કેટેગરી દિવસ વિશેષ

  • હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

    હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

    નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540)

    હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી.

    હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું ભાવ પ્રગટ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે તાજપુરી ગામ તેની આસપાસ આવેલા ગામડાઓ કુંડોલ,અશોકપુરા, વખતપુરા તેમજ મહોબતપુરા ગામોને સમાવિષ્ટ કરતું ગ્રામ પંચાયત વાળું ગામ છે. તાજેતરમાં જ ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળામાં અશોકપુરા અને કુંડલ ગામે મા ઉમિયા, મહાદેવ અને ભગવાન વિષ્ણુ – શ્રીરામની તેમજ શ્રીકૃષ્ણની રાધાકૃષ્ણ સાથેની  મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    આમાં બે ગામોમાં કુંડોલ અને અશોકપુરા જે ફક્ત તાજપુરી ની આજુબાજુ બે કિલોમીટરની ત્રિજ્યામાં જ આવેલા છે ત્યાં ભવ્ય નવા મંદિરના નિર્માણ ગ્રામજનોના લોકફાળાથી થયા છે.

    તાજપુરી ગ્રામ પંચાયતમાં યુવાનો છેલ્લા દસ વર્ષથી જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની શોભા યાત્રા સમગ્ર ગામમાં ફેરવે છે અને બધાને શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ ભાવ કરીને ભક્તિ કરી જીવનમાં ઉત્તમ કાર્ય કરવા  પ્રેરણા આપે છે.

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર ગામની જનતા તેમજ તેની આજુબાજુ આવેલા પાંચ ગામોની જનતાને સુખી કરે તેવી જ મંગળ પ્રાર્થના…

     

  • કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં ભારે ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે

    કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં ભારે ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે

    avspost.com, Gujarat

    *શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે*

    *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*

    *અને..અત્યારે*

    *હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*
    *-:જન્મદિવસ:-*
    ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

    *-:જન્મ તિથી:-*
    વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

    *-:નક્ષત્ર સમય:-*
    રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

    *-:રાશી-લગ્ન:-*
    વૃષભ લગ્ન અને વૃષભ રાશી

    *-:જન્મ સ્થળ:-*
    રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)

    *-:વંશ – કુળ:-*
    ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર – માધુપુર

    *-:યુગ મન્વન્તર:-*
    દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

    *-:વર્ષ:-*
    દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે

    *-:માતા:-*
    દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી

    *-:પિતા:-*
    વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી ]

    *-:પાલક માતા-પિતા :-*
    મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

    *-:મોટા ભાઈ:-*
    વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર – શ્રી બલરામજી

    *-:બહેન:-*
    સુભદ્રા

    *-:ફોઈ:-*
    વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

    *-:મામા:-*
    કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

    *-:બાળસખા:-*
    સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

    *-:અંગત મિત્ર:-*
    અર્જુન

    *-:પ્રિય સખી:-*
    ‌દ્રૌપદી

    *-:પ્રિય પ્રેમિકા:-*
    સાક્ષાત ભક્તિ નો અવતાર રાધા

    *-:પ્રિય પાર્ષદ:-*
    સુનંદ

    *-:પ્રિય સારથી:-*
    દારુક

    *-:રથનું નામ:-*
    નંદી ઘોષ રથ ,જેની સાથે શૈબ્ય , મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

    *-:રથ ઉપરના ધ્વજ:-*
    ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

    *-:રથના રક્ષક:-*
    નૃસિંહ ભગવાન

    *-:ગુરુ અને ગુરુકુળ:-*

    સાંદીપની ઋષિ , ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

    *-:પ્રિય રમત હોય:-*
    ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મટુક્ડીઓ ફોડવી , રાસલીલા

    *-:પ્રિય સ્થળ:-*
    ગોકુળ, વૃંદાવન , વ્રજ , ધ્વારકા

    *-:પ્રિય વૃક્ષ:-*
    કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

    ‌ *-:પ્રિય શોખ:-*
    વાંસળી વગાડવી , ગયો ચરાવવી

    *-:પ્રિય વાનગી:-*
    તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

    *-:પ્રિય પ્રાણી:-*
    ગાય , ઘોડા

    *-:પ્રિય ગીત:-*
    શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

    *-:પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:-*
    હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

    *-:પ્રિય હથીયાર:-*
    સુદર્શન ચક્ર

    *-:પ્રિય સભામંડપ:-*
    સુધર્મા

    *-:પ્રિય પીંછુ:-*
    મોરપિચ્છ

    *-:પ્રિય પુષ્પ:-*
    કમળ અને કાંચનાર
    ‌‌*-:પ્રિય ઋતુ:-*
    વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

    *-:પ્રિય પટરાણી:-*
    રુક્ષ્મણીજી

    *-:પ્રિય મુદ્રા:-*
    વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું

    આજકાલ બૂક બહુ ઓછી વંચાય છે *”ફેસબુક”* વધુ વંચાય છે તો લો વાંચો કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન

    *-:ઓળખ ચિહ્ન:-*
    ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી તે શ્રીવત્સનું ચિહ્ન

    *-:વિજય ચિહ્ન:-*
    પંચજન્ય શંખનો નાદ

    *-:મૂળ સ્વરૂપ:-*
    શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

    *-:આયુધો:-*
    સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

    *-:બાળ પરાક્રમ:-*
    કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

    *-:પટરાણીઓ:-*
    રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

    *-:૧૨ ગુપ્ત શક્તિઓ:-*
    કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

    *-:શ્રી કૃષ્ણનો અર્થ:-*
    સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ

    *-:દર્શન આપ્યા:-*
    જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબુવાન.

    *-:ચક્ર થી વધ:-*
    શિશુપાલ , બાણાસુર , શત્ધન્વા , ઇન્દ્ર ,રાહુ

    *-:પ્રિય “ગ”:-*
    ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

    *-:પ્રસિદ્ધ થયેલા નામો:-*
    કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

    *-:ચાર યોગ:-*
    ગોકુળમાં ભક્તિ
    મથુરામાં શક્તિ
    કુરુક્ષેત્ર માં જ્ઞાન
    દ્વારિકા માં કર્મ યોગ

    *-:વિશેષતા:-*
    જીવન માં ક્યારેય રડ્યા નથી

    *-:કોની કોની રક્ષા કરી:-*
    દ્રૌપદીનાં ચીર પૂર્યા , સુદામાની ગરીબી દૂર કરી , ગજેન્દ્રનો મોક્ષ , મહાભારતના યુદ્ધમાં પાંડવો ની રક્ષા કરી, ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી , કુબ્જા ને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

    *-:મુખ્ય તેહવાર:-*
    જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતા જયંતિ
    ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

    *-:ધર્મ ગ્રંથ અને સાહિત્ય:-*
    શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક.

    *-:શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:-*
    નટખટ બાળ કનૈયો , માખણ ચોર કનૈયો , વિગેરે

    *-:શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય:-*
    શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

    *-:સખા સખી ભક્ત જન:-*
    સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર

    *સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કરુક્ષેત્રમાં થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ગીતાગ્રંથ ના નામે જાહેર થયો*
    *ગીતા મહાગ્રંથ

    *-:શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:-*
    સવારે – ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળા રાગ
    બપોરે – બીલાવ્લ , તોડી , સારંગ, ધનાશ્રી, આશાવરી ,

    *-:આરતીની વિશિષ્ટતા:-*
    સવારે ૬ વાગે મંગલા
    સવારે ૮-૧૫ બાળ ભોગ
    સવારે ૯-૩૦ શણગાર
    સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
    સવારે ૧૧-૩૦ રાજ ભોગ
    બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
    સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
    સાંજે ૬-૩૦ સુખડી ભોગ
    સાંજે ૭ વાગે શયન આરતી

    *-:પહેરવેશ:-*
    માથા સુંદર પાઘ એમાં મોર પીછની કુદરતી કલગી (આ વખતે એવી પાઘ દ્વારકા ચડાવસું) , કાન પર કુંડળ
    ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું.

    *-:કોનો કોનો વધ કર્યો ?:-*
    પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

    *-:જીવનમાં ૮ અંક નું મહત્વ:-*
    દેવકી નું આઠમું સંતાન
    શ્રીવિષ્ણુભગવાન નો આઠમો અવતાર
    કુલ ૮ પટરાણીઓ
    શ્રાવણ વદ ૮ નો જન્મ
    જુદા જુદા ૮ અષ્ટક
    કુલ ૮ સિદ્ધિ ના દાતા
    *શ્રેષ્ઠ મંત્ર* શ્રીકૃષ્ણ શરણમ્ મમ અને ૐ નમો ભગવતે વાસુદેવાય

    *-:અવતારના ૧૨ કારણો:-*
    ધર્મની સ્થાપના
    કૃષિ કર્મ
    પૃથ્વી ની રસાળતા
    જીવો નું કલ્યાણ
    યજ્ઞ કર્મ
    યોગ નો પ્રચાર
    સત્કર્મ
    અસુરોનો નાશ
    ભક્તિ નો પ્રચાર
    સ્જ્નનો ની રક્ષા
    ત્યાગ ની ભાવના

    *-:૧૧ બોધ પ્રેમ:-*
    માતૃ પ્રેમ
    પિતૃ પ્રેમ , .
    મિત્ર પ્રેમ
    કર્મ
    જ્ઞાન
    ભક્તિ
    ગ્રામોધ્ધાર
    ફરજ પાલન
    સ્ત્રી દાક્ષિણ્ય
    રાજ નીતિ
    કૂટ નીતિ

    *યોગ* -સ્વાસ્થ્ય
    *જેવા સાથે તેવા અન્યાય નો પ્રતિકાર દુષ્ટો નો સંહાર*

    *”-:૧૧ ના આંક નું મહત્વ:-*
    અવતાર લેવા ના ૧૧ કારણો
    *ભગવદ ગીતાનો ઉપદેશ* માગશર વદ ૧૧
    *યાદવો ની વસ્તી* ૫૬ કરોડ હતી
    *શ્રેષ્ટ ઉપવાસ* અગિયારસ નો
    અર્જુનને *વિરાટ દર્શન દેખાડ્યું* તે ૧૧મો અધ્યાય
    *મથુરા છોડ્યું* ત્યારે ઉંમર ૧૧વર્ષ

    *-:મૃત્યુના કારણો:-*
    ગાંધારીનો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલીનાં વધનું કારણ

    *-:દેહ ત્યાગ નું સ્થળ:-*
    સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો ગીર-સોમનાથ (ગુજરાત) હિરણ્ય નદી , કપિલા નદી, સરસ્વતી નદીનાં સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાલીનો અવતાર પારધીના બાણ થી

    *અવસાન બાદ તેમનું તેજ*
    *ભાગવત ગીતા મહાપુરાણ*

    *અવસાન બાદ તેમનો અંશ*
    *શાલિગ્રામ*

    *:અવસાન ની વિગત:-*
    મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્રવાર
    મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તાy રીખ ૧૮-૦૨-૩૧૦૨ ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના ૨ કલાક ૭મિનિટ ને ૩૦ સેકન્ડ…

    🙏🏻 🙌🏻 🙌🏻 🙌🏻 🙏🏻

    જય શ્રીકૃષ્ણ

    કિશન કનૈયાલાલ કી
    જય જય જય

  • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ.

    સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે પોળો ફોરેસ્ટ વિજયનગર ખાતે આજ રોજ માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે સખી શોપ ખુલ્લું મૂકવામાં આવ્યું .

    આ સખી શોપમાં સાબરકાંઠા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ને નજીવા ભાવે વેચાણ કરવામાં આવશે.


    આ ઉપરાંત વિજયનગર તાલુકાની આદિવાસી મહિલાઓ દ્વારા નેચરલ મહુડાના ફૂલમાંથી બનાવેલ લાડુ તેમજ મહુડા શુપનું પણ વેચાણ કરવામાં આવશે.

     

    આ સખી શોપના માધ્યમથી વેચાણ થતી ચીજ વસ્તુ થકી જિલ્લા ની મહિલાઓને કાયમી ટકાઉ આજીવિકા મળવાનો આશય ફળીભૂત થશે.

    જુઓ , વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારના ગ્રામિણો વડે તેમની ચીજ વસ્તુઓની પ્રદર્શની અને આ વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટનનો (શોપ ઓપનિંગ)નો  રસપ્રદ વિડીયો.😀⚘⚘⚘⚘

  • શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

    શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

    આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર….
    શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ……

    અલૌકિક શક્તિ પ્રાપ્તિ માટે ખાસ પ્રયોગ
    આ દિવસે જે સાધકોએ આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો અલૌકિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આ દિવસે શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર જે નાગ હોય છે તેના ઉપર દૂધ પ્રથમ પડે અને ત્યારબાદ તે શિવલિંગ ઉપર પડે તે રીતે કરવું.

    આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આ દિવસ દેવાધિદેવ શિવજીની વિશિષ્ટ કૃપા મેળવવાનો હોવાથી લગ્નવિલંબ દૂર કરવાથી માંડીને આરોગ્ય પ્રાપ્તિ માટેના પ્રયોગ પણ કરવામાં આવે છે.

    શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે આરોગ્ય પ્રાપ્તિ માટે ખાસ આરાધના પણ કરવામાં આવે છે.

    મહાદેવજીની ઉપાસના કરવાથી વ્યક્તિ આકસ્મિક અકસ્માતથી પણ બચી શકે છે. ખાસ કરીને શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રની ૧૧ માળા પણ કરી શકાય છે. એ જ રીતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને કાળા તલ મિશ્રિત જળનો અભિષેક કરવો. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માંદગીથી પીડાતા હોય તેઓ શિવ મંદિરે ધજા અર્પણ પણ કરી શકે છે. આ દિવસે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું પઠન પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત રુદ્રાષ્ટકમ અને શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ બીજા અન્ય ભગવાન જગતગુરુ શંકરાચાર્ય વીરચિત શંકરજીના સ્ત્રોતનું પાઠ પણ કરી શકાય.

    શ્રાવણનાં સોમવારે લગ્ન વિલંબ હોય તેમણે ખાસ કરવો જોઇએ, એમ કહી જણાવ્યું કે આ દિવસે એક મુઠ્ઠી મગ લઇને શિવાલયમાં જવું અને એક-એક દાણો મગ શિવલિંગ ઉપર ‘ઓમ્ ક્લીં નમ:’ મંત્ર મનમાં બોલીને ચડાવતા જવાનું છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્ણ રીતે આ પ્રયોગ કરવો.

  • જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ

        સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ આચાર્યશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે


    સીવણકામ” માટે  નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે

    ******

     

    સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/  કરી શકે છે.

     

    આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.

    ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,  GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

     


    MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના બાબત

     

               કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના એપ્રિલ ર૦ર૨માં જાહેર કરવામાં આવી છે.

        કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી LED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

    ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:

          UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

    ZED સર્ટીફિકેટ માટેની પ્રકીયા:

        MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.

    (૧) certification Loyol-1: Bronze

    (2) Certification Level-2: Silver

    [3] Certificution level-3: Gold

    ZED સર્ટીફિકેશનના ફાયદા:

     1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સીટ કરવાનો છે.

    2.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.

    ૩. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.

    4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

            ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd,  (૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt Ltd,  (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleuns Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્‍ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહિ. એમ જિલ્લા ઉધોગ કેંદ્રના જનરલ મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  • ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134)

    ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ

    વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

           સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

           આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા  કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે  જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના,     વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

         છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.  રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.

    આ કાર્યક્રમમાં  પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે  દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. પહાડી વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ જેવી યોજના અમલી છે.

            વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે  વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

             આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, અગ્રણીશ્રી લુકેશભાઈ , જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, પ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા જે. જે નિનામા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

     


    સમગ્ર સાબરકાંઠામાં આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં અને નાના નાના નગરોમાં પણ આદિવાસી ઉત્સાહભેર કાર્યક્રમ કર્યા હતા

    આદિવાસી હિત રક્ષા સેના દ્વારા લોબડીયા ખાતે દોતા પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા ના ડુંગરી ભીલ સમાજની સમાજ વાડી નું બોર્ડ લગાવવામાં આવ્યું
    લોબડીયા બજારમાં ફરી બિરસા મુંડા સર્કલ લાબડીયા ખાતે  શ્રી રૂમાલભાઈ ધ્રાંગી હિત રક્ષા સેના -પ્રમુખ.


     

    ઈડરમાં પણ એકલવ્ય ટ્રાઇબલ સેના નામની એક સંસ્થાએ આદિવાસીઓની રેલી કાઢી હતી અને ઈડરના તિરંગા સર્કલથી ટાવર ચોક સુધી આ રેલી ડીજેના તાલે આનંદ અને ઉત્સાહથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો હતો!

  • આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે

    સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.

     આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.

    આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૩ બુધવાર સવારે ૧0:00 કલાકે આર્ડેકતા કોલેજ, નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

    વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.

     આ કાર્યક્રમમાં જિલ્લા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,  ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે. 

  • ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું

    ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    • નારી વંદના ઉત્સવ
    • વિજયનગરના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથ દ્વારા મહુડાના લાડુ બનાવી રોજગારી ઊભી કરાઈ
    •    મહુડાના લાડુ શારીરિક સ્વાસ્થ્ય માટે તેમજ સાંધાના દુખાવામાં ખૂબ જ લાભદાયી છે

          સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથની બહેનો દ્વારા મહુડાના લાડુ બનાવી વેચાણ કરવામાં આવે છે. પછાત અને અલ્પ શિક્ષિત આદિજાતી વિસ્તારની આ મહિલાઓ મહુડાના ફૂલના લાડુ બનાવી આર્થિક રીતે સધ્ધર બની રહી છે.

           કુદરતના ખોળે રહેતા આદિજાતિ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકાના ભાખરા ગામની મહિલાઓ દ્વારા સ્થાનિક વસ્તુઓનું મૂલ્ય વર્ધન કરી તેમાંથી રોજગારી કમાવાની શરૂઆત કરી છે.  અંબિકા સ્વ સહાય જૂથના સુશીલાબેન અસારી જણાવે છે કે,  ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અમને તાલીમ મળી જે બાદ અમે મહુડાના લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ લાડુ અમે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ. મહુડાના લાડુ ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાંધાના દુખાવાઓમાં ફાયદાકારક છે. શરીર સ્વાસ્થ્ય માટે લાભદાય એવા આ મહોડાના લાડુ ૬00 રૂ. કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે.જેમાં તેમણે સીઝનમાં સારો એવો ફાયદો થાય છે. બીન સીઝનમાં પણ તેમને વત્તા ઓછા પ્રમાણમાં ઓર્ડર મળે છે. ઓર્ડર મળે ત્યાર બાદ જ તેઓ લાડુ બનાવે છે જેથી ગ્રાહકને તાજા લાડુ આપી શકાય. એક થી દોઢ મહિના સુધી સારા રહે છે.

                  અંબિકા સ્વ સહાય જૂથ થકી 10 જેટલી બહેનો હાલમાં ઘરે બેઠા આજીવિકા મેળવી રહી છે. મહુડાના ઝાડ આ વિસ્તારમાં હોવાથી નવરાશના સમય મહુડાના ફૂલ વીણી લાવી તેને ધોઈ સાફ કરી સુકવીને તેણે દળીને લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ બનાવવા માટે તમામ વસ્તુ ત્યાંની સ્થાનિક હોય છે. ઓર્ડર પ્રમાણે મહિલાઓ લાડુ બનાવે છે. સાફ સફાઇનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

           વધુમાં સુશીલાબેન જણાવે છે કે તેમના મહિલા મંડળ દ્રારા પ્રાકૃતિક હળદરનો પાવડર બનાવી વેચાણ કરવામાં આવે છે.

          મહુડાના આયુર્વેદિક ગુણોને કારણે આ લાડુ ખૂબ જ ગુણકારી શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે મહુડા આ વિસ્તારની વિશેષતા છે જેથી અહીંની મહિલાઓને આજીવિકા નું સાધન મળવાની સાથે અન્ય વિસ્તારના લોકોને સ્વાસ્થ્યપ્રદ મીઠા લાડુ મળી રહ્યા છે.

  • હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    નિરવ જોષી, અમદાવાદ (7838880134)

    ધી આર્ટ ઓફ લિવિંગે, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ કરી

    √ ૨ લાખ ભારતીયોએ આ ઝુંબેશમાં ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી

    બેંગલોર,૨6 જુલાઈ ૨૦૨૩: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ લિવિંગે ૨૪ થી ૩૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન ‘ભારતમાં ધ્યાન’ ની ઝુંબેશ ઉપાડી છે.આ ઝુંબેશનો ઉદ્દેશ તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકોને ધ્યાનની રીતો અને સ્વજાગૃતિ વિશે સશકત કરવાનો છે.આ ઝુંબેશ ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સંપૂર્ણ સહયોગથી ચાલી રહી છે.’હર ઘર ધ્યાન’ની પહેલનો અંત સ્વતંત્રતા દિવસ,૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના દિવસે થશે.આ પહેલ આધ્યાત્મિક માર્ગોથી તંદુરસ્તી મેળવવામાં દેશના વિકાસમાં એક સૂચક સીમાચિહ્નરૂપ ગણાશે.

    ‘ભારતમાં ધ્યાન’ થકી આખા દિવસ દરમ્યાન નિઃશુલ્ક ઓનલાઇન ધ્યાન માટે ૮ સમયની શ્રેણી ફાળવવામાં આવી છે:સવારે ૬,૭,૮ વાગે,બપોરે ૨,૩ વાગે અને સાંજે ૬,૭ અને ૮ વાગે.

    આ જીવંત ઓનલાઇન સત્રો ધી આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવે છે.
    ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ભાગ લેવા શું કરવું

    indiameditates.org વેબસાઈટ પર નોંધણી કરાવવાથી વોટ્સઅપ ગૃપમાં સમાવેશ કરવામાં આવશે અને તેમાં સત્ર માટેની જીવંત લીંક મળશે.ભાગ લેનારને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રમાણિત ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    અત્યાર સુધીમાં ૨ લાખ કરતાં વધારે ભારતીયોએ નોંધણી કરાવી છે.

    સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી, આઝાદીકા અમૃત મહોત્સવ, માટે સાંસ્કૃતિક મંત્રાલયે ભારતીયોને ધ્યાનના પરિવર્તનકારી માધ્યમ વિશે શીખવવા અને સશકત કરવા ધી આર્ટ ઓફ લિવિંગ સાથે ભાગીદારી કરી છે.આ યોજનાનો આરંભ ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બેંગલોરમાં ધી આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય વડામથકે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઈની ઉપસ્થિતિમાં ૨૦,૦૦૦ ની મેદનીમાં કરવામાં આવ્યો હતો.

    ત્યારથી ‘હર ઘર ધ્યાન’ ની પહેલને દેશભરમાંથી ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો છે.તાજેતરના મહિનાઓમાં ૧૦ લાખ કરતાં વધારે લોકોએ આ ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લીધો છે.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે, “ધ્યાન તમને તમારો દ્રષ્ટિકોણ બદલવામાં સહાય કરે છે.તમે જે રીતે વ્યક્તિ/વસ્તુ/પરિસ્થિતિને જોતા હોવ છો તેમાં બદલાવ લાવે છે.તમારી તમારા આસપાસના લોકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં બદલાવ લાવે છે– તમે શું બોલો છો,તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો અને વિવિધ પરિસ્થિતિમાં વર્તો છો એ વિશે તમે વધારે જાગૃત બનો છો.”

    સાબિત થયેલું છે કે ધ્યાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,સમગ્ર તબિયતમાં સુધારો થાય છે,તનાવ,ચિંતા અને હતાશામાં ઘટાડો થાય છે તથા માણસોને તેમના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા મળે છે અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

  • ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

    ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

    નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134)

    ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના મંત્રાલયના કર્યા હતા આ ઉપરાંત જામનગરમાં ભારે વરસાદથી સર્જાયેલા પાણીની સમસ્યાને કારણે તકલીફમાં મુકાયેલા નગરજનોને રાહત આપવા તેઓ જાતે ફરી વળ્યા હતા તેની નોંધ પણ મીડિયામાં મોટા પાયે લેવાય છે !

    જોઈએ છેલ્લા 10 દિવસમાં રાઘવજી પટેલની કેવી કામગીરી રહી.

    રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

    જિલ્લાના જર્જરિત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીની સૂચના

    રાજકોટ તા. ૭ જુલાઈ: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જ પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડામાં કામ કરનાર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ લોકોને નિષ્ઠાપુર્વક સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાના વાલી તરીકે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર વિકાસકામો થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

    આ બેઠકમાં જિલ્લાના ૨૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં દબાણ દૂર કરવા, સીસીટીવી માટે ગ્રાન્ટ આપવા, સનદ, વારસાઇ એન્ટ્રી, ખેડુતો- સમાજને આપવાની થતી જમીન સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નોનું ઝુંબેશ સ્વરૂપે નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ જંત્રી રિસર્વે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની કામગીરી માટેની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. મંત્રીશ્રીએ હાલના ચોમાસામાં રાજકોટ રેડ એલર્ટમાં હોવાથી તંત્ર પૂરતું સાબદા રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના જર્જરીત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, અધિક નિવાસી કલેકટરશ્રી એસ. જે. ખાચરે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી વાવાઝોડા સંદર્ભે કચેરી કામગીરી અને વિકાસ કામો અંગેની માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, એસપી ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

     


    *પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *લોકોની રજૂઆતો તથા પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા મંત્રીશ્રીનું સૂચન*

    *બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    જામનગર તા.૦૩, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીશ્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા જણાવાયું હતું.

    બેઠકમાં મંત્રીશ્રીએ પાંચ વર્ષથી વધુ સમય માટે સોલાર પેનલ ધરાવતા ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અનિયમીતતા દૂર કરવા, જરૂર જણાય ત્યાં વીજ લાઈનનું સ્થળાંતર કરવાં, માંગણી મુજબનું કનેક્શન ફાળવવા તથા વિજ થાંભલા શિફ્ટિંગ કરવા, વીજ કનેક્શન માટે જરૂરી વિભાગોને દરખાસ્ત કરવા, શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને સિંગલ કે થ્રી ફેઝ કનેક્શન તથા જ્યોતિ કનેક્શન આપવા, હડાવા ફીડરમાં પીવાના પાણી માટે ખાસ ફીડર ફાળવવા, ધ્રોલ-વંથલી સહિતના ફીડરમાં લો વૉલ્ટની સમસ્યા દૂર કરવાં, ઉદ્યોગ ફીડરોને રહેણાંક ફીડરથી અલગ કરવા, એચ.ટી. કનેક્શન ધરાવતા એકમોને વીજ પુરવઠો બંધ કરતા પહેલા જાણ કરવાં, નવા પોલ ઊભા કરી આસપાસના કનેક્શન આપવા, નમી ગયેલા તથા તૂટેલા પોલ દૂર કરવા, એસ.ટી. ડિવિઝનમાં નવી લાઈનનું કામ સત્વરે પૂર્ણ કરવાં તથા કનસુમરા તેમજ ખીજડીયા ખાતે નવી લાઈનમાં કામની વિગતો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ સત્વરે આ કામો પૂર્ણ કરી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.

    આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી પરમાર તથા સંલગ્ન કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


    *સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાને પગલે હર્ષ વ્યક્ત કરી ખેડૂતોને શુભકામનાઓ પાઠવતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *કાચા સોના જેવો વરસાદ વરસતાં ખરીફ પાકમાં ખેડૂતોને ખૂબ ફાયદો થશે-મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

    જામનગર તા.01,July

    સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે.સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લાના સૌ ખેડૂતોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

     

    જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો વરસાદ વરસતા ડેમો તથા જળાશયો પણ પોતાની છલક સપાટીએ છે જેથી આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈ તથા લોકો માટે પાણીની તંગી પણ દૂર થશે તેનો મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો છે.બિપરજોય વાવાઝોડા સમયે થયેલ વરસાદ વેળાએ ખેડૂતોએ કરેલ વાવણી પર હાલ કાચા સોના સમાન વર્ષા થઈ છે ત્યારે ખરીફ પાકોને પણ ખૂબ જ ફાયદો થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.શ્રીકાર વર્ષાના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.જામનગર જિલ્લામાં પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલ છે તેમજ ઊંડ-1 સહિતના મોટા ભાગના ડેમમાં પણ નવા નીરની પુષ્કળ આવક થતા જામનગરના લોકોની પીવાના તથા સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું.

     


    *શહેરના નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા સૂચન કરતાં મંત્રીશ્રી*

    જામનગર તા.01, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શહેરના નારાયણ નગર, મોહનનગર સહિતના નિંચાણ વાળા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી.આ તકે મંત્રીશ્રીએ સ્થળ પર જ વિસ્તારના નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા અને મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.એન.મોદી સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી નાગરિકોની રજૂઆત અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ ભરાયેલ પાણીના નિકાલ અંગેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા વેળાએ કરેલ કામગીરીની માફક જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા, કાદવ કીચડ દૂર કરવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી.


    પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય

    રાજ્યમાં રૂ.૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૂ. એક કરોડ મંજૂર

    *રાજ્યમાં પશુપાલન ખાતાની કચેરીઓ ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરાશે*

    *પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-૨ની ૬ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ મંજૂર*

    પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરીકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

    પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪૭.૯૭ કરોડના ખર્ચે રાજ્યની ૨૧ જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના ૬૮ નવીન બાંધકામ અને જરૂરી મરામતના ૫ કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

    મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

    આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-૨ની ૬ જગ્યાઓ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


     

    કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોને આવકારતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
    ……………………………
    કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

    ભારત સરકારના કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ જોડાયા હતા.
    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોની કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આપી હતી. આ ચાર નિર્ણયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે રૂ. ૩.૬૮ લાખ કરોડની યુરીયા સબસીડી મંજુર કરવામા
    આવી છે. પી.એમ. પ્રણામ યોજના અંતર્ગત જે રાજ્ય સબસીડાઈઝ ખાતરનો વપરાશ ઘટાડશે તે રાજ્યને સબસીડીની થતી બચતના ૫૦% રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવશે. ગોબરધન યોજના અંતર્ગત ઉત્પન્ન કરેલ બાયોગેસ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાંટમાંથી બનાવેલ ફર્મેંન્ટેડ ઓર્ગેનીક મેન્યુર ખાતરને પ્રોત્સાહન આપવા માટે માર્કેટ ડેવલોપમેન્ટ આસીસ્ટન્ટ ઘટક તરીકે રૂ. ૧૫૦૦/મે.ટન. સબસીડી આપવામાં આવશે.


    આ ઉપરાંત સલ્ફર કોટેડ યુરીયાને યુરીયા ગોલ્ડ નામથી લોંચ કરવામાં આવ્યું છે. જેમા ૩૭% નાઈટ્રોજન યુરીયા ઉપર ૧૭% સલ્ફર તત્વનું કોટીંગ કરાયું છે જેનાથી યુરીયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે તેમ, જણાવી મંત્રીશ્રી રાઘવજી પટેલે ભારત સરકારના નિર્ણયને આવકારીને ગુજરાતમાં તેના ઝડપી અમલીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી હતી.