કેટેગરી Featured

  • કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    નવેમ્બર – ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ મહિનો અને વર્ષના અંતમાં ક્યાં જવું કયા સ્થળે ફરવા જવું એ દરેક ગુજરાતીના મનમાં એના વિચારો અને એનું પ્લાનિંગ નવેમ્બરના દિવાળી પછી શરૂ થઈ જતું હોય છે. 

    ખાસ કરીને જે લોકો દિવાળી પર ફરવા નથી જઈ શક્યા એમના માટે ઠંડીની સિઝનમાં કોઈ એવા સ્થળે જવું કે જ્યાં જઈને ખૂબ આનંદ કરી શકાય અને બાળકોને પણ મજા પડી જાય એવા સ્થળો જોવા માટે ગુજરાતમાં અનેક સ્થળો શિયાળાની મોજ કરાવે એવા હોય છે. આવી જ એક ડેસ્ટિનેશન લોકપ્રિય બની રહ્યું છે અને અનેક લોકોને આકર્ષી રહ્યું છે એ છે કચ્છનું અદભુત સૌંદર્ય ધરાવનારું સફેદ રણ જેના માટે અનેક ટુર અમદાવાદ થી નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવી રહી છે.

     ખાસ કરીને કચ્છનું રણ છેલ્લા 20 વર્ષ સમયમાં ખૂબ જ લોકપ્રિય બનાવાયું છે અને ત્યાં થતો કચ્છનો રણ ઉત્સવ ખૂબ જ યાદગાર ઇવેન્ટ બની રહ્યો છે. ખાસ કરીને ઠંડીની સિઝન શરૂ થાય ત્યારે કચ્છના અફાટ સફેદ રણમાં મધુર પૂનમની ચાંદની થી એ રણનું સૌંદર્ય જોવું એ ખરેખર એક જીવનની અતિ રોમાંચક ઘટના છે !!!! તો આવા પ્રસંગને શોભાવતો અને આવા પ્રસંગ માટે ખૂબ જ સારી રીતે જઈ શકાય એવી ઘણી બધી ટુરિસ્ટ કંપનીઓ અમદાવાદથી ટુરીઝમ ક્ષેત્રે કામ કરી રહી છે.

    આવા જ એક  ક્ષેત્રે કામ કરનારા એક યુવાનનો પરિચય મને થયો હતો જેણે રાધે ટુરીઝમ નામની કંપની છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કરી છે.

    નારણ ગઢવીએ રાધે ટુરીઝમ હેઠળ કચ્છનું સફેદ રણ અને એને અમદાવાદના લોકોમાં લોકપ્રિય બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ગુજરાત ટુરીઝમ માં સેવા આપી ચૂકેલા નારાયણ ગઢવી ખૂબ જ નિષ્ઠાવાન અને ટુરીઝમ ક્ષેત્રે છેલ્લા ચાર વર્ષ કાર્યરત છે જુઆ ટુરની સંક્ષિપ્ત પરિચય કરાવતો રોમાંચક વિડીયો.

     

     

     

    Kutchh Rann Utsav 2022*
    By @Radhe Tourism

    *Thrusday Night Departure*
    *Duration* : 2 Nights 3 Days
    𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥 𝘵𝘰 𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥

    *_November_*
    3 , 10, 17, 24

    *_December_*
    1, 8, 15, 22, 29

    *What You Enjoy At Kutch*
    • White Desert
    • Mandavi Beach
    • Kalo Dungar
    • Mata No Madh
    • Ambedham – Godhra
    • Vijay Vilas Palace
    • Aaina Mahel
    • Parag Mahel
    • Khari River
    • Handcraft Village
    • Kutchi Cultural Program
    • Sunset From White Desert
    • Desert Photography

    *Include*

    ● Tranportation By AC Bus (3X2 or 2X2)
    ● 1 Night Stay At Resort Near By White Rann
    ● 1 Night Stay At Bhuj or Mandavi
    ● 3 Breakfast, 3 Lunch, 3 Dinner
    ● Rann Permit
    ●Tour Manager

    *𝘗𝘢𝘤𝘬𝘢𝘨𝘦 𝘥𝘰𝘦𝘴 𝘯𝘰𝘵 𝘪𝘯𝘤𝘭𝘶𝘥𝘦 Any type of entry Fees Monument Gate Tickets*
    *Any type of Local Transportation expenses (if any)*
    *Any Chargeable Activities (E.g. Parasailing, Adventure activities)*

    *Follow & Tag Us*

    https://instagram.com/radhe_tourism_?igshid=YmMyMTA2M2Y=

    *Contact For More Details & Booking :*

    9712607185
    8160133731
    sharing 8500
    3 sharing 7500

  • કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના)

    પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ?

    “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે.

    કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ?

    ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે સ્થાપેલી સેવા સંસ્થા. તેનું મુખ્ય મથક અમદાવાદમાં. આ સંસ્થાએ લાખો શ્રમિક મહિલાઓના પરિવારમાં સુખનો સૂરજ ઊગાડ્યો. બીજી સંસ્થા એટલે સેવા રૂરલ. એ સંસ્થા દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ઝગડિયા (જિલ્લોઃ ભરૂચ)માં આવેલી છે. આ સંસ્થાએ લાખો આદિવાસીઓના જીવનમાં ઉજાસ પાથર્યો.

    આ સંસ્થાનાં સ્થાપકો પૈકીનાં એક એટલે ડૉ. લતાબહેન દેસાઈ. સાથી સ્થાપક હતા તેમના જીવન સાથી ડૉ. અનિલ દેસાઈ. (તેમણે 16મી એપ્રિલ, 2019ના રોજ વિદાય લીધી.)

    ડૉ. લતાબહેન દેસાઈનું જીવનનું સૂત્ર છેઃ आत्मनो मोक्षार्थम् जगत् हिताय च. એટલે કે આ જીવન આપણા વ્યક્તિગત સ્વના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે છે.

    ડૉ. લતાબહેન દેસાઈનો જન્મ 8 ઓગસ્ટ 1941ના રોજ સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમણો પોતાના પિતા ગુમાવ્યા હતા. 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી તેઓ સ્નાતક થયાં. 1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના સાદથી તેમને અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈના મનમાં રાષ્ટ્ની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને ભારતીય સેનામાં જોડાયાં. તેમણે અહીં દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ડૉ. લતા અને અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછાં ગયાં. ત્યાર પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયાં. અહીં 1971 થી 1979ની વચ્ચે રહ્યાં.

    મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડૉ. લતાબહેન, તેમના પતિ સ્વ ડૉ.અનિલભાઈ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિ જાગૃતિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રહ્યો છે.

    આ સંસ્થાની સ્થાપનાની કથા રસપ્રદ છે. એ જાણવા અમેરિકા જવું પડે.

    1970ના દસકાના અંતની વાત. થોડા સંવેદનશીલ મિત્રોએ યુએસએમાં પોતપોતાને જે ભણવાનું હતું તે ભણી લીધું હતું અને દરેક જણ કામગીરી પણ કરતા હતા. આ બધાના હૃદયમાં ભારતના ગરીબો માટે હતો અપાર પ્રેમ અને આંખોમાં હતું તેમના માટે કામ કરવાનું સ્વપ્ન.

    બધાના હૃદયમાં ઘણું બધું હોય છે, પણ જે જે હોય છે હૃદયમાં, તે બધું કંઈ અમલમાં લાવી શકાતું નથી.

    જોકે અહીં એવું ના થયું. જ્યાંથી પાછા આવવાનું ભાગ્યે જ કોઈ નક્કી કરે છે તે અમેરિકાની ભૂમિને છોડીને કેટલાક
    યુવા મિત્રો ભારત પરત આવ્યા. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ પ્રબોધેલા માર્ગે આ ડૉકટર મિત્રોએ 26 ઓક્ટોબર, 1980ના રોજ સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ (SEWA-Rural)નામની સંસ્થાની સ્થાપના કરી.

    કોણ કોણ હતા તેના સ્થાપકો ?

    ડૉ. લતા દેસાઈ (MD, બાળરોગશાસ્ત્ર), ડૉ. અનિલભાઈ દેસાઈ (MS, જનરલ સર્જરી), ડૉ. પ્રતિમાબેન દેસાઈ (PhD) અને અરવિંદભાઈ દેસાઈ (MSc), ડૉ. દિલીપભાઈ દેસાઈ.. વગેરે.

    સેવા રૂરલ સંસ્થા ગુજરાતની સૌથી મહત્ત્વની સેવાકીય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે.

    સેવા-ગ્રામીણ સંસ્થાએ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અને વિકાસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા છે. તેનું મુખ્ય મથક ઝગડિયા ખાતે છે. સમાજ સેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ.. આ ત્રણ વાનાંનો ત્રિવેણી સંગમ કરીને સંસ્થા કાર્ય કરે છે.

    આ સંસ્થાએ આશરે ત્રણ હજાર ગામોનો સર્વાંગી વિકાસ કર્યો છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન, SEWA રૂરલ સંસ્થાએ વિવિધ કાર્યક્રમો માટે 110 કરોડ રૂપિયાનું કાર્ય કર્યું છે.

    સંસ્થા દ્વારા 200 પથારીની કસ્તુરબા હોસ્પિટલ ચાલે છે. જ્યાં ચોવીસ કલાક OPD (બહાર-દર્દી વિભાગ) તેમજ OBGYN (ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજી), બાળરોગ, નેત્રરોગવિજ્ઞાન અને સામાન્ય દવાના ક્ષેત્રોમાં ઇન્ડોર અને કટોકટી સેવાઓ અપાય છે. ગુજરાતનાં 3,000 ગામો ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓને પણ તેનો લાભ મળે છે. લેબોરેટરી અને બ્લડ સ્ટોરેજ, એક્સ-રે અને સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબર-રૂમ, ઇન્ટેન્સિવ-કેર-યુનિટ (ICU) અને નિયોનેટલ ICU જેવી સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. સંસ્થા દ્વારા દર વર્ષે લગભગ આંખના 150 કેમ્પનું આયોજન કરાય છે, 4,500થી વધુ મોતિયાની સર્જરી કરાય છે, ઓપીડીમાં 100,000 થી વધુ દર્દીઓ તપાસાય છે. જ્યારે દર વર્ષે હોસ્પિટલમાં 18,000 દર્દીઓ દાખલ થાય છે. હોસ્પિટલમાં લગભગ 5,000 પ્રસુતિ અને 7,000 ઓપરેશન પણ કરાય છે.

    આ સંસ્થા ઉપલબ્ધ માનવશક્તિના આધારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.

    ડૉ. લતાબહેન દેસાઈ (M.D., D.Ped.,D.A.B.P. & F.A.A.P. (USA)નો જન્મ આઠમી ઓગસ્ટ, 1941ના રોજ થયો હતો. ભારત સરકારે તેમાન 81મા વર્ષે તેમની કદર કરી છે. જીવનસાથી અનિલભાઈની વિદાય પછી તેમને આ એવોર્ડ મળી રહ્યો છે.

    તેમના દીકરા શ્રેયભાઈ દેસાઈ પણ ડૉકટર છે અને માતા-પિતાના પગલે તેમણે પણ પોતાનું જીવન ગરીબ આદિવાસીઓને સમર્પિત કરી દીધું છે. લતાબહેનનાં પુત્રવધૂ અને શ્રેયભાઈનાં જીવનસાથી ગાયત્રીબહેન પણ ડૉકટર છે અને તેઓ પણ સેવા રૂરલ સંસ્થામાં ઓગળી ગયાં છે.

    ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ પછી આ સંસ્થાને ડૉ. ગાયત્રીબહેન અને ડૉ. શ્રેયભાઈ સ્વરૂપે યુગલ-જોડી મળી છે.

    આ સંસ્થા ડૉકટરો માતૃ મૃત્યુ દર (એમએમઆર), શિશુ મૃત્યુ દર (આઈએમઆર) અને નવજાત મૃત્યુ દર ઘટાડવા પ્રતિબદ્ધ છે તો રોજગારી દ્વારા ગરીબી ઘટાડવા અને શૈક્ષણિક અને રોજગારની તક ઊભી કરીને મહિલાઓને સશક્ત પણ બનાવે છે.

    સેવા રૂરલ સંસ્થા સરકારી અનુદાન, આંતરરાષ્ટ્રીય ભંડોળ અને દાન સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી દર વર્ષે રૂ.10 કરોડનું ભંડોળ એકત્ર કરે છે. (SEWA-Rural ને દાનમાં આવકવેરા કાયદાની કલમ 80-G હેઠળ 50% આવક-વેરામાં છૂટ છે.)

    સંસ્થાના 2000 ગામોમાંથી સીધા વાર્ષિક લાભાર્થીઓની સંખ્યા છે બે લાખ. સંસ્થા 4000 પરિવારોને ગરીબીમાંથી બહાર લાવી શકી છે.

    સેવા રૂરલ સંસ્થાને 41 વર્ષની કાર્ય સફર દરમિયાન અનેક ઍવોર્ડથી વિભૂષિત કરાઈ છે. ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈને અગાઉ ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે.

    *

    સેવા રૂરલ સંસ્થા અને ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ એક જ સિક્કાની બે બાજુઓ.

    સેવા રૂરલ સંસ્થાનો પરિચય આપીએ એટલે આપોઆપ આપણને ડૉ. લતાબહેનનો પરિચય મળી જાય.

    ડૉ. લતાબહેનનું જીવન એટલે પ્રેમ, સંવેદના અને કરૂણાનો ત્રિવેણી સંગમ.

    ડૉ. લતાબહેન ઘસાઈને ઊજળાં થયાં.

    અમેરિકાની દામદોમ સાહ્યબી, ઝગમગાટ, વૈભવી જીવન, સાધનો-સગવડો, સુખ-જાળને
    છોડીને આવેલી એક તબીબ યુવતિએ પોતાનું જીવન આદિવાસીઓના ચરણે ધરી દીધું. આજે લોકો
    ડૉ. લતાબહેનના ચરણ સ્પર્શ કરવા પ્રેરાય છે તેનું કારણ આ જ.

    ભગવાન ડૉ. લતાબહેનને નિરામય દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના.

    (સેવા-રૂરલ સંસ્થાનો સંપર્ક, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બંકિમ શેઠ 94261 20753 દ્વારા કરી શકાશે.)

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

    Edited by: Nirav Joshi(7838880134)

  • જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    નીરવ જોષી, હિંમતનગર

    કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી .

    શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે?

    સેવાદળના કાર્યો વિશે આજે પણ ખૂબ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે કારણકે સેવાદળ કોઈપણ પ્રકારની પબ્લીસીટી કે દેખાડા વિના કાર્ય કરતું તેમજ કોંગ્રેસને શક્તિ પ્રદાન કરતુ એક ઉમદા અને દેશની ઉચ્ચ વિચારધારા તેમજ કોંગ્રેસના અન્ય મહાન નેતાઓના વિચારોનું સંકલન કરતું સંગઠન છે.

     

    સેવાદળ શું કાર્ય કરે છે ?

    સેવાદળની સ્થાપના ૧૯૨૩માં ડોક્ટર એન એસ હાર્ડીકર સાહેબે એક એવા વિચાર સાથે કે દેશમાં કુદરતી આપત્તિઓ આવે કે પછી માનવ સર્જિત આફતો આવે ત્યારે નિષ્કામ કે નિસ્વાર્થ સેવા માટે આગળ આવનારા સૈનિકોની એક ટુકડી કે સંસ્થા બનાવી જોઈએ. આ હતું સેવાદળ. ભૂતકાળમાં ભૂકંપ, પૂર તેમજ દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સમયે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ તેમજ સૈનિકોએ ઉત્તમ સેવાકીય કાર્યો કર્યા હતા.

    વરિષ્ઠ કાર્યકર્તા અને પરગજુ ,લાગણીશીલ સ્વભાવના મુકેશભાઈ પટેલ સેવાદળ સાબરકાંઠાના નવા પ્રમુખ બન્યા.

    વર્તમાનમાં સાબરકાંઠા સેવાદળના પ્રમુખ તરીકે છેલ્લા બે મહિનાથી મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુકેશભાઈ પટેલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સેવાદળના ના સમર્પિત કાર્યકર્તા કે સૈનિક તરીકે સંગઠનમાં સેવા આપતા રહ્યા છે.

    તેમના કહેવા મુજબ આગામી સમયમાં સાબરકાંઠા ના આઠ તાલુકા માંથી દરેક તાલુકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરકાંઠાની ૬ નગરપાલિકાઓ માંથી પણ દરેક નગરપાલિકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર થાય તેઓ તેમનું આયોજન છે.

    આ ઉપરાંત તેમનું કહેવું છે કે સાબરકાંઠાના જેટલા તાલુકાઓ તેમજ નગરપાલિકામાં બુથો છે તેમાં દરેક બુથ દીઠ બે સેવાદળના સૈનીકો આગામી કોઈપણ ચૂંટણીઓમાં સેવા આપશે.

    આ ઉપરાંત આવી જ રીતે મહિલાઓ માટેના સેવાદળ અને યુવાનો માટેની પણ સેવાદળ – યંગ બ્રિગેડ રચવાની તેમની તૈયારી છે. મુકેશભાઈ એ સાબરકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સેવા પ્રેમી અને કોંગ્રેસ તરફ લાગણી ધરાવતા કાર્યકર્તાઓ સેવા દળમાં જોડાય અને એની હકારાત્મક તાકાત બને તેવી લાગણી પ્રગટ કરી હતી.

    આ સૂચન અમારા ગુજરાતના સેવાદળના પ્રદેશ પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા સાહેબ 25 તારીખે Zoom online મિટિંગમાં કર્યું હતું, એમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.

    સંપર્ક :  મુકેશભાઈ પટેલ (સેવાદળ)- 9409225781

  • નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી

    નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી

    નીરવ જોષી, હિંમતનગર

    ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ ઉપરાંત હિંમતનગરમાં બનેલી નવી સિવિલ હોસ્પિટલના પ્રાંગણ માં 108 એમ્બ્યુલન્સમાં કેટલાક દર્દીઓ વેઇટિંગમાં મુત્યુ પામ્યા હતા એ પણ સરકારી તંત્રની મોટી નિષ્ફળતા જ કહેવાય…. આ બધાની ગાંધીનગર લેવલ નોંધ લેવાને પરિણામે જ નવા વેન્ટિલેટર મશીનો મુખ્યમંત્રીએ જાતે શનિવારે આપી પોતાની સરકારની આરોગ્યલક્ષી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું હોય એવું જણાય છે. છેલ્લા નવ દિવસથી અનેકવિધ વિજય રૂપાણી સરકાર ના કાર્યો ને લઈને રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉપલબ્ધિ તેમજ અલગ અલગ ક્ષેત્રોના કાર્યોના સરવૈયા ને અનેક રીતે મૂલવવામાં આવી રહ્યા છે… તો પ્રસ્તુત છે હિંમતનગરમાં મુખ્યમંત્રીશ્રી કઈ-કઈ વાતો નગરજનોને કરી હતી.

    સુશાસનના પાંચ વર્ષ :  સૌના સાથ અને સૌના વિકાસના

     ૭ ઓગસ્ટ – વિકાસ દિવસ

    “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ”

    વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે

    વિકાસના હવનમાં હાડકાં નાખનારા ને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે

    અમે વિષમ પરિસ્થિતિ વચ્ચે રહીને કામ કરનારા લોકો છીએ : પ્રજાકીય કામો જ અમારા માટે સર્વોપરી છે- મુખ્યમંત્રી વિજય રૂપાણી.

     

    કોરોનાકાળમાં ૬.૩૦ કરોડના ગુજરાતીઓના આરોગ્યને જ પ્રાથમિકતા આપી રાજ્ય સરકારે રૂ. પાંચ હજાર કરોડથી વધુ ખર્ચ કર્યો :- નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

     

    • હિંમતનગરના આંગણેથી  “વિકાસ દિવસ” સમારોહમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોની રાજ્યની જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
    • વિકાસ દિવસ-આરોગ્ય સુખાકારી કાર્યક્રમ સંદર્ભે રાજ્યભરમા ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ, ૫૧ નવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઈ-લોકાર્પણ
    • રાજ્યના જીવન રક્ષક કોરોના વોરિયર્સ અને સાબરકાંઠા જિલ્લાના ગામોનું ૧૦૦ ટકા વેક્સિનેશન કરાવનારા ૧,૨૨૫ સરપંચશ્રીઓનું સન્માન કરાયું

            મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત “વિકાસ દિન” સંદર્ભે હિંમતનગરમાં યોજાયેલ “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ”માં જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવીને તેનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે.

                    મુખ્યમંત્રી શ્રી એ આધ્યાત્મિક ભાવ પ્રગટ કરતાં કહ્યું કે, જેમ આપણે નવરાત્રિમાં શક્તિની આરાધના કરીએ છીએ તે જ રીતે અમે ૯ દિવસને વિવિધ વિકાસલક્ષી દિવસનો સેવાયજ્ઞના માધ્યમથી વિકાસની આરાધના કરી રહ્યા છીએ.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુને ટાંકતા કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ રાજનીતિમાં “અધિષ્ઠાન“ કરવા માટે આવ્યા છે. એટલે કે સંકલ્પો દ્વારા સિધ્ધી પ્રાપ્ત કરી રહ્યા છે.તેમણે ગૌરવભેર ઉમેર્યુ કે,અમારી સરકાર જે  કહે  તે કરે છે અને અમારો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે વિકાસની રાજનીતી દ્વારા દૂનિયા સમક્ષ દ્રષ્ટિવંત  ઉદાહરણ મૂકીએ.

                    શ્રી વિજયભાઇએ જણાવ્યું કે , આ સરકાર પ્રજાની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. તેથી  જ રાજ્યના પ્રત્યેક નાગરિકને એમ લાગી રહ્યું છે કે આ આપણી સરકાર છે જે અમારી પડખે છે.જન-જનમાં આપણી સરકાર હોવાનો ભાવ ઉભો થયો છે . તેથી જ અમને જનતા અઢી દાયકાથી અવિરત સેવા કરવાની  તક આપી રહી છે.

                    મુખ્યમંત્રી શ્રી એ દ્રઢતાપૂર્વક કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં પણ અમે હાર્યા થાક્યા વિના અવિરત પણે વિકાસ યાત્રાને આગળ ધપાવી છે.જેનું દ્રષ્ટાંત આપતા રાજ્યમાં રૂ. ૫૩૦૦ કરોડના વિકાસ કાર્યોના પ્રકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો.

                    કોરોના સામેની જનતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સરકારની લડત જારી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના આંગણેથી રાજ્યભરમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

            બે દાયકામાં રાજ્ય સરકારે મેડિકલ ક્ષેત્રે અનેકવિઘ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રાજ્યમા મેડિકલ અભ્યાસ ક્ષેત્રની ૮૫૦ બેઠકોમાંથી પાંચ હજાર બેઠકોની ઉપલબ્ધતા તેની  પ્રતીતિ કરાવે છે.

                    ગુજરાતના યુવાનને મેડિકલ ક્ષેત્રના અભ્યાસ અર્થે વિદેશમાં જવું પડે નહિ તે માટેનુ સુદ્રઢ આયોજન સંવેદનશીલ રાજ્ય સરકારે હાથ ઘર્યું છે. રાજ્ય સરકારે નાગરિકોને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં વિકાસ કાર્યો કરી સર્વ સ્પર્શી અને સર્વદેશીય વિકાસનુ નવું મોડલ પેશ કર્યું.

                    આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું હતું કે, વિજયભાઈના નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલો વિકાસ ગુજરાતના  ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે  ગુજરાત સરકારે કોરોના કાળમાં ૬.૩૦ કરોડ ગુજરાતીઓની ચિંતા કરી  કેવી રીતે અભૂતપૂર્વ કામગીરી કરી તેનો ચિતાર આપ્યો હતો.આ માટે ગુજરાત સરકારે પાંચ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

                    તેમણે કોરોનાના સમયમાં થયેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં ૨ કરોડ ૬૦ લાખથી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને ૧૬ લાખ થી વધુ રેમડેસિવિર ઈન્જેકશનનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે આ તબકકે સમગ્ર દેશમાં દર દસ લાખની વસ્તી એ રસીકરણમાં ગુજરાત મોખરે  હોવાનો પણ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.

                    નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાતની જનતાના સહયોગથી “ટીમ ગુજરાત”એ કરેલી કામગીરીની સરાહના કરી હતી અને  કોરોનાના સમયમાં ‘કૉર ગ્રુપ’ દ્વારા કરાયેલા સંખ્યાબંધ નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી.

                    શ્રી નીતિનભાઈએ રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે કરેલી પૂર્વતૈયારી ની રૂપરેખા આપતા કહ્યું કે,દરેક વ્યક્તિનું જીવન મહત્વનું છે અને તેથી જ અગમચેતીના પગલાંરૂપે ગુજરાત સરકારે ૧ હજાર વેન્ટીલેટરની ખરીદી કરી છે.

                    નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સીએમ ડેશ બોર્ડ’ ની પ્રસંશા કરતા કહ્યું કે, આજે કેન્દ્રમાંથી આવતી કોઈ પણ ટીમ આ વ્યવસ્થા જોઈને અભિભૂત થાય છે.

                    હિંમતનગર ખાતેના આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરુભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલ, પુર્વ મંત્રીશ્રી રમણલાલ વોરા, શ્રી જયસિંહ ચૌહાણ, શ્રી વી.ડી.ઝાલા ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશન(N.H.M.) ડાયરેક્ટર શ્રી રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટરશ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ ઉપરાંત કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સીએમ વિજય રૂપાણી હિંમતનગર શહેરના એક વિસ્તાર -મહાવીરનગર માં આવેલા એક જૈન મંદિર ઉપાશ્રયમાં અને ઉમિયાધામ ખાતે દર્શન માટે ગયા હતા.

    હિંમતનગર ખાતે પ્રદિપચંદ્ર સુરી સાગર મહારાજની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી : મુખ્યમંત્રી શ્રીએ ઉમિયાધામ મંદિરની પણ મુલાકાત લીધી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આચાર્ય ભગવંત શ્રી પ્રદિપચંદ્ર સુરી સાગર મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. રાજ્ય સરકારના સુશાસન પાંચ વર્ષના પૂર્ણતા અવસરે યોજાયેલ વિકાસ દિવસ અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ બાદ શ્રી સોસાયટી નગર જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક સંઘ જિનાલયની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ઉમિયાધામ મંદિરની પણ મુલાકાત લઇ પૂજા અર્ચન કર્યુ હતું.