કેટેગરી મારું ગુજરાત

  • દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીની વિદાય, જૈન સમાજમાં શોકનું મોજુ

    દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીની વિદાય, જૈન સમાજમાં શોકનું મોજુ

    સંકલન: નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

    (From-  Abhishek Kukrele -અભિષેક કુકરેલી )

    સુપ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ ની આજે સવારે વહેલી સવારે સમાધી થઈ ગઈ છે. તેમની વિદાય ત્રણ દિવસ સંથારો એટલે કે અન્ન જળનો ત્યાગ કરી અને સમાધિ અવસ્થામાં થઈ હતી! તેમનો દેહ ત્યાગ બાદ ભક્તોમાં દુઃખ નું મોજુ ફરી વળ્યું છે…

    દિગંબર સમાજના વિશ્વપ્રસિદ્ધ આચાર્ય વિદ્યાસાગરજી ખૂબ જ જાણીતા દિગંબર જૈન સમાજની વિભૂતિ હતા. તેમના જીવનના કાર્યકાળ દરમિયાન તેમણે ધાર્મિક/અધ્યાત્મિક સામાજિક ઉત્થાનના અનેક કાર્યો કરીને સમગ્ર ભારત માં જનતાને પ્રેરણા આપી હતી. વિશ્વના અધ્યાત્મ પ્રેમીઓ અને અનેક લોકો તેમને ભાવાંજલિ પાઠવી રહ્યા છે.

    समाधि सूचना
    *संत शिरोमणि आचार्य श्री विद्यासागर जी महाराज की रात्रि 2:35 बजे चंद्रागिरी तीर्थ डोंगरगढ़ में समाधि हो गई है
    समाधि सुचना डोला यात्रा प्रातः 8:20 पर निकलेगी 🙏🏻😔🙏🏻

    जन जन के संत विश्ववंदनिय
    गुरुवर हमारे सब के भगवान

    संत शिरोमणि आचार्य श्री विद्यासागर जी महाराज
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    इस युग के महावीर महान संत जिनके बारे में कुछ कहना सूरज को दिया दिखाने के बराबर है ऐसे आचार्य भगवान विद्यासागर जी के श्री चरणों में शत-शत नमन 🙏🏻🙏🏻🙏🏻

    आपका जन्म १० अक्टूबर १९४६ को विद्याधर के रूप में कर्नाटक के बेलगाँव जिले के सदलगा में शरद पूर्णिमा के दिन हुआ था। उनके पिता श्री मल्लप्पा थे जो बाद में मुनि मल्लिसागर बने। उनकी माता श्रीमंती थी जो बाद में आर्यिका समयमति बनी।
    विद्यासागर जी को ३० जून १९६८ में अजमेर में २२ वर्ष की आयु में आचार्य ज्ञानसागर ने दीक्षा दी जो आचार्य शांतिसागर शिष्य थे। आचार्य विद्यासागर जी को २२ नवम्बर १९७२ में ज्ञानसागर जी द्वारा आचार्य पद दिया गया था, केवल विद्यासागर जी के बड़े भाई ग्रहस्थ है। उनके अलावा सभी घर के लोग संन्यास ले चुके है।उनके भाई अनंतनाथ और शांतिनाथ ने आचार्य विद्यासागर जी से दीक्षा ग्रहण की और मुनि योगसागर जी और मुनि समयसागर जी कहलाये।
    आचार्य विद्यासागर जी संस्कृत, प्राकृत सहित विभिन्न आधुनिक भाषाओं हिन्दी, मराठी और कन्नड़ में विशेषज्ञ स्तर का ज्ञान रखते हैं। उन्होंने हिन्दी और संस्कृत के विशाल मात्रा में रचनाएँ की हैं। सौ से अधिक शोधार्थियों ने उनके कार्य का मास्टर्स और डॉक्ट्रेट के लिए अध्ययन किया है।उनके कार्य में निरंजना शतक, भावना शतक, परीषह जाया शतक, सुनीति शतक और शरमाना शतक शामिल हैं। उन्होंने काव्य मूक माटी की भी रचना की है।विभिन्न संस्थानों में यह स्नातकोत्तर के हिन्दी पाठ्यक्रम में पढ़ाया जाता है।आचार्य विद्यासागर जी कई धार्मिक कार्यों में प्रेरणास्रोत रहे हैं।

    आचार्य विद्यासागर जी के शिष्य मुनि क्षमासागर जी ने उन पर आत्मान्वेषी नामक जीवनी लिखी है। इस पुस्तक का अंग्रेज़ी अनुवाद भारतीय ज्ञानपीठ द्वारा प्रकाशित हो चुका है।मुनि प्रणम्यसागर जी ने उनके जीवन पर अनासक्त महायोगी नामक काव्य की रचना की है।

    *थोड़ा सा जानिए आचार्य श्री को*

    कोई बैंक खाता नही कोई ट्रस्ट नही, कोई जेब नही , कोई मोह माया नही, अरबो रुपये जिनके ऊपर निछावर होते है उन गुरुदेव के कभी धन को स्पर्श नही किया।

    ✅ आजीवन चीनी का त्याग
    ✅ आजीवन नमक का त्याग
    ✅ आजीवन चटाई का त्याग
    ✅ आजीवन हरी सब्जी का त्याग, फल का त्याग, अंग्रेजी औषधि का त्याग,सीमित ग्रास भोजन, सीमित अंजुली जल, 24 घण्टे में एक बार 365 दिन
    ✅ आजीवन दही का त्याग
    ✅ सूखे मेवा (dry fruits)का त्याग
    ✅ आजीवन तेल का त्याग,
    ✅ सभी प्रकार के भौतिक साधनो का त्याग
    ✅ थूकने का त्याग
    ✅ एक करवट में शयन बिना चादर, गद्दे, तकिए के सिर्फ तखत पर किसी भी मौसम में।
    ✅ पुरे भारत में सबसे ज्यादा दीक्षा देने वाले
    ✅ एक ऐसे संत जो सभी धर्मो में पूजनीय
    ✅ पुरे भारत में एक ऐसे आचार्य जिनका लगभग पूरा परिवार ही संयम के साथ मोक्षमार्ग पर चल रहा है
    ✅ शहर से दूर खुले मैदानों में नदी के किनारो पर या पहाड़ो पर अपनी साधना करना
    ✅ अनियत विहारी यानि बिना बताये विहार करना
    ✅ प्रचार प्रसार से दूर- मुनि दीक्षाएं, पीछी परिवर्तन इसका उदाहरण,
    ✅आचार्य देशभूषण जी महराज जब ब्रह्मचारी व्रत से लिए स्वीकृति नहीं मिली तो गुरुवर ने व्रत के लिए 3 दिवस निर्जला उपवास किआ और स्वीकृति लेकर माने
    ✅ ब्रह्मचारी अवस्था में भी परिवार जनो से चर्चा करने अपने गुरु से स्वीकृति लेते थे
    और परिजनों को पहले अपने गुरु के पास स्वीकृति लेने भेजते थे ।
    ✅ आचार्य भगवंत जो न केवल मानव समाज के उत्थान के लिए इतने दूर की सोचते है वरन मूक प्राणियों के लिए भी उनके करुण ह्रदय में उतना ही स्थान है ।
    ✅ शरीर का तेज ऐसा जिसके आगे सूरज का तेज भी फिका और कान्ति में चाँद भी फीका है
    ✅ ऐसे हम सबके भगवन चलते फिरते साक्षात् तीर्थंकर सम संत शिरोमणि आचार्य श्री विद्या सागर जी के चरणों में शत शत नमन नमन नमन
    ✅ हम धन्य है जो ऐसे महान गुरुवर का सनिध्य हमे प्राप्त हो रहा है
    प्रधानमंत्री हो या राष्ट्रपति सभी के पद से अप्रभावित साधना में रत गुरुदेव
    हजारो गाय की रक्षा , गौशाला समाज ने बनाई।
    हजारो बालिकाओ को संस्कारित आधुनिक स्कूल

    इतना कठिन जीवन के बाद भी मुख मुद्रा स्वर्ग के देव सी….
    नमोस्तु गुरूदेव जी

     

     

  • અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

    અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

    સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ / સંજય સ્વાતિ ભાવે

    અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88મા વર્ષમાં પ્રવેશ્યા હતા.

    અચૂક પ્રગતિશીલ મૂલ્યો,બહુધા ક્રિટિકલ અભિગમ,વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન કરીને સંઘેડાઉતાર શૈલીમાં ગુજરાતીમાં જ લેખન કરીને વિદ્યાજગતને સમૃદ્ધ બનાવ્યું છે.

    અત્યારની પેઢી માટે કદાચ ઓછા જાણીતા રૅશનલ, ઓછાબોલા, અંતર્મુખ અને માનવીય અભિગમ ધરાવનાર આ ચિંતકના બે પુસ્તકો હમણાંના વર્ષોમાં જાણીતા થયા હતાં – ‘અર્થવાસ્તવ’ (2019)તેમ જ ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’(2004).‘અર્થશાસ્ત્રનો પારિભાષિક કોશ’ તેમણે વિદ્યાશાખાને આપેલી દેણ છે.
    અમેરિકન અર્થશાસ્ત્રી W.C.Baumol ના Economics Theory and Operation Analysis નામના સાડા આઠસો જેટલાં પાનાંના ગ્રંથનો ‘અર્થશાસ્ત્રના સિદ્ધાન્તો અને કાર્યાત્મક પૃથ:કરણ’ નામે,બંને ભાષાની પરિભાષા સૂચિ સહિતનો,સુવાચ્ય અનુવાદ તેમનું આકર કાર્ય છે.

    ઉપરોક્ત પુસ્તકો ઉપરાંત રમેશભાઈના નામે જે વીસેક પુસ્તકો છે તેમાં છ જેટલાં મૌલિક છે, અને પંદરેકમાં તેમનું સહલેખન છે. તેમના અન્ય પુસ્તકોમાં સંપાદનો અને તેમની વ્યાખ્યાન-પુસ્તિકાઓનો પણ સમાવેશ થાય છે.

    ગુજરાતી વિશ્વકોશમાં અધિકરણ લેખન સાથે તેમણે પરામર્શક તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તેઓ ‘અભિદૃષ્ટિ’ અને ‘અર્થસંકલન’ સામયિકોના સંપાદક પણ રહી ચૂક્યા છે. ‘ નિરીક્ષક ‘, તેમ જ ‘ નયા માર્ગ ‘ માં, અને ક્યારેક ‘ પરબ ‘ કે ‘ પ્રત્યક્ષ ‘ માં આવતા તેમના લેખો, ઉપરાંત વર્ષો સુધી ‘ બુદ્ધિપ્રકાશ ‘ માં સાંપ્રત આર્થિક-રાજકીય- સામજિક પ્રવાહો પરની તેમની નોધો – આ બધું લેખન ખૂબ અભ્યાસપૂર્ણ અને વિચારપ્રેરક રહેતું.

    તેમણે લેખનમાં અર્થશાસ્ત્રની સિદ્ધાન્તચર્ચાના પાસાં ઉપરાંત અર્થશાસ્ત્રનો ઇતિહાસ, ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેતીનું અર્થશાસ્ત્ર, આંતરાષ્ટ્રીય તેમ જ વિકાસશીલ દેશોનું અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લીધા છે.

    રમેશભાઈ ઉત્તમ અધ્યાપન માટે જાણીતા હતા.વિદ્યાર્થીઓ જોડે તેમની નિકટતાના કિસ્સા જૂજ હશે; પણ વર્ગમાં તેઓ ખૂબ નિયમિતપણે, ચોકસાઈથી, કાળા પાટિયાના ઉપયોગથી, વિદ્યાર્થીઓના સ્તરની સમજ સાથે, વિદ્યાર્થીઓને તરત સમજાઈ જાય તે રીતે શીખવતા.

    તેઓ બહુ ઝડપથી બોલતા નહીં,એટલે તેમનાં વ્યાખ્યાનો દરમિયાન વર્ગ-નોંધો સારી રીતે કરી શકાતી. આ નોંધો પરથી તૈયાર કરેલા જવાબો,વધારાનું કંઈ વાંચ્યાં-ઉમેર્યાં વિના પણ સારા ગુણ મેળવવા માટે પૂરતાં સાબિત થતા.

    રમેશભાઈના જાહેર વ્યાખ્યાનો સાંભળવા એક લહાવો હતો.
    વાગ્મિતા અને વાકપટુતા,અવાજમાં આરોહ-અવરોહ, સંકુલતા અને સંદર્ભપ્રચૂરતા, ટોણા અને ટૂચકા એ આકર્ષક જાહેર વ્યાખ્યાનના ગુણો ગણાતા હોય છે. આમાંથી કશું રમેશભાઈના વ્યાખ્યાનોમાં ન મળતું અને છતાં તે ખૂબ અસરકારક બનતાં.

    તેઓ સ્થિર ઊભા રહીને વ્યાખ્યાન આપતા,હાથમાં કાગળ કે પુસ્તક રાખ્યા વિના,અવાજની એક જ પટ્ટીમાં,એક સરખી ગતિથી વહેતી નદીના પ્રવાહની જેમ વ્યાખ્યાન આપતા.વ્યાખ્યાનના વિષય અંગેની તેમની વૈચારિક સ્પષ્ટતા સ્ફટિક જેવી સ્વચ્છ અભિવ્યક્તિમાં પરિણમતી.

    રમેશભાઈ રૅશનાલિસ્ટ હતા,પણ તેમનો બુદ્ધિપ્રામાણ્યતાવાદ જાહેરમાં વ્યક્ત કર્યો હોવાનું જાણમાં નથી. પણ વ્યક્તિગત ધોરણે તે કેટલા પાકા રૅશનલ હતા તે તેમણે 4 એપ્રિલ 2016 તારીખે લખેલી વ્યક્તિગત નોંધમાં વાંચવા મળે છે.

    આખરી વર્ષોમાં રમેશભાઈની ખૂબ સંભાળ રાખનાર તેમના અમદાવાદ-સ્થિત ચિરંજીવી ગૌરાંગભાઈએ તે નોંધ આ લખનારને,અને રમેશભાઈને લખવા-વાંચવામાં પ્રાસંગિક સહાય કરનાર કેતન રૂપેરાને બતાવી.

    ગૌરાંગભાઈની અનુમતિથી તે નોંધ કોઈ પણ ફેરફાર વિના અહીં શબ્દશ: મૂકી છે.
    ******
    ‘ આ સૂચનાઓ હું પુખ્ત વિચારણા પછી સ્વસ્થ ચિત્તે લખી રહ્યો છું. તેનું ચુસ્ત રીતે પાલન કરશો.
    1. અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં અને અગ્નિ સંસ્કાર કરતી વખતે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી નહિ. મારા શબ-નનામી ઉપર ફૂલો મૂકવાં નહિ. મારા શબની પ્રદક્ષિણા કરીને પગે લાગવું નહિ.
    2. મારા અસ્થિને કોઈ નદીમાં નાખવાનાં નથી,તેથી તે કાઢવાં નહિ.
    3. મારી પાછળ બેસણું રાખવું નહિ.
    4. દસમા-બારમા જેવો વિધિ કરવો નહિ. શ્રાદ્ધ કરવું નહિ.
    5. મારા અવસાન પછી કોઈ શોક પાળવાનો નથી. કુટુંબમાં કોઈ લગ્નપ્રસંગ હોય કે ઉત્સવનો પ્રસંગ હોય તો તે મુલત્વી રાખવો નહિ.તેમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લેવો.મારું જીવન હું સારી રીતે જીવ્યો છું.બધાનો ખૂબ પ્રેમ અને સદભાવ મળ્યો છે. આવું જીવન પૂરું થવાનો પ્રસંગ શોકનો નથી,પણ સંતોષ અને આનંદનો છે. 4 – 4-2016

    ‘ તા.ક. મારું અવસાન થાય ત્યારે કોઈ દીકરો ગામમાં ન હોય તો, અગ્નિ સંસ્કારનો કોઈ વિધિ કરવાનો ન હોવાથી એમના આવવાની રાહ જોયા વિના અંગ્નિ સંસ્કાર કરી નાખવો. – રમેશ બી. શાહ

  • વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા બનાવીએ

    વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા બનાવીએ

    નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)

    *આજે છેલ્લો દિવસ*

    આવો… આપણો વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા બનાવીએ.

    ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : *”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ*”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

    આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.

    *આ રીતે કરી શકો છો આપ વોટિંગ* :

    અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

    https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/

    • ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

    • નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો

    • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

    • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

    • આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

    *જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો* :

    SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899

    વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સાંજે 07:00 કલાક સુધી જ ખુલી હોઈ અને ગુજરાતને આપના વોટસની ભરપૂર અવશયક્તા હોઈ, તત્કાલ વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં આપ પણ સહભાગી બનો.

    આભાર.


    75-મા પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ પરથી રજુ થયો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત રંગબેરંગી ટેબ્લો
    ***
    ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતી United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી ઉપસ્થિત સૌનું આકર્ષણનું કેન્દ્ર બની
    ***
    ટેબ્લોની સાથે UNESCO ના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ પણ ઝાંખીને ચાર ચાંદ લગાવી દીધા

    નવી દિલ્હી : તા. 26 જાન્યુઆરી, 2024


    અમૃત કાળના પ્રથમ પ્રજાસત્તાક દિવસે એટલે કે, 75-મા પ્રજાસત્તાક પર્વ નિમિતે તા.26 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”નું નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ભવ્ય પ્રદર્શન થઇ ગયું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organizationના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે. આજે રજુ થયેલો ગુજરાતનો આ સુંદર કલાકૃતિઓથી રંગીન ટેબ્લો ‘કર્તવ્ય પથ’ પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.

    પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે.
    Tradition-Tourism-Technology નો સુંદર સમન્વય સાધ્યો હોવાના લીધે જ ધોરડોને UNWTO: United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે સાચા અર્થમાં “વિકસિત ભારત”ની પરિકલ્પનાને સાકારિત કરે છે. આ ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા.

    વળી, તાજેતરમાં UNESCO એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા'(Intangible Cultural Heritage-ICH)માં સામેલ કર્યો હોઈ, તેની પ્રસ્તુતિએ પણ આ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

    આજના આ પર્વમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, કેન્દ્રીય કેબિનેટના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, સેનાની ત્રણેય પાંખના વડાઓ અને વિવિધ રાજ્યોમાંથી આવેલા આમંત્રિત મહેમાનોની મોટા પ્રમાણમાં ઉપસ્થતિ રહી હતી. ચાલુ વર્ષે, પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 09 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમા શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું.

    આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું.

  • રામ એટલે બદલો નહીં પણ આદર, આત્મિક પ્રેમ, વાસ્તવિકતા અને સરળતા

    રામ એટલે બદલો નહીં પણ આદર, આત્મિક પ્રેમ, વાસ્તવિકતા અને સરળતા

    વિરલ રાઠોડ, અમદાવાદ

    રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

     રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

           ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી રામ મંદિર તથા પ્રાણ પ્રતિષ્ઠાથી પાવન થઈ છે. વર્ષોથી જે મુદ્દા પર વાતચીત થતી અને ચૂંટણીની ચર્ચામાં જે વારંવાર ઘુંટાતું એ ચિત્ર તારીખ 22 જાન્યુઆરી 2024માં સ્પષ્ટ થયું છે. રામ મંદિરને લઈને જે વિષયો સંકળાયેલા છે એ તો સદાય રહેવાના, લખાવાના અને વંચાવવાના પણ ખરા. પણ કેન્દ્રમાં જે તત્વ રહ્યું છે એ રામ છે. મંદિર શબ્દની પહેલા પણ રામ, અયોધ્યા પછીનો પહેલો શબ્દ મનમાં આવે એ પણ રામ. સરયુ નદીના કિનારાનો કોઈ ઉલ્લેખ કરો તો પણ રામ અને દિવાળીનું પર્વ હોય ને દીવા જેના નામે થાય એ પણ રામ. આસ્થાનો મીઠડો દરિયો જ્યાં ઘુઘવાય છે એવી અયોધ્યા નગરી રામની પ્રતિષ્ઠાના રીયલ વાયબ્રેશનથી પવિત્ર બની છે. હાથીઓની વિરાટ સેના જેવા પથ્થરમાંથી સુંદર નક્શી કામ કરીને જે મંદિર તૈયાર થયું એ દરેક કારીગરોના હૈયે કદાચ રામે જ હિંમત કાયમ રાખીને મંદિર કાર્ય માટે નિમિત કર્યા હશે. મંદિર સાથેના અનેક એવા વિષયો છે જેની પર એક આખું પુસ્તક લખી શકાય. ફેક્ટ ફાઈલ પણ એવી છે જે દિમાગથી ખાલી કોઈ ફોલ્ડરીયો વાંચે તો પણ એના દિલમાં દશરથ નંદન વસી જાય. પણ હકીકત એ પણ છે કે, જ્યારે મૂખ્ય મૂર્તિ તૈયાર કરનાર અરૂણ યોગીરાજ મૂર્તિને કંડારી રહ્યા હતા ત્યારે એની આંખમાં ઈજા થઈ હતી. 14 દિવસના વિરામ બાદ કામ ચાલું થયું અને મૂર્તિ તૈયાર થઈ. અહીંયા પણ તબીબે એને 14 દિવસનો વિરામ આપેલો. છે ને બાકી રામની ક્નેક્ટિવિટી!

                રામ કોઈ શબ્દ નથી પણ એક યુનિવર્સ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્રેતાયુગથી રામને જાણનારા સ્વીકારે છે કે, રામ કદી ખોટા નથી અને ખોટું હોય ત્યાં રામ નથી. ઈન્ડોનેશિયાથી લઈને ઈન્ડિયા (ભારત) સુધી રામનું એક વ્યાપક નેટવર્ક છે. અનેક એવા સ્થળો એની લીલાના સાક્ષી છે. પણ રામ જેટલું નામ ટૂંકું છે એટલી એનામાં ઊંડાઈ છે. પણ ખુદ રામના હૈયામાં આધાત ને પીડાનું સામ્રાજ્ય છે. કારણ કે, યુવાની માણવાની વયમાં વનવાસ માણ્યો ને પિતાના વચનને પાળવા રાજવી ઠાઠમાઠ ત્યાગી દીધો. આપણી આસપાસ કેટલાક માથાઓ બાપાની છત્રછાયા છોડી શકે પણ રોકડા નહીં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક પ્રાર્થના કરીએ કે રાજકીય અખાડામાં કોઈ રામને લઈને દોષારોપણ ન થાય. કૃષ્ણ ને રામની તુલના ન થઈ શકે, કારણ કે બન્ને એક જ મુખ્ય પ્રભુના અલગ અલગ અવતાર છે. નિયમ, નીતિ અને નિર્ણય પરની અડતા એટલે રામ. વર્ષાંતે ઘણા લોકો રિઝોલ્યુશન નક્કી કરે પણ પછી એ ફોલો થાય છે કે નહીં એ તો હવે રામ જાણે! રામના સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો એક વાત શીરાની જેમ ગળે ઊતરે એ છે નીતિ. પોલીસી. કોઈનું ખોટું કરવાની નીતિ નહીં અને સાચું હોય એને અન્યાય ન થાય એવી નીતિ. રાવણવધ કરીને એની લંકા પર રાજ કરી શકે એમ હતા. પણ તેણે વિભિષણને રાજ આપીને અવધાગમન કર્યું. એક વાસ્તવિકતા એ પણ છે કે, જેના પિતા રામપ્રેમી હોય એનો પુત્ર થોડી રાવણને ફોલો કરે? વિભિષણનો પુત્ર અયોધ્યા આવ્યો એવા પુરાવા છે. જેનું નામ છે મતગજેન્દ્ર. આજે અયોધ્યામાં એનું મંદિર છે. હેડમાં ભરાતા બેડ ન્યૂઝને કારણે આવું આપણી આંખ સુધી પહોંચ્યુ નહીં હોય કદાચ. 

               રામ એટલે રિલેશનશીપના માઈલસ્ટોન વ્યક્તિ. પતિ, પુત્ર અને ભ્રાતા તરીકે જેને કોઈ પણ ફ્રેમ વગર સ્વીકારી શકાય. રામાયણનું દરેક પાત્ર એક ઊંડાઈને સરળ શબ્દોમાં સમજાવે છે. ભરત ધારત તો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી શકત. પણ ના…રાજ તો રામનું. હવે આ શબ્દને થોડો ટ્વિસ્ટ કરીએ તો રામરાજ છે આવો શબ્દ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? જવાબ તમારી પાસે છે જ…રામ રાજ્ય ને પ્રજા સુખી…આવું પણ બોલાય છે. હવે રામ પણ ઈચ્છે છે કે, આ શબ્દ પ્રયોગને કોઈ નેગેટિવ ટોનમાં ન બોલવામાં આવે. કમાલ કહો કે કમનસીબી પણ વારંવાર એવું પણ બોલાય છે કે, રામાયણ થઈ ગઈ. વાત સાચી કે રામાયણમાં લડાઈ હતી પણ માત્ર લડાઈ જ ન હતી. હનુમાન જેવા રામભક્ત પાસેથી રામભક્તિ પણ શીખવા જેવી છે. બસ, આ પ્રાણ પ્રતિષ્ઠાથી એ પ્રણ લઈએ કે, કોઈ પણ લડાઈ વખતે રામાયણ થઈ ગઈ એવું નહીં બોલીએ. આસ્થાની અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમ દરેકના દિલમાં એક રામ મંદિર છે એની મર્યાદા રાખીને કોઈ પાસેથી રીવેંજ લેવાના બદલે relinquish (રેલિંક્વિશ-જતુ કરવું) કરીએ. બદલો લેવાના તાલિબાની વિચારોનું અમલીકરણ થાય છે એટલે જ તર્કશક્તિનો વિનાશ થાય છે.

               રામ એટલે સરળતા, સમાનતા અને સભ્યતાનો સંગમ. પ્રભુએ એક વ્યક્તિ તરીકે જન્મ લઈને પાવરફૂલ કામ કર્યા. સાલું અહીંયા બધાને વ્યક્તિત્વ ભૂલીને પાવરફૂલ થવું છે. એ પણ શોર્ટકટથી. રામાયણમાં હનુમાનને કદી રામે તુકારો નથી આપ્યો. હનુમાને કદી ખોટી હોશિયારી નથી દેખાડી. શક્તિ પ્રયોગ પહેલા પણ હનુમાન જય શ્રી રામ બોલતા. સમાજના કેટલાક ડાયરેક્ટ શક્તિ પ્રયોગ કરે છે ને પછી હાય રામ…બોલે છે. બસ આવું ન કરીએ એ જ રામની સાચી પ્રાણ પ્રતિષ્ઠા. રામાયણના દરેક કિસ્સામાં જીવનમાં ઊતારવા જેવા પાઠ છે. પણ રામ પાસેથી ઈન્ટિગ્રિટી (પ્રમાણિતકા) અને સિમ્પિસિટી (સરળતા) શીખવા જેવી છે. આ ઉપરાંત જે સૌથી વધારે ગળે નહીં પણ આચરણમાં ઊતારવા જેવું છે એ છે બી રીયલ. અમુક લોકો દરેક કામમાં ખોટા ફિલ્ટર મારીને ન હોવાનું દેખાડે છે અને પોતાને પુરવાર કરે છે. એટલે જ તકલીફ પડે છે. કુટનીતિ મંથરાએ અપનાવી, નિમિત બની કૈકેઈ અને પરિણામ ભોગવ્યું રામે. બસ આવું થાય ત્યારે રામને યાદ કરી લેવાના. ખુદને સાચા સાબિત કરવાના બદલે સમયને પુરાવા આપવા દીઓ. કૈકેઈ જેવી કેટલીય સુધરી જશે એવી ગેરેન્ટી રામની.

    ચલો ત્યારે રામ રાષ્ટ્ર બનાવીએ એવા પ્રયાસ સાથે જય શ્રી રામ!

    સંપાદન –  નિરવ જોશી  (M-7838880134)

  • કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

     કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ કર્યો છે.

    22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

    ત્યારે આ સંસ્થા અને તેના ઘનશ્યામ મહિલા  મંડળ વડે તોરણ બનાવવાની સેવા તેમજ રાતને સમય યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી.

    આશરે 20 જેટલી મહિલાઓએ ત્રણ કલાક 21મી જાન્યુઆરીના રોજ તોરણ બનાવવાની સેવા આપી હતી.

    કાળુપુર સંપ્રદાનના નરનારાયણ દેવ મંદિર હિંમતનગર સંસ્થાના કોઠારી સ્વામી – પીપી સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી.

    રસપ્રદ વિડીયો.

  • BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે . 

    22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

    ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી. રસપ્રદ વિડીયો.

     

     

    ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ નો જન્મદિવસ એક જ તારીખે કે તિથિ એટલે કે રામનવમી ના દિવસે આવે છે.

     

  • ગોમતિવાળ બ્રાહ્મણ સમાજનું ગૌરવ -પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજનું ગૌરવ -પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134)

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) નું ગૌરવ પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    ખોબા જેવડા ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ને શિક્ષિત અને દીક્ષિત કરવાનો યજ્ઞ આપની જ્ઞાતિના શિરોમણીઓએ આરંભ્યો હતો, જેની ફળશ્રુતિ સ્વરૂપે આઝાદી પછીના દસકાઓમાં આપણાં સમાજ માંથી કેટલાય શિક્ષિતો બહાર આવ્યા જેમને સરકારી-ખાનગી ક્ષેત્રે ખુબજ ઉચ્ચ હોદ્દાઓ શોભવ્યાં જે આપણા માટે ગૌરવની વાત છે તેમ છતાં પણ એક સ્વપ્ન આજદિન સુધી અધૂરું હતું કે ભારતીય સનદી સેવામાં આપણા સમાજનું રત્ન હોય આ સ્વપન સાકર કરીને જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજને ગૌરવ અપાવ્યું છે.

    જયેશ બાબુભાઇ ઉપાધ્યાયના માતા-પિતા રાધિવાડના વતની બાબુભાઇ શાન્તિલાલ ઉપાધ્યાય અને ઊર્મિલાબેન બાબુભાઇ ઉપાધ્યાય બન્ને શિક્ષણ ક્ષેત્રે જોળાયેલા આમ લોહીના ગુણમાં ઉચ્ચ સંસ્કારો શિક્ષણમાં ધગસ અને લાંબી મંઝિલ કાપવાની ખેવના જેમને વારસામાં મળેલી છે, એવા જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજના પ્રથમ ભારતીય સનદી અધિકારી તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું છે!!!

    હાલમાં તેઓ સંયુક્ત ખેતી નિયામક ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે તેઓનું સિલેક્શનથી GAD ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપી IAS તરીકે પસંદ થયા છે

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ઉપાધ્યાય પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે

    શુભ કામનાઓ સાથે , –  હેમંત લાભશંકર ઉપાધ્યાય😃🎂🌷⚘⚘⚘⚘

  • હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

    હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સાબરકાંઠા ઐયપ્પા સેવા સંઘનું મંદિર એટલે કે સ્વામી ઐય્યપ્પાનું મંદિર છેલ્લા 28 વર્ષોથી નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં સ્વામી અયપ્પાની પૂજા ભક્તિ – કેરાલા શબરીમાલા અયપ્પા મંદિરની પરંપરામાં જે પ્રમાણે પૂજા અર્ચન અને મકર જ્યોતિ દર્શન ઉતરાણ પર્વ પર થાય છે – એ પ્રમાણે હિંમતનગરમાં પણ એવું કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

    આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે 28 વર્ષ થી હિંમતનગરમાં મકર  જ્યોતિ મહોત્સવ અને સ્વામી અયપ્પાની શોભાયાત્રા રવિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.

    આ મહોત્સવમાં આશરે 600 જેટલા મલિયાલી અને અન્ય ગુજરાતી ઐય્યપ્પાના ભક્તો સાબરકાંઠા તેમજ બીજા શહેરોમાંથી અહીંયા પધાર્યા હતા.

    આ મહોત્સવમાં સવારે ગણપતિ પૂજાથી લઈ અને શ્રી ઐય્યપ્પા સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ ,આરતી દીપ આરાધના, રામેશ્વર મંદિર,મોતીપુરા થી શોભાયાત્રા દરમિયાન મકર જ્યોતિનું દર્શન ભક્તોને કરાવતા ઉતરાયણની સાંજે શોભાયાત્રા અયપ્પા મંદિરે પહોંચી હતી. ત્યારબાદ પૂજા કીર્તન કરી અને ભક્તોએ પ્રસાદ લીધો હતો.

    ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં કેરાલાના મલિયાલી લોકો નોંધપાત્ર સંખ્યામાં રહે છે અને પોતાના ઇષ્ટદેવ અયપ્પા સ્વામીના દર્શન કરવા માટે હિંમતનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરના અયપ્પા મંદિરોમાં પણ જાય છે.

    કેરાલામાં આવેલું શબરીમાલા મંદિર એ ઐયપ્પા સ્વામીનું આદિ કેન્દ્ર કે મૂળ મંદિર છે અને કહેવાય છે કે ભગવાન શંકર અને વિષ્ણુના મોહિની સ્વરૂપથી સ્વામીનો જન્મ થયો હતો. Keral stateના શબરીમાલા જંગલમાં મહેશી નામનું રાક્ષસ રહેતું હતું. તેનો વધ કરવા માટે ભગવાનના વરદાન પ્રમાણે ઐપ્પા સ્વામીનું જન્મ થયો હતો અને ત્યારબાદ  રાક્ષસના વધ બાદ સ્વામી ઐય્યપ્પા શબરીમાલા મંદિર મંદિરમાં બિરાજમાન થયા હતા અને ત્યાં તેમની પૂજા શરૂ થઈ હતી .

    સ્વામીએ શરણમ ઐયપ્પા.

    સમગ્ર ભારત વર્ષમાં સ્વામીના મંદિરને તત્વમસી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

    તત્વમસીનું વૈદિક ભાવ છે કે અર્થ છે – તે હું જ છું 

  • દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

    દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

    • દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ માં તાલુકામાં પરિભ્રમણ
    • ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ કરી યોગ વિદ્યા અંગે સમજૂતી આપી

    સાબરકાંઠામાં છેલ્લા 15 દિવસથી હરિદ્વારના ગાયત્રી શાંતિ કુંજ પરિવાર માં આવેલી વિશ્વપ્રસિધ્ધિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં યોગના પ્રચાર માટે વિદ્યાર્થી જગત પાસે પહોંચ્યા છે.


    દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દર વર્ષે ભારત ભરના જિલ્લાઓમાં ચાર હજાર થી વધુ ગાયત્રી પરિવારની શક્તિપીઠો સંસ્થાઓમાં ઇન્ટરશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમ મોકલવામાં આવે છે. દરેક જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓની ટીમ એક મહિનાના સુધી પરિભ્રમણ કરે છે. શાળા કોલેજમાં નૈતિક સામાજિક બૌદ્ધિક અને સ્વાસ્થ્ય અંતર્ગત અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે યોગ આસાન પ્રાણાયામ તેમજ વૈકલ્પિક ચિકિત્સા જેવી કે એક્યુપ્રેશર અંતર્ગત પ્રેક્ટીકલ પ્રયોગ કરી સમજણ આપવામાં આવે છે.

     

  • હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી.

    સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા ચાર રસ્તા  આવેલી સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાને પણ માલા અર્પણ કરીને અનેક મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા અને બાળકોની રેલી એ ત્યાં પણ સ્વામી વિવેકાનંદનો જય જય કાર કર્યો હતો.