાલુકા કોંગ્રેસ કમિટીના એસ સી એસટી સેલના પ્રમુખ છે. સેવાભાવી અંબાલાલ રાઠોડનું – આ જીવનનું 75 મુ વર્ષ શરૂ થયું છે એટલે કે એમને વાનપ્રસ્થાશ્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે જીવનના છેલ્લા આશ્રમમાં એટલે કે સન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. એકદમ ભગવાન ની સેવામાં અને નિષ્કપટ જીવન જીવી રહ્યા છે.

     

    વર્તમાનમાં તેઓ નિવૃત્તિ નું જીવન જીવી રહ્યા છે અને કાશીન્દ્રા તેમજ આજુબાજુના ગામના લોકોનો સાર સંભાળ રાખી રહ્યા છે અને તેમના સમાજના તેમજ અન્ય સમાજના લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. પહેલા જેવા ઉત્સાહથી સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેઓને કુલ ત્રણ દીકરા ને એક દીકરી છે.વડીલ અંબાલાલભાઈ રાઠોડ કાશીન્દ્રામાં રોહિતદાસ હાઉસિંગ સોસાયટીમાં સહ પરિવાર રહે છે.તેમનો ટેલીફોન નંબર 98254 84 109 છે.